SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૪૪ થી ૪૬ ૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ r offબ્રુપ - સર્વ પ્રકારે શારીકિ, માનસિક અસ્વાથ્યથી રહિત. તેનું એકત્વ સિદ્ધ માફક વિચારવું. આટલા સૂત્રો વડે પ્રાયે જીવના ધર્મો એકપણાથી નિર્યા. હવે જીવને સહાયક હોવાથી પુદ્ગલો અને તેના લક્ષણરૂપ અજીવના ધર્મો અને સદે આદિ સૂત્રથી દશવાય છે. કેટલાંક પુદ્ગલાદિની સત્તા અનુમાનથી જણાય છે અને કેટલાંક પુદ્ગલોની સત્તા વ્યવહારિક રૂપ પ્રત્યક્ષથી જણાય છે, તેથી કહે છે • સૂર-૪૭ :- [શબ્દાદિ ગીશ પદો છે.] શબદ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, શુભશGદ, આશુભશબ્દ, સુરપ, દુરૂપ, દીધ દૂર, વૃત્ત, ત્રિકોણ, ચોરસ, વિસ્તીર્ણ, પરિમંડલ, કૃષણ, નીલ, લોહિત, પીd, શ્રેત, સુગંધ, દુધ, તિકત, કર્ક, કષાય, અંબિલ, મધુર, કર્કશ ચાવ4 ૪ આ બધાં પ્રત્યેક એક-એક છે. • વિવેચન-૪૭ : અહીં શબ્દાદિ સૂત્રો સુગમ છે. જેના વડે કહેવાય તે શબ્દ, તે શ્રોબેન્દ્રિયનો વિષય છે. જે જોવાય તે રૂ૫, તે ચક્ષનો વિષય છે. જે સુંઘાય તે ગંધ, ઘાણનો વિષય છે, જે આસ્વાદાય તે રસ, રસનેન્દ્રિયનો વિષય છે. જે સ્પશચિ તે સ્પર્શ, સ્પર્શનકરણ વિષય છે. શબ્દાદિનું એકત્વ સામાન્યથી છે, અથવા સજાતીય-વિજાતિયના ભેદની અપેક્ષાએ એકત્વ ભાવવું. શબ્દના બે ભેદ છે - શુભશબ્દ તે મનોજ્ઞ, અશુભ-અમનોજ્ઞ શબ્દો. એ રીતે બીજા પણ શબ્દો આ બે ભેદમાં અંતભૂત છે. એ રીતે રૂપના વિષયમાં સુરૂપથી શુક્લ પર્યત ચૌદ ભેદો છે. સુરૂપ તે મનોજ્ઞ, વિપરીત તે કુરૂપ. દીર્ધ-લાંબુ, હ્રસ્વ-ટુંક, વૃતાદિ પાંચ સ્કંધ સંસ્થાનના ભેદ છે. તેમાં વૃત્ત સંસ્થાન મોદક જેવું છે. તે પ્રતર અને ધન બે ભેદે છે. તે પ્રત્યેક સમ વિષમ પ્રદેશના અવગાઢરૂપ ચાર ભેદે છે. બીજા પણ આ રીતે જાણવા. જેમાં ત્રણ હાંસ છે તે સંસ. જેના ચાર હાંસ છે તે ચતય. પૃથલ એટલે વિસ્તીર્ણ. બીજે અહીં માયત કહ્યું છે, તે અહીં દીધ, હૃસ્વ, પૃથલ શબ્દથી વિભાગ કરી કહ્યું છે. કેમકે તે આયતધર્મત્વ છે. તે આયત પ્રત-ઇન-શ્રેણિ ભેદથી ત્રણ પ્રકારે છે. વળી તે સમ-વિષમ પ્રદેશથી છ ભેદે છે. આયતના બે ભેદ દીર્ધ અને દૂરવનું કથન પૂર્વે કહ્યું તે વૃતાદિ સંસ્થાનમાં આયતની પ્રાયઃ વૃત્તિ દેખાડવા છે. તે આ રીતે - દીધયિત સ્તંભ ગોળ, ત્રિકોણ, ચોરસ છે ઇત્યાદિ અથવા સૂત્રની ગતિ વિચિત્ર હોવાથી આમ કહ્યું. પરિમંડલ સંસ્થાન વલય આકારે પ્રતર-ઘનભેદથી બે પ્રકારે છે. રૂપનો ભેદ તે વર્ણ-કૃષ્ણાદિ પાંચ ભેદે છે. પણ હરિદ્ર કપીશાદયના વર્ણના સંસર્ગથી થાય છે, માટે તે કહ્યા નથી. ગંધના બે ભેદ-સુગંધ, દુર્ગધ. તેમાં જે સન્મુખ કરે તે સુગંધ, વિમુખ કરે તે દુર્ગધ. • x -. રસ પાંચ પ્રકારે છે - તેમાં કફનાશક તે તીખો રસ, શરદી દૂર કરે તે કટ સ, અક્ષરચિ અટકાવે તે કષાય સ. સાંભળવાથી સ આવે તે અ૩. આનંદ-પુષ્ટિ કરે તે મધુર સ. સંસર્ગથી ઉત્પન્ન લવણરસ કહેલ નથી. સ્પર્શ આઠ પ્રકારે છે - તેમાં કર્કશ તે કઠિન. ચાવત્ શબ્દથી મૃદુ આદિ છ બીજા છે. તેમાં મૃદુ-નમનલક્ષણ છે, ગુરુ-અધોગમન હેતુ છે, લઘુ તે પ્રાયઃ તીખું અને ઉદર્વગમન હેતુ છે, શીત-ઠંડીથી કરાયેલ સ્તંભન સ્વભાવવાળો છે, ઉણ-માદેવ પાકને કરે છે, નિષ્પ-સંયોગ થતા તે વસ્તુને ચોટે છે, રૂક્ષ-ચોંટતો નથી. આ રીતે પુદ્ગલ ધર્મોની એકતા કહી હવે પુદ્ગલોથી જોડાયેલ જીવોના અપશસ્ત ધર્મો -૧૮ પાપસ્થાનો કહે છે • સૂત્ર-૪૮,૪૯ - || [૪૮] પ્રાણાતિપાત એક છે યાવત પરિગ્રહ એક છે. ક્રોધ એક છે યાવત લોભ એક છે, રાગ એક છે, હેલ એક છે ચાવતુ પરસ્પરિવાદ એક છે. અરતિરતિ એક છે, માયામૃષા એક છે ચાવત મિશ્રાદનિશલ્ય એક છે. [૪૯] પ્રાણાતિપાત વિરમણ એક છે ચાવત પરિગ્રહ વિરમણ એક છે. ક્રોધ વિવેક એક છે. ચાવત મિથ્યાદર્શનશલ્ય વિવેક એક છે. • વિવેચન-૪૮,૪૯ :| [૪૮] પ્રાણો-ઉચશ્વાસ આદિ, તેનો પ્રાણવાળા સાથે વિયોગ કરાવવો તે પ્રાણાતિપાત-હિંસા કહ્યું છે કે - પાંચ ઇન્દ્રિયો, ત્રણ બલ, શ્વાસોચ્છવાસ, આયુ, ભગવંતે આ દશ પ્રાણો કહ્યા. તેનો વિયોગ કરવો તે હિંસા. તે હિંસા દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. અથવા વિનાશ, પરિતાપ, સંક્લેશ ત્રણ ભેદે છે. કહ્યું છે કે - જીવના પર્યાયનો વિનાશ, દુ:ખોત્પાદન, સંક્લેશ આ ત્રણ વધ જિનેશ્વરે કહ્યા છે, તેને તજવા પ્રયત્ન કરવો. અથવા મન-વચન-કાયા વડે કરવું-કરાવવું-અનુમોદવું ભેદથી નવ પ્રકારે છે. ક્રોધાદિથી ૩૬ ભેદ છે. કૃપા - મિથ્યા, થા - બોલવું તે મૃષાવાદ. તે દ્રવ્ય-ભાવથી બે ભેદે છે. અથવા અભૂતોદ્ભાવનાદિ ભેદે ચાર પ્રકારે છે. જેમકે અભૂતોદ્ભાવન-આત્મા સર્વગત છે, ભૂત નિલવ-આત્મા નથી, વવંતાન્યાસ-ગાયને ઘોડો છે તેમ કહેવું, નિંદા-તું કોઢીયો છે... અત્ત - સ્વામી, જીવ, તીર્થકર, ગુરુ વડે આજ્ઞા ન અપાયેલ સચિતઅચિત-મિશ્રભેદવાળી વસ્તુનું ગ્રહણ તે અદત્તાદાન-ચોરી. તે વિવિધ ઉપાધિથી અનેક પ્રકારે છે. સ્ત્રી-પુરુષ યુગલનું કર્મ તે મૈથુન-અબ્રહ્મ. તે મન, વચન, કાયાથી કરવુંકરાવવું-નુમોદવું એ નવ ભેદે, દારિક-વૈકિય શરીરથી ૧૮ ભેદે છે. • x - જે સ્વીકાર કરાય તે પરિગ્રહ. તે બાહ્ય-અત્યંતર ભેદથી બે પ્રકારે છે. તેમાં બાહ્ય ધર્મના સાધનો સિવાય ધન-ધાન્યાદિ અનેક પ્રકારે છે. આત્યંતર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદાદિ અનેક ભેદે છે. પરિગ્રહણ કે મૂછ. ક્રોધ-માન-માયા-લોભ તે કષાયમોહનીય કર્મ પુદ્ગલના ઉદય વડે પ્રાપ્ત
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy