SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-I-I૬૪૯ થી ૬૫૪ ૧૦૯ ૧૧૦ હેતુથી, જો ગોશાળાના શરીરની વિશિષ્ટ પૂજા ન કરાય તો લોકો જાણશે કે આજિન નથી, આ જિનશિપ્યો નથી, તેથી તેમને સ્થિર કરવા પૂજાસત્કાર કર્યો. • સત્ર-૬૫૫ થી ૬૫૩ - ૬િ૫૫] ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવતી નગરીના કોઇક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચારે છે. • • તે કાળે, તે સમયે મેંઢકામનગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોઇક નામે ચૈત્ય હતું સાવતુ પૃનીશીલાપક હતો. તે શાલકોઇક ચત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા કચ્છ હતો. તે કૃણ, કૃણાdભાસ યાવતું મહામેઘ સમાન હતો, ત્ર-પુu-ફળ-હરિતકથી લચકતો અને શ્રી વડે અલી શોભતો હતો. તે મેંટિક ગામનગરમાં રેવતી નામે ગાથાપની રહેતી હતી, તે આઢિય યાવ4 અપરિભૂત હતી. • • ત્યારે ભગવંત મહાવીર અ કોઈ દિવસે પૂવનિપૂર્વ વિચરતા યાવતું મેંટિકગામનગરમાં શાલકોપ્ટક ચૈત્યે પધાર્યા યાવતું ઉદા પાછી ફરી. ત્યારે ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાતંક પ્રાદુભૂત થયો, ઉજવલ યાવ4 દરધિસા પિતર પરિગત શરીરમાં દાહ વ્યાપ્ત થતાં યાવત્ વિચરે છે. તથા લોહી ઉકત જાળા પણ થયા. ચાતુdણ લોકો કહેવા લાગ્યા - શ્રમણ ભગવત મહાવીર, ગોશાલક મંલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે પિત્તવર ગ્રસ્ત શરીરમાં દાહથી પીડિત થઈને છાસ્થપણે જ કાળ કરશે. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના શિષ્ય સીંહ નામક અણગાર, જે પ્રકૃત્તિબદ્ધક યાવતું વિનીત હતા, તે માલૂકા કચ્છથી થોડે સમીપ નિરંતર છ8 છઠ્ઠ તપોકર્મ સાથે બંને હાથ ઉંચા કરી વિચરતા હતd. ત્યારે તે સીંહ અણગારને ધ્યાનાંતરિકામાં વતતા આ આવા પ્રકારનો ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો - ખરેખર મારા ધમરચાય, ધર્મોપદેશક શ્રમણ ભગવત મહાવીરના શરીરમાં વિપુલ સેગાતંક ઉત્પન્ન થયો છે, ઉજ્જવલ વેદના છે યાવત છઠસ્થપણે કાળ કરશે. અન્યતીર્થિકો કહેશે કે છાસ્થપણે જ કાળધર્મ પામ્યા, આવા પ્રકારના મહા મનોમાનસિક દુઃખથી અભિભૂત થઈને આતાપના ભૂમિથી ઉતર્યા ઉતરીને માલુકાકચ્છ આવ્યા, તેમાં પ્રવેશસા. પ્રવેશીને મોટા મોટા શબ્દોથી (અવાજથી) કુહકુહુ’ કરતાં (જોર-જોરથી) રડવા લાગ્યા. છે , એમ આમંત્રીને ભગવત મહાવીરે શ્રમણનિJભ્યોને આમંત્રીને આ પ્રમાણે કહ્યું - ખરેખર હે આર્યો! મારા શિષ્ય સહ અણગાર પ્રકૃતિબદ્ધક ઈત્યાદિ બધું કહેવું ચાવતું તે મોટેમોટેથી રડી રહ્યા છે તો તે આર્યો છે. તમે સહ અણગારને બોલાવો. ત્યારે તે શ્રમણ નિષ્ણો ભગવંત દ્વારા આમ કહેવાતા ભગવંતને વંદનનમસ્કાર કર્યો. કરીને ભગવત પાસેથી શાણકોઠ ચીત્યથી નીકળ્યા, નીકળીને માલુકાકચ્છમાં સીંહ અણગર પાસે આવ્યા. આવીને સીંહ આણગારને આમ કહ્યું ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ - હે સીહા ધમાચાર્ય તમને બોલાવે છે. ત્યારે તે સહ અણગાર શ્રમણનિષ્ણ સાથે માવાકછથી નીકળ્યા. નીકળીને શiણ કોઇક ચલ્ય ભગવંત મહાવીર પાસે આવ્યા. નીને ભગવંતને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી યાdવ પાસના કરી. સહાદિને આમંpી ભગવંત મહાવીર સીંહ અણગારને આમ કહાં - હે સહા સ્થાનાંતરિકામાં વીતા તને આવા પ્રકારનો યાવત તું રડવા લાગ્યો. હે સહા અર્થ સમર્થ છે. હા, છે. - હે સીંહ ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે ચાવત કાળ કરવાનો નથી. હું બીજ સાડા પંદર વર્ષ ગંધહસ્તિ માફક જિનરૂપે વિચરીશ. તો હે સીંહા તું, મેટિક ગ્રામ નગરે રેવતી ગાથાપનીના ઘરે શ, ત્યાં રેવતીએ મારે માટે કોહલાના બે ફળ સંસ્કારિત કરેલા છે. તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેને ત્યાં મારા નામક વાયૂપશાંતક બિજોરાપાક કાલે તૈયાર કરેલ છે તે લઈ આવ મારે તેનું પ્રયોજન છે. ત્યારે તે સીંહ અણગર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા, હર્ષિત સંતુષ્ટ રાવતુ આનંદિત હૃદય થઈ શ્રમણ ભગવંતને વાંદી, નમી ત્વરિતઅચપળ-સંભાતપણે મુહપત્તિ પડિલેહ છે. પછી ગૌતમસ્વામી માફક ચાવ4 શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવત મહાવીરને વંદન, નમસ્કાર કરી, તેમની પાસેથી શાણ કોષ્ટક ચૈત્યથી નીકળ્યા, નીકળીને વરિત યાવતું મેટિક ગામ નગરે આવ્યા. આવીને મેઢિકગ્રામ નગરની વચ્ચોવરય થઈને રેવતી ગાથાપનીનું ઘર હતું, ત્યાં આવીને તેણીનાં ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે રેવતી ગાથાપની સીંહ અણગારને આવતા જોઇને હર્ષિત, સંતુષ્ટ થઈને જલ્દીથી આસનથી ઉભી થઈ, પછી સહ અણગાર પ્રતિ સાત-આઠ પગલાં સામે ગઈ, જઈને તેમને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયા આજ્ઞા કરો. આપના આગમનનું પ્રયોજન જણાવો. ત્યારે સીહ અણગરે રેવતી ગાથાપનીને આમ કહ્યું કે – હે દેવાનપિયા તમે ભગવંત મહાવીર માટે બે કોહલ્લાના ફળ સંસ્કારિત કરેલ છે, તેનું પ્રયોજન નથી. પરંતુ માર્જર વાયુ ઉપશાંતક બિજોરાપાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન છે. ત્યારે તે રેવતી ગાથાપનીએ સીંહ અણગારને આમ કહ્યું – એવા કોણ જ્ઞાની કે તપસ્વી , જેણે તમને આ અર્થ કહ્યો અને મારા અંતરને રહસ્ય જલ્દી બતાવી દીધું કે જેથી તમે આ જાણો છો ? ત્યારે સ્કંદકના વર્ણન સમાન સિંહ અણગારે કહ્યું ચાવતુ હું જાણું છું. ત્યારે સીંહ અણગર પાસે આ વાત સાંભળી, અવધારી રેવતી ગાથાપની હર્ષિત, સંતુષ્ટ થઈને, સોઈ ગૃહમાં આવી, આવીને વાસણ ખોલ્યુ, ખોલીને સીંહ અણગર પાસે આવી, આવીને સહ અણગારના પગમાં, તે બધો બિજૌરાપાક સમ્યફ પ્રકારે વહોરાવ્યો.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy