SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨/૮ ૮૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવ વડે નાકનું કથન છે. તે વડે ગતિ કહી. તેઉકાયિકો તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ બે આગતિવાળા છે અને તિર્યંચની અપેક્ષાએ એક ગતિવાળા છે. આ વાક્ય સ્વીકારીને આમ કહ્યું. એ રીતે સુકુમારની નાક માફક વકતવ્યતા કહેવી. વિશેષ ઓ કેવલ પંચેન્દ્રિય તિર્યયોમાં ઉત્પન્ન થાય છે, એમ નહીં પણ પૃથ્વી આદિમાં પણ ઉત્પન્ન થાય. સામાન્યથી કહ્યું છે કે - અસુરકુમારની માફક બારે દંડકપદ કહેવા. તેઓની એકેન્દ્રિયમાં પણ ઉત્પત્તિ થાય છે. “નોપૃથ્વીકાય” અહીં પૃથ્વીકાયના નિષેધ દ્વાર વડે કાયિકાદિ સર્વ ગ્રહણ કર્યા. કેમકે અહીં બે સ્થાનનું વર્ણન છે. નારકને વજીને ૨૩ દંડકમાંથી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય. દેવ અને નાકના ૧૪ દંડક છોડીને કાયાદિ નવ દંડકમાં જાય. જેમ પૃથ્વીકાયિકો “બેગતિ" આદિથી કહ્યા છે, તેમ કાયાદિ મનુષ્ય પર્યન્તના દંડકો “પૃથ્વીકાયિક’ શબ્દને સ્થાને અકાયિક વગેરેનું કથન કરનારા આ અભિલાપો વડે કહેવા. ચંતાદિ પૂર્વે અતિદિષ્ટ છે. જીવ અધિકારચી હવે ભવ્યાદિનું કથન• સૂત્ર-૩૯ : ૧-નૈરયિકો બે ભેદે કહ્યા છે - ભવસિદ્ધિક, અભયસિદ્ધિક. યાવતું વૈમાનિક. ર-નૈરયિક બે ભેદ-અનંતરોધપક, પરંપરોપક ચાવતુ વૈમાનિક. ૩નૈરયિક બે ભેદે-ગતિમાપક, ગતિસમાપક ચાવતુ વૈમાનિક. ૪-નૈરયિક બે ભેદે-પ્રથમસમયોપw#ક, અપથમસમયોપપક યાવ4 વૈમાનિક. ૫-નૈરયિક બે ભેદે-આહારૂ, અનાહાક. યાવતું વૈમાનિક. ૬-નૈરયિક બે ભેદે - ઉચ્છવાસક, નોચ્છવાસક યાવત્ વૈમાનિક. - નરસિક બે ભેદે - સઇન્દ્રિય, અનિન્દ્રિય યાવત વૈમાનિક. ૮-નૈરયિક બે ભેદેપર્યાપ્તક, અપર્યાપ્તક ચાવતું વૈમાનિક. ૯-નૈરયિક બે ભેદે-સંજ્ઞી, અસંજ્ઞી, એ રીતે સર્વે પંચેન્દ્રિય યાવતું વ્યંતર વૈિમાનિકો સુધી જાણવું. ૧૦-નૈરયિક બે ભેદે - ભાપક, અભાષક - એ રીતે એકેન્દ્રિય સિવાય બદાં દંડકોમાં જાણવું. ૧૧-નૈરયિક બે ભેદ - સાગૃષ્ટિક, મિથ્યાર્દષ્ટિક એ રીતે એકેન્દ્રિય વજીને સર્વે દંડકોમાં જાણવું. ૧ર-નૈરચિક બે ભેદે - પરિત્ત સંસારિક, અનંત સંસારિક ચાવતુ વૈમાનિક. ૧૩-નૈરયિક બે ભેદે-સંખ્યાતકાલ સમયસ્થિતિક, અસંખ્યાતકાલ સમય સ્થિતિક. એ રીતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને વજીને પંચેન્દ્રિય ચાવતુ બંતર સુધી જાણવું. ૧૪-નૈરયિક બે ભેદે-સુલભભૌધિક, દુર્લભબોધિક ચાવ4 વૈમાનિક. ૧૫-નૈરયિક બે ભેદે - કૃષ્ણપાક્ષિક, શુHપાક્ષિક યાવત વૈમાનિક. ૧૬-નૈરયિક બે ભેદે - ચરિમ, અચમિ એ રીતે વૈમાનિકપત બબ્બે ભેદ જાણવા. • વિવેચન-૩૯ :ઉક્ત ૧૬-સૂત્રોમાં ભવ્ય દંડક સુગમ છે. [૨] અનંતર દંડકમાં-એક સાથે બીજાની અનંતર ઉત્પત્તિ તે અનંતરોપપHક, તેથી વિપરીત તે પરંપરોપજ્ઞક. અથવા વિવક્ષિત દેશની અપેક્ષાએ અંતરરહિતપણે ઉત્પન્ન તે અનંતર ઉપપક અને તેથી વિપરીત તે પરંપરોપપત્રક. [3] ગતિદંડકમાં ગતિ સમાપક તે નરકમાં જતા અને નરકમાં ગયેલા તે ગતિમાપક અથવા નાકપણાને પ્રાપ્ત છે ગતિ સમાપH, બીજા તે દ્રવ્યનારક અથવા ચલત્વ, સ્થિરત્વની અપેક્ષાએ અનુક્રમે ગતિસમાપક, અગતિસમાપHક જાણવા. [૪] પ્રથમ સમય દંડક - જેઓને ઉત્પન્ન થયે પ્રથમ સમય થયો છે તે પ્રથમ સમયોપપક, તેથી જુદા તે અપ્રથમ સમીપપજ્ઞક. [૫] આહારદંડક-આહારકો હંમેશા હોય, નાહાક તો વિગ્રહગતિમાં એક કે બે સમય સુધી હોય, જે બસનાડીમાં મરીને ત્યાં જ ઉત્પન્ન થાય. બીજી રીતે ત્રણ સમય સુધી અનાહારક હોય. [૬] ઉચ્છવાસ દંડક - જે શ્વાસોચ્છવાસ લે છે તે ઉચ્છવાસક, ઉચ્છશ્વાસક પયક્તિ વડે પર્યાપ્ત, તેથી ભિન્ન તે નોચ્છવાસક. | [] ઇન્દ્રિયદંડક-સેન્દ્રિય, તે ઇન્દ્રિય પર્યાપ્તિ વડે પર્યાપ્ત, અપયપ્તિ અનિન્દ્રિય. [૮] પર્યાદ્ધિદંડકપતિ નામકર્મના ઉદયથી પદ્ધિા અને અપતિ નામકર્મના ઉદયથી અપયMિા. [] સંજ્ઞીદંડક-મન:પર્યાપ્તિ વડે પયપ્તિ તે સંજ્ઞી, અપર્યાપ્ત તે અસંજ્ઞી. વં f/9. એટલે જેમ નાકો સંી, અસંજ્ઞી ભેદે કહ્યા તેમ અપરિપૂર્ણ સંખ્યા ઇન્દ્રિયોની છે જેની તે વિકલેન્દ્રિય, તે પૃથ્વી આદિ.-બે ત્રણ ચાર ઇન્દ્રિયોને વર્જીને જે બીજા જીવો છે તે પંચેન્દ્રિય અસુરાદિ છે, તે સર્વે સંડ્રીઅસંજ્ઞીપણે કહેવા, • x • વૈમાનિક દંડક પર્સન એ રીતે કહેવા. ક્યાંક ના વાવંત્તર એવો પાઠ છે, ત્યાં આ અર્થ છે - જે અસંજ્ઞીઓમાંથી નાકાદિપણે ઉત્પન્ન થાય તે અસંજ્ઞીઓ જ કહેવાય. અસંજ્ઞી નાચ્છાદિથી આરંભીને વ્યંતર સુધી ઉત્પન્ન થાય, પણ તેઓ જ્યોતિક અને વૈમાનિકોમાં ઉત્પન્ન ન થાય, તેઓને અસંજ્ઞીપણાનો અભાવ હોવાથી તેઓનું અહીં ગ્રહણ કરેલ નથી. [૧૦] ભાષાદંડકમાં - ભાષા પર્યાતિના ઉદયે ભાષક છે, તેની અપયતિક અવસ્થામાં અભાષક છે. એકેન્દ્રિયોને ભાષા પર્યાપ્તિ નથી. [૧૧] સમ્યમ્ દષ્ટિ દંડકમાં એકેન્દ્રિયોને સમ્યકત્વ નથી, બેઇન્દ્રિયોને તો સાસ્વાદન સમ્યકત્વ હોય પણ શકે, તેથી એકેન્દ્રિય વજીને એમ કહ્યું. [૧૨] સંસારદંડકમાં-થોડા ભવવાળા તે પરિતસંસારિક, બીજા તે અનંત સંસારિક. [૧૩] સ્થિતિદંડક-'કાળ' શબ્દનો અર્થ કાળોવર્ણ પણ થાય, ‘સમય’ શબ્દનો અર્થ આચાર પણ થાય પણ અહીં કાળરૂપ સમય તે કાળસમય - સંખ્યાત વર્ષ પ્રમાણ જેમની સ્થિતિ છે તે અંગેયકાલસમય સ્થિતિક • ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ. બીજા પલ્યોપમના અસંખ્યાત ભાગાદિ સ્થિતિવાળા તે અસંખ્યાતકાલ સમય સ્થિતિક - x-. આ પ્રમાણે તારવતુ બે ભેદે સ્થિતિક દંડક કહ્યા. તે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય વજીને પંચેન્દ્રિય અસરાદિ કહ્યા. કેમકે એકેન્દ્રિયોને તો ૨૨,000 વર્ષાદિ સ્થિતિ છે. પંચેન્દ્રિયોમાં પણ વ્યંતર પર્યન્ત કહ્યા. કેમકે તેઓ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy