SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪/૩૮૫ સ્વીકારેલ ઉદક શબ્દથી આ પદનો અર્થ કહેવાયેલો છે, તેના બહુવચનાંતપણા વડે અહીં અસંબંધ્યમાનપણું છે - x - એ રીતે ઉદધિસૂત્ર પણ વિચારવું... (૨) રૂાન • પૂર્વવત્ ગંભીર ઉદક મલિન હોવાથી તેનું સ્વરૂપ જણાતું નથી... (3) - અગાધ, ઘણું પાણી હોવાથી અને સ્વચ્છપણાથી મધ્ય સ્વરૂપ દેખાતું હોવાથી ઉત્તાનોદક છે... (૪) અગાધ હોવાથી ગંભીર, મલિન હોવાથી ગંભીરોદક. (૧) પુરષ તો ઉનાન • બહારથી દેખાડેલ મદ અને દીનતા આદિથી થયેલ વિકૃત શરીર, કાય ચેષ્ટાથી ગંભીર છે, વળી દૈન્યાદિ ગુણથી યુક્ત અને ગુહ્યને ધારણ કરવામાં અસમર્થ યિતવાળો હોવાથી ઉત્તાન હૃદય છે, તે ચોક, બીજે કારણવશાત દલિત વિકત ચેષ્ટાથી ઉત્તાન છે અને સ્વભાવથી ઉત્તાન હદયની વિપરીતતાથી ગંભીર હૃદય છે. બીજો દૈન્યાદિવ છતાં કારણવશ આકારને ગોપવવા વડે ગંભીર અને ઉત્તાનહદય પૂર્વવત અથતિ સ્વભાવથી તુચ્છહદય. ચોથો પ્રથમથી ઉલટો. તથા થોડું પાણી હોવાથી ઉત્તાન અને સ્થાનવિશેષથી ઉત્તાન જેવો દેખાય છે તે એક, બીજો • ઉત્તાન પૂર્વવતુ પણ સાંકડા સ્થાનાદિથી અગાધ જેવો દેખાય છે. બીજો ગંભીર છે, તથાવિધ સ્થાનાશ્રિતપણાથી ઉત્તાનની માફક દેખાય છે. ચોથો ગંભીર અને ગંભીરવત છે. પુરુષ તો તુચ્છ અને તુચ્છ દેખાય છે તે એક, બીજો તુચ્છ છે પણ વિકાર ગોપવવાથી ગંભીર દેખાય છે, બીજો ગંભીર છે પણ કારણવશ વિકારને દેખાડવાથી તુચ્છ જેવો દેખાય છે. ચોયો સુગમ છે. ઉદક સૂત્ર માફક ઉદધિ સૂત્ર પણ જાણવા. અથવા એક ઉદધિ છીછરો હોવાથી પહેલા અને પછી પણ ઉત્તાન છે કેમકે મનુષ્ય ક્ષેત્ર બહાર સમુદ્રોમાં વેલાનો અભાવ હોય છે, તે એક. બીજો - પહેલા છીછરો, પછી ગંભીર છે, બીજો-પ્રથમ ગંભીર, પછી છીછરો છે, ચોથો સુગમ છે. સમુદ્રના પ્રસ્તાવથી હવે તરનારાનું વર્ણન કરે છે • સૂત્ર-૩૮૬ થી ૩૯૧ : [૩૮૬] - (૧) તક ચાર ભેદે છે - સમુદ્ર રુ છું કહીને તટે, સમુદ્ર રુ છું કહીને ખાડી તરે છે, આદિ ચાર. (૨) તરક ચાર ભેદે છે . સમુદ્ર તરીને વળી સમુદ્રમાં સીદાય છે, સમુદ્ર તરીને ખાડીમાં સીદાય છે. આદિ ચાર, [૩૮] કુંભ ચાર ભેદે કહ્યા - (૧) પૂર્ણ અને પૂર્ણ, પૂર્ણ અને તુચ્છ, તુચછ અને પૂણ, તુચ્છ અને તુચ્છ.. (૨) એ પ્રમાણે પરણો પણ ચાર ભેદ જણવા.. (3) કુંભ ચાર ભેદે કહ્યા - પૂર્ણ અને પૂર્ણ આવભાસી, પૂર્ણ અને તુચ્છોવભાસી, તુચ્છ અને પૂર્ણ આવભાસી, તુચ્છ અને તુચ્છ આવભાસી.. (૪) આ પ્રમાણે પરપો ચાર ભેદે કહ્યા છે : પૂર્ણ અને પૂર્ણ વિભાસી. (૫) કુંભ ચાર ભેદે છે - પૂર્ણ અને પૂર્ણરૂપ, પૂર્ણ અને તુચ્છ રૂપ, આદિ ચાર... (૬) એ રીતે પુરો પણ ચાર ભેદે છે - પૂર્ણ અને પૂણરૂપ આદિ. ૧૩૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ (૭) કુંભ ચાર ભેદે છે - પૂર્ણ અને રીતિકર, પૂર્ણ અને અપદલ, તુચ્છ અને રીતિકર, તુચ્છ અને સાપદલ. (૮) એ રીતે પુરુષો ચાર ભેદ જાણવા. (૯) કુંભ ચાર ભેદે કI - પૂર્ણ પણ કરે છે, પૂર્ણ અને ઝરતો નથી, તુચ્છ અને ઝરે છે, તુચ્છ છતાં ઝરતો નથી.. (૧૦) એ રીતે પુરષો ચાર ભેદ જાણવા. - (૧૧) કુંભ ચાર ભેદે કહા - ભાંગેલ, જર્જરિત, પરિયાવિ, અપસ્લિાવિ.. (૧) એ રીતે ચાસ્ત્રિ ચાર ભેદે છે - ખંડિત યાવતું નિરતિચાર ચા»િ (૧૩) કુંભ ચાર ભેદે કહ્યા - મધનો કુંભ અને મધનું ઢાંકણ, મધુકુંભ અને વિશ્વનું ઢાંકણ, વિષકુંભ અને મધુ ઢાંકણ, વિષકુંભ અને વિષ ઢાંકણ... (૧૪) એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે - મધુકુંભ અને મધુઢાંકણ આદિ ચાર, [૩૮૮] જે પુરષ નિuપ અને નિર્મલ હૃદયી છે, જેની જીભ મધુરભાષિણી છે, તે મધુ ઢાંકણવાળો, મધુકુંભી સમાન છે. [૩૮] જે પુરુષનું હૃદય નિષ્પાપ અને નિમલ છે, પણ જેની જીભ સદા. કટુભાષિણી છે, તે વિષવાળ ઢાંકણયુક્ત મધુકુંભ સમાન છે. [30] જે પરવાનું હદય પાપી અને માલિત છે અને જેની જીભ સદા મધુર ભાષિણી છે તે મધુયુક્ત ઢાંકણવાળા વિષકુંભ સમાન છે. [૩૧] જેનું હૃદય પાપી અને મલિન છે તથા જેની જીભ સદા કટુભાષિણી છે, તે પુરુષ વિષયુક્ત ઢાંકણાવાળા વિષકુંભ સમાન છે. • વિવેચન-૩૮૬ થી ૩૯૧ : [3૮૬] » સ્પષ્ટ છે. વિશેષ આ - (૧) તરે છે તે તરક - તરનારા છે. સમુદ્ર માફક દુસ્તર - સર્વવિરતિ આદિ કાર્યોને તરnfમ - તરું છું, એમ સ્વીકારી તેમાં સમર્થ કોઈક સમદ્રને તરે છે અર્થાત્ તે જ સમર્થન કરે છે એ એક. બીજો તેને સ્વીકારીને અસમર્થપણાથી ગોષદ [ખાડી] સમાન દેશવિરતિ આદિ અલ તમને તરે છે-પાળે છે. બીજો ગોuદ પ્રાયને સ્વીકારીને વયિિતરેકથી સમુદ્રપ્રાયઃને સાધે છે, ચોથો ભંગ સુગમ છે. (૨) સમુદ્ર પ્રાય કાર્યને નિવહિીને સમુદ્રપ્રાય અન્ય પ્રયોજનમાં ખેદ પામે છે • ક્ષયોપશમની વિચિત્રતાથી નિર્વાહ કરતો નથી, એ રીતે શેષભંગ. * [૩૮] કુંભના દૃષ્ટાંતથી પુરુષોને જ પ્રતિપાદન કરવા સૂમકાર સૂત્રને વિસ્તારે છે, સૂત્રો સુગમ છે. વિશેષ આ કે - (૧) પૂર્ણ - સર્વ અવયવયુકત કે પ્રમાણોપેત, વળી પૂf - મધુ આદિથી ભરેલ તે પ્રથમ. બીજ ભંગમાં તુછ-માલી, બીજા ભંગમાં તુચ્છ - અપૂર્ણ અવયવવાળો કે લઘુ અને ચોથા ભંગ સુગમ છે અથવા પૂર્ણ ભરેલ, પહેલાં અને પછી પણ પૂર્ણ આદિ ચાર. (૨) પુરષ-જાતિ આદિ ગુણોથી પૂર્ણ, વળી જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ અથવા ધનથી કે જ્ઞાનાદિ ગુણોથી પહેલા અને પછી પૂર્ણ, એ રીતે બીજા છે. (3) અવયવો વડે કે દહીં આદિથી પૂર્ણ અને જોનારાઓને પૂર્ણ જ જણાય
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy