SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૧૦/૮૦૫ પ્રમાણે એકેન્દ્રિયોને વર્જીને યાવત્ વૈમાનિક અલ્પબહુત્વ કહેવું. એકેન્દ્રિયોમાં અલ્પહત્વ નથી તેમ જાણવું. ભગવન્ ! આ સિદ્ધોમાં કતિસંચિત, અકતિસંચિત, અવક્તવ્યસંચિતોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા સિદ્ધ કતિસંચિત છે, અવકતવ્યસંચિત સિદ્ધો સંખ્યાતગણ છે. ભગવન્ ! નૈરયિકો શું ષટ્કસમર્જિત છે? નોષટ્કસમર્પિત છે? ષટ્ક અને નૌષટ્કથી સમર્જિત છે? અનેકષટ્ક સમર્જિત છે ? અનેકષટ્ક અને નૌષટ્ક વડે સમર્પિત છે? ગૌતમ! નૈરયિકો ષટ્ક સમર્પિત પણ છે, નૌષટ્ક સમર્પિત પણ છે, પટ્ક અને નૌષટ્કથી પણ સમર્પિત છે. અનેક ષટ્કોથી પણ સમર્જિત છે અને ષટ્કો-નોષટ્કથી સમર્જિત છે. ભગવન્ ! એમ કેમ કહ્યું x - ? ગૌતમ! જે નૈરયિકો ષટ્ક પ્રવેશથી પ્રવેશે છે, તે નૈરયિકો ષટ્ક સમર્જિત છે. જે નૈરયિકો ઘન્યથી એક, બે, કે ત્રણ વડે ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ નૌષટ્ક સમર્જિત છે.. જે નૈરયિકો એક ષટ્ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ પ્રવેશથી અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે. તેઓ ષટ્ક વડે અને નૌષટ્ક વડે સમર્પિત છે.. જે નૈરયિકો અનેકષટ્ક પ્રવેશ વડે પ્રવેશે છે તેઓ અનેકષટ્ક સમર્પિત છે. જે નૈરયિકો અનેકષટ્ક વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ પ્રવેશ વડે પ્રવેશે છે, તેઓ અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિત છે. તેથી પૂર્વવત્ યાવત્ કહ્યું. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો છે. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! પક સમર્થિત નથી, નૌષટ્ક સમર્પિત નથી, એક નૌષટ્ક વડે સમર્પિત નથી, પણ અનેક ષટ્કો વડે સમર્પિત છે. અનેક ષટ્કો અને નોષકો વડે સમર્જિત છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! જે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો પ્રવેશનક વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો પટ્ટો વડે સમર્પિત છે. જે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનો વડે પ્રવેશે છે, તે પૃથ્વીકાયિકો અનેક ષટ્કો અને નૌષટ્કો વડે સમર્જિત છે. તેથી એમ કહ્યું છે. - - એ પ્રમાણે સાવર્તી વનસ્પતિકાયિકો સુધી જાણતું. બેઈન્દ્રિયો યાવત્ વૈમાનિકોને પૂર્વવત્ જાણવા. સિદ્ધો નૈરયિકવત્. ૨૩૭ ભગવન્ ! આ નૈરયિકોમાં ષટ્ક સમર્પિત, નૌષટ્ક સમર્પિત, ષટ્ક અને નૌષટ્ક વડે સમર્જિત, અનેક ષટ્કોથી સમર્જિત, અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા નૈરયિક ષટ્ક સમર્જિત છે, નૌષટ્ક સમર્જિત સંખ્યાતગુણા, ષટ્ક અને નૌષટ્કથી સમર્પિત સંખ્યાતગુણા, અનેક ષટ્કોથી સમર્જિત અસંખ્યાતગણા, અનેક ષટ્કો અને નોષટ્કથી સમર્પિત સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભગવન્ ! આ પૃથ્વીકાયિકોમાં ષટ્ક વડે સમર્પિત, અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા પૃથ્વીકાયિક અનેક ષટ્કોથી સમર્થિત છે. અનેક ષો અને નૌષટ્ક વડે સમર્પિત સંખ્યાતગણા છે. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. બેઈન્દ્રિયો સાત્ વૈમાનિકોને નૈરયિકોવત્ સમજવા, ભગવન્! આ સિદ્ધોમાં ષટ્ક સમર્પિત, નૌષટ્ક સમર્જિત યાવત્ અનેક ષટ્કો અને નૌષટ્ક સમતિમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા સિદ્ધો અનેક ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિત છે, ષટ્કો વડે સમર્જિત સંખ્યાતગુણા છે. ષટ્કો અને નૌષટ્ક વડે સમર્પિત સંખ્યાતગુણા, ષટ્ક સમર્પિત સંખ્યાતગણા, નૌષટ્ક સમર્જિત સંખ્યાતગણા, ભગવન્ ! નૈરયિકો શું દ્વાદશ સમર્પિત છે? નોદ્વાદશ સમર્જિત છે ? દ્વાદશ અને નીદ્વાદશ વડે સમર્જિત છે? દ્વાદશો વડે સમર્પિત છે ? દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્પિત છે? ગૌતમ ! નૈરયિકો દ્વાદશ સમર્પિત પણ છે યાવત્ દ્વાદશો વડે પણ સમર્જિત છે. એમ કેમ કહ્યું? ગૌતમ! જે નૈરયિકો દ્વાદશ પ્રવેશ વડે પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ સમર્જિત છે. જે નૈયિકો જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી અગિયાર પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નૈરયિકો નોદ્વાદશ સમર્પિત છે. જે નૈરયિકો દ્વાદશ અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશનકથી પ્રવેશે છે તે નૈયિકો દ્વાદશ-નોદ્વાદશથી સમર્થિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશ પ્રવેશનકથી પ્રવેશે છે, તે નૈરયિક દ્વાદશો વડે સમર્જિત છે. જે નૈયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ વડે અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશન વડે પ્રવેશે છે, તે દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. એ પ્રમાણે ાનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકોની પૃચ્છા ? ગૌતમ ! પૃથ્વીકાયિકો દ્વાદશ સમર્જિત નથી, નૌદ્વાદશ સમર્થિત નથી, દ્વાદશ અને નોદ્વાદશ સમર્પિત નથી. દ્વાદશો વડે સમર્જિત છે. દ્વાદશો અને નૌદ્વાદશ વડે પણ સમર્પિત છે. એમ કયા કારણે કહો છો? ગૌતમ ! જે પૃથ્વીકાયિક અનેક દ્વાદશો પ્રવેશનકથી પ્રવેશે છે, તેઓ અનેક દ્વાદશો વડે સમર્પિત છે. જે પૃથ્વીકાયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા અગિયાર વડે પ્રવેશે છે, તેઓ દ્વાદશો નદ્વાદશ વડે સમર્જિત છે. તેથી યાવત્ એમ કહ્યું. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. બેઈન્દ્રિયો યાવત્ સિદ્ધો. નૈરયિકવત્ છે. ૨૩૮ ભગવન્ ! આ નૈયિકોમાં દ્વાદશ સમર્થિત બધે અલ્પબહુત્વ ષટ્ક સમર્જિતવત્ કહેવું. માત્ર દ્વાદશનો અભિલાપ કહેવો. ભગવન્ ! નૈરયિકો શું ચોર્યાશી સમર્પિત છે?, નોચોર્યાશી સમર્પિત છે ? ચોર્યાશી અને નીચોયાશી સમર્થિત છે ? અનેક સોય/શી વડે સમર્પિત
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy