SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૧/૧૪૪ થી ૧૪૬ ૧૬૩ છે - અછિન્નપુદગલ. આહારપણાએ જીવ વડે ગ્રહણ કરાતા - જીવ વડે આકર્ષણ કરવાથી પોતાના સ્થાનથી પુદ્ગલ ચલિત થાય છે. એ પ્રમાણે વૈક્રિય માણ-ઑક્રિયકરણ વશવર્તીતાથી ચલિત થાય. એક સ્થાનથી બીજા સ્થાને હાથ આદિ વડે સંક્રમણ કરતા ચલે છે. જેના વડે જીવ પોષાય છે, તે ઉપધિ. કર્મ એ જ ઉપધિ તે કર્મોપધિ. એ રીતે શરીર-ઉપધિ, બાહ્ય શરીરવર્તી માટીના ભાજન અને માગાયુક્ત - કાંસા આદિના ભાજનો, ભાજન-ઉપકરણ, ભાંડ માત્ર એ જ ઉપધિ તે માંડ માગોપધિ. અથવા ભાંડ* વા, આભરણાદિ, તે જ માબા-પરિચ્છેદ, તે જ ઉપધિ. તેથી બાહ્ય શબ્દનો કર્મધારય કરવો. ચોવીશ દંડકની વિચારણામાં અસુરાદિને ગણે ઉપધિઓ કહેવી. પણ નારક અને એકેન્દ્રિયને વર્જવા. કેમકે તેઓને ઉપકરણનો અભાવ હોય છે. કેટલાંક હીન્દ્રિયાદિને તો ઉપકરણ દેખાય છે, જે આ કારણથી કહે છે - 'જીવ' fથાય અથવા સયિત ઉપધિ, જેમ પત્થરનું ભાજન, અચિત - વસા આદિ. મિશ્ર - પ્રાયઃ પરિણત પત્થરનું ભોજન. દંડક વિચારણા સુગમ છે. વિશેષ એ કે નાકોને સચિત ઉપધિ શરીર છે, અચિત - ઉત્પત્તિ સ્થાન છે, મિશ્ર-ઉચ્છવાસ આદિ પુદ્ગલ શરીર જ. તેઓને સચેતન, અચેતન, મિશ્રવની વિવેક્ષા છે. તેમજ બીજાઓને માટે પણ આ જાણવું. પરિગ્રહ ત્રણ ભેદ. આદિ સૂત્રો ઉપધિની માફક જાણવા. વિશેષ એ કે - સ્વીકાર કરાય છે તે પરિગ્રહ-મૂછ વિષય. અહીં આનો આ ચપદેશ ભાગ જ ગ્રહણ કરવા યોગ્ય છે, તે નાક અને એકેન્દ્રિયોને કમદિ જ સંભવે છે, પણ ભાંડાદિ પરિગ્રહ સંભવતો નથી. પુદ્ગલના ધર્મોનું ઝિવ નિરૂપીને જીવ ધર્મોને ત્રણ સૂત્રો વડે કહે છે• સૂત્ર-૧૪૩,૧૪૮ - [૧૪] ત્રણ પ્રકારે પ્રણિધાન કહ્યા છે . મનપરિધાન, વચનપણિધાન, કાયમણિધાન. એ પ્રમાણે પંચેન્દ્રિયો ચાવતુ વૈમાનિકોને જાણવા. સંત મનુષ્યોને ત્રણ સુપ્રણિધાન કહ્યા છે - મનસુખણિધાન, વચન સુપ્રણિધાન, કાયસુપ્રણિધાન... ત્રણ દુણિધાન કહ્યા છે - મનદુuણિધાન, વચનહુણિધાન, કાયદુસ્પણિધાન એ રીતે પંચેન્દ્રિય યાવત વૈમાનિક, [૧૪] યોનિ ત્રણ પ્રકારે છે . શીત, ઉષ્ણ, શીતોષ્ણ. એ રીતે તેઉકાયને છોડીને બાકીના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને સમુર્ણિમ મનુષ્યોને હોય છે... યોનિ ત્રણ પ્રકારે છે : સચિત્ત, અશિd, મિ. એ રીતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને સંમૂર્ણિમ મનુષ્યોને હોય છે... યોનિ ત્રણ પ્રકારે છે - સંવૃત્ત, વિવૃત્ત, મિશ્ર. 1 ... યોનિ ત્રણ પ્રકારે છે - કૂમતા, શંખાવર્તાઈ, વશી. તેમાં કૂewા યોનિ ઉત્તમ પુરુષોની માતાને હોય છે, કૂમwા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ ૧૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરો ગર્ભમાં ઉન્ન થાય છે . અરિહંત, ચકવત, બલદેવ-વાસુદેવ. શંખાવdf યોનિ શ્રી રતનની હોય છે, શંખાવતાં યોનિમાં ઘણાં જીવો અને પુગલો આવે છે, જાય છે . સ્ત્રવે છે અને ઉત્પન્ન થાય છે, પણ તેની નિષ્પત્તિ થતી નથી. delી યોનિ સામાન્ય મનુષ્યોની છે, તેમાં સમાજજનો ઉત્પન્ન થાય છે. • વિવેચન-૧૪૩,૧૪૮ : [૧૪] આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પ્રણિધાન - એકાગ્રતા, તે મન વગેરેના સંબંધથી ત્રણ ભેદે છે. તેમાં મનની જે એકાગ્રતા તે મનપણિધાન. એ રીતે વયન પ્રણિધાન અને કાય પ્રણિધાન જાણવું. તે પ્રણિધાન ચોવીશ દંડકમાં સર્વે પંચેન્દ્રિય દંડકોને હોય છે, અન્ય દંડકોને નહીં. કેમકે તેમને ત્રણ યોગનો અભાવ હોય છે. • x - આ પ્રણિધાન શુભ અને અશુભ ભેદરૂપ છે. તેમાં શુભ પ્રણિધાન ત્રણ પ્રકારે છે, તે સામાન્ય સૂત્ર છે, વિશેષને આશ્રીને તો ચોવીશ દંડકની વિચારણામાં મનુષ્યોને જ, તેમાં પણ સંયતોને જ હોય છે, કેમકે સંયતને ચાત્રિ પરિણામ હોય છે, માટે સૂગમાં આમ કહ્યું છે. દુષ્ટ પ્રણિધાન - અશુભ મન વગેરેની પ્રવૃત્તિ છે. સામાન્ય પ્રણિધાનવત્ છે. [૧૪૮] જીવપર્યાયના અધિકારી વિશે થી માંડીને frof યતિ સુધી છેલ્લા સૂર વડે યોનિનું સ્વરૂપ કહે છે - જેને વિશે તૈજસ અને કામણ શરીરી જીવો ઔદાકિ શરીર વડે મિશ્ર થાય છે, તે યોનિ. અર્થાત્ શીતાદિ સ્પર્શવાળું જીવનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ. જેમ સામાન્યથી ત્રણ પ્રકારે છે, તેમ ચોવીશ દંડકની વિચારણામાં તેઉકાય વજીને બાકીના એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયોને હોય છે. તેઉકાયને ઉણયોનિ હોવાથી તેનો નિષેધ કરેલ છે. પંચેન્દ્રિય તિર્યયના દંડકમાં અને મનુષ્ય દંડકમાં સંમૂર્ણિમ જીવોને ત્રણ યોનિ હોય છે, બાકીનાને બીજી રીતે હોય છે. કહ્યું છે કે • સર્વે દેવો અને ગર્ભજ મનુષ્ય - તિર્યંચો એક શીતોષ્ણ યોનિવાળા છે, તેઉકાયને ઉણયોનિ છે, નકમાં શીત અને ઉણયોનિ છે બાકીનાને ત્રણે યોનિ હોય છે. બીજી રીતે યોનિનું સૈવિધ્ય કહે છે– સુગમ છે, વિશેષ એ કે દંડકની વિચારણામાં કેન્દ્રિયાદિને સચિવાદિ ત્રણે યોનિ હોય છે. બીજાઓને બીજી રીતે હોય છે. કહ્યું છે - નાસ્કો અને દેવોને ચોક્કસ અચિત યોનિ હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યંચોને મિશ્રયોનિ હોય છે. બાકીનાને સચિત્તાદિ ત્રણે પ્રકારની યોનિ હોય છે. ફરીથી બીજી રીતે યોનિને કહે છે - સંવૃતા - સંકટા, ઘડીના ઘર જેવી, વિવૃતા-ખુલ્લી અને સંવૃત વિવૃતા-ઉભયરૂપ. તેનો વિભાગ આ પ્રમાણે - એકેન્દ્રિય, નૈરયિક અને દેવોને સંવૃત્ત યોનિ છે, વિકલૅન્દ્રિયોને વિસ્તૃત અને ગર્ભજને સંવૃતવિવૃત યોનિ હોય છે. [સંમૂર્ણિમ પંચેન્દ્રિયને વિવૃત્ત.]. કૂમોંnતાદિ ત્રણ ભેદ સુગમ છે. કૂર્મ એટલે કાચબો, તેની જેમ ઉd તે કર્મોન્નતા, શંખની જેમ વર્તવાળી તે શંખાવત, વેશ્યા-વંશજાલીના પાન જેવી તે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy