SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૯)-૩૩/૪૬૦ થી ૪૬૨ આકાશગત ચકથી યાવતુ સુખે સુખે વિચરતા બહુશાલ ચૈત્યમાં યથાપતિરૂપ (અવગ્રહને સ્વીકારીને) યાવન વિચરી રહ્યા છે. હે દેવાનુપિયા! તે મહાફળદા છે યાવત તથારૂપ અરિહંત ભગવંતના નામ-ગોત્રનું શ્રવણ, તો પછી સન્મુખ જવું, વંદન, નમસ્કાર, પ્રતિકૃચ્છાની, પર્યાપાસનાનું કહેવું જ શું? એક પણ આર્ય ધાર્મિક સુવચનની શ્રવણા (થી મહાફળ થાય) તો વિપુલ ની ગ્રહણતાથી કેટલો લાભ થાય ? આપણે ત્યાં જઈએ. ભગવન મહાવીરને વાંદી, નમી યાવતું પર્યાપાસીએ. તે આ ભવ અને પરભવના હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ-આનુગામિકપણે થશે. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બાહાણ પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત યાવતુ પ્રસન્ન હૃદય થઈ, બે હાથ જોડી યાવતુ ઋષભદત્ત બ્રાહાણની આ વાતને વિનયથી સ્વીકારે છે. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કૌટુંબિક પુરષોને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી જ શીu ચાલનાર, પ્રશd, સદશરૂપવાળા, સમાન ખુર અને પુંછવાળા સમાન શીંગડાવાળા, સ્વર્ણ નિર્મિત કલાપોથી યુક્ત, ઉત્તમગતિક, ચાંદીની ઘંટડી યુક્ત, સ્વર્ણમય નાથ દ્વારા નાથેલ, નીલકમલની કલગીવાળા, બે ઉત્તમ-યુવા બળદોથી યુકત, અનેક મણિમય ઘટીથી યુક્ત, ઉત્તમ કષ્ટમય યુગ અને જીતની ઉત્તમ બે દોરીથી યુકત, પ્રવરલક્ષણોપેત ધાર્મિક સ્થાન પ્રવર તૈયાર કરીને ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞા પાછી આપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો ઋષભદત્ત બ્રાહાણે આમ કહેતા, હર્ષિત યાવત હદયી થઈને, બે હાથ જોડી, એ પ્રમાણે સ્વામી ‘તહતિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનને યાવતું સ્વીકારીને જલ્દીથી શીઘગામી યાવતું ધાર્મિક માનાવર જોડીને ઉપસ્થિત કર્યું સાવ તેમની આજ્ઞા પાલન થયાની સૂચના આપી. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરીને યાવત્ અલ્ય, મહાઈ આભરણથી શરીર અલંકારીને પોતાના ઘેરથી નીકળી - x • જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા, જ્યાં ધાર્મિક યાન પ્રવર હતું. ત્યાં આવે છે, ત્યાં આવીને ધાર્મિક યાન પ્રવર ઉપર આરૂઢ થયો. ત્યારે તે દેવાનંદા બ્રાહાણીએ પણ તપુરમાં નાન કર્યુંબલિકર્મ કર્યું, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા. ઉત્તમ પાને પ્રાપ્ત નેપુર, મણિ મેખલા, હાર વિરચિત, ઉચિત કડગ, ખુલ, એકાવલી, કંઠ સૂત્ર, હૃદયસ્થ વેચક, શોસિસૂત્ર, વિવિધ મણિરન ભૂષણ વિરાજિત શરીરી, ચીનાંશુક ઉત્તમ વસ્ત્ર પરિહિત કુલ સુકુમાલ ઉત્તરીય, સર્વઋતુક સુરભિ કુસુમથી વેણી, ઉત્તમ ચંદન, ઉત્તમ આભરણથી ભુષિત શરીરવાળી, કાલાર-ધૂપ-ધૂપિત શ્રી સમાન વેશવાળી ચાવતું , મહાઈ આભરણથી અલંકૃત શરીર, અનેક કુમ્ભા-ચિલાતી-વામની-વડભી-ભબી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ઈસીગણિતા, ચારગણિતા, પલ્લવિતા, હાસિકી, લકુશી, આરબી, દમિલી, સિંધલી, પુલિંદી, યુકલી, મડી, શબરી, સી, વિવિધ દેશની, વિદેશપસ્પિંડિતા, ઇંગિતચિંતિતwાતિને જણનારી, પોતાના દેશ-નેપચ્ચેના વેશને ગ્રહણ કરેલી, કુલ, વિનીત, દાસીઓથી પરીવરેલ, વૃદ્ધ કંચુકીઓ, માન્ય પુરષોના વૃંદ સાથે પોતાના અંતઃપરથી નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ધાર્મિક યાન પવર છે. ત્યાં આવીને, ધાર્મિક યાનમાં બેઠી. ત્યારે તે કષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બહાણી સાથે મિક ગતિ પ્રવરમાં આરૂઢ થઈને, પોતાના નિજક, પરિવારથી સંપરિવૃત્ત થઈ બ્રાહ્મણકુંડગ્રામ નગરની ઠીક મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને બહુશાલ ચૈત્યે આવે છે. ત્યાં આવીને છત્રાદિ તીર્થકરાતીશય જોઈને ધાર્મિક યાન પવર રોકે છે, રોકીને, ધાર્મિક યાન પ્રવરથી ઉતરીને ભગવંત મહાવીરની પાસે પંચવિધ અભિગમથી જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, એ પ્રમાણે જેમ બીજા શતકમાં છે યાવતું પ્રણ પ્રકારની પર્યાપાસનાથી સેવે છે. ત્યારે તે દેવાનંદા બ્રાહાણી ધાર્મિક યાન પ્રવી ઉતરીને અનેક કુળm યાવતું મહતરકના વૃદથી પરિવૃત્ત થઈને ભગવાન મહાવીરની પાસે પંચવિધ અભિગમળી જાય છે, તે આ - સચિત દ્રવ્યોનો ત્યાગ, આચિત દ્રવ્યને ન છોડીને, વિનયથી શરીર નમાવીને, ભગવંતને જોતાં જ બે હાથની અંજલી જોડીને, મનને એકાગ્ર કરીને, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને ભગવંતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વાંદી, નમીને, ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને ઉભી, સપરિવાર શક્ષણા જતી એવી નમન ક્રતી એવી, વિનયથી અંજલી એડીને સન્મુખ રહી ચાવતું ઘણુપસે છે. ૪િ૬૧] ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચડ્યો - સ્તનથી દૂધની ધારા છુટી, લોયનો વિકસીત થયા, હર્ષથી ફૂલતી નાહાને કડાએ રોકી, કંચૂક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસીત કદંબ પુણવત્ તેના રોમકૂપ વિકસીત થયા, ભગવંતને અનિમેષ દષ્ટિથી જોતી જોતી ઉભી રહી. ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વાંદી, નમીને આમ કહ્યું - ભગવા આ દેવાનંદ બ્રાહ્મણને કેમ પાનો ચડ્યો ચાવતુ રોમકૂપ વિકવર થયા, આપને અનિમેષ દૃષ્ટિએ જોત-જોતી ઉભી છે? ભગવતે ગૌતમને આમ કહ્યું - ગૌતમાં વિશે દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું દેવાનંદા બ્રાહાણીનો આત્મજ છું. ત્યારે તે દેવાનંદા લહાણીને તે પૂર્વ પુત્રના સ્નેહાનુરાગથી પાનો ચયો યાવતુ તેણીના રોમકૂપ વિકસ્વર થયા અને મને અનિમેષ દૃષ્ટિએ જોતી-જોતી ઉભી છે. [૪૬] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્માણી અને તે મહામોટી ઋષિ પર્ષદાને ધર્મ કહ્યો. ચાવતુ પર્ષદા પાછી ફરી. ત્યારે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy