SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ |-|૯|૩૭૨ યુદ્ધ આરંભાયુ. ચેટક રાજાને વ્રત હતું કે આખા દિવસમાં એક જ બાણ મારવું, તે અમોઘ બાણ હતું. કોણિકે ગરુડવ્યૂહ અને ચેટકે સાગરવ્યૂહ રચ્યો. પછી કોણિકના કાળ સેનાપતિ યુદ્ધ કરતો ચેટક પાસે ગયો. ચેટકે એક બાણ મારી કાળને પાડી દીધો. કોણિકનું સૈન્ય ભાંગ્યુ. - x - એ રીતે દશ દિવસમાં ચેટકે ‘કાલ' આદિ દર્શને મારી નાખ્યા. અગિયારમે દિવસે ચેટકને જીતવા માટે કોણિકે દેવતાને આરાધવા અઠ્ઠમ કર્યો ત્યારે શક્ર અને ચમર આવ્યા. પછી શકે કહ્યું – ચેટક, શ્રાવક છે, તેથી હું તેના ઉપર પ્રહાર નહીં કરું, માત્ર તારું રક્ષણ કરીશ. પછી શક્રએ તેની રક્ષા માટે વજ્ર સમાન અભેદ કવય બનાવ્યું. ચમરે બે સંગ્રામ વિદુર્વ્યા મહાશિલાકંટક અને ચમુશલ. નવૃત્ચ - જિતનાર, પરાનત્ય હારનાર. વનિ - ઈન્દ્ર, વિપુત્ત - કોણિક. તેઓ જીત્યા, બીજું કોઈ નહીં. મ - ને - મલ્લકિ, લેચ્છકિ નામના રાજા. નાળી - વાણારસી, તેનું જનપદ પણ કાશી, તે સંબંધી આધ નવ તે કોશલ-અયોધ્યા, તેનું જનપદ તે કોશલ, તે સંબંધી ૧૮-ગણરાજા અર્થાત્ કાર્ય હોય ત્યારે જેઓ ગણ-સમૂહ બનાવે તે - સામંત રાજા. તેઓએ ચેટક રાજાની સહાય માટે ગણ બનાવ્યો. - ૧૨૯ હવે ચમરે મહાશિલા કંટક સંગ્રામ વિકુર્વ્યા પછી કોણિકે શું કર્યુ? કોણિકે ઉદાયી નામે હાથીને તૈયાર કરવા આજ્ઞા કરી, - ૪ - સેવકો હર્ષિત, તુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પ્રીતિયુક્ત મનવાળા થયા. - ૪ - ૪ - બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! “આપની આજ્ઞા પ્રમાણ છે' એવો શબ્દરૂપ વિનય અને તે વચનને રાજા પ્રત્યે સ્વીકાર કર્યો. નિપુણ એવા શિલ્પો પદેશદાતા આચાર્ય, તેમના ઉપદેશથી જે મતિ, તેની જે કલ્પના-વિકલ્પ તેમજ કલ્પના વિકલ્પા વિશેષણથી સુનિપુણ મનુષ્યો - એ પ્રમાણે જેમ ઉવવાઈ સૂત્રમાં કહેલ છે, તેમાં આ સૂત્ર છે - નિર્મળ વેષથી શીઘ્ર પરિગૃહીત, પરિવૃત્ત જે છે તે તથા, સુસજ્જ, ચર્મ બખ્તરથી સન્નદ્ધ, કવય વડે બદ્ધ, છાતી સાથે ગાઢ બાંધેલ છે હૃદયરજ્જૂ જેણે, ડોકમાં ત્રૈવેયક બાંધેલ એવો તથા ઉત્તમ ભૂષણોથી વિરાજિત છે તે, કાનનું ઉત્તમ આભરણ પહેરેલ, લાંબુ એવું સલલિત અવસૂલ છે જેને, તથા ચામરોના ઉત્કરથી અંધકાર કરેલ, વસ્ત્ર વિશેષને ધારણ કરેલ, સોનાના ઘડેલ સૂત્રદોરા વડે કક્ષાને બાંધેલ છે. જેણે તે તથા ઘણા પ્રહરણાદિ ધારેલ, યુદ્ધ માટે સજ્જ તેથી જ છત્ર-ધ્વજ-ઘંટ, પાંચ ચૂડા વડે પરિમંડિત અને રમ્ય ઇત્યાદિ વાચનાંતરમાં આ બધું સાક્ષાત્ લખેલ છે. દેવતાનું બલિકર્મ કરેલ, દુઃસ્વપ્નાદિના નિવારણાર્થે અવશ્ય કર્તવ્ય એવા કૌતુક-મંગલ-પ્રાયશ્ચિતને કરેલ છે જેણે તે. તેમાં મષીપુંડ્રાદિ તે કૌતુક, સિદ્ધાર્થકાદિ તે મંગલ, સંહનનિ કરેલ તે સમ્રુદ્ધ, કશા બંધનથી બદ્ધ, વર્મતાથી વર્મિત - x - ગુણસારણથી પીડારહિત કરેલ ધનુર્દડ જેણે તે તથા જેણે બાહુપટ્ટિકાથી બાહુબદ્ધ કરેલ છે તે, ગ્રીવાના આભરણને ધારણ કરેલ, વિમલવર ચિહ્નટ્ટ જેણે બાંધેલ છે તે, શસ્ત્રોને અને બીજાને પ્રહાર કરવાને માટેના પ્રહરણ ધારણ કરેલ અથવા આયુધ 10/9 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ એટલે ખડ્ગાદિ અોપ્ય શસ્ત્રો તથા ક્ષેષ્યશસ્ત્રો તે બાણ વગેરે તેને ગ્રહણ કરેલ, કોરંટક નામ પુષ્પગુચ્છ વડે પુષ્પમાળા વડે યુક્ત છત્ર, ચાર ચામરો વડે અંગને વીંઝતા તથા લોકો દ્વારા મંગલને માટે જયશબ્દ કરતા તે ઇત્યાદિ. ૧૩૦ જેમ ‘ઉવવાઈ’માં ચાવત્ એમ આ શબ્દ વડે સૂચિત - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, વૈવાસ્કિ, અમાત્ય, રોડ, પીઠમર્દક, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્વવાહ, દૂત, સંધિપાલ સાથે સંપવૃિત્ત, ધવલ મહામેઘની જેમ નીકળેલ, ગ્રહ-ગણ દિપ્યંત અંતરિક્ષ તારાગણોની મધ્યે ચંદ્રની જેમ પ્રિયદર્શનવાળો નરપતિ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ઉદાયી હસ્તિરાજ છે, ત્યાં આવે છે. ત્યાં અનેક ગણનાયકપ્રકૃતિમહત્તર, દંડનાયક-તંત્રપાલ, માંડલિક રાજા, ઈશ્વર-યુવરાજ, તલવ-રાજએ ખુશ થઈને આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજ્ય સ્થાનીય, છિન્નમડંબના અધિપતિ માડંબિકો, કૌટુંબિકો, મંત્રી, મહામંત્રી, ગણક-જ્યોતિકો અથવા ભાંડાગારિકો, દીવારિક એટલે પ્રતીહારકો, અમાત્ય-રાજ્ય અધિષ્ઠાયકો, ચેટ-પાદમૂલિક, પીઠમર્દક, વયસ્ય, નગર, નિગમ-વણિક, શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટથી વિભૂષિત ઉત્તમાંગવાળો તે શ્રેષ્ઠી સેનાપતિ-રાજાએ નિયુક્ત કરેલ ચતુરંગ સૈન્યના નાયક, સાર્થવાહ, દૂત, સંધિપાલ રાજ્યસંધિરક્ષક, સાથે, માત્ર સાથે જ નહીં, પણ તેઓ પવિરેલા હતા તે રીતે નીકળ્યો. ના નવવા" - આ સૂત્ર છે - લટકતા લાંબા ઝૂમતા એવા પટ વડે સારી રીતે ઉત્તરાસંગ કરેલ છે જેણે તે, મોટા ભટોના વિત્સારવાળા સંઘથી પરિવરેલ, બીજાના પ્રહરણથી અભેધ એવા આવરણને રાખીને, એક જ હાથી ઉપર બીજાને હરાવવાને નીકળ્યો. કૃત - પ્રહારથી, મધિત - માનના મથન વડે, પ્રવરવાર - પ્રધાન ભટોને હણ્યા છે તે, ચક્રાદિ ચિન્હ અને ધ્વજા-પતાકા પાડી નાંખ્યા, પ્રાણોને કષ્ટમાં પાડેલ છે. - ૪ - ૪ - યુદ્ધથી નિવૃત્ત થયા. સૂત્ર-૩૭૩ થી ૩૭૬: [૩૭૩] અરહંતોએ આ જાણ્યું છે, પ્રત્યક્ષ કર્યું છે, વિશેષથી જ્ઞાન કર્યુ છે કે આ થમુશલ સંગ્રામ છે. ભગવના થમુસલ સંગ્રામ જ્યારે થતો હતો ત્યારે કોણ જીત્યુ, કોણ હાર્યું? હે ગૌતમ! ઈન્દ્ર, કોણિક અને અસુરેન્દ્ર અસુસ્કુમાર ચમર જીત્યા અને નવ મલકી અને નવ લેચ્છકી રાજા હાર્યા. ત્યારે રથમુસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને, કોણિક રાજાએ ભાકી બધું મહાશિલાર્કટક મુજબ જાણવું. વિશેષ એ - હસ્તિરાજ ‘ભૂતાનંદ' હતો. યાત્ કોણિક રાજા થમુરસલ સંગ્રામમાં ઉતર્યો. તેની આંગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર એ પ્રમાણે પૂર્વવત્ યાવત્ રહે છે. પાછળ સુરેન્દ્ર અસુરરાજ સમર લોઢાના બનેલા એક મહાન કિઠિન પ્રતિરૂપ કવચ વિકુર્તીને રહ્યો. એ પ્રમાણે ત્રણ ઈન્દ્રો સંગ્રામમાં પ્રવૃત્ત થયેલા – દેવેન્દ્ર, મનુજેન્દ્ર, અસુરેન્દ્ર. એ પ્રમાણે એક હાથી વડે પણ કોણિક રાજા જીતવા માટે સમર્થ હતો. યાવત્ બાકી બધું પૂર્વવત્ કહેવુ. યાવત્
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy