SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-/૯/૫૫૪ થી ૫૫૯ ૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ અસંખ્યાતગણા, ઈશાન કલામાં અસંખ્યાતગણા, સૌધર્મ કલામાં સંખ્યાલગણા, ભવનવાસી દેવો અસંખ્યાતગણા, વ્યંતર દેવો અસંખ્યાતગણા છે. છે શતક-૧૨, ઉદ્દેશો-૧૦-“આત્મા” છે - X - X - X - X - X - X - ઉદ્દેશા-૯-માં દેવો કહ્યા. તે આત્માઓ છે, તેથી આત્માના સ્વરૂપને ભેદથી નિરૂપવા માટે દશમો ઉદ્દેશો કહે છે – • સૂત્ર-૫૬૦,૫૬૧ - પિ૬o] ભાવના આત્મા કેટલા ભેટે છે ? ગૌતમ આઠ ભેદ છે. તે આ - દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચાઆિત્મા, વીયભા. ભગવનું છે જેને દ્રવ્યાત્મા છે, તેને કપાયાત્મા છે, જેને કથાયાત્મા છે, તેને દ્વવ્યાત્મા છે ? ગૌતમ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમ છે. ભગવાન ! જેને દ્રવ્યાત્મા છે, તેને યોગાત્મા છે ? એ રીતે જેમ દ્રવ્યાત્મા, કષાયાત્મામાં કહ્યું, તેમ દ્રવ્યાત્મા, યોગાત્મા કહેવા. ભગવતુ જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા છે ? એ રીતે સર્વત્ર પૃચ્છા કહેવી. ગૌતમજેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમો છે, જેને ઉપયોગાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમ છે. • • જેને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્માની ભજના, જેને જ્ઞાનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો છે, - - જેને દ્રવ્યાત્મા છે, તેને દર્શનાત્મા નિયમ હોય, જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમો હોય છે. - • જેને દ્રવ્યાત્મા છે, તેને સ્મિાત્માની ભજના, જેને ચાઆિત્મા છે, તેને દ્વવ્યાત્મા નિયમાં હોય. એ રીતે નીયત્મિા સાથે એ પ્રમાણે જ કહેવું. ભગવન! જેને કષાયાત્મા છે, તેને યોગાત્માની પૃચ્છા. ગૌતમ જેને કપાયાત્મા છે, તેને યોગાત્મા નિયમ છે, જેને યોગાત્મા છે તેને કથાયાત્મા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે કષાયાત્માને ગણવો. - - કયાાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર સંબંધ ભજનાએ કહેવો. - - જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબંધ કહ્યો, તે રીતે કથાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેતો. કwયાત્મા અને ચાઆિત્મા બંને પરસ્પર ભજનાઓ કહેવા. •• જેમ કષાયાત્મા અને યોગાત્માનો સંબંધ કહ્યો. તેમ કપાયાત્મા અને વીયત્મિાનો સંબંધ કહેવો. . . એ પ્રમાણે જેમ કપાયાત્માની વકતવ્યતા કહી તેમ ઉપરના સાથે તેનો સંબંધ કહેવો. જે પ્રમાણે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે ઉપયોગાત્માની વકતવ્યા પણ આગળના ચાર આત્મા સાથે કહેવી. જેને જ્ઞાનાત્મા હોય, તેને દર્શનાત્મા નિયમો હોય છે, જેને દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્માની ભજના છે. -- જેને જ્ઞાનાત્મા છે, તેને ચાસ્ત્રિાત્મા કદાચ હોય, કદચ ન હોય. પણ જેને ચારિxlભા હોય તેને જ્ઞનાભ નિયમાં હોય છે. • • જ્ઞાનાત્મા, વીત્મા બંને પરસ્પર ભજનાથી હોય છે. જેને દર્શનાત્મા છે, તેને ઉપરના બંને ભજનાએ હોય છે. પણ જેને તે બંને હોય તેને દર્શનાત્મા નિયમથી હોય. જેને ચાસ્ત્રિાત્મા છે, તેને વીત્મા નિયમથી હોય, જેને વીત્મા હોય, તેને ચાાિત્મા કદાચ હોય, કદાચ ન હોય. ભગવના આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવતુ નીયત્મિામાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે? ગૌતમાં સૌથી થોડા ચાઆિત્મા છે, જ્ઞાનાત્મા તેનાથી અનંતકુણા છે, કષાયાત્મા અનંતગુણ, યોગાત્મા વિશેષાધિક છે, વીયત્મિા પણ વિશેષાવિક છે. ઉપયોગ-દ્રવ્ય-દર્શનાત્મા ત્રણે તુલ્ય છે અને વિશેષાધિક છે. [૫૬૧] ભગવન ! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? ગૌતમ આત્મા કદાચિત જ્ઞાનરૂપ, કદાચિત અજ્ઞાનરૂપ છે, જ્ઞાન તો નિયમથી આત્મરૂપ જ છે. ભગવનું ! નરયિકોની આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ ? ગૌતમ! નૈરયિકોની આત્મા કથંચિત જ્ઞાનરૂપ, કથંચિત અજ્ઞાનરૂપ છે. પણ તેમનું જ્ઞાન નિયમથી આત્મરૂપ છે. એ પ્રમાણે સ્તનીતકુમાર પર્યન્ત જાણવું. પૃdીકાયિકનો આત્મા નિયમથી અજ્ઞાનરૂપ છે, જ્ઞાન પણ નિયમા જ્ઞાનરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. બે-ત્રણ ઈન્દ્રિયથી વૈમાનિક સુધી નૈરયિકવત્ કહેતું. ભગવાન ! આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ આત્મા નિયમાં દર્શનરૂપ છે, દર્શન પણ નિયમાં આત્મારૂપ છે. ભગવન નૈરયિકોની આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! નૈરયિક જીવોની આત્મા નિયમથી દર્શનરૂપ છે, તેમનું દર્શન પણ નિયમો આત્મરૂપ છે. • • આ પ્રમાણે યાવત વૈમાનિક સુધી ચોવીશે દંડકમાં જાણવું વિવેચન-પ૬૦,૫૬૧ - શ્રાવ-માત - જુદા જુદા સ્વ-પર પર્યાયોમાં સતત જાય છે તેને આત્મા કહે છે અથવા અત્ ધાતુ ગમનાર્થત્વથી જ્ઞાનાર્થત્વથી સંતત જાય છે. આ આત્મા ઉપયોગલક્ષણવથી છે. આ ઉપયોગ લક્ષણપણાથી સામાન્યથી એકવિધત્વથી ઉપાધિ ભેદથી આઠ ભેદ છે. તેમાં દ્રવ્યાત્મા - દ્રવ્ય એટલે ત્રિકાલાનુગામી ઉપસર્જની કૃત કપાયાદિ પર્યાય, તે રૂ૫ આત્મા તે દ્રવ્યાત્મા બધાં જીવોનો છે. વાસયાત્મા - ક્રોધાદિ કષાય વિશિષ્ટ આત્મા, અનુપશાંત કપાયોનું અક્ષણપણું
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy