SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-/3૮૭૫ થી ૮૮૦ ૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ બધાંનું અલબહુ સામાન્યથી ત્યાં કહ્યું, તે પ્રમાણે અહીં પણ કહેવું. જેમકે - બસ, તેઉં, પૃથ્વી, અપૂ, વાયુકાય, અકાય, વનસ્પતિ, સકાય આ આઠે અનુક્રમે થોડા, અસંખ્યાતગણા ત્રણ, અધિક બે, અનંતગુણ, અધિક જાણવું. - X - જીવ, પગલ, સમય, દ્રવ્ય, પ્રદેશ, પર્યવો અનુક્રમે થોડા, અનંતા, અનંતા, વિશેષાધિક, બે અનંતા છે - આ ભાવના છે . જેથી જીવો પ્રત્યેક અનંતાનંત પુદ્ગલો વડે પ્રાયઃ બદ્ધ હોય છે, પુદ્ગલો જીવો સાથે સંબદ્ધ અને અસંબદ્ધ હોય છે, તેથી પુદ્ગલો કરતા જીવો થોડા છે. કહ્યું છે કે – જેથી જીવો પ્રાયઃ પુદ્ગલથી બદ્ધ છે. તેથી જીવો થોડાં છે, જ્યારે પુદ્ગલો જીવથી વિરહિત પણ હોય અને અવિરહિત પણ હોય છે. જીવ કરતાં અનંતગણા પુદ્ગલો છે. કઈ રીતે ? તૈજસાદિ શરીર, જે જીવ વડે પરિગૃહીત છે, તેથી તે જીવોથી પરિમાણને આશ્રીને પુદ્ગલો અનંગણા હોય છે, તથા તૈજસ શરીરથી પ્રદેશ વડે કાશ્મણ શરીર અનંતગુણ છે. આથી આ રીતે જીવપ્રતિબદ્ધ પુદ્ગલ અનંતગણા છે, જીવથી વિમુક્ત પણ તેઓ અનંતગણા છે. બાકીના શરીરની વિચારણા અહીં કરી નથી - x • તૈજસ શરીર પુદ્ગલો જ જીવ કરતાં. અનંતગુણ છે, તો કાર્પણ પુદ્ગલ રાશિ સહિતનું તો કહેવું જ શું ? તથા પંદર ભેદે પ્રયોગ પરિણત પુદ્ગલો થોડા છે, તેનાથી મિશ્ર પરિણત અનંતગણા છે, તેનાથી પણ વિસસા પરિણત અનંતગુણ છે. બધાં પુદ્ગલો ત્રણ પ્રકારે હોય છે. જીવા બધાં જ, પ્રયોગ પરિણત પુદ્ગલોના અનંતમાં ભાગે વર્તે છે. આ રીતે જીવો કરતા પુદ્ગલો ઘણાં અનંતાનંતક વડે ગુણિત સિદ્ધ થાય છે. કહ્યું છે કે – (૧) જે જીવ વડે જે તૈજસાદિ એક-એક શરીર પગૃિહીત છે, તે પુદ્ગલ પરિણામથી તેનાથી અનંતગણું થાય છે. (૨) તૈજસથી વળી કામણ અનંતગુણ છે, તે નિર્દિષ્ટ કરાયેલ છે, એ રીતે તેથી જીવ વડે તૈજસ અને કામણ શરીર બંધાયેલ છે. (૩) આનાથી અનંતગણ તેઓ વડે છોડેલ હોય છે, તો પણ તેઓ થોડાં હોવાથી તેમનું અહીં બાકીના દેહોનું અહીં ગ્રહણ કરેલ નથી. (૪) તે છોડાયેલા પણ સ્વસ્થાનના અનંતમાં ભારે હોય છે, તેથી તેનું ગ્રહણ અહીં બદ્ધ-અબદ્ધ બંને પ્રકારે છે. (૫) વળી અહીં તૌજસ શરીર બદ્ધ જ પુદ્ગલો અનંતગણા છે, તો પછી અવશેષ રાશિ સહિત જીવ વડે [બદ્ધ પુદ્ગલો]નું શું કહેવું? | (૬) સૂત્રમાં ૧૫ પ્રકારે પ્રયોગ પ્રાયોગ્ય થોડા કહ્યા છે, તેનાથી મિશ્ર પરિણત પુદ્ગલો અનંતગણા કહ્યા છે. -- (૭) તેનાથી વિસસા પરિણત, તેથી અનંત ગુણિત કહ્યા. એ રીતે લોકમાં વિવિધ પરિણત પુદ્ગલો છે. (૮) બધાં જીવો એકલા પ્રયોગ પરિણત પુદ્ગલોના અનતમાં ભાગે વર્તતા નથી. - - (૯) તે જીવો કરતા ઘણાં જે અનંતાનંત વડે ગુણિત પુદ્ગલો સર્વ લોકમાં સર્વે સિદ્ધો પણ હોય છે. (શંકા) “પુદ્ગલો કરતા અનંતગણા સમયો છે", તેમ કહ્યું, તે સંગત નથી, કેમકે તેનાથી તેમનું સ્તોકત્વ છે, કેમકે ‘સમય’ માત્ર મનુષ્ય ફોરવર્તી છે, જ્યારે પુદ્ગલો સકલ લોકવર્તી છે માટે સમય થોડો છે. | (સમાધાન) સમય ક્ષેત્રમાં જે કંઈ દ્રવ્ય-પર્યાયો છે, તે પ્રત્યેકમાં સાંપ્રત સમય વર્તે છે. એ પ્રમાણે સાંપ્રત સમય, જેનાથી સમય ફોન દ્રવ્ય-પર્યવ-ગુણ છે, તેનાથી અનંતા સમય પ્રત્યેક સમયમાં હોય છે. કહ્યું છે - (૧) પુદ્ગલ કરતા અનંતગણા અદ્ધા સમયો હોય છે, તે મનુષ્ય ક્ષેત્ર માસમાં વર્તતા હોવાથી શું થોડા નથી ? - : (૨) સમય ક્ષેત્રમાં જે કોઈ દ્રવ્યપર્યાયો છે, તે પ્રત્યેકમાં એક-એકમાં સામત સમય વર્તે છે. - - (૩) એ રીતે જે સમય ક્ષેત્રના પર્યવો, તેથી સમ્રત સમય અનંતાનંત એક એક સમયે છે. આ રીતે વર્તમાન સમય પુદ્ગલ કરતાં અનંતગુણ હોય છે. કેમકે એક દ્રવ્યના પણ પર્યવોનું અનંતાનંતપણું છે. વળી માત્ર આ પુદ્ગલ કરતાં અનંતગણા સમયો નથી, સર્વલોકદ્રવ્ય પ્રદેશ પર્યાયથી પણ તે અનંત ગુણ સંભવે છે. તેથી કહે છે – જે સમસ્ત લોક દ્રવ્યપ્રદેશ પર્યવોની રાશિથી સમય ક્ષેત્ર દ્રવ્ય પ્રદેશ પર્યવ રાશિના ભોગવી પ્રાપ્ત થાય છે, તે સમયમાં તાવિક રીતે જતાં લોક દ્રવ્ય પ્રદેશ પર્યવ સંખ્યા સમાન ઔપચાકિ સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. [અહીં વૃત્તિકારી અસતું કલ્પનાથી “લાખ' સંખ્યાવાળ ગણિત રજુ કરીને ઉક્ત આપને સમજાવવા સમગ્ર પદાર્થનું ગણિત કહે છે. જે અમે નોંધેલ નથી.]. આ રીતે એક-એક તાત્વિક સમયમાં અનંતા ઔપચારિક સમયોનાં ભાવથી સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ રશિયી પણ સમયો અનંત ગણા પ્રાપ્ત થાય છે. તો પુદ્ગલોથી કેમ ન થાય ? [વાય જ કહે છે કે – (૧) જે સમય ક્ષેત્ર પ્રદેશ પર્યાય પિંડથી ભાગ કરતા સર્વલોક દ્રવ્ય પ્રદેશ પર્યવ ગણ પ્રાપ્ત થાય છે. - - (૨) આટલા સમયમાં જતા લોક પયય સમાન સમય સંખ્યા પ્રાપ્ત થાય છે. બીજા વડે પણ તેટલી માત્રાથી તેટલી થાય. (3) આ રીતે અસંખ્યાત સમયમાં જતા, તે લોકદ્રવ્યપ્રદેશ પયય પ્રમાણ સમયગત થાય છે. -- (૪) એ રીતે સર્વ લોકપર્યવરાશિથી પણ સમય અનંતગણા ગશ્યમાન થાય છે, તો પુદ્ગલથી તો થાય જ. બીજઓ કહે છે - ઉત્કૃષ્ટ છ માસ માત્ર જ સિદ્ધિ ગતિથી અંતર થાય છે. તેના વડે સિદ્ધિની પામેલા સિદ્ધોથી પણ જીવ કરતા અસંખ્યાતપણા જ સમયો થાય છે. તો સર્વજીવોથી અનંતગણા કઈ રીતે થશે ? અહીં પણ ઔપચારિક સમય અપેક્ષાથી સમયોનું અનંતગુણત્વ કહેવું. • • હવે સમય કરતાં દ્રવ્યો વિશેષાધિક છે. કઈ રીતે? તે કહે છે - જેથી સર્વે સમયો પ્રત્યેક દ્રવ્યો અને બીજા જીવ, પુદ્ગલ, ધમસ્તિકાયાદિ તેમાં ઉમેરીએ, તેથી કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્યો વિશેષાધિક થાય છે. સંખ્યાતપણાદિ ન થાય. કેમકે સમયદ્રવ્ય અપેક્ષાએ જીવાદિ દ્રવ્યો અલાતર છે કહ્યું છે કે –
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy