SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૯)-૩૩/૪૬૦ થી ૪૬ર ભાવ કરણ, ૪ અને ૫ (સૂત્ર મુજબ જાણવા). Ta Trઇવ - પુત્ર સ્નેહથી સ્તનમાં આવેલ દૂધની ધારા, ઘમ્ભયતાથUTI - પુત્રના દર્શનથી પ્રવર્તિત આનંદ જળ, હર્ષાના અતિરેકથી ફૂલતી એવી બાહાને વલય - કટક વડે રોકી રખાયેલ, હર્ષના અતિરેકથી શરીર વિકસ્વર થતાં કંચૂક વિસ્તરેલ છે, મેઘની ધારાણી સીંચાયેલા કદંબના પુષ્પની જેમ, જેણીના રોમકૃપ-રોમ છિદ્રો વિકસિત થયા છે, રેઇHT - જોત-જોતી (અહીં દ્વિરુક્તિ સમજવી.) અંતે - એ પ્રમાણે આમંત્રણ વયન વડે આમંત્રીને. યE એ પ્રમાણે ગૌતમને જ આમંત્રીને અથવા ગૌતમ એવા નામોચ્ચારણથી. મrg • આમજ અથ િપુગ. પૂર્વે-પ્રથમ ગભધાન કાળ સંભવ એવા પુત્રનેહ લક્ષણ અનુરાગથી, મોટી એવી મહામોટી તે મહતિમહાલિયા. જે જુએ છે તે ઋષિ અર્થાત્ જ્ઞાની, તપ પર્ષદાને. ચાવત્ શબ્દથી અહીં - મુનિ પર્ષદા, યતિ પર્ષદા, અનેક શત પરિવાર વૃંદને-ઇત્યાદિ. - અહીં દેવાનંદાને ભગવંતે પ્રવાજનકરણ - દીક્ષા આપ્યા છતાં જે આ ચંદના વડે ફરી તે જ કરવું, તે વિશેષ આઘાન છે, તેમ જાણવું. • સૂત્ર-૪૬૩ - તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમમાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું, વન. તે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં જમાલિ નામે ક્ષત્રિયકુમાર વસતો હતો, તે ઋદ્ધિમાન, તેજસ્વી ચાવતુ અપરિભૂત હતો. જેમાં મૃદંગવાધનો સ્પષ્ટ દવનિ થઈ રહ્યો છે, બગીશ પ્રકારના નાટકોના અભિનય અને નૃત્ય થઈ રહ્યા છે, અનેક પ્રકારની સુંદર તરુણીઓ દ્વારા નૃત્ય અને ગુણગાન કરાઈ રહ્યા છે, તેની પ્રશંસાથી ભવન ગુંજી રહેલ છે ખુશી મનાવાઈ રહી હતી. તેવા પોતાના ઉંચા, શ્રેષ્ઠ પ્રસાદ-ભવનમાં પ્રાકૃ2 વર્ષ, શરદ, હેમંત, વસંત અને ગીબ આ છ ઋતુઓમાં પોતાના વૈભવ મુજબ આનંદ મનાવતો, સમય વિતાવતો, મનુષસંબંધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રપ-ગંધવાળા કામભોગોને અનુભવતો રહ્યો છે. ત્યારે ક્ષત્રિયકુંડગ્રામ નગરના શૃંગાટક, મિક, ચતુષ્ક, ચcર યાવતું ઘણાં લોકોના શબ્દોથી જેમ ‘ઉવવાઈસૂત્રમાં છે તેમ યાવતું આ પ્રમાણે પ્રજ્ઞાપના, પ્રરૂપણા કરી. હે દેવાનુપિયો ! આદિ શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી બાહાકુંડ ગામ નગરની બહાર બહુશાલ ચત્યમાં યથાપતિરૂપ યાવત વિચરે છે. હે દેવાનપિયો / તથારૂપ અરહંત ભગવંતના નામ-ગોઝાદિ શ્રવણથી મહાફળ થાય છે. એ રીતે જેમ ‘ઉવાઈ' સુગમાં છે તેમ યાવત્ ક્ષત્રિય કુંડગામનગરની વચ્ચોવચ્ચેથી એકાભિમુખ થઈ નીકળે છે, નીકળીને જ્યાં બ્રાહાકુંડ ગામનગર છે, જ્યાં બહુશાલ ચૈત્ય છે, એ પ્રમાણે ચાવતું ‘ઉવવાઈ' સૂત્ર મુજબ ચાવ4 મિલિધે પર્યાપાસનાથી સેવે છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર, તે મહા જન શબ્દને યાવતુ લોક્સજિવાતને સાંભળીને-જોઈને આ આવા પ્રકારનો મનોગત યાવતુ સંકલ્પ સમુur થયો. શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઈન્દ્ર-સ્કંદ-મુકુંદ-ના-ચક્ષ-ભૂત-કુપ-તડાગ-નદીદ્રહ-પર્વત-વ્હા-નીત્ય-કેતૂપ સંબંધ મહોત્સવ છે શું ? કે જેથી આ ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષવાકુ જ્ઞાત, કરવ્ય, ક્ષત્રિય-ક્ષત્રિયયુગો, ભટ-ભટપુનો, જેમ ‘ઉવવાઈ' સૂત્રમાં કહ્યું તેમ ચાવતુ સાર્થવાહ આદિ સ્નાન કરીને, બલિકર્મ કરીને જેમ “ઉવવાઈમાં છે ચાવતુ જઈ રહl છે? એ પ્રમાણે વિચારીને કંચુકી પુરુષોને બોલાવે છે, તેઓને પૂછે છે કે - હે દેવાનુપિયા ક્ષત્રિયકુંડગ્રામનગરમાં શું આજે ઈન્દ્ર મહોત્સવ છે ? યાવતું લોકો બહાર જઈ રહ્યા છે ? ત્યારે તે કંચુકી પર જમાલી ક્ષત્રિયકુમારે આ પ્રમાણે પૂછતા હર્ષિત, તષ્ટિત થઈને, શ્રમણ ભગવંત મહાવીરનું આગમન જાણીને, નિશ્ચય કરીને, બે હાથ જોડી, જમાલીકુમારને જય-વિજય વડે વધાવે છે. વધાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપિયા આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઈન્દ્રમહોત્સવ નથી, ચાવતું તે માટે લોકો બહાર જતા નથી, પણ હે દેવાનુપિયા આજે સર્વજ્ઞ, સર્વદશી શ્રમણ ભગવંત મહાવીર યાવત બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર બહુશાલ ચૈત્યમાં યશપતિરૂપ અવગ્રહ લઈને યાવત વિચરી રહ્યા છે. તે કારણથી આ ઘણાં ઉગ્ર, ભોગ યાવતુ કેટલાંક વંદનના હેતુથી યાવતુ બહાર જઈ રહ્યા છે.. ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારે કંચુકી પુરુષો પાસે આ વાત સાંભળી, અવધારી હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનપિયો જલ્દીથી ચાતુર્ઘટ અશ્વરથને જોડીને ઉપસ્થાપિત કરો, ઉપસ્થાપિત કરીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો જમાલી ક્ષત્રિયકુમારે આમ કહેતા યાવત તેમની આtm પાછી સોંપી. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમાર જ્યાં નાનગૃહ છે ત્યાં આવીને નાના કર્યું. બલિકર્મ કર્યું. જેમ ‘ઉવવાઈમાં પેદા વર્ણન છે, તેમ કહેવું યાવતું શરીર ઉપર ચંદનનું વિલેપન કર્યું. સવલિંકારથી વિભૂષિત થઈ નાનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ચાતુરંટ અશ્વસ્થ છે, ત્યાં આવીને, ચાતુરચંટ અશ્વસ્થ ઉપર આરૂઢ થયો. થઈને કોરટપુષ્પની માળાથી યુક્ત અને ધારણ કર્યું. મોટા-મોટા સુભટ, દાસ, પથદર્શકાદિના વૃદથી પરીવરીને ક્ષત્રિયકુંડગ્રામ નગરની વરસોવરસ્યથી નીકળ્યો. નીકળીને બ્રાહ્મણકુંડગ્રામ નગરે જ્યાં બહુશાલ ચૈત્ય છે, ત્યાં આવ્યો-આવીને ઘોડાને રોક્યા, રોકીને ત્યાં સ્થાને સ્થાપન કર્યો, થથી ઉતર્યો. ત્યારપછી પુes, dભોલ, આયુધ આદિ, તથા પાનહનો ત્યાગ કર્યો,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy