SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૫//૪૫૪ ૧૩૩ ૧૩૮ (3) કેટલાંક સાધુસ્સાની નાગકુમાર, સુવર્ણકુમારાદિના આવાસમાં રહેલા હોય ત્યાં એકમ સ્થાનાદિ કરતાં ચાવત જિનાજ્ઞ ઉલ્લંઘતા નથી. (૪) ચોરો દેખાય છે, તે વસ્ત્રને લેવાની બુદ્ધિએ સાદdીને ગ્રહણ કરવા ઇચ્છે છે, તેની રક્ષા માટે એકત્ર સ્થાનાદિ કરતાં આજ્ઞા ન ઉલ્લશે. (૫) યુવાનો દેખાય છે, તે મૈથુનબુદ્ધિએ સાળીને ગ્રહણ કરવા ઇચ્છે છે, તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિ કરતાં ચાવત આજ્ઞા ન ઉલ્લંઘે. ઉક્ત પાંચ કારણે સ્થાનાદિથી યાવત જિનાજ્ઞા ઉલ્લંઘતા નથી. પાંચ કારણે વઅરહિત શ્રમણ નિન્જ, વસાવાળી સાદડીની સાથે રહેતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. તે આ - (૧) ક્ષિપ્તચિત્ત શ્રમણ નિન્થિ અન્ય સાધુ ન હોવાથી અલક, સચેલક સાળી સાથે વસતાં આજ્ઞા ન ઉલ્લંધે. - એ રીતે આ આલાપક વડે - (૨) પ્તિચિત, (૩) યક્ષાવિષ્ટ, (૪) ઉન્માદમાપ્ત, (૫) સાdી દ્વારા દીક્ષા અપાવાયેલ [ભાલ) શ્રમણ નિન્જ અન્ય સાધુ વિદામાન હોવાથી વાવાળી સાળી સાથે વસતા આજ્ઞા ન ઉલ્લંઘ.. • વિવેચન-૪૫૫ - સૂત્ર સુગમ છે. વિશેષ આ - (૧) એક્ટ, ટાઇ - કાયોત્સર્ગ કે બેસવું, સૈન - શયન, નિસf - સ્વાધ્યાયસ્થાન, ત્રેતયંત: - કરતા આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. અ0િ - હોય છે અથથ - કેટલાક પ્રશ્ન - અદ્વિતીય, આર્તિ - વિસ્તારવાળી, ઉમrfભવન • ગામ વગરની અથવા ન ઇચ્છવા યોગ્ય, તથા જયાં સાર્થ, ગોકુલાદિનું ગમનાગમન નાશ પામેલ છે, તે fછનાપાત્તા, જેનો લાંબો માર્ગ છે તે • x • અથવા જેને પાર ઉતરતા લાંબો કાળ જાય છે, તેવી અટવીમાં દુભિક્ષાદિ કારણે પ્રવેશેલ, તે અટવીમાં એકસાથે સ્થાનાદિ કરતા આગમોકd સામાચારીને ઉલ્લંઘતા નથી. | [3]જ્યાં રાજાનો અભિષેક થાય તે રાજધાની, ત્યાં નિવાસ પામેલ, કેટલાંક સાધુ-સાધ્વીઓ, વળી ગામાદિમાં ઉપાશ્રય - ગૃહપતિનું ઘર આદિ તથા ગૃહપતિના ઘર આદિમાં વસતિ ન મેળવીને કેટલાંક નાગકુમાર આવાસાદિમાં અતિ શૂન્યપણું હોવાથી કે ઘણાં મનુષ્યોના આશ્રયપણાથી અને નાયકપણું ન હોવાથી નિગ્રન્થીની રક્ષા માટે એકત્ર સ્થાનાદિ કરતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. (૪) જે લુંટે છે તે આમોષકા - ચોરો દેખાય છે, તે ચોરો - અમે વોને ગ્રહણ કરશે એવી ઇચ્છાથી જ્યાં સાધ્વીઓને પકડવા ઇચ્છે છે ત્યાં સાધુઓ તેની રક્ષાને માટે એકત્ર સ્થાનાદિ કરે.. (૫) તથા મૈથુન પ્રતિજ્ઞા વડે (શેષ મૂવાર્થ મુજબ]. - આ અપવાદ સૂત્ર છે. હવે ભાષ્ય ગાથામાં ઉત્સર્ગ સૂત્ર અપવાદ સહિત કહે છે. ભજનાપદ ચારની મધ્યે એક સાધુ એક સ્ત્રી, બે સાધુ-બે સ્ત્રી, એક સાધુ - બે સ્ત્રી, બે સાધુ - એક સ્ત્રી તેમાંથી કોઈ એક ભાંગાયુક્ત થઈ સાધુ વિચરે કે સ્વાધ્યાય કરે (તેમજ) શાશનાદિ આહાર કરે, ઉચ્ચારાદિ આચરે, ખરાબ અને અસાધયુક્ત કોઈ કથા કહે, તો તેના દોષ બતાવે છે[6/12] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આજ્ઞા ભંગ- અનવસ્થાને પામે, મિથ્યાત્વ પામે, બે પ્રકારથી વિરાધનાને પામે, જેથી સાધુએ આ ચતુર્ભગી પદનો ત્યાગ કરવો. સાધુઓનો આ ઉત્સર્ગ માર્ગ છે, હવે અપવાદ માર્ગ કહે છે - આત્માના પતંગવમાં, ગ્લાનવમાં, ઉપસર્ગમાં, માર્ગરોધમાં, ચિત્તભ્રમમાં, ભયમાં, વરસાદમાં તથા વૃદ્ધ આદિના નિક્રમણમાં સાથે રહેવામાં દોષ નથી. (૧) ક્ષિતચિતવાદિ વડે અોલ, શોક વડે ક્ષિપ્તચિત, તેની સંભાળ કરનારા સાધુ વિધમાન નથી, તેથી સાધ્વીઓ પુગાદિની જેમ તેની સારી રીતે રક્ષા કરે છે. આ હેતુથી સાઘ પણ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. -(૨) • હપના અતિરેકથી દંત ચિત્ત - (3) - ચક્ષાવિષ્ટ - (૪) વાતાદિ ક્ષોભી ઉન્મત્ત થયેલ, (૫) સાધવીએ કારણવશા પુત્રાદિને દીક્ષા અપાવેલ તે બાળપણાથી અયેલ અથવા તથાવિધ વૃદ્ધવાદિથી મોટો પણ અવેલ હોય. - અહીં ભાણોક્ત ઉત્સર્ગ અપવાદ આ રીતે જે સચેતક સાધુ, સચેલક સાળી સાથે સ્થાન, બેસવું, સ્વાધ્યાય આદિ કરે તો આજ્ઞાભંગાદિ દોષને પામે. સાળીની સામે જોવું, સંભાષણ કરવું, આહારદિ સંબંધી વિભિન્ન કથા વડે, વિરહયોગથી દોષ થવા પામે છે, શય્યાતરાદિ જોવે તો વસતિ ન આપે, અવજ્ઞા કરે ઇત્યાદિ. સચેલક સાધુ, યેલક સાધવી હોય તો પણ આ દોષો છે તો પછી એક નગ્ન હોય કે બંને નગ્ન હોય તો દોષનું કહેવું જ શું ? પસ્પર દૃષ્ટિ પ્રચારથી ચિત્તનો ક્ષોભ થતાં અનાચાર સેવન શક્ય બને. ઇત્યાદિ દોષો છે. હવે અપવાદ માર્ગ કહે છે - આત્માના પરતંત્રપણામાં, રોગમાં, ઉપસર્ગમાં, નગરના રોધમાં, રસ્તામાં, સાધ્વીએ અપાવેલ દીક્ષાવાળા સાધુને, સાધુઓના અભાવે એક્ટ રહેવું કશે. ઘર્મ અતિકમે નહીં, તેમ કહ્યું, અતિક્રમ આશ્રવરૂપ છે, માટે તેના દ્વારોને અને પ્રતિપક્ષે સંવરના દ્વારોને ઇત્યાદિ વર્ણન કરે છે– • સૂત્ર-૪૫૬,૪૫૭ : [૫૬] પાંચ આwવહારો કહ્યા છે. તે આ • મિત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ... પાંચ સંવર હારો કહ્યા છે. તે આ - સમ્યકd, વિરતિ, અપમાદ, અકષાયીત્વ, યોગી... પાંચ દંડ કહ્યા છે . અહિંડ, અનર્થદંડ, હિંસાઈડ, અકસ્માત દંડ, દષ્ટિવિપયસિ દંડ. ૪િપ પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - આરંભિકી, રિંગ્રહિકી, માયા પ્રત્યમિકા, પ્રત્યાખ્યાન ક્રિયા, મિથ્યાદશનિ પ્રત્યયા. મિયાર્દષ્ટિ નૈરયિકોને પાંચ ક્રિયાઓ કહી છે. તે આ • ચાવતુ મિયા દર્શન પ્રત્યયા. એ રીતે નિરંતર સર્વે દંડકોમાં ચાવતુ મિશ્રાદષ્ટિ વૈમાનિકોને [પાંચ ક્રિયાઓ કહી છે. • વિશેષ આ - વિકસેન્દ્રિયોને મિથ્યાદષ્ટિ વિશેષણ ન કહેવું. બાકીનું તેમજ જાણવું. પાંચ ક્રિયાઓ કહી છે. તે આ - કાયિકી, અધિકરણિકી, હેષિકી,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy