SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૩/૫૧૧ એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાર્થ. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે અર્થાત્ શિષ્યોને શ્રુતનો સંગ્રહ થાઓ. એવા પ્રયોજનથી કે મારા વડે શિષ્યો સંગૃહિત છે એ રીતે સંગ્રહાર્થપણાએ. ૨૨૩ એ રીતે ઉપગ્રહાર્થપણાએ, શિષ્યો ભક્ત, પાન, વસ્ત્રાદિ પ્રાપ્ત કરવામાં સમર્થપણે આધારભૂત થાઓ - એ ભાવ છે. નિર્જરાર્થે, મને કર્મોની નિર્જરા જ થાઓ, આ હેતુથી. શ્રુત - ગ્રંથ, મને વાચના આપનાર એવા મને જાતવિશેષ થશે. અવિચ્છિન્નપણાએ શ્રુતનું કાલાંતર પ્રાપણ તે અવિચ્છિત્તનય. તે જ પ્રયોજનને માટે તત્ત્વોનું જાણવું તે જ્ઞાન, તેનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યુત્પ્રહ એટલે મિથ્યાભિનિવેશ, તેને મૂકવું કે બીજાઓને મૂકાવવું તે યુગ્રહ મોચન, તેના પ્રયોજન માટે. જેમ છે તેમ રહેલ કે જેવા પ્રકારના પ્રયોજનોને, જીવાદિકોને, કે યાદ્રવ્યોને - પર્યાયોને હું જાણીશ એ હેતુથી શીખે. યથાવસ્થિત ભાવો ઉર્ધ્વલોકમાં સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા સૂત્રને તથા અધોલોક, તિલિોકાદિ સંબંધી કથન– • સૂત્ર-૫૧૨ થી ૫૧૭ - [૫૧૨] સૌધર્મ-ઈશાન કલ્પોમાં પંચવર્ણી વિમાનો કહ્યા છે - કૃષ્ણ યાવત્ શ્વેત... સૌધર્મ-ઈશાન કલ્પોમાં વિમાનો ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉંચપણે કહ્યા છે... બ્રહ્મલોક-લાંતક કલ્પમાં દેવોનું ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી પાંચ હાથ ઉર્ધ્વ ઉંચપણે કહ્યું છે. ઔરયિકો પાંચ વર્ણ, પાંચ રસવાળા પુદ્ગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ - કૃષ્ણ યાવત્ શુકલ, તિક્ત યાવત્ મધુર. વૈમાનિક સુધી. [૫૧૩] જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - જમુના, સરયૂ, આદી, કોશી, મહી... જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે - સત, વિભાસા, વિતત્થા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે તા મહાનદીમાં પાંચ મહાનદી મળે છે. - કૃષ્ણા, મહકૃષ્ણા, નીલા, મહાનીલા, મહાતીરા... જંબુદ્વીપમાં મેરુની ઉત્તરે તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે - ઇન્દ્રા, ઇન્દ્રોના, સુષેણા, વારિયેણા, મહાભોગા. [૫૧૪] પાંચ તીર્થંકરો કુમારવાસ મધ્યે વસીને મુંડ થઈને યાવત્ જિત થયા - વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ઠનેમિ, પાર્શ્વ, વીર. [૫૧૫] ચમચા રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે - સુધાં સભા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા... એક એક ઇન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી - સુધર્મા યાવત્ વ્યવસાય. [૫૬] પાંચ નક્ષત્રો પાંચ-પાંચ તારા યુક્ત કહ્યા છે - ધનિષ્ઠા, રોહિણી, (112) E :WMaharaj Saheib\Adhayan-6\Book-6C\ ૨૨૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પુનર્વસુ, હસ્ત, વિશાખા. [૫૧૭] જીવોએ પાંચ સ્થાન વડે નિર્તિત પુદ્ગલોને પાપકર્મપણે ચયન કર્યા છે, કરે છે, કરશે - એકેન્દ્રિય નિર્તિત યાવત્ પંચેન્દ્રિય નિર્તિત. એ રીતે ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિર્જરા. પાંચ પદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પદેશાવગાઢ પુદ્ગલો અનંતા કહ્યા છે - યાવત્ - પાંચ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા. • વિવેચન-૫૧૨ થી ૫૧૭ : આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - [૫૧૨] શરીરાદિપણે બાંધ્યા. [૫૧૩] યુક્ષિા - ભરત ક્ષેત્રમાં સમ પ્રાપ્ત થાય છે, ઉત્તર - ઐરવતમાં. પૂર્વતર સૂત્રમાં ભરત વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી તેમાં ઉત્પન્ન તીર્થંકર સૂત્ર સુગમ છે. [૫૧૪] વિશેષ એ કે - કુમારવાસ-રાજ્યભાવથી વાસ. [૫૧૫] ભરતાદિ ક્ષેત્ર પ્રસ્તાવથી - ક્ષેત્રભૂત ચમચંચાદિ વક્તવ્યતા સૂત્ર છે, તે અસુકુમાર રાજા ચમરની રાજધાની છે.. સુધર્મા સભા - જ્યાં શય્યા છે, ઉપપ્પાત સભા - જ્યાં ઉત્પન્ન થાય છે. અભિષેક જ્યાં થાય છે તે અભિષેક સભા ઇત્યાદિ. [૫૧૬] દેવ નિવાસ અધિકારથી નક્ષત્ર સૂત્ર છે. [૫૧૭) નક્ષત્રાદિ દેવપણું જીવોને કર્મપુદ્ગલના સંચયથી થાય છે, માટે ચય આદિ છ સૂત્રો છે. પુદ્ગલો વિવિધ પરિણામી છે માટે પુદ્ગલોના સૂત્ર છે. વ્યાખ્યા પૂર્વવત્. સ્થાન-૫ - ઉદ્દેશા-૩નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Ø સ્થાન-૫નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ છે - X - X - X - X + X + X + X + X - X + X + X - આગમ-સટી-ભાગ-૬-પુરો થયો
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy