SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨/-/૫/૫૪૨,૫૪૩ માનસૂચક શબ્દો છે. માવા - સામાન્ય નામ છે, ઉપધિ આદિ તેના ભેદો છે. તેમાં દિ - કોઈને ઠગવા માટે તેની પાસે જઈને દુર્ભાવ કરવો. નિહિ - નિત્ય કરણ કે નિકૃતિ. આદર કરીને બીજાને ઠગવા, પૂર્વકૃત માયાને ઢાંકવા બીજી માયા કરવી. વતમ્ - જે ભાવથી વલય માફક-વવાન રોટામાં પ્રવર્તે તે ભાવવલય. મુળ - બીજાને વ્યામોહ માટે જે વચન જાળ તે. નૂમ - બીજાને ઠગવા નિમ્નતાથી કે નિમ્નસ્થાનનો આશ્રય કરવો તે. ન - હિંસાદિરૂપ પાપ, તે નિમિતે જે ઠગવાનો અભિપ્રાય. ધ્રુવ - જે રીતે રૂપ કુત્સિત થાય, તે રીતે વિમોહ પમાડે, ભાંડાદિ કર્મ માયા વિશેષ. નિમ્મુ - બીજાને ઠગવાના અભિપ્રાયથી ક્રિયામાં મંદતાનું આલંબન કરે. વિબ્લિસ - માયા વિશેષથી જન્માંતરે કે અહીં કિલ્બિષ થાય, મવરળવ - માયાચારથી કોઈનો આદર કરવો - સામે જવું, બીજાને ઠગવા માટે વિવિધ ક્રિયા આચરણ, મૂન - સ્વરૂપને ગોપવવું, તંત્રન - બીજાને ઠગવા પત્નિચંન્નળયા - સરળતાથી પ્રવૃત્તના વચનનું ખંડન. સાનોન - અવિશ્વાસ. યુક્ત સંબંધ, ઉત્કૃષ્ટ દ્રવ્ય સાથે નિકૃષ્ટ દ્રવ્યનો સંયોગ કરવો. આ બધી માયા છે. અથવા માયાદિ શબ્દો એકાર્થક છે. લોભ સામાન્ય ભેદ, ઈચ્છાદિ તેનો વિશેષ ભેદ. તેમાં કૃચ્છા - અભિલાષ માત્ર, મુર્છા - સંરક્ષણાનુબંધ, ક્ષક્ષ્ણ - અપ્રાપ્તાર્થની આશંસા, ત્તિ - ગૃદ્ધિ, પ્રાપ્તાર્થમાં આસક્તિ, તત્ત્ત - પ્રાપ્ત પદાર્થનો વ્યય ન થાય તે ઈચ્છા મિષ્ન - વિષયોનું ધ્યાન, અભિન્ન - ભિધા સદેશ ભાવાંતર, તેમાં અદૃઢ અભિનિવેશ, ચિત્ત ચંચળતા, આમમળવ - આશંસા, મારા પુત્ર કે શિષ્યને આવું, આવું થાઓ, ઈત્યાદિ રૂપ આશા, પત્નાવ - પ્રાર્થના, બીજા પાસે અર્થની યાંછા, નાળિય - પ્રાર્થના માટે જ વારંવાર બોલવું, જામTH - શબ્દરૂપ પ્રાપ્તિ સંભાવના, મોમ - ગંધાદિ પ્રાપ્તિ સંભાવના, નીવિતામ - જીવિતવ્ય પ્રાપ્તિ સંભાવના, મરળામા કોઈ અવસ્થામાં મરણ પ્રાપ્તિની ઈચ્છા કરવી, વિશળ - વિધમાન સમૃદ્ધ વસ્તુ પરત્વે હર્ષ કે મમત્વ ભાવ, પેગ્ન - પ્રેમ, પુત્રાદિ વિષય સ્નેહ, મ - અપ્રીતિ, વાદ - પ્રેમ, હાસ્યાદિ વશ ઉત્પન્ન વાયુદ્ધ. ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - અભ્યાખ્યાન, વૈશુન્ય, અરતિતિ, પરપરિવાદ, માયામૃષા. - ૧૯૫ હવે ઉક્ત અઢાર પ્રાણાતિપાતાદિ પાપ સ્થાનોથી વિપરીત-તેના સ્વરૂપને જણાવવા કહે છે – મેત્યારિ - વધ આદિ વિરમણો જીવઉપયોગ સ્તૂપ અને મૂર્ત-અમૂર્તત્વથી જીવ ઉપયોગ છે, તેના-વધાદિ વિરમણોનું અમૂર્તત્વ છે, તેથી અવર્ણાદિપણું છે. જીવના રૂપ વિશેષને આશ્રીને કહે છે જેનું પ્રયોજન ઉત્પત્તિ જ છે, તે ઔત્પાત્તિકી. (શંકા) ક્ષયોપશમ એ તેનો હેતુ નથી ? સત્ય છે, તે અંતરંગપણાથી સર્વ બુદ્ધિ સાધારણ છે, માટે વિવક્ષા કરી નથી, તે અન્ય શાસ્ત્રાદિકર્માભ્યાસાદિની અપેક્ષા રાખતી નથી, માટે ઔત્પાતિકી, લેન્ડ્સ - વિનય અર્થાત્ ગુરુ શુશ્રૂષા, તે જેનું કારણ છે, તેનાથી પ્રધાન તે વૈનયિકી. મય - આચાર્ય રહિત તે કર્મ, આચાર્યસહિત - ૧૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તે શિલ્પ અથવા કર્મ અને શિલ્પ એ નિત્ય વ્યવહાર છે. તે કર્મથી જન્મેલ તે કર્મજા. પારિમિય-પરિ - ચોતરફથી નમવું તે, પરિણામ - સુદીર્ઘકાલ પૂર્વપરાર્થ અવલોકનાદિજન્ય આત્મધર્મ, તે જેનું કારણ છે તે પારિણામિકી બુદ્ધિ. જીવધર્મત્વથી અમૂર્ત હોવાથી અવર્ણાદિ છે. જીવધર્મ અધિકારથી અવગ્રહાદિ સૂત્ર અને કર્માદિસૂત્ર. અમૂર્ત અધિકારથી અવકાશાંતર સૂત્ર. અમૂર્તત્વના વિપરીતપણાથી તનુવાત આદિ સૂત્ર કહ્યા છે. જેમકે સત્તમે ખં પહેલી, બીજી પૃથ્વીના જે અંતરાલમાં આકાશખંડ, તે પ્રથમ, તેની અપેક્ષાએ સાતમું, સપ્તમીની નીચે, તેની ઉપર સાતમો તનુવાત, તેની ઉપર સાતમો ઘનવાત, તેની ઉપર સાતમો ઘનોદધિ, તેની ઉપર સાતમી પૃથ્વી, તનુવાતાદિના પૌદ્ગલિક મૂર્તત્વથી પંચવર્ણાદિત્વ છે, બાદર પરિણામથી આઠ સ્પર્શત્વ છે. આઠ સ્પર્શ આ છે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, કઠિન, લઘુ, ગુરુ ભેદથી. જંબુદ્વીપમાં - અહીં ચાવત્ કરણથી લવણસમુદ્રાદિ પદો કહેવા. યાવત્ વૈમાનિકવાસા. અહીં ચાવત્ કરણથી અસુકુમારાવાસાદિ ગ્રહણ કરવા, તે ભવન, નગર, વિમાન, તિર્થાલોકમાં તે નગરીઓ. વૈક્રિય, તૈજસ શરીરમાં જ બાદર પરિણામ પુદ્ગલરૂપ છે, તેથી બાદરત્વથી તેમાં નારકોનું અષ્ટ સ્પર્શત્વ છે. કાર્પણને આશ્રીને સૂક્ષ્મ પરિણામ પુદ્ગલરૂપથી ચાર સ્પર્શ છે તે શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૃક્ષ છે. ધમ્મત્યિા અહીં યાવત્ કરણથી આમ જાણવું - અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય, આવલિકા, મુહૂર્ત ઈત્યાદિ. - - દ્રવ્ય લેશ્યાવર્ણ, ભાવલેશ્યા-આંતર પરિણામ. અહીં કૃષ્ણલેશ્યાદિથી પરિગ્રહ સંજ્ઞા સુધી વર્ણાદિરહિત, જીવપરિણામત્વથી છે ઔદાકિાદિ ચાર શરીરો પંચવર્ણાદિ અને આઠ સ્પર્શો બાદર પરિણામ પુદ્ગલ રૂપત્વથી છે. સર્વત્ર ચાર સ્પર્શત્વમાં સૂક્ષ્મ પરિણામ કારણથી છે, અને અષ્ટ સ્પર્શત્વ બાદર પરિણામ કારણથી કહેવા. સબવઘ્ન - ધર્માસ્તિકાયાદિ, કેટલાંક સર્વદ્રવ્યો પંચવર્ણ ઇત્યાદિ બાદર પુદ્ગલ દ્રવ્યોને આશ્રીને કહ્યા. સર્વ દ્રવ્યો મધ્યે કેટલાંક પંચવર્ણાદિ છે. ‘ચાર સ્પર્શ' એ અહીં પુદ્ગલ દ્રવ્યોને જ સૂક્ષ્મને આશ્રીને છે. એક ગંધ ઈત્યાદિ પરમાણુ આદિ દ્રવ્યોને આશ્રીને છે. પરમાણુ દ્રવ્યોને આશ્રીને કહે છે – તેનું અંત્ય કારણ સૂક્ષ્મ અને નિત્ય પરમાણુ હોય છે, એકરસ-વર્ણ-ગંધ-બે સ્પર્શ અને કાર્યલિંગ. બે સ્પર્શ સૂક્ષ્મસંબંધી છે, ચાર સ્પર્શોમાંના કોઈપણ અવિરુદ્ધ હોય છે. તેથી કહે છે – સ્નિગ્ધ, ઉષ્ણ લક્ષણ કે સ્નિગ્ધ શીત લક્ષણ કે રૂક્ષશીતલક્ષણ કે રૂક્ષ ઉષ્ણ લક્ષણ. અવા આદિ, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને આશ્રીને કહે છે – દ્રવ્યાશ્રિતપણાથી પ્રદેશ પર્યાયોના દ્રવ્ય સૂમાંતરથી તે સૂત્ર છે. તેમાં પ્રદેશ એટલે દ્રવ્યના નિર્વિભાગ અંશો, પર્યાવો એટલે ધર્મો. તે આ પ્રમાણે કહેવા - ભગવન્ ! સર્વ પ્રદેશો વર્ણથી છે ? ગૌતમ ! કેટલાંક સર્વ પ્રદેશો પંચવર્ણી યાવત્ આઠ સ્પર્શવાળા છે. અહીં મૂર્ત દ્રવ્યોના પ્રદેશો અને
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy