SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ el-/૫૬૩ ૫૩ અરૂપી છે. જેઓ આમ કહે છે, તે મિથ્યા કહે છે. () હવે સામું વિર્ભાગજ્ઞાન કહે છે . જ્યારે તાપ મણ કે માહણને વિર્ભાગજ્ઞાન ઉપજે છે, ત્યારે તે સમુત્પન્ન જ્ઞાન વડે દેખે છે - સૂક્ષ્મ વાયુકાયથી સ્કૃષ્ટ પોગલકાયને કંપતુ, વિશેષ કંપતુ, ચાલતુ, ક્ષોભ પામતું, weતું, ઘન કરતું, પરતું તે - તે ભાવને પરિણમતું જોઈને તેને એમ થાય કે - મને અતિશય જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે. આ બધાં જીવ છે. કેટલાંક શ્રમણ કે માહણ કહે છે . જીવ અને અજીવ છે. જેઓ આમ કહે છે તે મિયા કહે છે. તેવાને આ ચાર ઇવનિકાય યથાર્થ સમજાયા નથી, તે આ - પૃadી, અપ, તેઉં, વાયુકાયિકો. આ સર નિકાયો વિશે મિથ્યાદંડને પ્રવતવિ છે. આ સાતમું વિભંગાન. • વિવેચન-૫૯૩ : સાત પ્રકારે. વિરુદ્ધ કે અયથાર્થ, અન્યથા વસ્તુ વિકલા છે, જેમાં તે વિભંગ, વિભંગ એવું જ્ઞાન, તે વિભંગજ્ઞાન કેમકે તેમાં સાકારપણું છે અર્થાત્ મિથ્યાત્વ સહિત અવધિ છે... (૧) અમાસ - એક દિશામાં - પૂર્વદિક વડે. લોકનો અવબોધ. તે એક વિર્ભાગજ્ઞાન. બીજી દિશામાં લોકને ન જાણવા વડે તેનો નિષેધ કરવાથી એની વિભંગતા છે... (૨) પાંચ દિશામાં લોકનો બોધ છે પણ કોઈ એક દિશામાં નહીં. અહીં એક દિશામાં લોકનિષેધથી વિભંગતા છે. (૩) જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયા મગને જોવાથી તેના હેતુભૂત કર્મને ન જોવાથી ક્રિયા જ કર્મ છે જેને તે ક્રિયાવરણ. કોણ આ ? જીવ છે. એ રીતે નિયતત્પર જે વિભંગ તે ત્રીજું. કર્મને ન જોવાથી અસ્વીકાર કરે તે એની વિભંગતા છે. એ રીતે આગળના ભેદોમાં પણ વિભંગતા જાણવી. (૪) મુદગ • બાહ્ય અત્યંતર પુદ્ગલથી રચિત શરીરવાળો જીવ છે એવા નિશ્ચયવાળું, કેમકે ભવનપતિ આદિ દેવોને બાહ્ય અત્યંતર પુદ્ગલના ગ્રહણપૂર્વક વૈક્રિયકરણ જોવાય છે. (૫) મુદગ્ર • બાહ્ય અત્યંતર પગલના ગ્રહણ સિવાય વૈક્રિયવાળા દેવોને જોવાથી બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચિત અવયવ શરીરી જીવ છે એવા નિશ્ચયવાળું પાંચમું વિર્ભાગજ્ઞાન. (૬) રૂપી - દેવોને વૈક્રિય શરીરવાળા જોવાથી રૂપી જ જીવ છે એ નિશ્ચય. (૭) સર્વજીવ - વાયુથી કંપિત પુદ્ગલકાયના દર્શનથી આ બધી વસ્તુ જીવ જ છે, કેમકે તે ચલન ધર્મયુક્ત છે, એવા નિશ્ચયવાળું વિભંગાન. તે જ વિર્ભાગજ્ઞાનવાળો - x - જુએ છે, ઉપલક્ષણથી જાણે છે, અન્યથા વિભંગનું જ્ઞાનપણું ન થાય. વા - વિકલાર્થે છે. • x - સૌધર્મ કલાથી ઉપર પ્રાયઃ બાલતપસ્વીઓ જોતા નથી એમ બતાવ્યું. તથા અવધિજ્ઞાનીને પણ અધોલોક દુધિગમ્ય છે. તો વિર્ભાગજ્ઞાનીના સંબંધમાં તો કહેવું જ શું ? અધોલોકની દુબોંધિતા બીજા સ્થાનમાં કહેલી છે. આવા વિકલ્પો થાય છે (૧) મને અતિશયવાળું જ્ઞાન, દર્શન કે જ્ઞાન વડે દર્શન થયું છે. તેથી એક સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ દિશાને જોવા વડે તેમાં જ લોકનો ઉપલંભ થવાથી કહે છે કે - એક દિશામાં લોકો બોધ થાય છે અર્થાત એક દિશા માત્ર જ લોક છે. કેટલાંક શ્રમણો કે માહણો વિધમાન છે, તે આવું કહે છે - અન્ય પાંચ દિશામાં પણ લોકનો બોધ છે. કેમકે તે દિશામાં પણ તેની વિધમાનતા છે. જેઓ એમ કહે છે પાંચ દિશામાં લોકાભિગમ છે, તેઓ આ મિથ્યા કહે છે. (૨) હવે બીજું - વા શબ્દ અને અર્થમાં છે. વિકલ્પ અર્થમાં તો પાંચ દિશાનું જોવાપણું પ્રાપ્ત નહીં થાય, એક જ પ્રાપ્ત થશે. તેમ થતાં પહેલા અને બીજા ભંગનો ભેદ નહીં થાય. કયાંક વા શબ્દ દેખાતો જ નથી. (3) પ્રાણોને હણતા ઇત્યાદિમાં જીવો અર્થ થાય છે. ક્રિયાવરણ નહીં પણ કમવરણ એવો અર્થ થાય છે. (૪) ભવનવાસી આદિ દેવોને જ શરીરના અવગાહ ક્ષેત્રની બહારના અને અવગાહ ક્ષેત્રમાં રહેલ, વૈકિય વર્ગણાના પગલોને સમસ્તપણે વૈક્રિય સમુદદ્દાત વડે ગ્રહણ કરીને દેશકાળના ભેદથી પૃથક્ અર્થાત્ કદાચિત્ કોઈક. એક રૂપવ, અનેક રૂપવ ઉત્તર વૈક્રિયપણે વિકુવને રહેવા માટે પ્રવર્તેલાને. કઈ રીતે વિકર્વીને - તે પુદ્ગલોને સ્પર્શીને, આત્મા વડે વીર્ય ફોરવીને, પુદ્ગલોને ચલાવીને, પ્રકાશીભૂત થઈને કે પ્રગટ કરાવીને તથા વાયનાંતરથી સાર પુદ્ગલો લઈને અને અસાર પુદ્ગલોને છોડીને અથવા સમસ્ત પ્રાપ્ત પુદ્ગલોથી ઉત્તવૈચિ શરીરના એકવ અને અનેકવને સ્પર્શીને, પ્રગટ કરીને એકીભાવ વડે સામાન્યથી નિષ્પન્ન કરીને, સર્વચા પરિપૂર્ણ કરીને, શું થાય છે ? વૈક્રિય કરીને પણ ઔદારિકપણે નહીં. વિભંગ જ્ઞાનીને બાહ્યાવ્યંતર પુગલના ગ્રહણ પ્રવૃત દેવોને જોતા એમ થાય છે. મુ - બાહ્યાવૃંતર પુદ્ગલથી યિત શરીરી જીવ છે. (૫) બાહ્યાવ્યંતર પુદ્ગલોને ન ગ્રહીને, અહીં ગ્રહણ નિષેધને વૈક્રિય સમુદ્ધાતના અપેક્ષિતપણાથી ઉત્પત્તિ ક્ષેગસ્થ પુગલોને ઉત્પત્તિ કાલે ગ્રહીને ભવધારણીય શરીરનું એકવ એક દેવ અપેક્ષાએ કે કંઠાદિ અવયવ અપેક્ષાઓ વૈવિધ્ય તો અનેક દેવોની અપેક્ષાએ - x • આદિ વિક્ર્વીને રહેવાને પ્રવર્તતા જુએ છે ઇત્યાદિ. શેપ પૂર્વવતું. બાહ્યપુદ્ગલ ગ્રહણ વિના ઉત્તવૈક્રિયાનું રોકવ કે અનેકવ ન થાય માટે અહીં ભવધારણીય જ સ્વીકારેલ છે. એ રીતે ઉક્ત શરીરી દેવોને જોવાથી તેને એવું થાય છે કે - બાહ્ય અત્યંતર પુદ્ગલ સિવાય રચિત અવયવયુક્ત શરીરી જીવ છે. (૬) રૂપીજીવ - પુદ્ગલોના ગ્રહણ અને અગ્રહણમાં વૈદિયરૂપના એક-અનેક રૂપ દેવોમાં જોવાથી રૂપવાળો જ જીવ છે, એવો નિશ્ચય થાય છે - ૪ - () સૂફમ-મંદ વાયુ વડે પણ સૂક્ષ્મ નામ કર્મોદયવર્તી વાયુથી નહીં. કેમકે વસ્તુને ચલાવવાનું તેનું સામર્થ્ય નથી. સ્પષ્ટ પુદ્ગલરશિને કંપતુ, વિશેષ કંપતું, સ્વસ્થાનથી અન્યત્ર જતું, નીચે ઉતરતું, થોડું ચાલતું, વસ્તુને સ્પર્શતું, અન્ય વસ્તુને પ્રેરતું, નહીં કહેવા યોગ્ય અનેક પ્રકારના પર્યાયને પ્રાપ્ત થતું જોઈને આ બધું
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy