SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરિણામી સમયમાં જ નાશ પામેલા વક્તાનો સર્વ ક્ષણભંગુર વિજ્ઞાનવાદ અયોગ્ય છે. * * * * * * * * * સર્વથા નાશ સ્વીકારતા તૃપ્તિ, શ્રમ, ગ્લાનિ, સાધમ્ય, વિપક્ષ, પ્રત્યયાદિ તથા અધ્યયન, ધ્યાન, ભાવના એ સર્વે ઘટી ન શકે. કેમકે પૂર્વ સંસ્કારની અનુવૃત્તિમાં તૃપ્તિ વગેરેની યોગ્યતા સંભવે છે. • x • તેમાં તૃપ્તિ એટલે સંતોષ, શ્રેમ એટલે માર્ગનો ખેદ, કુલમ એટલે ગ્લાનિ, સાદેશ્ય એટલે સાધર્મ, વિપક્ષ એટલે પૈધર્યું, પ્રત્યય એટલે અવબોધ. બાકીના પદો જાણીતા છે ઇત્યાદિ ઘણી વક્તવ્યતા છે, તે સ્થાનાંતરથી જાણી લેવી. તેવી જ રીતે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ આત્મા ધ્રુવતાની અપેક્ષાએ નિત્ય છે, નિત્યપણું હોવાથી એક છે. ઉત્પત્તિ અને નાશની અપેક્ષાએ તો આત્મા અનિત્ય છે, અનિત્યપણું હોવાથી અનેક છે. કહ્યું છે કે - દરેક વસ્તુ અનંત પર્યાયમય અને બિભૂવનની પેઠે વિચિત્ર પરિણામવાળી છે કેમકે તે સ્થિતિ, ઉત્પાદ, ભંગરૂપ નિત્યાનિત્યાદિ અભિમત છે. એ રીતે જ સુખ-દુ:ખ બંધ-મોક્ષ ઉભયનય મતને અનુસરનારાને ઘટી શકે. પણ જો બેમાંથી એક નય ને છોડી દેવાથી સર્વ વ્યવહારનો વિચ્છેદ થાય છે. વળી કથંચિત્ આત્મા એક છે, તે કારણથી જૈન મતમાં પદાર્થના સામાન્ય વિશેષ ઉભયરૂપે હોવાથી કોઈપણ પદાર્થ સર્વથા એક કે અનેક નથી. જો એમ કહેશો કે વસ્તુ વિશેષરૂપ જ છે, તો વિશેપોચી ભેદ-અભેદ સ્વરૂ૫ વડે વિચારતાં જે સામાન્યનો અયોગ છે, તે આ પ્રમાણે - સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિન્ન ? ભિન્નત્વનો અભાવ પ્રાપ્ત થતો નથી, અનુપલભ્યમાનનો વ્યવહાર પણ શક્ય નથી. જો અભિન્ન પક્ષ સ્વીકારશો તો તે સામાન્યમાત્ર છે કે વિશેષમામ ? જે સામાન્ય માત્ર હોય તો સામાન્ય એક થવાથી સંકીર્ણ વ્યવસ્થા થશે જો વિશેષ માત્ર સ્વીકારશો તો વિશેષો અનેકરૂપ છે તેથી સંકીર્ણ વ્યવસ્થા નહીં થાય. તેથી સમાધાન કરે છે કે અમે સામાન્ય-વિશેષમાં એકાંતે ભેદ કે અભેદ સ્વીકારેલ નથી. પણ વિશેષને જ મુખ્ય ગણીને અસદેશ રૂપ મુખ્યતા અને સદંશરૂપ ગૌણતાએ લઈને વિષમતા વડે જણાતા વિશેષો જ કહેવાય છે. તે જ વિશેષો અસદંશરૂપ ગૌણ કરીને અને સદેશરૂપ મુખ્ય કરીને સમપણે જણાતા સામાન્યરૂપ કહેવાય છે • * * X - X - આ રીતે સામાન્ય રૂપથી આત્મા એક છે. વિશેષ રૂપ વડે અનેક છે. વ્યતિરેકથી એક આત્માના અભાવ વડે શેષ આત્માઓને અનામપણાનો પ્રસંગ આવવાથી આત્માઓનું તુરૂપ નથી એમ ન કહેવું. તુલ્યરૂપ ઉપયોગ છે. 'કથોનાનો ભવ' એ વચનથી ઉપયોગરૂપ એક લક્ષણપણું હોવાથી સર્વ આત્માઓ એકરૂપવાળા છે. એવી રીતે એક લક્ષણ હોવાથી એક આત્મા છે અથવા જન્મ, મરણ, સુખ-દુ:ખ આદિના સંવેદનોમાં કોઈ પણ સહાયક ન હોવાથી એક આત્મા છે, એમ માનવું. અહીં સર્વે સૂરોને વિશે કથંચિતનું સ્મરણ કરવું. કથંચિના અવિરોધથી સર્વ વસ્તુ વ્યવસ્થા નિબંઘન હોવાથી. • કહ્યું છે કે - તે સ્યાદ્વાદને નમસ્કાર થાઓ કે જે સ્યાદ્વાદ વિના બંને લોકમાં થનારી સર્વ ક્રિયાઓ યોગ્ય સંગતિને પામતી નથી. રસ વડે સિદ્ધ કરેલ લોહ ધાતુઓની જેમ સ્યાત્ પદ રૂપ સત્વ વડે લાંછિત તમારા નયો છે, જેથી ઇચ્છિત ફલને આપનારા થાય છે, તેથી તેમને હિતેચ્છુ આર્યપુરુષો નમસ્કાર કરે છે. આત્માનું એકત્વ ઉક્ત રીતે સ્વીકાર્યા છતાં પણ કેટલાંકે આત્માનું નિષ્ક્રિયપણું તેમને મતે બતાવ્યું છે, તેથી તેનું ખંડન કરવા માટે આત્માનું ક્રિયાવાપણું કહેવાની ઇચ્છાથી ક્રિયાના કારણભૂત દંડને કહે છે– • સૂત્ર-૩ થી ૬ - દંડ એક છે...ક્રિયા એક છે...લોક એક છે...આલોક એક છે. • વિવેચન-૩ થી ૬ : [3] #• વિશેષ વિવેક્ષા ન કરવાથી એક. સં- જ્ઞાનાદિરૂપ ઐશ્વર્યના હરણ કરવાથી આભા જેના વડે નિઃસાર કરાય તે દંડ. તે બે ભેદે છે - દ્રવ્યથી, ભાવથી, દ્રવ્યથી લાકડી, ભાવથી દુપ્રયુક્ત મન વગેરે. [૪] તે દંડ વડે આત્મા ક્રિયા કરે છે, તેથી તેને કહે છે - વ - વિશેષ વિવક્ષા ન કરીને મણ કરણની વિવક્ષા હોવાથી એક છે. કરવું તે ક્રિયા કાયિકી આદિ. અથવા “એક દંડ-એક ક્યિા* આ બંને સખ વડે અચિવનો નિષેધ કરીને આત્માનું સક્રિયત્ન કહેલ છે. જે કારણથી દંડ અને ક્રિયા શબ્દથી તેર કિયાસ્થાનો પ્રતિપાદન કરેલ છે. તેમાં અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માદંડ અને દક્ટિવિપસદંડ આ પાંચ દંડ બીજાના પ્રાણહરણરૂપ દંડ શબ્દથી ગ્રહણ કરેલ છે. વધનું સમાનપણું હોવાથી દંડનું એકપણું જાણવું. ક્રિયા શબ્દથી મૃષાપત્યયા, અદત્તાદાનપત્યયા, આધ્યાત્મિકી, માનપત્યયા, મિત્રદ્ધપ્રત્યયા, માયાપત્યયા, લોભપ્રત્યયા અને યપિથિકી આ પ્રમાણે આઠ પ્રકારે ક્રિયા કહી છે. તેનું એકપણું કરણ માસના સમાનપણાથી જાણવું. દંડ અને ક્રિયાનું વિશેષ સ્વરૂપ તેના વિવરણ પ્રસંગે કહીશું. આત્માને અક્રિયાત્વપણે માનનારનું ખંડન આ પ્રમાણે - જેઓએ નિશ્ચયથી આત્માનું અક્રિયત્વ સ્વીકાર્યું છે, તેમણે ભોøત્વ પણ સ્વીકાર્યું છે. તેના વડે ભોગક્રિયાની ઉત્પત્તિનું સામર્થ્ય હોવાથી ભોક્તાપણું ઉત્પન્ન થાય છે તે જ ક્રિયાપણું છે. [વાદી કહે છે-] “પ્રકૃત્તિ કરે છે અને પુરુષ ભોગવે છે.” ઉક્ત કથન અયુક્ત છે. કેમકે કથંચિત્ સક્રિયપણા વિના પ્રકૃતિનો સંબંધ છતાં પણ પ્રતિબિંબ ભાવની ઉત્પત્તિ નહીં થાય • x • જો કહેશો કે • પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિથી જ સુખાદિ અર્ચનું પ્રતિબિંબ છે, આત્માથી નહીં, ત્યારે આત્માનું તે સ્થિતિમાં રહેવાપણું હોવાથી ભોકતૃત્વ નહીં ઘટે. - ૪ -
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy