SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ -ભાગ-૧૨(૫) ભગવતી અંગ-m/૪ _ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન • ભૂમિકા : “ભગવતી” એ પાંચમું આગમ છે. અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું ગસૂત્ર છે. પ્રાકૃતમાં તે બાવર્ડ નામે પ્રસિદ્ધ છે, ‘‘વિવાર્પન્નત્તિ’’ કે ‘વિવાદ' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર બનાવતી અને થારાપ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક ofમે ઓળખે છે.] આ શતકમાં પેટ વર્ગ કે પેટ શતક પણ છે. તેના પેટા ઉદ્દેશા પણ છે. હું શતક-૧૩ & – X - X — 0 બારમાં શતકની વ્યાખ્યા કરી, તેમાં અનેક જીવાદિ પદાર્થો કહ્યા. તેમાં શતકમાં પણ તે જ બીજા ભંગો વડે કહે છે - x - • સૂત્ર-પ૬૩ : પૃdી, દેવ, અનંતર, પૃથ્વી, આહાર, ઉપપાત, ભાષા, કર્મ, નગારમાં કયાટિકા, સમુદઘાંત, તેરમાં શતકમાં આ દશ ઉદ્દેશાઓ છે. વિવેચન-પ૬૩ - (૧) નક પૃથ્વી વિષયક, (૨) દેવ પ્રરૂપણાર્થે, (3) અનંતરાહારા નારકો ઈત્યાદિ, (૪) પૃથ્વી સંબંધી વક્તવ્યતા પ્રતિબદ્ધ, (૫) નાકાદિ આહારપ્રરૂપણાર્થે, (૬) નાકાદિ ઉપપાસાર્થે, (૩) ભાષાર્થે, (૮) કર્મપ્રકૃતિ પ્રરૂપણાર્થે, (૯) ભાવિતાત્મા અણગાર લબ્ધિ સામર્થ્યથી દોરડાથી બદ્ધ ઘડીને હાથમાં લઈને આકાશમાં જાયઈત્યાદિ અર્થ પ્રતિપાદન માટે. (૧૦) સમુઠ્ઠાત • સૂત્ર-૫૬૪ થી ૫૬૬ : [૫૬] રાજગૃહમાં યાવત આ પ્રમાણે કહ્યું - ભગવન! પૃedીઓ કેટલી કહી છે? ગૌતમ ! સાત – રનપભા યાવત્ અધસપ્તમી. ભગવન્! આ રનપભા પૃવીમાં કેટલા લાખ નરકાવાસ છે? ગૌતમ! 30-લાખ. ભગવન ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત? ગૌતમ! તે સંખ્યાત (યોજન) વિસ્તૃત પણ છે, અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. ભગવાન ! આ રતનપભા પૃdીના ૩૦-લાખ નરકાવારામાં સંગીત વિસ્તૃત નરકાવાસમાં એક સમયમાં (૧) કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે ? (૨) કેટલા કાપોતલેચી ? (3) કેટલા કૃષ્ણપાક્ષિક, (૪) કેટલા શુકલપાક્ષિક ? (૫) કેટલા સંજ્ઞી ? (૬) કેટલા અસંજ્ઞી ? (૩) કેટલા ભવસિદ્ધિક ?, (૮) કેટલા અભવસિદ્ધિક ? (૬) કેટલા ભિનિબૌધિક જ્ઞાની ? (૧૦) કેટલા શ્રુતજ્ઞાની ? (૧૧) કેટલા અવધિજ્ઞાની ? (૧૨) કેટલા મતિજ્ઞાની ? (૧૩) કેટલા શ્રુતઅજ્ઞાની ? (૧૪) કેટલા વિર્ભાગજ્ઞાની ? (૧૫) કેટલા ચક્ષુદની ? (૧૬) કેટલા અચકુEશની ? (૧) કેટલા અવધિદર્શની ? (૧૮) કેટલા આહારસંજ્ઞોપ-યુકત? (૧૯) કેટલા ભયસંજ્ઞોપયુક્ત? (૨૦) કેટલા મૈથુનસંજ્ઞોપયુકત ? (૧) કેટલા પરિગ્રહ સંજ્ઞોપયુક્ત? (ર) કેટલા આવેદક? (૩) કેટલા પુરવેદક ? (૨૪) કેટલા નપુંસકવેદક? (૨૫) કેટલા ક્રોધકષાયી (૨૬ થી ૮) યાવત કેટલા લોભકષાયી ? (૨૯ થી ૩૪) કેટલા શ્રોએન્દ્રિયોપયુક્ત યાવત્ સ્પર્શનેન્દ્રિયોપયુકત? (૩૪) કેટલા નોઈન્દ્રિયોયુક્ત ? (3ષ થી 39) કેટલા મનોયોગી યાવત્ કાયયોગી ? (૩૮) કેટલા સાકારોપયુક્ત ? (3) કેટલા અનાકારોપયુકત? (આ બધાં) કેટલા ઉપજે છે ?.. હે ગૌતમ આ રનપભા પૃથ્વીના ૩૦ લાખ નકાવાસમાં સંખ્યાત યોજના વિસ્તારવાળા નરકોમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભગવતી સૂત્રના મુખ્ય વિષય સ્વસમય, પરસમયની વિચારણા છે. ઈન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે અનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુદ્યાત, અસ્તિકાય, ક્રિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે. આ આગમના મૂળભૂગોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે. પણ તેમાં વૃત્તિ સાથે ક્વચિતુ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાઓ વૃત્તિનો અનુવાદ, ક્યાંક ચૂર્ણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X - એવી નિશાની કરેલ છે. ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે, છે. જેમાં આ ચોથો ભાગ છે. તેના ૧ થી ૧૨ શતકો ત્રણ ભાગમાં છપાયા છે. 12/2].
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy