SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧/૪૩૫ થી ૪૩૯ ૧૬૩ તેવો... મળ્યા - ભાવિ દેવપર્યાય યોગ્ય, તેથી જ દ્રવ્યભૂત એવા દેવો તે ભવ્ય દ્રવ્ય દેવો, વૈમાનિકાદિમાં દેવપણે અનંતર ભવે ઉપજશે તે... નર્ મનુષ્યના દેવ તે નરદેવ-ચક્રવર્તી... ધર્મમાં પ્રધાન દેવો તે ધર્મદેવો-ચાસ્ત્રિવંત... દેવો મધ્યે અતિશયવાળા દેવો તે દેવાધિદેવો - અરિહંત... ભાવદેવ-તે દેવરૂપે આયુ ભોગવતા. [૪૩૬] વેદના ઉદયનો પ્રતિકાર, તેમાં સ્ત્રી અને પુરુષની કાયા વડે પરિચારણા - મૈથુનની પ્રવૃત્તિ, તે કાયપચિારણા. તે ઇશાનકલ્પ પર્યન્ત છે. તેમ અન્યત્ર પણ જાણવું. વિશેષ આ - ઇશાન કલ્પ ઉપરના બે કો સ્પર્શ વડે, તેની ઉપરના બેમાં રૂપ વડે, તેથી ઉપરના બેમાં શબ્દ વડે, તેથી ઉપરના ચાર કલ્પમાં મન વડે પરિચારણા છે, તેથી ઉપર પરિચારણા નથી. [૪૩૮] સંગ્રામના પ્રયોજનો, આ વિશેષણ ગાંધર્વ અને નાટ્ય સૈન્યને જુદા પાડવા માટે છે. સૈન્ય મધ્યે પ્રધાન પદાતિ આદિ તે અનિકાધિપતિ. પતિ - પગે ચાલનારનો સમૂહ, તે જ સૈન્ય તે પાદાતાનીક. પોતાની - અશ્વીન્ય. ઉત્તમ પદાતિ તે તેના સૈન્યનો અધિપતિ. શ્વાન - મુખ્ય અશ્વ, એમ બીજા સૈન્યોમાં જાણવું. વળિ - સનકુમાર, બ્રહ્મ, શુક્ર, આનત, આરણ. ઉત્તરિ - માહેન્દ્ર, લાંતક, સહસાર, પ્રાણત, અચ્યુત. વિષમ સંખ્યા પ્રવૃત્તિથી બ્રહ્મલોકાદિ કહ્યા. સમસંખ્યા પ્રવૃત્તિથી લાંતકાદિ કહ્યા... દેવેન્દ્રસ્તવ પયજ્ઞાનુસાર બાર ઇન્દ્રોની વિવક્ષાથી આરણેન્દ્ર કહ્યું છે. - - X - * [૪૩૭, ૪૩૯માં સૂત્રની વૃત્તિકારે કોઈ અલગ વૃત્તિ કરેલ નથી.] દેવોને કહ્યા. દુષ્ટ અધ્યવસાયવાળાને દેવગતિનો પ્રતિઘાત થાય છે. - સૂત્ર-૪૪૦ થી ૪૪૨ - [૪૪૦] પ્રતિઘાત પાંચ ભેદે - ગતિ, સ્થિતિ, બંધન, ભોગ, બળવીર્ય-પુરુષકાર પરાક્રમ પ્રતિઘાત... [૪૪૧] આજીવિક પાંચ ભેદે - જાતિ-કુલક-શી-લિંગ આજીવિક... [૪૪] રાજ ચિહ્નો પાંચ કહ્યા છે - ખડ્ગ, છત્ર, મુગટ, ઉપાનહ અને ચામર. • વિવેચન-૪૪૦ થી ૪૪૨૧ [૪૪૦] સૂત્ર સુગમ છે. વિશેષ આ - પત્તિા - પ્રતિઘાત, પ્રતિહનન. દેવગતિ આદિના પ્રકરણથી શુભનો પ્રતિઘાત, તેની પ્રાપ્તિની યોગ્યતા છતાં, ખરાબ કર્મ કરવાથી પ્રાપ્તિ ન થવાથી ગતિ પ્રતિઘાત. પ્રવ્રજ્યા આદિ પાલનથી પ્રાપ્ત કરવા યોગ્ય શુભ દેવગતિનો, નરની પ્રાપ્તિ થતાં કંડરીકની જેમ પ્રતિઘાત થાય છે. સ્થિતિ - શુભ દેવગતિ પ્રાયોગ્ય કર્મોની સ્થિતિને બાંધીને જે તેનો પ્રતિઘાત તે સ્થિતિ પ્રતિઘાત. અધ્યવસાય વિશેષથી સ્થિતિનો પ્રતિઘાત થાય છે. કહ્યું છે - દીર્ધકાલની સ્થિતિને હ્રસ્વકાલિન સ્થિતિવાળી કરે છે. તથા નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ બંધન, ઔદારિકાદિ પાંચ ભેદે છે. તેના સંબંધથી પ્રશસ્ત બંધનનો પૂર્વની જેમ પ્રતિઘાત-બંધન પ્રતિઘાત. બંધનને ગ્રહણ કરવાના ઉપલક્ષણથી તેના સહચર પ્રશસ્ત શરીર, અંગોપાંગ, સંહનન, સંસ્થાનનો પણ પ્રતિઘાત કહેવો. તથા ૧૬૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રશસ્ત ગતિ, સ્થિતિ, બંધનાદિના પ્રતિઘાતથી પ્રશસ્ત ગત્યાદિ સિવાય ન મળનાર ભોગોનો પ્રતિઘાત તે ભોગ પ્રતિઘાત કેમકે કારણાભાવે કાર્યાભાવ છે. પ્રશસ્ત ગત્યાદિના અભાવથી જ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમનો પ્રતિઘાત થાય છે, તેમાં શરીર સંબંધી બળ, જીવ પ્રભવ વીર્ય, પુરુષકાર એટલે અભિમાન વિશેષ, તે જ પૂરણ કરેલ સ્વવિષયભૂત કાર્યરૂપ પરાક્રમ અથવા પુરુષકાર તે પુરુષનું કર્તવ્ય, બલ, વીર્યની પ્રવૃત્તિરૂપ પરાક્રમ. [૪૪૧] દેવગત્યાદિનો પ્રતિઘાત ચાસ્ત્રિ અતિચાસ્કારીને થાય છે માટે ઉત્તરગુણોને આશ્રીને તેને કહે છે - જ્ઞાતિ - બ્રાહ્મણાદિ જાતિને આશ્રીને આજીવિકા ચલાવે છે, તે જાતિ વિશિષ્ટ પોતાના વચનોને વિશેષથી બતાવીને તેથી આહારાદિ ગ્રહણ કરે તે જાતિ આજીવિક. - એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - ધુન - ઉગ્ર આદિ કે ગુરુના કુળને મં - ખેતી આદિ કાર્ય કે આચાર્ય સિવાય શીખેલ. શિલ્પ - વણવું, સીવવું આદિ કાર્ય અથવા આચાર્ય પાસે શીખેલ તે શિલ્પ, ત્રિ - સાધુવેશ. તેનાથી આજીવિકા કરે છે, જ્ઞાનાદિથી શૂન્ય છે, માત્ર વેશથી આજીવિકા કરે છે. અન્યત્ર લિંગને બદલે ગણ કહ્યું છે. નળ - મલ્લ આદિનો સમૂહ. [૪૪૨] સાધુઓનું રજોહરણાદિ લિંગ કહ્યું. હવે ખડ્ગ આદિ રાજાના લિંગ કહે છે. તે સ્પષ્ટ છે. વિશેષ આ - રાજાઓના કકુદો-ચિહ્નો તે રાજકકુદો. મુગટ - શિરનું વેપ્ટન. પાના - પગરખાં, માનવ્યંનની - ચામર કહ્યું છે - ખડ્ગ, છત્ર, ઉપાનહ, મુગટ, ચામર આ પાંચ રાજચિન્હો ગુરુ પાસે જતાં રાજા દૂર કરે છે અનંતરોક્ત રાજચિહ્નને યોગ્ય, ઇક્ષ્વાક્વાદિ કુલોત્પન્ન થઈ દીક્ષિત થયેલ - X - પરિષહાદિને સહે છે, તેથી પરીષહ– • સૂત્ર-૪૪૩ : પાંચ કારણે છાસ્થ સાધુ ઉદિણ પરીષહ - ઉપસર્ગોને સમ્યક્ રીતે સહે, મે, તિતિ અને અધ્યાસિત કરે, તે આ - (૧) તે પુરુષ કૌંદય થકી ઉન્મત્ત જેવો થઈ ગયો છે, તેથી મને તે આક્રોશ વચન બોલે છે, ઉપહાસ કરે છે, ફેંકી દે છે, મારી નિર્ભર્ત્યના કરે છે, બાંધે છે, રૂંધે છે, શરીરને છેદે છે, મૂર્છા પમાડે છે, ઉપદ્રવ કરે છે, મારા વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ છીનવી લે છે, દૂર ફેંકી દે છે, ભાંગે છે, કે ચોરી જાય છે. (૨) નિશ્ચે આ પુરુષ યક્ષાવિષ્ટ થયો છે, તેથી મને આ પુરુષ આક્રોશ કરે છે ચાવર્તી મારી વસ્તુઓ હરી લે છે... (૩) મારા આ ભવમાં વેદવા યોગ્ય કર્મી ઉદયમાં આવેલા છે, તેથી આ પુરુષ મને આક્રોશ કરે છે યાવત્ મારી વસ્તુઓ લઈ જાય છે... (૪) સારી રીતે ન સહન કરનાર, ન ક્ષમા કરનાર, ન તિતિક્ષા કરનાર, નિશ્ચલ ન રહેનાર એવા મને એકાંતે પાપકર્મનો બંધ થશે... (૫) સમ્યગ્ રીતે સહન કરનાર યાવત્ નિશ્વલ રહેનાર એવા મને એકાંતે નિર્જરા થશે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy