SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 38 V-/૧/૯ છે એટલે તે પૂજયો એ “ચાલતું તે ચાલ્યું” ઈત્યાદિ કહ્યું છે. નૈનં - નિશ્ચયાર્થે છે. • x • અથવા તે શબ્દ અથ શબ્દના અર્થમાં પ્રસિદ્ધ છે. મળ શબ્દ વાક્યના આરંભે કે પ્રશ્નને માટે સમજવો. કહ્યું છે – અથ શબ્દ પ્રકરણ, પ્રગ્ન, અનંતપણું, મંગલ, પ્રારંભ, ઉત્તર તથા સમુચ્ચય બતાવે છે. ‘તે' શબ્દ ગુરુને આમંત્રણ રૂપે છે. તેથી હે ભદંત ! હે કલ્યાણ સ્વરૂપ અથવા સુખ સ્વરૂપ ! અથવા - જવ એટલે સંસારના અંતકર હોવાથી ભવન, ભયના અંતકર હોવાથી કયાંત અથવા "માન્ - જ્ઞાનાદિ વડે દીપ્યમાન અથવા બા નીમાન્ - દીપ્યમાન્ ! કેમકે પ્રાનું ધાતુ દીપ્તિ અર્થમાં છે. આદિથી આરંભીને મતે પર્યન્ત ગ્રંથ ભગવન સુધમસ્વિામીએ પાંચમાં અંગની પહેલા શતકના પહેલા ઉદ્દેશાના સંબંધાર્થે કહ્યો. આ સંબંધે આવેલ પાંચમાં અંગના પહેલા શતકનું આદિ સૂત્ર - ૦ ૧/૧/૧ - વત્નમને તિર આદિ [શંકા સુધમસ્વિામીએ પહેલા શતકના પહેલા ઉદ્દેશામાં પહેલું જ સૂર બીજા કોઈ અર્થવાળું ન મૂકીને “ચાલતું તે ચાલ્યું” એ અવાચક સૂત્ર કેમ મૂક્યું? સમાધાન - ચાર પુરપાથમાં મોક્ષ નામક પુરુષાર્થ સવતિશાયી હોવાથી મુખ્ય છે. સાધ્ય એવા મોક્ષના સમ્યગદર્શનાદિ અવ્યભિચારી સાધનો છે. સજ્જનો ઉભયના નિશ્ચયનું શિક્ષણ આપનાર શાસ્ત્રને ઈચ્છે છે, ઉભયનિયમ - સમ્યગદર્શનાદિ મોક્ષરૂપ સાધ્યના જ સાધનો છે, અન્ય કોઈ નહીં. તે મોક્ષના વિપક્ષના ફાયથી થાય છે. તે વિપક્ષ એ બંધ છે. કર્મનો આત્મા સાથે સંબંધ તે બંધ. તે કર્મોના પ્રાય નિમિતે આ અનુકમ કહ્યો. - “ચાલતું તે ચાલ્યું” ઇત્યાદિ. (૧) તેમાં રત્નન્ - સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવતું, વિપાકને અભિમુખ થતું જે કર્મ, તે વનિત : ઉદયમાં આવ્યું, એમ કહેવાય છે. કર્મોનો જે ચલનકાળ તે જ ઉદયાવલિકા છે, તે ચલનકાળ અસંખ્ય સમયવાળો હોવાથી આદિ-મધ્ય-અંતથી યુક્ત છે.. કર્મપુદગલોના પણ અનંતા સ્કંધો છે, અનંતા પ્રદેશો છે, તેથી તે ક્રમથી પ્રતિસમય ચાલે છે, તેમાં જે આધ ચલન સમય છે, તેમાં ચાલતા કર્મને ચાહ્યું કહેવાય. (શંકા ‘ચાલતું' વર્તમાન છે છતાં ‘ચાલ્યુ’ એમ ભૂતકાળ કેમ ? જેમ વાના ઉત્પત્તિ કાળે પ્રથમ તંતુના પ્રવેશ સમયે ઉત્પધમાન જ પટ ઉત્પન્ન થાય છે. ઉત્પધમાનવ પટની ઉત્પાતા સિદ્ધ કરવા કહે છે - પ્રથમ તંતુનો પ્રવેશકાળ શરૂ થયો તેટલામાં માત્ર એક કાગ જ વણાયો હોય ત્યારે પણ વસ્ત્ર પેદા થાય છે. એમ વ્યવહારમાં જોવાથી વસ્ત્રનું ઉત્પધમાનવ પ્રસિદ્ધ જ છે. પ્રથમ તંતુ પ્રવેશ સમયે ઉત્પતિ ક્રિયાકાળમાં જ વસ્ત્ર ઉત્પન્ન થયો છે એમ સ્વીકારવું, જો પ્રથમ ક્રિયાક્ષણે વસ્ત્ર ઉત્પન્ન થયું નથી તેમ માનો તો ઉત્તરક્ષણે પણ તે અનુત્પન્ન જ ગણાશે, કેમકે ઉત્તરક્ષણ ક્રિયામાં શું વિશેષતા છે કે, જેથી પ્રથમ સમયે અનુત્પન્ન પટ ઉત્તરસમયની ક્રિયાથી ઉત્પન્ન થાય ? તેથી સર્વદા જ અનુત્પત્તિ [9/3]. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પ્રસંગ આવશે. અંત્ય તંતુ પ્રવેશે પટના દેખાવાથી, પ્રથમ તંતુના પ્રવેશ સમયે પટ કંઈક ઉત્પન્ન થયો તેમ માનવું જ પડે. જો તેને ઉત્તરક્રિયા જ ઉત્પન્ન કરતી હોય તો, એક જ પટાંશને ઉપજાવવામાં પટ ઉત્પન્ન કરનાર સર્વે ક્રિયા અને કાળનો ક્ષય થાય. વળી જો ઉત્પન્ન પટના પ્રયમાંશના ઉત્પાદનની અપેક્ષારહિત પાશ્ચાત્ય ક્રિયા હોય તો 1 પટના પાછલા અંશોનો અનુક્રમ થાય, અન્યથા ન થાય. આ પ્રમાણે ઉત્પન્ન થતો પટ ઉત્પન્ન થયો કહેવાય, તેમ કર્મોની અસંખ્યાત પરિમાણવાળી ઉદયાવલિકા હોવાથી, આદિ સમયથી આરંભી ચાલતું કર્મ ચાલ્યુ કહેવાય. કેમ ? જો તે કર્મ ચલન અભિમુખ થઈ ઉદયાવલિકામાં આદિ સમયે ચાલ્યું ન હોય તો તે કર્મનો આદિ સમય ચલનરહિત હોવાથી વ્યર્થ છે. જો તે પ્રથમ સમયે ન ચાલ્યું, તો દ્વિતિયાદિ સમયે પણ ચાલ્યું નથી. કેમકે દ્વિતીયાદિમાં એવી શું વિશેષતા છે કે જે પ્રથમ સમયે ન ચાલ્યું તો બીજા સમયે ચાલે ? તેથી સર્વદા અચલિત જ રહેશે. સ્થિતિની પરિમિતતા અને કમભાવના અભ્યપગમને લઈને અંત્ય સમયે કર્મોનું ચલન થતું અનુભવાય છે. માટે પ્રથમ અને પછીના સર્વે ચલન સમયોમાં કર્મના અંશો કંઈક ચલિત થયા તેમ માનવું. જે આદિ સમયમાં ચાલ્યું તે ઉત્તર સમયમાં ચાલતું નથી. આદિ - ૪ - | (૨) ઉદીતું તે ઉદીરાયું - ઉદયને પ્રાપ્ત ન થયેલ એવા આગામી લાંબા કાળે વેદવાના કર્મદલિકને વિશિષ્ટ અધ્યવસાયરૂપ કરણ વડે ખેંચીને ઉદયમાં લાવવું તે ઉદીરણા. તે અસંખ્યય સમયવર્તી છે. ઉદીરણા વડે પ્રથમસમયમાં જ ઉદીરાતાં કમને પૂર્વોક્ત દષ્ટાંતે ઉદીયું કહેવાય... (3) વેદાનું તે વેદાયું. વેદન અથર્ કર્મનો ભોગ-અનુભવ. સ્થિત ક્ષયથી ઉદય પ્રાપ્ત કે ઉદીરણાથી ઉદય પ્રાપ્ત કર્મનું વેદના થાય છે. તે અસંખ્ય સમય હોવાથી આધસમયમાં વેચાતાં કર્મને ‘વેદાયું’ એવો વ્યવહાર જાણવો. (૪) પડતું તે પડ્યું. જીવ પ્રદેશ સાથે સંબદ્ધ કર્મનું જીવપદેશથી પડવું તે JETVT. તેનું પરિમાણ અસંખ્યય સમય છે. તેથી પ્રહાણના આદિ સમયથી પડતું તે પડ્યું કહ્યું.. (૫) છેડાતું તે છેદાયું - કર્મના દીર્ધકાળની સ્થિતિની લઘુતા કQી. તે છેદન અપવતન નામક કરણ વિશેષથી કરે છે, તેની સ્થિતિ અસંખ્યાત સમય છે. (૬) ભેદાતુ તે ભેદાયુ - શુભ કે અશુભ કર્મના તીવ્રરસનું અપવર્ણના કરણી વડે મંદ કરવું અને મંદને ઉદ્વર્તના કરણથી તીવ કરવું તેને ભેદ કહે છે. આ ભેદ અસંખ્યય સમય સ્થિતિવાળો છે, આદિ પૂર્વવત. () બળતું તે બળ્યું – કર્મદલિકરૂપ કાષ્ઠનો ધ્યાનાગ્નિથી નાશ કરવો - કર્મરહિતપણું કરવું, તેને દાહ કહે છે. જેમ અગ્નિ વડે કાષ્ઠ બળીને કરવો - કમરહિતપણું કરવું, તેને દાહ કહે છે. જેમ અગ્નિ વડે કાષ્ઠ બળીને ભસ્મસ્વરૂપ થાય, તેમ કર્મ પણ યાનાગ્નિ વડે દાહ પામે છે. અંતમુહૂર્વવર્તી હોવાથી અસંખ્યય સમય સ્થિતિક છે, ઇત્યાદિ પૂર્વવત્.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy