SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ/-/૪/૨૨૬ જીવ. • x • ર્વ - જીવના આલાવા મુજબ નારકાદિ દંડક વૈમાનિક સુધી કહેવા. તે આ રીતે - ભગવન્! નૈરયિક, હસતા કે ઉત્સુક થતાં કેટલી કર્મપકૃતિ બાંધે ? ઇત્યાદિ. પૃથ્વી આદિનું હાસ્ય તેમના પૂર્વભવના પરિણામથી સમજવું. જોfff - બહુવચન સૂત્રોમાં-અનેક જીવો હસતા કે ઉત્સુક થતા કેટલી કર્મપકૃત્તિ બાંધે ? ઇત્યાદિ. તેમાં જીવ સામાન્ય અને એકેન્દ્રિયોને છોડીને નાકાદિ ૧૯-દંડક લેવા. તેમાં ત્રણ ભંગ - જીવ અને પૃથ્વી આદિમાં ઘણાં જીવો છે, તેથી તેમાં સાત કે આઠ પ્રકારના બંધકનો એક જ ભંગ સંભવે. નાકાદિમાં ત્રણ ભંગ સંભવે - (૧) બધાં સતવિધ બંધક, (૨) બધાં સMવિધબંધક એક અષ્ટવિઘ બંધક. (3) બધાં સપ્તવિધ અને બધાં અષ્ટવિધ બંધક. - અહીં છવાસ્થ અને કેવલિના અધિકારથી આ બીજું કહ્યું - છીમાર્થે નિદ્રાસુખે જાણી શકાય તેવી ઉંઘ, પ્રચલા-ઉભો ઉભો પણ ઉઘે. - - કેવલિ અધિકારથી મહાવીર કેવલિને આશ્રીને કહે છે– • સૂત્ર-૨૨૩ - ભગવન્! ઈન્દ્ર સંબંધી, શકનો દૂત, હરિસેગમેથી દેવ સ્ત્રીના ગર્ભનું સંહરણ કરતો (૧) શું ગથિી ગર્ભમાં સંહરે ? (૨) ગર્ભથી યોનિ માર્ગે સંહરે, (૩) યોનિથી ગભમાં સંહરે? (૪) યોનિથી યોનિમાં સંહરે - [બીજી સ્ત્રીમાં મૂકી ? હે ગૌતમ ! તે ગર્ભથી ગર્ભમાં ન સંહરે, ગર્ભથી યોનિમાં ન સંહરે, યોનિથી યોનિદ્વારા ન સંહરે. પણ પોતાના હાથે ગભને સ્પર્શ, ગભી પીડા ન થાય તે રીતે યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકે. ભગવન ! શકનો દૂત હરિપ્લેગમેલી સ્ત્રીના ગર્ભને નખની ટોચથી કે રંવાળાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે ગર્ભને કંઈપણ ઓછી કે વધુ પીડા થવા દેતો નથી. તે ગર્ભનો છેદ કરી, ઘણો સૂક્ષ્મ કરી અંદર મૂકે કે બહાર કાઢે છે. • વિવેચન-૨૮ : અહીં જો કે “મહાવીર' શબ્દ વાચક પદ દેખાતું નથી, તો પણ ‘હરિભેગમેપી' વચનથી તે જ અનુમાન થાય છે, કેમકે હરિભેગમેષી દેવે ભગવંતનું ગભક્તિર કરેલું. જો સામાન્યથી ગર્ભહરણ વિવેક્ષા હોત તો મમ ‘દેવ' કહ્યું હોત. તેમાં ર - ઈન્દ્ર, તેના સંબંધી હરિભેગમેલી. શકનો આજ્ઞાપાલક, પદાતિ સૈન્યાધિકારી, જેણે શકની આજ્ઞાથી ભગવંત મહાવીરને દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં સંહાં. આ સંબંધી સજીવ પુદ્ગલપિંડ તે સ્ત્રી ગર્ભ, તેને બીજે લઈ જતાં, અહીં ચતુર્ભગી છે. ગર્ભાશયમાંથી ગર્ભને બીજા ગર્ભાશયમાં મૂકવો ઇત્યાદિ -x - [સૂત્રાર્થ મુજબ જાણવું. તેમાં બાકીના ભંગનો નિષેધ કરી ત્રીજા ભંગને સ્વીકાર્યો છે. પરાકૃષ - સ્ત્રી ગર્ભને તેવા પ્રકારની ક્રિયાથી સ્પર્શીને, સુખે સુખે, યોનિદ્વારથી કાઢીને, ગભશિયમાં ગર્ભને મૂક્યો. અહીં યોનિથી ગર્ભને કાઢ્યો તે લોકવ્યવહાર અનુસરણ છે. કેમકે કાચો કે પાકો ગર્ભ સ્વાભાવિક રીતે યોનિથી નીકળે છે. [10/3] ૩૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આ તેનો ગર્ભસંહરણ આચાર કહો. તેનું સામર્થ્ય કહે છે. નખની ટોચથી ગર્ભને સંહરવા કે રોમછિદ્રોથી કાઢવા તે સમર્થ છે. માવાઈ - થોડી પીડા, વિવાહ - વધ પીડા, જીવર - શરીર છે. શરીર છેદ કરીને, કેમકે તેમ કર્યા વિના નખની અગ્રભાગે પ્રવેશ કરાવવો અશક્ય છે. ગર્ભને ઘણો સૂક્ષ્મ કરીને કરે છે. • - ભo મહાવીર સંબંધી ગભcર સંક્રમણ આશ્ચર્ય કહ્યું. હવે તેમના શિષ્ય સંબંધે કહે છે • સૂત્ર-૨૨૮ - તે કાળે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્ત નામના કુમારશ્રમણ પ્રકૃતિભદ્રક ચાવતુ વિનિત હતા. તે અતિમુક્ત કુમારશ્રમણ અન્યદા કોઈ દિવસે ભારે વરસાદ પડ્યા પછી, કાંખમાં રજોહરણ અને પત્ર લઈને બહાર અંડિત ભૂમિએ . જવા નીકળ્યા. ત્યારે તે અતિમુક્ત કુમારશ્રમણે પાણીનું ખાબોચીયું જોયું, જોઈને ફરતી માટીની પાળ બાંધી, “આ મારી નાવ છે - નાવ છે એમ નાવિકની માફક બને નાવરૂપ કરી, પાણીમાં વહાવી છે. એ રીતે મત એ છે. તે સ્થનિરોએ જોયું, જોઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે કહ્યું ' હે દેવાનુપિયા આપના અતિમુક્ત નામે કુમારશ્રમણ શિષ્ય છે, તો હું ભગવાન ! તે અતિમુક્ત કુમારશ્રમણ કેટલાં ભવો કરીને સિદ્ધ થશે યાવ4 અંત કરશે ? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને આ પ્રમાણે કહ્યું - હે આર્યો મારો શિષ્ય અતિમુક્ત પ્રકૃતિભદ્રક ચાવતુ વિનિત છે, તે અતિમુકde આ જ ભવથી સિદ્ધ થશે ચાવત અંત કરશે. તેથી તે આય! તમે અતિમુકત શ્રમણની હીલના, નિંદા, ખિંસા, ગહ, અવમાનના કરશો નહીં હે દેવાનપિયો ! તમે અતિમુકત શ્રમણને ગ્લાનિ રાખ્યા સિવાય • સાચવો, સહાય કરો, ભકત-પાન-વિનયથી તૈયાવચ્ચ કરશે. તે અતિમુક્ત અંતકર અને અંતિમ શરીરી છે. ત્યારે તે સ્થવિરોએ, ભગવંત મહાવીર પાસેથી આમ સાંભળીને ભગવત મહાવીરને વંદી, નમી અતિમુકતની ચાવ4 વૈયાવચ્ચ કરી. • વિવેચન-૨૨૮ : છ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ છે માટે કુમારશ્રમણ. કહ્યું છે - નિગ્રંથ પ્રવચનની રુચિ કરીને છ વર્ષે દીક્ષા લીધી, તે આશ્ચર્ય. અન્યથા આઠમા વર્ષ પૂર્વે દીક્ષા ન સંભવે. કાંખમાં જોહરણ અને પાત્ર લઈને, “આ મારી નૌકા' એમ વિકતા કરતો, નાવિકની જેમ નાવને અતિમુક્ત મુનિ વહાવીને રમે છે. આ તેની રમણક્રિયા બાલ્યાવસ્થાથી છે. સ્થવિરોએ તેની આ અનુચિત ચેષ્ટા જોઈને ઉપહાસ કરતા હોય તેમ પૂછ્યું, ઇત્યાદિ. જાત્યાદિ ઉદ્ઘાટનથી હીલના, મનથી નિંદા, લોક સમક્ષ તે ખિંસા, તેની પાસે તે ગહ, ઉચિત પ્રતિપત્તિ ન કરવી - અવમાનના અને ‘પરાભવ’ પાઠ પણ છે. તેને ખેદરહિત સ્વીકારો, સહાયતા કરો, સેવા કરો. તે ભવનો છેદ કરનાર ચરમ શરીરી છે. •• અતિમુક્તની માફક ભગવંતના અન્ય શિષ્યો પણ અંતિમ શરીરી હતા -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy