SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/3/૩૪ સવ છે 1 ગૌતમાં તે દેશથી દેશકૃત, દેશથી સર્વકૃત કે સવથી દેશકૃત નથી, પણ સવથી સર્વકૃત્ છે. ભગવન! બૈરયિકો સંબંધી કાંક્ષા મોહનીય કમકૃત છે ? હા, છે. ચાવતું સર્વથી સર્વકૃત છે. એ રીતે વૈમાનિક સુધી કહેતું. • વિવેચન-૩૪ : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જીવો સંબંધી જે કાંક્ષા મોહનીય - મોહ પમાડે તે મોહનીય કર્મ, તે ચાત્રિ મોહનીય પણ હોય, તેથી #ાંક્ષા - બીજા બીજા દર્શનનું ગ્રહણ, એ વિશેષણ મૂક્યું. ઉપલક્ષણથી શંકાદિનું ગ્રહણ કરવું. કાંક્ષારૂપ મોહનીય તે કાંક્ષા મોહનીય અર્થાત્ મિથ્યાત્વ મોહનીય. વકૃત - “ક્રિયા નિપાધ" પ્રશ્ન છે. ઉત્તર છે . ‘હા’. અહીં વસ્તુના કરણમાં ચતુર્ભગી છે. જેમકે – (૧) દેશથી-હસ્ત આદિથી, વસ્તુના દેશનું આચ્છાદન કરવું. (૨) હરતાદિ દેશથી સર્વ વસ્તુને ઢાંકવી. (૩) સવભિથી વધુના દેશને ઢાંકે, (૪) સર્વાત્મથી સર્વ વસ્તુને ઢાંકે. આ પદ્ધતિથી ચાર પ્રશ્નો આ રીતે છે – ભગવન ! શું જીવ પોતાના કોઈ ભાગથી કાંક્ષા મોહનીય કર્મનો ભાગ કરે ? શું જીવ પોતાના કોઈ ભાગથી સર્વ કાંક્ષા મોહનીય કરે ? શું જીવ પોતે આખો કાંક્ષા મોહનીયના કોઈ એક ભાગને કરે ? શું જીવ પોતે આખો જ આખું કાંક્ષા મોહનીય કર્મ કરે ? [ઉત્તર] જીવ આખો પોતે જ સર્વ કાંક્ષા મોહનીય કર્મને કરે છે. જ્યાં જીવના બધા પ્રદેશો અવગાઢ છે, તે સ્થળે રહેલા, એક સમયે બાંધવા યોગ્ય કર્મ પુદ્ગલો હોય, તે બધાને બાંધવા જીવના બધાં પ્રદેશો ક્રિયા કરે છે. અર્થાતુ જીવે પોતે એક કાળે બાંધી જીવના બધાં પ્રદેશો ક્રિયા કરે છે. અતિ જીવે પોતે એક કાળે બાંધી શકાય તેવું સર્વ કાંક્ષા મોહનીય બાંધ્યું છે. તેથી ત્રણ ભંગનો પ્રતિષેધ કર્યો છે. * * જીવોને સામાન્યથી કહ્યા તેથી વિશેષરૂપે સમજી ન શકાય. તેથી વિશેષ બોધ માટે નાકાદિ દેડકથી પ્રશ્ન કરતા કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. • • ક્રિયા નિપાઘ કમ કહ્યું, તે ક્રિયાને દશવિ છે – • સૂગ-૩૫,૩૬ - [૩૫] ભગવત્ ! જીવોએ કાંક્ષા મોહનીય કર્મ કર્યું? હા, કર્યું. ભગવાન ! તે શું દેશથી દેશે કર્યઇત્યાદિ પૂર્વોક્ત અભિલાપણી વૈમાનિક પર્યન્ત કહેતું. .. એ પ્રમાણે કરે છે... આ દંડક સૈમાનિક સુધી કહેછે. -એ પ્રમાણે કરશે” દંડક વૈમાનિક સુધી કહેવો. એ જ પ્રમાણે “ચય”. ચય કર્યો - કરે છે - કરશે. ““ઉપચય” ઉપચય કર્યો - કરે છે - જશે. ઉદીયું - ઉદીરે છે . ઉદીરશે. વધુ વેદે છે - વેદેશે. નિર્જકું - નિજી છે - નિર્જરશે. આ બધા અભિલાષ કહેવા. [૩૬] કૃત, ચિત, ઉપચિત, ઉદીરિત, વેદિત, નિર્જરિત - તેમાં આદિ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્રણના પ્રત્યેકના ચાર-ચાર ભેદ, પાછલા ત્રણના ત્રણ-ત્રણ ભેદ છે. • વિવેચન-૩૫,૩૬ - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ભૂતકાળે કર્યું ? હા. કર્યા છે. જો નથી કર્યા કહો તો અનાદિ સંસારનો અભાવ થાય. એ રીતે હાલ કરે છે, ભવિષ્યકાળમાં કરશે. કરેલ કર્મનો ચયાદિ થાય, તે કહે છે – ‘ચય' આદિ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - પ્રદેશ અને અનુભાગનું વધવું તે ચય. તેનું પુનઃ પુનઃ વધવું તે ઉપચય. બીજા કહે છે. મધ્ય કર્મ પુદ્ગલોનું ગ્રહણ તે ચય. અબાધાકાળ સિવાયના કાળે ગ્રહેલ કર્મોને વેચવા માટેનું વિધેયન તે ઉપચય. નિપેક આ રીતે – પ્રથમ સ્થિતિમાં બહતર કર્મદલિને નિષેચે છે. પછી બીજી સ્થિતિમાં વિશેષહીન, એ પ્રમાણે યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિમાં વિશેષ હીન નિષેયે છે. • x - ‘ઉદીરણ’ - અનુદિતને કરણ વિશેષથી ઉદયમાં લાવવું. વેન - અનુભવવું. નિર્નર - જીવ પ્રદેશોથી કર્મ પ્રદેશોનું ખરી જવું... અહીં સૂત્ર સંબંધી સંગ્રહ ગાથા છે - ગાથાર્થ સ્પષ્ટ છે. વિશેષ આ - કૃત, ચિત, ઉપચિત એ ત્રણેમાં ચાર જાતનો કાળ કહેવો. તેમાં સામાન્ય ક્રિયા કાળ અને ત્રણે ક્રિયાનો કાળ જુદો જુદો કહ્યો છે. ઉદિરિત, વેદિત, નિર્જીર્ણ એ ત્રણેમાં સામાન્ય ક્રિયા કાળ હિત ત્રણ ભેટવાળો કાળ કહ્યો છે. [શંકા આધના ત્રણ સૂત્રોમાં ક્રિયાસૂચક કૃત, ચિત અને ઉપયિત ત્રણ પદો કહ્યા. પાછળના સૂગોમાં સામાન્ય ક્રિયા દર્શક ઉદીતિ, વેદિત, નિર્ગુણ એ ત્રણ પદો કેમ ન કહ્યા? [સમાધાન કૃત, ચિત, ઉપચિત ત્રણે કર્મ, લાંબો કાળ રહે છે, માટે સામાન્ય ક્રિયા કાળનો પણ સમાવેશ કર્યો છે. ઉદિરણાદિનું અવસ્થાન લાંબો કાળ નથી માટે ત્યાં સામાન્ય કાળ ન દર્શાવતા ત્રણ કાળની ક્રિયા કહી. જીવો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે તેમ કહ્યું, તેના કારણો - • સૂમ-૩૭ : ભગવન! જીવો કાંક્ષા મોહનીય કમને વેદે છે ? હા, વેદે છે. ભગવન! જીવો કાંક્ષા મોહનીય કર્મને કેવી રીતે વેદે છે? ગૌતમ ! તે તે કારણો છે શંકા-કાંક્ષ-વિચિકિત્સાવાળા અને ભેદ સમાપm, કલુષ સમાપન્ન થઈને એ રીતે જીવો કાંક્ષા મોહનીય કમી વેદે છે. • વિવેચન-39 : સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – જીવો કાંક્ષા મોહનીય વેદે છે, તે પૂર્વે નિર્ણાત થયું છે, તો પુનઃ પ્રશ્ન કેમ ? વેદનાના કારણો પ્રતિપાદિત કરવા માટે. કહ્યું છે - પૂર્વે કહેવાયા છતાં ફરી જો કહેવાય, તો તેનું કારણ હોય તેમ સમજવું, પ્રતિષેધ, અનુજ્ઞા, હેતુ વિશેષ જણાવવા છે. બીજા દર્શનનું શ્રવણ, કુતિર્ચિકનો સંસર્ગ આદિ વિદ્વત્ પ્રસિદ્ધ કારણો વડે – શંકાદિ હેતુ વડે. તે હેતુ શું? મિત્ત - જિનોક્ત પદાર્થ પ્રતિ સર્વથી કે દેશથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy