SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૫૧ સમય સુધી ૩૨-સિદ્ધ થાય છે, પછી અવશ્ય આંતરુ પડે છે, વળી જ્યારે એક સમયમાં 33 થી ૪૮ પર્યત સિદ્ધ થાય ત્યારે નિરંતર સાત સમય સુધી સિદ્ધ થાય પછી ચોક્કસ આંતરુ પડે. એ રીતે જ્યારે ૪૯ થી ૬૦ સુધી એક સમયે સિદ્ધ થાય ત્યારે નિરંતર છ સમય સુધી સિદ્ધ થાય પછી અવશ્ય સમયાદિ આંતર પડે. એ રીતે અન્યત્ર પણ યોજવું ચાવતુ જો એક સમયે ૧૦૮ સિદ્ધ થાય તો અવશ્ય સમયાદિ આંતર પડે. બીજા આચાર્યો કહે છે - જો આઠ સમય નિરંતર સિદ્ધ થાય તો પહેલા સમયે જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ૩૨, બીજા સમયે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૪૮ સિદ્ધ થાય એ રીતે બધે જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૩૨ આદિ કહેવા. આ રીતે ભૂતભાવરૂપ સમીપ સંબંધ વડે તીયદિ ભેદે ૧૫ પ્રકારના અનંતર સિદ્ધોની વર્ગણાનું એકપણું કહેવું. હવે પરંપર સિદ્ધો - કહે છે. - તેમાં પ્રથમ સમય સિદ્ધ આદિ ૧૩ સૂત્રો છે. પ્રથમ સમયમાં સિદ્ધ નહીં તે પ્રથમસમય સિદ્ધ, સિદ્ધવ બીજા સમયવર્તીની એક વર્ગણા છે વાવ બે-ત્રણચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દશ-સંખેજઅસંખેજ્જ સમય સિદ્ધ એમ જાણવું. તેમાં ત્રણ સમયાદિમાં દ્વિસંમયસિદ્ધાદિ કહેવા અથવા સામાન્યથી અપ્રથમસમયસિદ્ધ નામ વિશેષથી દ્વિસમયસિદ્ધ નામ કહેવાય છે. આ કારણથી તેમની વર્ગણા એક છે. કયાંક “પ્રથમ સમય સિદ્ધ” એવો પાઠ છે. ત્યાં અનંતર-પરંપર સમય સિદ્ધ ભેદ ન કહીને પ્રથમ સમય સિદ્ધને અનંતરસમય સિદ્ધ છે એમ વ્યાખ્યા કરવી. બાકી ચયાગ્રુત કહેવું. અહીંથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આશ્રીને પુદ્ગલ વગણા એકવ વિચારાય છે - પૂરણ, ગલન સ્વભાવવાળા એ પુદ્ગલો, તે સ્કંધો પણ હોય માટે કંઈક વિશેષ કહે છે . પરમાણુ એટલે નિપ્રદેશ પુદ્ગલોની એક વર્ગણા. પુર્વ શબ્દથી દ્વિપદેશકંધ, ત્રણથી દશ-સંવેય-અસંખ્યય પ્રદેશ કહેવા. દ્રવ્યથી પદ્ગલો વિચાર્યા, હવે ફોનથી વિચારે છે. એક પ્રદેશ ફોગને અવગાહીને રહેલા પુદ્ગલ તે એક પ્રદેશાવગાઢ, તેની એક વર્ગણા અને તે પરમાણુ આદિ અનંત પ્રાદેશિક સ્કંધ પર્યત હોય. દ્રવ્યના પરિણામનું અચિંત્યપણું હોવાથી, -x - ચાવત્ પુદ્ગલોનું અનંતપદેશપ્રાહિત્વ નથી કેમકે લોક પ્રમાણરૂપ અવગાહ ફોનનું પણ અસંખ્યય પ્રદેશપણું છે. હવે કાલથી કહે છે - એક સમય સ્થિતિ. પરમાણુવ આદિથી એક પ્રદેશ અવગાઢાદિવથી એકગુણ કાલદિવ વડે એક સમય સુધી જેની સ્થિતિ છે તે એકસમય સ્થિતિકની વર્ગણા એક છે. અહીં અનંત સમય સ્થિતિક પગલોના અભાવથી અસંખ્યાત સમય સ્થિતિક કહ્યા છે. હવે ભાવથી પુદ્ગલો કહે છે - એકથી ગણવું તે એક ગુણ. એક ગુણ કાળો વર્ણ છે, તે એક ગુણ કાળા. એક ગુણથી તરતમતા વડે કૃણતર, કૃણતમ આદિ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ભાવોની પહેલાં ઉકર્ષની પ્રવૃત્તિ થાય તેઓની વMણા એક છે. એવી રીતે સર્વે ભાવસૂત્રો ૨૬૦ પ્રમાણવાળા કહેવા. કૃષ્ણવર્ણાદિ વીશ ભાવોને તેર વડે ગુણવાથી તે થાય. હવે પ્રકારતી જઘન્યાદિ ભેદ ભિન્ન દ્રવ્યાદિ વિશિષ્ટ સ્કંધોની વર્ગણાનું એકપણું કહે છે સર્વથી અા પ્રદેશો-પરમાણુ જેઓને છે, તે જઘન્ય પ્રદેશિક, બે અણુ આદિનો સમુદાય તે સ્કંધ, તેઓની ઉત્કૃષ્ટ સંખ્યાવાળા અનંત અણુ જેઓને છે તે ઉત્કૃષ્ટ પ્રદેશિક, તેઓની વર્ગણા એક છે. જે જઘન્ય કે ઉત્કૃષ્ટ નથી તે અજઘન્યોત્કૃષ્ટમધ્યમ પ્રદેશો છે, તે જેમને છે તે અજઘન્યોત્કૃષ્ટ પ્રદેશિક તેમની એક વર્ગણા છે. તેઓનું અનંત વગણાપણું હોવા છતાં અજઘન્યોત્કર્ષ શબ્દના વ્યયદેશ્યત્વથી એક વર્ગણાત્વ જાણવું. જેમાં જે રહે તે અવગાહનતા-ક્ષેપદેશરૂપ, તે જઘન્ય અવગાહના જેઓને છે, તે જઘન્યાવગાહનકા અથતુ એક પ્રદેશાવગાઢાની વMણા એક છે. ઉત્કૃષ્ટ અવગાહનકો - અસંખ્યાત પ્રદેશાવગઢોની વર્ગીણા ચોક છે, મધ્યમ-અવગાહનકોસંખ્યાત અસંખ્યાત પ્રદેશાવગાઢોની વMણા એક છે. સમયની અપેક્ષાએ જઘન્ય સંખ્યાવાળી સ્થિતિ જેમની છે, તે જઘન્ય સ્થિતિકાએક સમય સ્થિતિકા છે, તેમની વર્ગણા એક છે. સમય અપેક્ષાથી ઉત્કૃષ્ટ સ્થિતિકાઅસંખ્યાત સમય સ્થિતિવાળાની વર્ગણા એક છે જઘન્ય સંખ્યા વિશેષથી એક વડે ગણવું તે એક ગુણ કાળો વર્ણ જેમને છે, તે જઘન્ય ગુણ કાળા વર્ણવાળા સ્કંધોની વર્ગણા એક છે. એ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા-અનંતગુણકાળા આદિ જાણવું. આ રીતે ભાવસંગો પણ ૬૦-જાણવા. સામાન્ય સ્કંધ વMણા એકવ અધિકારથી મધ્યમપ્રદેશ વિશિષ્ટ મધ્યમપદેશાવગાઢ સ્કંધ વિશેષતું એકપણું કહે છે • સૂp-પર થી પ૬ [૫] બધાં દ્વીપ-સમુદ્રો મળે જંબૂદ્વીપ દ્વીપ છે, ચાવતુ પરિક્ષેપથી ૩,૧૬,૨૭ યોજન, ૩-ગાઉ, રર૮ર્ધનુષ અને ૧all ગુલથી કંઈક અધિક છે. [૫૩] શ્રમણ ભગવંત મહાવીર અવસર્પિણીમાં ૨૪ તીર્થકરોમાં છેલ્લા તીર્થકર એકલા સિદ્ધ, બુદ્ધ, મુક્ત રાવત સર્વ દુઃખથી રહિત થયા. [૫૪] અનુત્તર વિમાનના દેવોની કાયા એક હાથ ઉદd-ઉચ્ચત્વથી કહી છે... [૫૫] આદ્રચિત્રા-સ્વાતિ ત્રણે નામનો એક-એક તારો કહેલ છે..[૫] એક પ્રદેશાવગાઢ પુગલો અનંત છે, એક સમય સ્થિતિક એક ગુણ કાળા પુદ્ગલ અનંત કહ્યા છે - યાવત્ - ગુણ હૃક્ષ સ્પર્શવાળા પુદ્ગલો અનંત છે. • વિવેચન-પર થી પ૬ : [] જંબૂ નામક વૃક્ષ વિશેષથી ઓળખાતો દ્વીપ તે જંબુદ્વીપ. એ નામ સામાન્ય છે. ચાવત્ શબ્દથી સૂત્ર આ પ્રમાણે જોવું - સવવ્યંતર, સર્વથી લઘુ, વૃd,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy