SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૫/૪૮૮,૪૮૯ મોકા ઉદ્દેશ મુજબ છે. ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આચર્યોં ! ચાર. – રોહિણી, મદના, ચિત્રા, સોમા. - ૪ - બાકી બધું મરના લોકપાલ માફક જાણવું. વિશેષ આ - સ્વયંપભ વિમાનમાં, સુધસભામાં સોમ સીંહાસન ઉપર, બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વૈશ્રમણ. વિશેષ આ – વિમાનો, ત્રીજા શતક મુજબ, ૧૧૧ - કૃષ્ણા, ભગતના ઈશાનની પૃચ્છા. હે આયો! આઠ, અગ્રમહિષી છે કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસૂ, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. તે પ્રત્યેકની દેવી આદિ શક્ર માફક જાણવી, ભગવના દેવેન્દ્ર ઈશાનના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર પૃથ્વી, રાજી, રજની, વિધ - x - બાકી બધું શક્રના લોકપાલો મુજબ જાણવું. એ પ્રમાણે વરુણ પર્યન્ત જાણવું. વિશેષ આ વિમાનો સૌથા શતક મુજબ કહેવા. બાકી બધું પૂર્વવત્ યાવત્ મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે. ભગવંત! તે એમજ છે, એમ જ છે. - ૪ - • વિવેચન-૪૮૮,૪૮૯ - તુષ્ટિય - વર્ગ. વજ્રમય ગોલક આકાર વૃત્ત સમુદ્ગકા. તેમાં જિનેશ્વરના અસ્થિ છે. ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્કરણીય, પુષ્પોથી પૂજનીય, વસ્ત્રાદિ વડે સત્કારણીય, કલ્યાણ બુદ્ધિ વડે પ્રતિપત્તિ વિશેષથી સન્માનનીય અને પાસનીય. - વાવ - અહીં ચાવત્ કરણથી – નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનમૃદંગાદિના વથી દિવ્ય ભોગ ભોગોને (ભોગવતો) તેમાં મત્ - મોટા આહત - અચ્છિન્ન આખ્યાનક સંબદ્ધ, અથવા જે નાટ્ય, ગીત, વાજિંત્રાદિ, તેમાં તંત્રી, તલ, તાલનો અવાજ. ધનસ્મૃનો - મેઘ સમાન ધ્વનિ માઈલનો કુશળ પુરુષ દ્વારા વગાડાયેલ જે રવ (અવાજ). તથા તે ભોગ ભોગવવાને સમર્થ છે. તેમાં વિશેષ કહે છે – કેવલ, વિશેષ પરિવા-પરિચારણા, તે અહીં સ્ત્રીના શબ્દ શ્રવણ, રૂપ દર્શનાદિરૂપ છે, તે જ ઋદ્ધિ, તે પરિવાર ઋદ્ધિ અથવા સ્ત્રી આદિ પરિજન પરિચારણા માત્ર. માત્ર મૈથુન ભોગ ભોગવી ન શકે. પરિવાર - ‘મોક' ઉદ્દેશક મુજબ – ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશો. સો પરિવારો - ધરણનો પોતાનો પરિવાર કહેવો. તે આ છે - ૬૦૦૦ સામાનિક, ૩૩-ત્રાયશ્રિંશક, ચાર લોકપાલ, છ અગ્રમહિષી. સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં નાગકુમાર દેવ-દેવી સાથે પરિવરીને. એ પ્રમાણે જીવાભિગમ મુજબ, તેના વડે જે સૂચવ્યું, તે આ છે – ત્યાં પ્રત્યેક દેવીનો ચાર-ચાર હજારનો દૈવી પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી ચાર-ચાર હજાર દેવીનો પરિવાર વિકુર્વવા સમર્થ છે. એ રીતે પૂર્વ-પર ૧૬,૦૦૦ દેવી કહી છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 તે આ ત્રુટિત. એ પ્રમાણે ૮૮ મહાગ્રહો કહેવા. બંને વક્તવ્યતા કહી જ છે. બાકીના તો લોહિતાક્ષ, શનૈશ્વર, ણિક, પ્રાધુણિકાદિ કહેવા. વિમાનો જેમ તૃતીય શતકમાં છે. તેમાં સોમના કહેલા જ છે. યમ-વરુણવૈશ્રમણનું ક્રમથી વસૃષ્ટ, સ્વયંજલ, વલ્કુ વિમાન છે. જેમ ચોથા શતક મુજબક્રમથી તે ઈશાન લોકપાલોના આ નામો છે. સુમન, સર્વતોભદ્ર, વલ્કુ, સુવલ્યુ. ૧૧૨ “ શતક-૧૦, ઉદ્દેશો-૬-“સભા” છે — x — X — x — — — — ૦ ઉદ્દેશા-૫-માં દેવ વક્તવ્યતા કહી, અહીં દેવાશ્રય વિશેષ – • સૂત્ર-૪૯૦ થી ૪૯૨ : [૪૦] ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શકની સુધમસભા ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ જ રત્નપ્રભાથી એ પ્રમાણે રાજપૌણઈય મુજબ ચાવત્ પાંચ વાંસકો છે – અશોકાવતંસક યાવત્ મધ્યમાં સૌધવિધ્વંસક. તે સૌધમવિતંસક મહાવિમાન લંબાઈ-પહોળાઈમાં સાડા બાર લાખ યોજન છે. [૪૧] એ પ્રમાણે જેમ સૂયભિમાં છે, તેમ માન, તેમજ ઉપપાત, શક્રનો અભિષેક તે મુજબ જ સૂભ મુજબ કહેવું. [૪૨] અલંકાર, અનિકા તેમજ યાવત્ આત્મરક્ષક, બે સાગરોપમ સ્થિતિ. ભગવન્ ! શક્રેન્દ્ર કેવી મહાઋદ્ધિ યાવત્ મહાસૌખ્યવાળો છે ? ગૌતમ ! તેને ૩ર લાખ વિમાનાવાસ છે યાવત્ વિચરે છે. આવી મહાઋદ્ધિ યાવત્ મહાસોખ્યવાળો શકેન્દ્ર છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૪૯૦ થી ૪૯૨૬ ‘રાયપોણઈચ' મુજબ ઈત્યાદિથી આ પ્રમાણે - પૃથ્વીના બહુ રામ રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા, ઘણાં યોજનો, ઘણા સો યોજનો એ પ્રમાણે હજાર, લાખ, ક્રોડ યોજનો ઉંચે ગયા પછી આવેલ છે - - અશોકાવહંસક, અહીં ચાવત્ શબ્દથી સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, ચૂતાવતુંસક, જાણવું. પૂર્વ ના મૂરિયાળો અતિ દેશ ગાથા વડે કહે છે – આ ક્રમથી જેમ રાન્તીય ઉપાંગમાં સૂર્યાભ વિમાનનું પ્રમાણ કહ્યું, તેમજ અહીં કહેવું. જે રીતે સૂર્યભ દેવનો દેવપણે ત્યાં ઉપપાત કહ્યો, તેમજ શક્રનો ઉપપાત કહેવો. ત્યાં આયામ-વિખંબ સંબંધી પ્રમાણ કહ્યું, બાકી આ પ્રમાણે – ૩૯,૫૨,૮૪૮ યોજન પરિધિ છે. - - ઉપપાત આ પ્રમાણે – તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર હમણાં જ ઉત્પન્ન થઈને, પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવ પામ્યો. તે પર્યાપ્તિ-આહાર પર્યાપ્તિ આદિ પાંચ છે. ઈત્યાદિ.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy