SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ૯l-/33/૪૬૪ સુખ સમુચિત છે, દુઃખ સમુચિત નથી. તે શીત, ઉણ, સુધા, વૃષા, ચોર, વાલ, દસ, મસંગ, વાત-પિત્ત-કફસંનિપાત, વિવિધ રોગાંતક રૂપ ઉદીર્ણ પરીષહ-ઉપસર્ગ સહન કરવાને સમર્થ નથી, તેથી હે યુમ ! અમે ઈચ્છતા નથી કે તારો વિયોગ ક્ષણને માટે પણ થાય, માટે હે પુત્ર! યાવતુ અમે જીવીએ છીએ ત્યાં સુધી હું ઘેર રહે. પછીથી યાવત્ તું ધ્વજ્યા લે જે. ત્યારે તે જમાલી શિયકુમારે માતાપિતાને આમ કહ્યું - હે માતા-પિતા! તમે જે મને એમ કહ્યું કે હે પુત્ર! નિર્થીિ પ્રવચન સત્ય, અનુત્તર છે ચાવવું પછી દીક્ષા લે છે પરંતુ હે માતાપિતા ! નિર્ગસ્થ પ્રવચન, કલીભ-કાયર-કાપુરષઆલોક પ્રતિબદ્ધ-પરલોકથી પરાંગમુખ વિષય તૃષ્ણાવાળા સાધારણ લોકોને માટે આચરવું દુષ્કર છે. પરંતુ ધીર, કૃતનિશ્ચયી, ઉપાયમાં પ્રવૃત્તને ખરેખર આમાંનું કંઈપણ કરતું દુર નથી. તેથી હે માતા-પિતા! હું આપની આજ્ઞાથી શ્રમણ ભગવત મહાવીરની પાસે ચાવવ દીક્ષા લેવાને ઇચ્છું છું. ત્યારે જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતા જ્યારે તેને વિષય અનુકૂળ કે વિષય પ્રતિકૂળ એવી ઘણી કથના, પ્રજ્ઞાપનાદિથી સમજાવવા યાવતું વિનવણીમાં સફળ ન થયા, ત્યારે અનિચ્છાએ જમાવી ક્ષત્રિયકુમારને દીક્ષા માટે અનુમતી આપી. • વિવેચન-૪૬૪ - સામાન્યથી શ્રદ્ધા કરું છું, ઉપપત્તિ વડે પ્રીતિ વિષય કરું છું, રુચિ કરું છું, મ્યુસ્થિત થયો છું, ઉપલભ્યમાન પ્રકારવત, આપ્તવચન વડે જાણીને પૂર્વ અભિમત પ્રકાવતુ, પૂર્વાભિમત પ્રકાર યુક્ત હોવા છતાં અન્યદા વિગત અભિમત પ્રકાર પણ કોઈ કહે, તેથી બતાવે છે કે - આ અવિત છે, કાલાંતરે પણ નાશ થનાર નથી. મ - હે માતા, તાત - હે પિતા, નિસંત - શ્રત, ઈષ્ટ અને ફરી ફરી ઈષ્ટ, ભાવથી સ્વીકારેલ, સ્વાદભાવની જેમ ઉપગત, ધsfણ - ધનને પ્રાપ્ત કરેલ છે. - હે પુત્ર, યત્વ - સ્વપ્રયોજન કરેલ છે પૂર્ણ , કાયનવાળ - લક્ષણ એટલે દેહયિતોને સાર્થક કર્યા છે જેણે તે, મનિટ્ટ - અવાંછિત, વસંત - અકમનીય, fuથ - અપ્રીતિ કરનાર, મજુમા - મનથી જેને સુંદર જાણેલ નથી, તેથી મનોજ્ઞ. અમri૫ - મનથી ન ગમતું, વારે વારે યાદ કરવું ન ગમે તેવું. પરસેવાથી રોમકૂપ ગળવા - ઝરવા લાગ્યા. તેનાથી શરીર ભીંજાઈ ગયેલ છે, તેવી. શોકથી ભરેલી, અંગોપાંગ કંપતા હોય તેવી, નિસ્તેજ, દીનની માફક વિમનસ્કવતું વદનવાળી, તાણ અર્થાત્ “હું પ્રવજ્યા લઉં'' એમ સાંભળવાની ક્ષણે જ જ્ઞાન અને દુર્બળ શરીર જેણીનું થયેલ છે, તે. લાવણ્યથી શૂન્ય, પ્રભારહિત, શોભારહિત થઈ ગઈ. દુર્બળતાથી જેણીના આભુષણો શિથિલ થઈ ગયા. ભુજા આદિ પાતળા થવાથી પડી ગયા. ભૂમિમાં પડતા, નમેલા બીજા પ્રદેશ પડતા ભાંગીને ભુક્કો થઈ ગયા. શું? - કેટલાંક શ્વેત વલય - કટકો. તેણીનું વસ્ત્ર વિશેષ સરી પડ્યું. મૂછના વશકી ચેતના ચાલી જવાથી અલઘુ શરીર પડી ગયું. સ્વરૂપથી સુકમાલ વાળ વિખરાઈ ગયા - X - X - X ", તેણીને સંભ્રમથી પડતાં જોઈને દાસી જલ્દીથી સોનાના કળશમાંથી નીકળેલ શીતળ નિર્મળ જળની ધારા વડે તેના શરીરને સીંચીને તેના શરીરને સ્વસ્થ કર્યું અથવા સંભમમાં વીતી એવી તેણે સોનાના કળશના મુખથી નીકળતા શીતળ વિમળ જળને ધારણ કર્યું. ઉલ્લોપકવંશદલ આદિ મય, મુઠ્ઠીમાં ગ્રહણ થાય તેવો દંડનો મધ્ય ભાગ, તાલવૃત એટલે તાડ નામના વૃક્ષાના પાંદડાનું વૃત્ત, તેવા આકારે અથવા ચામડાનો વીંઝણો • વંશ આદિમય જ અંતાિ દંડથી ઉત્પન્ન વાયુ, તેને જળબિંદુ સહિત (વડ્યો), અશ્રુના નીકળવાથી રોતી એવી, મોટો અવાજ કરવાથી કંદન કરતી જોવી, મનથી શોક કરતી, આd વચનથી વલવલતી.. ત્યાર સૈર્યગુણના યોગથી ધૈર્ય, વિશ્વાસસ્થાન, તેનું કૃત્ય આર્યોને સંમત હોવાથી સંમત, ઘણાં પણ કાર્યોમાં અથવા અપતા કે થોડાંપણાથી રહિત એવો મત, તે બહુમત. કાર્યમાં વ્યાઘાત ન કરીને પછી પણ સંમત થાય તે અનુમત. ઘરેણાંનો કરંડીયો અર્થાત તેનું ભાજન-પત્ર, તેના સમાન રન-મનુષ્યજાતિમાં ઉત્કટપણાથી અથવા એટલે રંજક. ચિંતારનાદિ વિકલ્પ તે રતનભૂત. જીવિતોત્સવ એટલે જીવિત વિષયમાં ઉત્સવ-મહોત્સવ, તે જીવિતોસ્તવિક. મનને સમૃદ્ધિકારક તે હૃદયાનંદજનન. જેમ ઉર્દુબર પુષ્પ અલભ્ય હોય છે, તેથી તે ઉપમાન વડે પુત્રને ઉપમા આપી છે. સવાયા - સાંભળવાને. વિપક્ષે પુન • વળી શું એr - આમંત્રણ અર્થમાં છે. હે પુત્ર ! તું ત્યાં સુધી અહીં રહે, જ્યાં સુધી અમો જીવીએ છીએ. • x • x • વવ - પુત્ર પૌત્રાદિ વડે વૃદ્ધિ કરીને, કુલ રૂપવંશ તે કુલવંશ સંતાન, તે જ તંતુ તે કુલવંશતંતુ, તે જ કાર્ય તે કુલવંશવંતુ કાર્ય અથવા કુલવંશતંતુની વૃદ્ધિ કરીને. બધાં પ્રયોજનોથી નિરપેક્ષ થઈને. દીક્ષા લે. તયા - તે પ્રકારે જ, બીજી રીતે નહીં, જે તમે કહ્યું કે – અમારા કાળધર્મ પછી દીક્ષા લે છે. તેને આશ્રીને આ કહે છે - કહેવાનાર ન્યાયથી અનેક જે જાતિજરા-મરણ-રોગરૂપ શારીરિક, માનસિક જે અત્યર્થ દુ:ખો છે, તે તથા તેની જે વેદના, વ્યસન એટલે ચોરી, ધુત આદિ જે સેંકડો ઉપદ્રવો - રાજ્ય, ચોરી આદિકૃત, તેના વડે અભિભૂત જે છે, તથા તેથી જ અધુવ-જે સૂર્યોદય વત્ ધુવ નથી તે, પ્રતિનિયત કાળે અવશ્ય હોય તેમ નહીં, અનિતિ - અહીં તિ શબ્દ નિયત રૂ૫ ઉપદર્શન પછી છે, તેથી જ્યાં ઇતિ વિધમાન નથી તે અનીતિક - અથવા વિદ્યમાન નથી નિયત સ્વરૂપ છે. • x • ક્ષણમાં નશ્વરપણું હોવાથી અશાશ્વત, અશાશ્વતપણાના જ ઉપમાનથી દર્શાવતા કહે છે - સંધ્યાના રંગ જેવું. મfTM • પૂર્વના જીવિતની અપેક્ષાએ અનિત્યત્વે કહ્યું, હવે શરીર સ્વરૂપ અપેક્ષાથી તે કહે છે – અનિત્ય એટલે સડન-પડત-વિધ્વંસણ ધર્મ - શડન એટલે [11/5]
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy