SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૬/૪૦૮,૪૦૯ ન છે, તેને પાર્રિતાપનિકી ક્રિયા હોય કે ન હોય ઇત્યાદિ. તેથી જો કાય વ્યાપાર દ્વારથી આધ ત્રણ ક્રિયા જ હોય તો તે પતિાપતો નથી, અતિપાત કરતો નથી, ત્યારે ત્રણ ક્રિયાવાળો જ હોય, તેથી ત્રણ ક્રિયા કહી. જો પરિતાપે તો ચાર ક્રિયા સંભવે, અતિપાત કરે તો પાંચ ક્રિયા સંભવે કેમકે તેમાં પૂર્વ ક્રિયાનો અવશ્ય ભાવ હોય છે. - ૪ - તેથી જ કહ્યું કે કદાચ ત્રણ ક્રિયા, કદાચ ચાર ક્રિયા. વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિય હોય. કેમકે વીતરાગત્વથી તેને અધિકૃત ક્રિયા ન હોય. નાક, જેનાથી ઔદારિક શરીરવાળા પૃથ્વી આદિને સ્પર્શે, પરિતાપે કે વિનાશ કરે, ત્યારે ઔદાકિથી કદાચ ત્રણ ક્રિયા આદિ હોય, પણ અક્રિયત્વ ન હોય. કેમકે અવીતરાગને અવશ્ય ક્રિયા હોય. બધાં અસુરાદિમાં ત્રણ ક્રિયાદિ કહેવું. જીવની જેમ મનુષ્યમાં અક્રિયત્વ કહેવું. કેમકે જીવપદમાં મનુષ્ય અને સિદ્ધની અપેક્ષાએ અક્રિયત્વ કહ્યું છે. ૧૯૧ ઔદાકિ શરીરો વડે, એમ બહુત્વ અપેક્ષાએ આ બીજો દંડક છે. એ રીતે જીવના એકપણાથી બે દંડક છે, એ પ્રમાણે જીવના બહુત્વ થકી બીજા બે દંડક છે. એ રીતે ઔદારિક શરીરાપેક્ષાએ ચાર દંડકો છે. જીવને બીજાના વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયા ? કહે છે – કદાચ ત્રણ કે ચાર. અહીં પાંચ ક્રિયા ન કહેવી. વૈક્રિયશરીરીનો પ્રાણાતિપાત કરવો અશક્ય છે. કેમકે અહીં અવિરતિ માત્રની વિવક્ષા કરી છે, એ રીતે જેમ વૈક્રિય, તેમ આહારક, તૈજસ, કાર્પણ પણ કહેવા. આના વડે આહાસ્કાદિ ત્રણ શરીરને આશ્રીતને ચાર દંડક વડે નૈરયિકાદિ જીવોનું ત્રિક્રિયત્વ, ચતુક્રિયત્વ કહ્યું, પંચક્રિયત્વ ન કહ્યું કેમકે મારવાનું અશક્ય છે. હવે નાકના અધોલોક વર્તિત્વથી, આહારક શરીરના મનુષ્યલોક વર્તિત્વથી તે ક્રિયાનું વિષયત્વ નથી. - - - આહારક શરીરને આશ્રીને નારક કઈ રીતે ત્રિક્રિય કે ચતુષ્ક્રિય કહ્યા? જ્યાં સુધી પૂર્વ શરીર છોડેલ નથી, જીવ નિર્તિત પરિણામને છોડતો નથી. ત્યાં સુધી પ્રજ્ઞાપના નય મતથી નિર્વર્તક જીવ જ કહેવાય છે. નાકના પૂર્વ ભવનો દેહ નાકની જેમજ, તદ્દેશથી મનુષ્યલોકવર્તી, અસ્થિ આદિ રૂપથી જો આહારક શરીરને સ્પર્શે કે પરિતાપે, તો આહારક દેહથી નાસ્ક ત્રિક્રિય કે ચતુષ્ક્રિય થાય. કાયિકી ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે, પારિતાપનિકી ભાવે આધ ત્રણનો અવશ્ય સંભવ છે એ રીતે અહીં બીજા પણ વિષય જાણવા. જે તૈજસ, કાર્પણ શરીર અપેક્ષાએ જીવોને પરિતાપકત્વ તે ઔદારિકાદિને આશ્રીને જાણવા. સ્વરૂપથી તે બંનેને પરિતાપવા અશક્ય છે. છે શતક-૮, ઉદ્દેશો-૭-‘અદત્તાદાન' — x — x — x — x — ઉદ્દેશા-૬-માં ક્રિયા વિશે કહ્યું. ક્રિયાને પ્રસ્તાવથી ઉદ્દેશા-૭-માં પ્રદ્વેષક્રિયા નિમિત્તક અન્યતીર્થિક વિવાદ કહે છે - ૪ - - સૂત્ર-૪૧૦,૪૧૧ - તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું - વર્ણન. ગુણશીલ ચૈત્ય હતું – ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વર્ણન યાવત્ પૃથ્વીશિલાપક હતો. તે ગુણશીલ ચૈત્ય સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. - - તે કાળે, તે સમયે આદિકર શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા, યાવત્ પર્યાદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના ઘણાં શિષ્ય સ્થવિરો જાતિસંપન્ન, કુળસંપન્ન આદિ જેમ બીજા શતકમાં યાવત્ જીવિતાશા-મરણ ભયથી મુકત, ભગવંત મહાવીર સમીપે ઉર્ધ્વજાનુ, અોશિર, ધ્યાનરૂપી કોઠામાં રહીને સંયમ અને તપથી આત્માને ભાવતા યાવત્ વિચતા હતા. ૧૯૨ ત્યારે તે અન્યતીર્થિકો, જ્યાં સ્થવિર ભગવંતો હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હૈ આર્યો ! તમે ત્રિવિધ ત્રિવિધે અસંયત, અવિરત, અપતિહતાદિ જેમ સાતમાં શતકમાં બીજા ઉદ્દેશામાં કહ્યું યાવત્ એકાંતબાલ હતા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકને આમ કહ્યું – હે આર્યો ! કયા કારણથી અમે ત્રિવિધ વિષે અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ હતા? ત્યારે તે અન્યતીર્થિકોએ તેમને આમ કહ્યું – હે આર્યો ! તમે અદત્તાદાન લો છો, અદત્તાદાન વાપરો છો, અદત્તાદાનને સ્વાદો છો. એ રીતે ત્રિવિધ, ત્રિવિધ અસંત, અવિરત યાવત્ એકાંત બાલ છો. ત્યારે તે સ્થવિરોએ તેમને આમ પૂછ્યું – હૈ આર્યો ! કયા કારણથી અમે અદત્ત લઈએ છીએ, ખાઈએ છીએ, સ્વાદીએ છીએ ? કે જેથી અમે અદત્ત લેનાર યાવત્ સ્વાદતા ત્રિવિધ ત્રિવિધે અસંત વત્ એકાંતભાલ છીએ ? ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો ! તમારા મતમાં દેવાતું - ન દેવાયું, ગ્રહણ કરાતું - ન ગ્રહણ કરાયું, પત્રમાં નંખાતુ - ન નંખાયુ, એવું કથન છે. હે આર્યો ! તમને અપાતો પદાર્થ, પાત્રમાં ન પડે તે પહેલાં વચ્ચે જ કોઈ તેને હરી લે, તો તમે કહો છો કે, તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું, તમારા નહીં તેથી તમે અદત્ત ગ્રહણ કરો છો યાવત્ અદત્તની અનુમતિ આપો છો. તેથી તમે દત્ત ગ્રહતા એકાંતબાલ છો. ત્યારે તે સ્થવિરોએ તે અન્યતીર્થિકને આમ કહ્યું – હે આર્યો ! અમે અદત્ત લેતા નથી, ખાતા નથી, અનુમોદતા નથી. હે આર્યો ! અમે દીધેલું જ લઈએ-ખાઈએ-અનુમોદીએ છીએ. તેથી અમે દીધેલું લેનાર દીધેલું ખાનાર, દીધેલું સ્વાદનાર ત્રિવિધ ત્રિવિધે સંયત, વિત, પ્રતિહત એમ જે શતક-૭-માં યાવત્ એકાંત પંડિત છીએ. ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આમ કહ્યું કયા કારણથી હે આર્ય ! તમે દીધેલું ગ્રહણ કરો છો યાવત્ અનુમોદો છો, તેથી તમે ચાવત્ એકાંત પંડિત છો ? - - ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તેઓને આમ કહ્યું કે હૈ આર્યો ! દેવાતું-દીધું, ગ્રહણ કરાતું-ગ્રહ્યું, પાત્રમાં મુકાતું-મુકાયું એ અમારો મત છે. તેથી હે આર્યો ! અમે દીધેલું ગ્રહણ કરતા, પાત્રમાં પડેલ નથી, તેની વચ્ચે કોઈ તેને હરી લે, તો તે પદાર્થ અમારો હરાયો કહેવાય છે, ગૃહસ્થનો નહીં, તેથી
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy