SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૨/૩૯૧ • તેમાં વાચનાંતરમાં શ્રુત જ્ઞાનાધિકારે જેમ ‘નંદી’ આગમમાં કહ્યું તેમ જાણવું - x - શ્રુતજ્ઞાન સૂત્રને અંતે આમ કહ્યું છે – આ દ્વાદશાંગ, ગણિપિટકમાં અનંતા ભાવો, અનંતા અભાવો ચાવત્ - ૪ - અનંતા અસિદ્ધા એમ કહ્યું છે. તેની સંગ્રહ ગાથા પણ છે. આ રીતે એવા પ્રકારે તેના ખંડરૂપ આ શ્રુતજ્ઞાન સૂત્ર કહેવું જોઈએ. જ્ઞાનથી વિપરીત અજ્ઞાન સૂત્ર-કુત્સિતજ્ઞાન તે અજ્ઞાન. મિથ્યાત્વ યુક્ત હોવાથી કુત્સિત કહ્યું – કહ્યું છે – અવિશેષિત મતિ જ છે, તે સમ્યગ્દષ્ટિને મતિજ્ઞાન છે, મિથ્યાર્દષ્ટિને મતિઅજ્ઞાન. ૧૫૭ જેમાં વિરુદ્ધ વિકલ્પો ઉઠે તે વિભંગજ્ઞાન અથવા અવધિથી વિરૂપ ભેદ તે વિભંગ જ્ઞાન. આ કુત્સિત વિભંગ શબ્દથી જ જણાય છે માટે જ્ઞાન સાથે નમ્ જોડીને અજ્ઞાન કહ્યું નથી. અર્થનો અવગ્રહ, તે અર્થાવગ્રહ. સકલ વિશેષ નિરપેક્ષ નિર્દેશ્ય અર્થનું ગ્રહણ - એક સમયવાળું તે. - - જેના વડે અર્થ સ્પષ્ટ થાય તે વ્યંજન જેમકે પ્રદીપ વડે ઘટ અથવા ઉપકરણ ઈન્દ્રિયથી શબ્દાદિ પરિણત દ્રવ્યસમૂહ. તે ત્ર્યંનન - ઉપકરણ ઈન્દ્રિય વડે વ્યંનનાના - શબ્દાદિ પરિણત દ્રવ્યોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અહીં અર્થાવગ્રહને લક્ષીને સર્વ ઈન્દ્રિયાર્થના વ્યાપકત્વથી પહેલા કહ્યો. જેમ આભિનિબોધિક જ્ઞાન કહ્યું, તેમજ મતિજ્ઞાન પણ કહેવું. તે આ રીતે - તે વ્યંજનાવગ્રહ શું છે? ચાર ભેદે છે – શ્રોત્ર, ઘ્રાણ, જિહ્ન, સ્પર્શનઈન્દ્રિય વ્યંજનાવગ્રહ. વિશેષ આ - આભિનિબોધિક જ્ઞાનમાં અવગ્રહ, અવધારણા, શ્રવણ, અવલંબન, મેઘાએ પાંચ એકાર્યક નામો કહ્યા છે, તે મતિજ્ઞાનમાં ન કહેવા. - ૪ - માનિ - જ્ઞાનરહિત, તે અલ્પજ્ઞાનભાવથી ધન અને શીલરહિત જેવો છે. સમ્યગ્દષ્ટિ પણ અજ્ઞાની હોય, તેથી મિથ્યાર્દષ્ટિ વડે - એમ કહ્યું. નંદી સૂત્ર મુજબ કહ્યું - તે સૂત્ર - સ્વચ્છંદ બુદ્ધિ, મતિ વિકલ્પિત. જેમકે ભારત, રામાયણ આદિ. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, ધારણા તે મતિ. સ્વ ંત્ - પોતાના અભિપ્રાયથી, તત્વથી સર્વજ્ઞ પ્રણીત અર્થ કરતા જુદી બુદ્ધિ-મતિ વડે વિકલ્પિત. - x - તેમાં ઋજુ આદિ ચાર વેદ, શીક્ષાદિ છ ઉપાંગના વ્યાખ્યાનરૂપ. રામમંતિય આદિ-ગ્રામ આકારે ઇત્યાદિ. ભરતાદિ વર્ષક્ષેત્રાકારે, હિમવત્ આદિ વર્ષધર પર્વતાકારે, અશ્વાકારે, જંગલી દ્વિષદ-ચતુષ્પદ આકારે, એ પ્રમાણે વિવિધ સંસ્થાન સંસ્થિત. જ્ઞાન અને અજ્ઞાન કહ્યા. હવે જ્ઞાની, અજ્ઞાનીને કહે છે – તેમાં નારકાધિકારમાં – “જે જ્ઞાની તે નિયમા ત્રણ જ્ઞાનવાળા' કહ્યા. કેમકે સમ્યગ્દષ્ટિ નારકોને ભવપ્રત્યય અવધિજ્ઞાન છે, માટે કહ્યું. અજ્ઞાનીમાં બે જ્ઞાનવાળા કે ત્રણ જ્ઞાનવાળા કેમ કહ્યા ? અસંજ્ઞી હોય અને નરકે ઉત્પન્ન થાય, તેમને અપર્યાપ્તાવસ્થામાં વિભંગનો અભાવ હોવાથી બે જ્ઞાનવાળા કહ્યા. જે મિથ્યાદષ્ટિ સંજ્ઞીમાંથી ઉત્પન્ન થાય, તેમને ભવપ્રત્યય વિભંગ હોય છે માટે ત્રણ અજ્ઞાની એમ કહ્યું, બેઈન્દ્રિયમાં કોઈ જ્ઞાની પણ સારવાદન સમ્યગ્દર્શન ભાવથી અપર્યાપ્તાવસ્થામાં હોય તેથી જ્ઞાની, અજ્ઞાની બંને કહ્યા. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ જીવાદિમાં ૨૬-૫દોમાં જ્ઞાની, અજ્ઞાની કહ્યા. હવે તેને જ ગતિ, ઈન્દ્રિય, કાય આદિ દ્વારોમાં ચિંતવતા કહે છે – ૧૫૮ • સૂત્ર-૩૯૨ : ભગવના નિયગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બંને ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ જ્ઞાન વિકલ્પે. ભગવન તિર્યંચ ગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! બે જ્ઞાન કે બે જ્ઞાન નિયમા ભગવના મનુષ્યગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ! ત્રણ જ્ઞાન ભઝનાઓ, બે અજ્ઞાન નિયમા. - દેવગતિક જીવો, નિયગતિક માફક જાણવા. - સિદ્ધિગતિક, સિદ્ધની જેમ જાણવા - ભગવત્ ઈન્દ્રિયવાળા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! ચાર જ્ઞાન કે ત્રણ જ્ઞાન ભજનાએ. - - ભગવન્ ! એકેન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પૃથ્વીકાયિકની જેમ કહેવા. બે થી ચાર ઈન્દ્રિયવાળા બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા. પંચેન્દ્રિયોને ઈન્દ્રિયવાળા માફક જાણવા. અનિન્દ્રિયો જ્ઞાની કે અજ્ઞાની ? સિદ્ધની જેમ જાણવા, ભગવન્ ! સકાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ ! પાંચ જ્ઞાન કે ત્રણ પાન ભજનાઓ. પૃથ્વી યાવત્ વનસ્પતિકાયિક નિયમા અજ્ઞાની. મતિ, શ્રુત જ્ઞાનવાળા છે. સકાયિકને સકાયિક માફક જાણવા. અકાયિક જીવો જ્ઞાની કે જ્ઞાની ? સિદ્ધવત્ જાણવું. ભગવન્ ! સૂક્ષ્મ જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પૃથ્વીકાયિક વત્ જાણવું - ભગવન્ ! ભાદર જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સકાયિક વત્ જાણવા. ભગવન્ ! નોસૂક્ષ્મનો બાદર જીવો ? સિદ્ધ માફક જાણવા. ભગવન્ ! પર્યાપ્તા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સકાયિક માફક જાણવા. પર્યાપ્તા નૈરયિક જીવો ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમા, જેમ નૈયિક છે, તેમ રસ્તનિતકુમાર સુધી જાણવા. પૃથ્વીકાયિક, એકેન્દ્રિય માફક જાણવા. એ રીતે ઉરિન્દ્રિય સુધી જાણવું. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ યોનિક ? ત્રણ જ્ઞાન, ત્રણ જ્ઞાન ભજનાઓ. મનુષ્યો, સકાયિક માફક, અંતર, જ્યોતિક, વૈમાનિકો નૈરયિકવર્તી જાણવા. ભગવન્ ! આપતા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. અયતા નૈરયિકો ? ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાન ભજનાએ એ પ્રમાણે ાનિતકુમાર સુધી જાણવું. પૃથ્વી યવર્તી વનસ્પતિકાયિક, એકેન્દ્રિયવત્ બેઈન્દ્રિયો ? નિયમા બે જ્ઞાન, ને અજ્ઞાન. એ રીતે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક સુધી કહેવું. અપચપ્તિા મનુષ્યો ? ત્રણ જ્ઞાન ભજનાએ, બે અજ્ઞાન નિયમા વ્યંતરો, નૈરયિક માફક. અપર્યાપ્તા જ્યોતિક, વૈમાનિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા. નોપતિ-નોઅપર્યાપ્તતા જીવો? સિદ્ધની માફક જાણવા. ભગવન્ ! નિયભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની ? નિયગતિક માફક
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy