SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૯/૮૦૧,૮૦૨ ભગવન્ ! વિધાચારણની શીઘ્રગતિ કેવી છે? તેમની શીવ્ર ગતિનો વિષય કેવો છે ? ગૌતમ ! આ જંબુદ્વીપ ચાવત્ કિચિત્ વિશેષાધિક પરિક્ષેપથી છે. કોઈ મહદ્ધિક યાવત્ મહાસઔખ્ય દેવ યાવત્ એ પ્રમાણે વિચારીને સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ત્રણ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે, એટલી શીઘ્રગતિ હૈ ગૌતમ ! વિધાચરણની છે, એટલો શીઘ્ર ગતિ વિષય છે. ૨૩૩ ભગવન્ ! વિધાચરણની તીછીં ગતિ કેટલી છે? તી ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાતથી માનુષોત્તર પર્વત સમવસરણ કરે છે, કરીને ત્યાં ચૈત્યોને વાંદીને, ત્યાંથી બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીધે સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોને વાંધે છે. ત્યાંથી (એક ઉત્પાતમાં) પાછો ફરે છે, ફરીને અહીં આવે છે, અહીં ચૈત્યોને વાંધે છે. ગૌતમ ! વિધાચારણની આટલી તીંછી ગતિ છે, આટલો તીી ગતિનો વિષય છે. ભગવન્ ! વિધાચારણની ઉર્ધ્વગતિ કેટલી છે? ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે નંદનવનમાં સમવસરણ કરે છે, ત્યાં ચૈત્યોની વંદના કરે છે, ત્યાંથી બીજા ઉત્પાત વડે પંડકવનમાં જાય છે. જઈને પંડકવનમાં ચૈત્યોની વંદના કરે છે. ત્યાં પાછો ફરી (એક ઉત્પાતમાં) અહીં આવે છે, અહીં આવીને અહીં ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ ! વિધાચારણની આટલી ઉર્ધ્વગતિ છે, આટલો ઉર્ધ્વગતિનો વિષય છે. તે તે સ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે તે સ્થાનોની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. [૮૦] ભગવન્! કયા કારણે જંઘાચારણ, જંઘાચારણ કહેવાય છે? ગૌતમ! તેને નિરંતર અક્રમ-ક્રમના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા જંઘાચારણલબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થાય છે, તે કારણથી. ભગતના જંઘાચારણની કેવી શીઘ્ર ગતિ છે? કેવો શીઘ ગતિવિષય છે? ગૌતમ! આ જંબૂદ્વીપમાં એ પ્રમાણે જેમ વિધાચારણમાં કહ્યું તેમ જાણવું. વિશેષ એ કે – તે ૨૧ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે છે. હે ગૌતમ! જંઘારણની તેવી શીઘ્રગતિ છે, તેટલો શીઘ્રગતિવિષય છે. બાકી પૂર્વવત્. ભગતના બંધારણની તી ગતિનો વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાદ વડે રૂચકવર દ્વીધે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછો વળતાં બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને (એક ઉત્પાત્ વડે) શીઘ્ર અહીં પાછો ફરે છે. અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. ઘાચારણનો હે ગૌતમ! આટલો તીર્થી ગતિનો વિષય છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભગવન્! જંઘાચારણનો ઉર્ધ્વગતિ વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાત વડે પંડકવનમાં સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછા આવતા બીજા ઉત્પાત વડે નંદનવને સોસરણ કરે છે. કરીને નંદનવનમાં ત્યાં ચૈત્યોની વંદના કરે છે. કરીને ત્યાંથી (એક ઉત્પાત્ વડે) અહીં આવે છે, અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ! જંઘાચારનો ઉર્ધ્વગતિ વિષય આટલો છે. ૨૩૪ તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભગવન્ ! તે એમ જ છે (ર) યાવત્ વિચરે છે. - વિવેચન-૮૦૧,૮૦૨ : ત્યાં વાળ - આમનો આકાશમાં ગમન અતિશય છે તે. વિષ્ના વીર વિધા એટલે પૂર્વગતશ્રુત, તેમાં કૃતોપકારથી ચારણ તે વિધાચારણ. બંધારણ - જંઘા વ્યાપાર કૃતોપકાર ચારણ તે જંઘા ચારણ. આ અર્થમાં ગાયાઓ છે, તે આ પ્રમાણે (૧) અતિશય વડે ચરણ સામર્થ્યવાળા જંઘાચારણ, વિધાચારણ મુનિઓ બંને જંઘા વડે પહેલો સૂર્ય કિરણોનો આશ્રય કરીને જાય છે. (૨) જંઘાચારણ મુનિ એક ઉત્પાદ વડે રૂચકવરદ્વીપે જાય છે, ત્યાંથી પાછો ફરતા બીજા ઉત્પાદ વડે નંદીશ્વરે, ત્રીજા ઉત્પાદથી અહીં પાછો આવે છે. (૩) જંઘાચારણ મુનિ પહેલા ઉત્પાદ વડે પંડકવને જાય છે, બીજા ઉત્પાદ વડે નંદનવને જાય છે. ત્રીજા ઉત્પાદ વડે અહીં પાછો આવે છે. (૪) વિધાચારણ મુનિ પહેલા ઉત્પાદ વડે માનુષોત્તર પર્વને જાય છે, બીજા ઉત્પાદ વડે નંદીશ્વરદ્વીપે આવે છે. ત્રીજા વડે અહીં આવીને ચૈત્યવંદન કરે. (૫) પહેલા ઉત્પાદથી નંદનવને, બીજા ઉત્પાદ વડે પંડકવને જાય છે, ત્રીજા ઉત્પાદથી અહીં પાછો આવે તે વિધાચારણ મુનિ. તેમાં જે વિધાચારણ થનાર હોય તે છઠ્ઠુ છઠ્ઠના તપોકર્મ વડે વિધાર્થી અર્થાત્ પૂર્વગતશ્રુત વિશેષ રૂપ કરણભૂતથી ઉત્તગુણ-પિંડ વિશુદ્ધિ આદિ, તેમાં આ ક્રમ પ્રાપ્ત તપ સ્વીકારે પછી ઉત્તરગુણલબ્ધિ અર્થાત્ તપોલબ્ધિ પામે. क्षममाणस्य સહન કરી શકતો એવો તપ કરે. તું સીહા - કેવી શીઘ્ર ગતિ-ગમનક્રિયા, કેવો શીઘ્ર ગતિનો વિષય. શીપણાથી તેનો વિષય પણ ઉપચારથી શીઘ્ર કહ્યો. ગતિવિષય ? ગમન અભાવે પણ શીઘ્ર ગતિ ગોચભૂત ક્ષેત્ર શું છે? આ જંબુદ્વીપ એવા સ્વરૂપનો છે, અહીં દેવની શીઘ્ર ગતિની ઉપમા આપી છે. મે ાં તા વાળમાંં - અહીં આ ભાવાર્થ છે - લબ્ધિ ઉપજીવન, પ્રમાદથી તે સેવાય છે. તેની આલોચના વિના ચાસ્ત્રિની આરાધના થતી નથી, તેના વિરાધકને ચાસ્ત્રિનું ફળ પ્રાપ્ત ન થાય. જે અહીં કહ્યું કે વિધાચારણનું ગમન બે ઉત્પાદ વડે અને આગમન એક વડે, જંઘાચારણનું ગમન એક વડે અને
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy