SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨/૪૬૫ થી ૪૬૯ સામાયિકરૂપ સંયમ તે સામાયિક સંયમ. આ પ્રમાણે સર્વત્ર વાક્ય સમાસ કરવો. - આ અર્થને જણાવતી ત્રણ ગાથાઓ વૃત્તિકારશ્રીએ નોંધેલી છે. પૂર્વ પર્યાયનો છેદ અને વ્રતોમાં ઉપસ્થાપન - [પુનઃ આરોપણ જેમાં છે તે છેદોપસ્થાપન, તે જ છેદોપસ્થાપનિક. અથવા છેદ અને ઉપસ્થાપન વિધમાન છે જેમાં તે છેદોપસ્થાપનિક અથવા પૂર્વપર્યાયના છેદ વડે ઉપસ્થાપન કરાય છે - આરોપાય છે, જે મહાવ્રત લક્ષણ ચાસ્ત્રિ તે છેદોપસ્થાપનીય. તે પણ બે પ્રકારે છે - નિરતિચાર અને સાતિયાર. જે નિરતિચાર છે તે ઇત્વકાલિક સામાયિકવાળા શિષ્યને આરોપાય ૧૮૯ છે અથવા પાર્શ્વનાથ ભગવંતના સાધુને પાંચ મહાવ્રતરૂપ ધર્મના અંગીકારમાં હોય છે અને જે સાધુને મૂલ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તેને સાતિચાર હોય છે - આ સંબંધ દર્શક ઉક્ત અર્થને જણાવતી બે ગાથા વૃત્તિકારે નોંધી છે. વિશેષ એ કે - આ છેદોપસ્થાપનીય ચારિત્ર સ્થિતિકલ્પમાં હોય છે. પતિ - છોડવું તે પરિહાર, અર્થાત્ તપ વિશેષ. તેના વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષે કરી શુદ્ધ છે જેમાં તે પરિહાર વિશુદ્ધિ, તે જ પરિહાર વિશુદ્ધિક. આ ચાસ્ત્રિ બે પ્રકારે છે. નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક - નિર્વિશમાનક - તપ વિશેષને સેવનારા - કરનારાઓનું જે ચાસ્ત્રિ તે નિર્વિશમાનક અને નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક - આરાધેલ વિવક્ષિત ચાત્રિના સમૂહવાળાઓનું જે ચાસ્ત્રિ તે નિર્વિષ્ટકાયિક - તે સંબંધી બે ગાથા છે, તે આ પ્રમાણે– પરિહાર - તપ વિશેષ વડે વિશુદ્ધ અથવા પરિહાર વિશેષ વડે શુદ્ધ તપ છે જે ચાસ્ત્રિમાં તે સ્વાર્થિક પ્રત્યયના ગ્રહણથી પરિહારવિશુદ્ધ થાય છે. તેના બે ભેદ કહ્યા - નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક. તેનું સ્વરૂપ આ પ્રમાણે - આ તપને સ્વીકારનારાઓનો નવનો ગણ હોય છે. તેમાંથી ચાર પરિહાસ્કો - તપના કરનારા, ચાર અનુપરિહાસ્કો એટલે વૈયાવચ્ચને કરનારા અને એક વાચનાચાર્ય એટલે ગુરુભૂત હોય છે. તેમાં ચાર પરિહારકો તે નિર્વિશમાનક કહેવાય છે અને શેષ ચાર અનુપરિહાસ્કો અને કલ્પસ્થિત - વાચનાચાર્ય નિર્વિષ્ટકાયિક કહેવાય છે. નિર્વિશમાનક ચાર મુનિઓનો પરિહાર આ પ્રમાણે હોય છે - ગ્રીષ્મઋતુમાં જઘન્યથી એક ઉપવાસ, મધ્યમથી છઠ્ઠુ અને ઉત્કૃષ્ટથી અટ્ટમ. શિશિર ઋતુમાં જઘન્યથી છટ્ઠ, મધ્યમથી અટ્ટમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ. વર્ષાઋતુમાં જઘન્યથી અટ્ટમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ અને પારણામાં દરેક ઋતુમાં આયંબિલ કરે છે. આવી રીતે પરિહારકો છ માસ પર્યન્ત ઉક્ત તપ કરે. ત્યારપછી ચાર અનુપરિહાસ્કો છ માસ સુધી ઉક્ત તપ કરે અને પરિહારકો વૈયાવૃત્ય કરનારા થાય અને વાચનાચાર્ય તે જ હોય. ત્યારપછી વાચનાચાર્ય છ માસ પર્યન્ત ઉક્ત તપ કરનારો થાય. - - આ કલ્પ અઢાર મહિને પુરો થાય. સૂક્ષ્મા - લોભના કિટ્ટિકારૂપ અને સમ્પરાય - કપાયો છે જે ચાસ્ત્રિને વિશે તે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સૂક્ષ્મસંપરાય. તે પણ બે પ્રકારે છે - વિશુદ્ધયમાન, સંક્લિશ્યમાન. ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ પ્રત્યે આરોહકને આધ-વિશુદ્ધયમાન હોય છે અને સંલિશ્યમાન તો પરિણામવશ ઉપશ્રમ શ્રેણિથી પડનારાને હોય છે. તે વિષયમાં બે ગાથા વડે વૃત્તિકારશ્રી જણાવે છે કે– ક્રોધ આદિ વડે આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે, તે સૂક્ષ્મસંપરાય છે. જેમાં સૂક્ષ્મ લોભ બાકી રહ્યો હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહેવાય. શ્રેણિએ ચડેલાને તે વિશુદ્ધયમાન છે અને ત્યાંથી પડનારાઓને તે પરિણામ વિશેષથી સંક્વિશ્યમાન રૂપે ઓળખાય છે. ૧૯૦ અથ શબ્દ યથાર્થવાચક છે. અર્થાત્ કષાયરહિતપણાને લઈને યથાર્થ, આધ્યાત - કહેલ, તે યથાખ્યાત, તે જ સંયમ - ચયાખ્યાત સંયમ. ઉપશાંત મોહ અને ક્ષીણ મોહવાળા છાસ્થને અને સયોગી તથા અયોગી કેવલીને આ સંયમ હોય છે. કહ્યું છે કે - અથ શબ્દ યથાર્થ પણામાં ર્ અભિવિધિમાં અને બ્રાત શબ્દ કહેલ અર્થમાં છે. અર્થાત્ યથાર્થપણે અભિવિધિએ કહેલ કપાયરહિત જે ચાત્રિ તે અથાખ્યાત અથવા ચચાખ્યાત સંયમ કહેવાય છે. આ અર્થ જણાવતી ગાથા વૃત્તિકારે નોંધેલી છે. [૪૬૭] ગિનિયા ાં નીવ ત્તિ, એકેન્દ્રિય જીવોને, ં શબ્દ વાક્ય અલંકારમાં છે. સમારંભમાન - સંઘ આદિ વડે સંબંધને નહીં કરનારાને સત્તર પ્રકારના સંયમના મધ્યમાં પાંચ પ્રકારના સંયમ - વિશેષ વિરામ તે અનાશ્રવ થાય છે. તે આ પ્રમાણે - પૃથ્વીકાયિક જીવોને વિશે સંયમ - સંઘટ્ટ આદિથી ઉપરમ-અટકવું તે. પૃવીકાયિક સંયમ. એવી રીતે બીજા પદો પણ જાણવા. - - અસંયમસૂત્ર, સંયમસૂત્રની જેમ વિપર્યય વડે જાણવું. [૪૬૮] પંÄડિયાળ મિત્યાદ્રિ અહીં સત્તર પ્રકારના સંયમમાંથી પંચેન્દ્રિય સંયમલક્ષણ ભેદને, ઇન્દ્રિયના ભેદ વડે જુદી વિવક્ષા કરવાથી, પાંચ પ્રકારપણું છે. તેમાં પંચેન્દ્રિયના અનારંભમાં શ્રોત્રેન્દ્રિયના વ્યાઘાતનું પવિર્જન તે શ્રોત્રેન્દ્રિય સંયમ. એ રીતે ચક્ષુરિન્દ્રિયસંયમાદિ કહેવા. અસંયમ સૂત્ર, સંયમ સૂત્રથી વિપર્યાસ વડે જાણવું. સવ્વપાળેત્યાદિ, પૂર્વે એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોના આશ્રય વડે સંયમ અને અસંયમ બંને કહ્યા. અહીં તો સર્વ જીવોના આશ્રય વડે કહેલ છે. તેથી જ સર્વ શબ્દ છે. પ્રાળ આદિમાં આ વિશેષ છે - પ્રાળા - બે, ત્રણ, ચાર ઇન્દ્રિયોવાળા, તરુ - વનસ્પતિકાયિકો તે ભૂતો - કેહવાય છે. નીવ - એટલં પંચેન્દ્રિયો અને બાકીના પૃથ્વી, અપ, તેઉ, વાયુકાયિકોને મો કહેવાય છે. અહીં સત્તર પ્રકારના સંયમમાંથી આદિના નવ ભેદો વિકલેન્દ્રિયના ત્રણ, પંચેન્દ્રિયનો એક, એકેન્દ્રિયના પૃથ્વી આદિ પાંચ તે નવ ભેદો છે.] સંગૃહીત છે. એકેન્દ્રિયના સંયમના ગ્રહણ વડે પૃથ્વી આદિ પાંચ પ્રકારના સંયમનું ગ્રહણ કરેલ હોવાથી, તેના વિપરીતપણાથી અસંયમ સૂત્ર છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy