SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૭/૪૧૦,૪૧૧ ૧૯૫ ગતિપ્રપાત ભેદ જ કહેવાય છે. તેમાં પ્રયોગ સત્ય મન વગેરે પંદર પ્રકારો ગતિપ્રવૃત્તિ, તે ‘પ્રયોગગતિ' કહેવાય. તતગતિ - ગ્રામ, નગરાદિમાં જવાને પ્રવૃત્તપણાથી, ત્યાં પહોંચ્યા ન હોય, તેના અંતરાલ માર્ગમાં વર્તતા પ્રસારિત ક્રમથી અને વિસ્તારે જનારની ગતિ. અથવા તેના અવધિભત ગામ-નગરાદિમાં ગતિ. આ સ્થાને આ સૂત્રથી આરંભીને પ્રજ્ઞાપનાના ૧૬માં ‘પ્રયોગ પદમાં છે તે વિાવ' એ સૂત્ર સુધી આ કહેવું. તે આ પ્રમાણે છે – બંધનછેદન ગતિ, ઉપપાત ગતિ, વિહાયગતિ ઈત્યાદિ. તેમાં બંધન છેદન ગતિ બંધન કે કર્મના છેદન - અભાવમાં જીવની શરીસ્થી શરીરની ગતિ તે. - - ઉપપાત ગતિ ત્રણ ભેદે, ક્ષેત્ર-ભવ-નો ભવના ભેદથી છે. તેમાં નાક, તિર્યંચ, મનુષ્ય, દેવ, સિદ્ધોની જે ક્ષેત્રમાં ઉત્પાદને માટે ગમન તે ક્ષેત્રોપપાત ગતિ નાકાદિની સ્વભવે ઉપપાતરૂપ ગતિ, તે ભવોષપાતગતિ સિદ્ધ-પુદ્ગલનું ગમન માત્ર તે નોભવોપાત ગતિ. વિહાયોગતિ તે સ્પૃશદ્દત્યાદિ અનેકવિધ છે. = - @ શતક-૮, ઉદ્દેશો-૮-‘પ્રત્યેનીક' છે — x — * — x — x — ૦ ઉદ્દેશા-૭-માં સ્થવિરો પ્રત્યે અન્યતીર્થિકો પ્રત્યનીક રૂપે કહ્યા. અહીં ગુરુ આદિના પ્રત્યનીકો કહે છે – • સૂત્ર-૪૧૨ : રાજગૃહનગરે યાવત્ આમ કહ્યું – ભગતના ગુરુને આશ્રીને કેટલાં પત્યનીકો કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ – આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યય પ્રત્યેનીક, સ્થવિર પત્યનીક. - • ભગવના ગતિને આશ્રીને કેટલા પ્રત્યેનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ - આલોક પ્રત્યનીક, પરલોક પ્રત્યેનીક, ઉભયલોક પ્રત્યેનીક. - ભગવના સમૂહને આશ્રીને કેટલાં પ્રત્યેનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તે આ – · કુલ ત્યનીક, ગમ પ્રત્યનીક, સંઘપત્યનીક. અનુપ (સાધુ)ને આશ્રીને કેટલા પત્યનીક કહ્યા છે? ગૌતમ! ત્રણ. તપવી પ્રત્યેનીક, ગ્લાન પ્રત્યનીક, શૈક્ષ પ્રત્યેનીક. શ્રુતને આશ્રીને કેટલાં પ્રત્યેનીક છે? ગૌતમ! ત્રણ. સૂત્ર, અર્થ, તભય. ભાવને આશ્રીને? ત્રણ. જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ પ્રત્યનીક. • વિવેચન-૪૧૨ : ગુરુ - તત્ત્વોપદેશકને પ્રતીત્ય - આશ્રીને, પ્રત્યન - શત્રુ જેવા, પ્રતિકૂળપણે વર્તતા. તેમાં આત્રાર્ય - અર્થના વ્યાખ્યાતા. ઉપાધ્યાય - સૂત્રદાતા, સ્થવિર - જાતિ, શ્રુત, પર્યાય વડે તેમાં જાતિથી, ૬૦ વર્ષના. શ્રુતસ્થવિર તે સમવાયધારક. પર્યાય સ્થવિર તે ૨૦-વર્ષના પર્યાયવાળા. આમની પ્રત્યનીકતા આ પ્રમાણે - તેમની જાતિ આદિને આશ્રીને અવર્ણવાદ કરવો, તેમની સમીપે ન રહેવું, તેમનું અહિત અને છિદ્રો જોવા. વિપરીત વાતો કરવી, તેમના ઉપદેશનો ઉપહાસ કરવો, દશવિધ વૈયાવચ્ચાદિ કૃત્ય ન કરવું ઈત્યાદિ. સ્મૃતિ - મનુષ્યત્વ આદિને આશ્રીને, તેમાં આલોકના એટલે પ્રત્યક્ષ માનુષત્વ ૧૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ લક્ષણ પર્યાયના પ્રત્યેનીક, ઈન્દ્રિયાર્થને પ્રતિકૂલકારીપણાથી પંચાગ્નિતપસ્વી માફક આલોક પ્રત્યેનીક... પરલોક-જન્માંતર, તેના પ્રત્યનીક - ઈન્દ્રિયાર્થમાં તત્પર... ઉભયલોક પ્રત્યેનીક - ચોરી આદિ વડે ઈન્દ્રિયોના અર્થને સાધવામાં રત. સમૂદ - સાધુ સમુદાયને આશ્રીતે, તેમાં ધુન - ચાંદ્ર આદિ, તેનો સમૂહ તે ાળ - કોટિ આદિ, તેનો સમૂહ તે સં, તેની પ્રત્યનીકતા, એટલે તેનો અવર્ણવાદ આદિ. - કુલ આદિના લક્ષણ આ પ્રમાણે છે - એક આચાર્યની જે શિષ્યપરંપરા, તે કુળ. ત્રણ કુળનો એક ગણ થાય છે. સર્વે પણ જ્ઞાન-દર્શન-ચરણ ગુણથી વિભૂષિત એવા શ્રમણોનો સમુદાય તે સંઘ, ગુણ સમુદાયે કરીને જાણવો. અનુપ - અનુકંપા, ભોજન-પાન આદિ વડે ઉપકાર, તેને આશ્રીને, તેમાં તપસ્વી તે ક્ષપક, ગ્લાન તે રોગાદિ વડે અસમર્થ, શૈક્ષનવદીક્ષિત. આ બધાં અનુકંપનીય કહેવાય છે, તે ન કરવારૂપ પ્રત્યનીકતા. સુવા - શ્રુત એટલે સૂત્રાદિ, તેમાં સૂત્ર - વ્યાખ્યા કરવા યોગ્ય. અર્ધ - તેનું વ્યાખ્યાન. નિર્યુક્તિ આદિ-તદુભય, તેની પ્રત્યનીકતા. - ૪ - ૪ - (શ્રુત વિરુદ્ધ કથન, તેનો અવર્ણવાદ, શાસ્ત્રજ્ઞાનને નિષ્પયોજન બતાવવું, શાસ્ત્રોને દોષયુક્ત બતાવવા ઇત્યાદિ) ભાવ - એટલે પર્યાય. તે જીવગત અને અજીવગત છે. તેમાં જીવના પ્રશસ્ત અને અપ્રશસ્ત છે તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ છે અને અપ્રશસ્ત તે વિવક્ષાથી ઔદયિક, ક્ષાયિકાદિ છે. વળી જ્ઞાનાદિ રૂપ પણ ભાવો છે, તે જ્ઞાનાદિ પ્રતિ પ્રત્યેનીક, તેનાથી વિરુદ્ધ પ્રરૂપણા કે દૂષણથી છે. જેમકે - પ્રાકૃતમાં રચેલ સૂત્રને કોણ જાણે છે ? કોણે પ્રરૂપ્યા છે ? દાન વિના ચાત્રિથી શું થવાનું છે ? - - આ પ્રત્યનીકો ફરી ન કરવાને ઉધત થતાં શુદ્ધિને યોગ્ય થાય છે. શુદ્ધિ વ્યવહારથી છે, તેથી વ્યવહારૂ • સૂત્ર-૪૧૩,૪૧૪ : [૪૧૩] ભગવના વ્યવહાર કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભે. તે આ – આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. તેની પાસે તે આગમ હોય, તેણે આગમથી વ્યવહાર કરવો જોઈએ. જેની પાસ આગમ ન હોય, તેણે જેની પાસે જે શ્રુત હોય, તેનાથી વ્યવહાર કરવો. જો શ્રુત ન હોય તો, જેની પાસે જે આજ્ઞા હોય, તેણે આજ્ઞાથી વ્યવહાર કરવો. જેની પારો આજ્ઞા ન હોય, તેની પાસે જે ધારણા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો, જેની પાસે તે ધારણા ન હોય, તેની પાસે જે જીત હોય, તે જીતથી વ્યવહાર કરવો. આ પાંચથી વ્યવહાર કરવો જોઈએ. તે આ – આગમથી, શ્રુતી, આજ્ઞાથી, ધારણાથી, જીતથી. જેની પાસે જે આગમ-શ્રુતઆજ્ઞા-ધારણા-જીત હોય, તેને તે પ્રમાણે વ્યવહાર ચલાવવો જોઈએ. ભગવન્ ! આગમબલિક શ્રમણ નિગ્રન્થ (આ પાંચનું ફળ) શું કહે છે ? આ પાંચ પ્રકારના વ્યવહારોમાં જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જે સંભવ હોય ત્યારે ત્યારે, ત્યાં ત્યાં રાગ-દ્વેષથી રહિત, સમ્યક્ વ્યવહાર કરતા શ્રમણ નિર્ણન્ય, જ્ઞાન આરાધક થાય છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy