SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-/33/૪૬૬,૪૬૭ સ્વીકાર્ય સ્વીકારીને જાતિ અણગારનો શસ્થા-સંસ્તારક તૈયાર કરવા લાગ્યા. ત્યારે તે જમાલી આણગાર પ્રબલતર વેદનાથી પીડાતા હતા, તેથી બીજી વખત પણ શ્રમણ નિન્થિોને બોલાવીને બીજી વખત પણ આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો . મારે માટે શય્યાન્સસ્તાક શું તૈયાર કર્યો કે તૈયાર કરી રહ્યા છો ? આ પ્રમાણે (તેમને) કહેતા જાણીને, શ્રમણ નિર્ગસ્થોએ કહ્યું - ઓ સ્વામી ! તૈયાર કરાય છે. ત્યારે તે શ્રમણ નિભ્યોએ જમાલિ અણગારને આ પ્રમાણે કહ્યું - આપ દેવાનુપિયાને માટે શય્યાન્સસ્તાક તૈયાર કરાયો નથી, પણ કરાઈ રહ્યો છે. ત્યારે તે જમાલિ અણગારને (આ વાત સાંભળીને) આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો કે - જે શ્રમણ ભગવંત મહાવીર આ પ્રમાણે કહે છે ચાવતું આ પ્રમાણે પ્રરૂપે છે કે નિશ્ચયથી ચાલતું-ચાલુ, ઉદીરાતઉદીરાયુ, યાવતુ નિર્જરાતુ-નિર્જયું, તે ખોટું છે. પ્રત્યક્ષ દેખાય છે કે શય્યા સંતર કરાતો હોય ત્યારે અકૃત, પથરાતો હોય ત્યાં સુધી ન પથરાયેલ છે, તેથી જે કારણથી શય્યાસંતારક કરાતો હોય ત્યારે એકૃત, પથરાતો હોય ત્યારે ન પથરાયેલ કહેવાય, તેમ ચાલતું એવું અચલિત ચાવતું નિરતું એવું અનિર્જરિત છે. આ પ્રમાણે વિચારે છે, એમ વિચારીને શ્રમણ-નિશ્િોને બોલાવે છે, શ્રમણનિગ્રન્થોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હૈ દેવાનપિયો શ્રમણ ભગવંત મહાવીર જે એમ કહે છે યાવતું પરૂપે છે કે – ચાલતું ચાલ્યું ચાવત્ નિર્જરતુ ન નિજ સુધી બધું જ કહેવું. ત્યારે તે જમાલી અણગારે આ પ્રમાણે કહેતા યાવત પરૂપતા, કેટલાંક શ્રમણોએ આ કથનની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરી, કેટલાંક શ્રમણોએ આ અથની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ ન કરી. પછી જે શ્રમણોએ જમાલી આણગારના આ કથનની શ્રદ્ધાદિ કરી, તેઓ જમાલી આણગારનો આશ્રય કરીને વિચારવા લાગ્યા. તેમાં જેઓએ જમાલી અણગારના આ કથનની શ્રદ્ધાદિ ન કરી, તેઓ જમાલી અણગાર પાસેથી, કોઇક ચૈત્યથી નીકળી ગયા, નીકળીને પૂવનિપૂર્વ વિચરતા, રામાનુગ્રામ વિહાર કરતા જ્યાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને શ્રમણ ભગત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર ક્યાં, કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય કરીને વિચરવા લાગ્યા. [૪૬] ત્યારપછી તે જમાલી આણગાર અન્ય કોઈ દિવસે રોગાતંકથી વિમુકત થયા, હષ્ટ-તુષ્ટ ચાવતુ આરોગી અને બળવાનું શરીર થઈ, શ્રાવતી નગરીના કોષ્ટક ચૈત્યથી નીકળ્યા, નીકળીને પૂવનિપૂર્વ ચરતા, ગ્રામનુગ્રામ વિહાર કરતા, જે ચંપાનગરી, જે પૂણભદ્ર ચૈત્ય, જ્યાં શ્રણમ ભગવત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરથી ન દૂર • ન નીકટ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું- જે પ્રમાણે આપ દેવાનુપિયના ઘણાં શિષ્યો-શ્રમણનિન્જો છSાસ્થ રહીને છાસ્થ અવસ્થામાં જ નીકળીને વિચરે છે, તે પ્રમાણે હું ઇશાસ્થ રહીને છાસ્થાવસ્થામાં વિચરવા ઈચ્છતો નથી. હું ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને, કેવલી અવસ્થામાં વિચારું છું. ત્યારે ગૌતમસ્વામીએ જમાલી આણગારને આ પ્રમાણે કહ્યું – કેવલીનું જ્ઞાન-દર્શન પર્વત, સ્તંભ, સુભાદિથી આવરાતું નથી, રોકી શકાતું નથી. હે જમાલી ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર, અરહંત, જિન, કેવલી થઈને કેવલી અવસ્થામાં વિચરણ કરી રહ્યો છે, તો આ બે પ્રશ્નોનો ઉત્તર આપ. હે જમાલી લોક શાશ્વત છે કે શાશ્વત? હે જમાલી જીવ શાશ્વત છે કે શાશ્વત છે? ત્યારે તે જમાલી અણગાર, ગૌતમસ્વામીએ આમ કહ્યું ત્યારે શંકિત, કાંક્ષિત યાવતુ કલેશયુકત પરિણામી ચાવતુ થયો. તે ગૌતમસ્વામીને કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થયો. તે મૌન થઈને ઉભો રહ્યો. જમાલી, એમ સંબોધન કરી, શ્રમણ ભગવત મહાવીરે જમાલી આણગારને આ પ્રમાણે કહ્યું - માસ ઘણાં શિષ્યો-શ્રમણ નિક્શો છવાસ્થ છે, જે આ પ્રશ્નનો ઉત્તર આપવામાં મારી જેમ જ સમર્થ છે. તો પણ તે આવા પ્રકારની ભાષા બોલતા નથી, જેમ તું બોલે છે. જમાલી1 લોક શાશ્વત છે, કેમકે તે કદી ન હતો એમ નથી, કદી નથી તેમ પણ નથી, કદી નહીં હોય તેમ પણ નથી, લોક હતો, છે, અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. હે જમાલી ! લોક અશાશ્વત (પણ) છે. કેમકે અવસર્પિણી કાળ પછી ઉત્સર્પિણી થાય છે, ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે. | હે જમાલી જીવ શાશ્વત છે. કેમકે તે કદી ન હતો એમ નથી, યાવત્ નિત્ય છે .• હે જમાલી જીવ અશાશ્વત (પણ) છે . કેમકે તે નૈરયિક થઈને તિચિયોનિક થાય છે, તિચિયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવ થાય છે. ત્યારે તે જમાવી અણગર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા યાવત્ પ્રરૂપતા આ કથનની શ્રદ્ધા નથી કરતા, વિશ્વાસ નથી કરતા, રુચિ નથી કરતા. આ કથનની શ્રદ્ધા કરતા, અવિશ્વાસ કરતા, અ-રચિ કરતા, બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વયં ચાલ્યા ગયા. બીજી વખત પણ સ્વયં ચાલી જઈને ઘણાં અસદ્દ ભાવને પ્રગટ કરીને મિયાત્વ અભિનિવેશથી પોતાને, ઘરને અને તદુભયને ગ્રાહિત કરતા, મિયાજ્ઞાન યુક્ત કરતાં ઘણાં વર્ષો શ્રામસ્ય પયરય પાળીને, છેલ્લે આમિાસિક સંલેખના વડે આત્માને ઝોષિત કરી, ૩૦ ભક્તને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક કલામાં ૧૩-સાગરોપમની સ્થિતિવાળા દેવમાં કિલ્બિષિક દેવપણે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy