SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪/૩૮૦,૩૮૧ જવાની તેને ભજના છે. આસુરાદિનો અપધ્વંસ કહ્યો. તે અસુરવ્વાદિનો હેતુ છે. માટે અસુરાદિ ભાવનાના સાધનભૂત કર્મોના કારણોને ચાર સૂત્રો વડે કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ આ - અસુરોને વિશે થયેલ તે આસુર-અસુર વિશેષનો જે ભાવ તે આસુરત્વ, અસુરપણાને અર્થે કે અસુરપણાએ તેના આયુષ્કાદિ કર્મ કરવા માટે આરંભ કરે છે, તે આ - ક્રોધના સ્વભાવપણાથી, કલહના સંબંધથી, આહા-ઉપધિ-શય્યાદિમાં પ્રતિબદ્ધ ભાવરૂપ તપશ્ચર્યા વડે અને ત્રણ કાળ સંબંધી લાભ-અલાભ આદિ વિષયક નિમિત્તથી મેળવેલ આહારાદિ વડે ઉપજીવન. ૧૨૯ આ અર્થ અન્યત્ર આ પ્રમાણે છે - કલહમાં અનુબદ્ધ, આસક્તિથી તપ કરનાર, નિમિતભાષી, કૃપા અને અનુકંપા રહિત તે આસુરી ભાવના. જે કાર્ય પ્રત્યે યોગ્ય છે તે આભિયોગ્ય - કિંકર દેવવિશેષો, તેઓનો જે ભાવ તે આભિયોગ્યતાએ.. પોતાના ગુણના અભિમાન વડે.. પરના દોષના કહેવાથી.. જ્વરવાળા આદિને રાખ આદિથી રક્ષા કરવા વડે.. સૌભાગ્યાદિના નિમિત્તે બીજાના મસ્તકે હસ્ત ભ્રમણાદિ વડે મંત્રક્રિયા આદિ કરવા વડે... - અન્યત્ર આ પ્રમાણે કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, સ્વપ્નાદિ કથન, નિમિત્તથી આજીવિકા ચલાવે તથા ઋદ્ધિ-રસ-સાતા ગૌરવ સહિત ઉક્ત પ્રવૃત્તિથી આભિયોગ્ય ભાવના કરે છે. સંમોહ પામે છે તે સંમોહ-મૂઢાત્મા દેવ વિશેષ, તેનો જે ભાવ તે સંમોહતા, તેને માટે કે સંમોહપણાએ.. ઉન્માર્ગ દેશના-સમ્યગ્દર્શનાદિ ભાવમાર્ગથી વિરુદ્ધ ધર્મના કચન વડે.. મોક્ષમાર્ગમાં પ્રવૃત્તને વિઘ્ન કરીને, શબ્દાદિ વિષયોની અભિલાષા કરવા દ્વારા.. ગૃદ્ધિ વડે નિયાણું કરવું તે - આ તપ આદિથી મને ચક્રવર્તીપણું આદિ મળો એવી દૃઢ કામના કરીને. આ ભાવના અન્યત્ર આ રીતે છે - ઉન્માદેશક, માર્ગનાશક, વિપરીત માર્ગનો સ્વીકાર, મોહ વડે બીજાને મોહિત કરે, તે સંમોહભાવના કરે છે. દેવો મધ્યે કિલ્બિપ-પાપ, તેથી જ અસ્પૃશ્યાદિ ધર્મવાળો દેવ તે દેવકિલ્બિષ. શેષ વર્ણન તેમજ જાણવું. અવળું - નિંદા, ખોટા દોષનું આરોપણ કરવું.. અન્યત્ર કહ્યું છે કે - જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, સર્વ સાધુની નિંદા કરનાર તથા માયાવી પ્રાણી કિલ્બિર્ષિકી ભાવના કરે છે. ચાર સ્થાનક હોવાથી અહીં કંદર્પભાવના કહી નથી, ભાવનાનું વર્ણન છે માટે કહે છે— કંદર્પ - કામકથા કરનાર, કૌકુત્સ્ય-ભાંડવત્ ચેષ્ટા કરનાર, દ્રવશીલ-ગર્વથી શીઘ્રગમન અને ભાષણાદિ કરનાર, વેશ-વચનાદિ વડે સ્વપરને હાસ્ય ઉત્પન્ન કરનાર, બીજાને ઇન્દ્રજાલાદિ વડે વિસ્મય કરાવનાર એવો જીવ કંદર્પી ભાવના કરનાર.. આ અપધ્વંસ પ્રવ્રજ્યાવાળાને છે માટે પ્રવ્રજ્યા સૂત્ર– • સૂત્ર-૩૮૨ : (૧) પ્રવ્રજ્યા ચાર ભેદે છે - આલોક પ્રતિબદ્ધ, પરલોક પ્રતિબદ્ધ, ઉભયલોક પ્રતિબદ્ધ, અપતિબદ્ધ.. (૨) પદ્મજ્યા ચાર ભેદે છે - અગ્રતઃ પ્રતિબદ્ધ, 6/9 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ માર્ગતઃ પ્રતિબદ્ધ, ઉભય પ્રતિબદ્ધ, અપ્રતિબદ્ધ.. (૩) પ્રવજ્યા ચાર ભેદે છે અવપાત પ્રવ્રજ્યા, આખ્યાત પ્રવજ્યા, શ્રૃંગાર પ્રવ્રજ્યા, વિહંગમતિ પત્રજ્યા.. (૪) ચાર ભેદે પ્રવજ્યા કહી પીડા આપીને, ભગાડીને, ઋણ મૂકાવીને, ભોજનની લાલચ વડે.. (૫) પ્રવ્રજ્યા ચાર ભેદે છે - નટખાદિતા, ભટખાદિતા, સિંહખાદિતા, શ્રૃંગાલબાદિતા... ૧૩૦ - (૬) કૃષિ ચાર ભેદે છે - વાવિતા, પરિવાવિતા, નિંદિતા, પરિનિંદિતા,.. (૭) એ પ્રમાણે પ્રવજ્યા ચાર ભેદે કહી - વાહિતા - યાવત્ - પરિનિંદિત... (૭) ચાર ભેદે પ્રવજ્યા કહી - ધાન્યના પુંજ સમાન, ધાન્યના પુંજ નહીં કરેલ સમાન, વેરાયેલા ધાન્ય સામાન, ખળામાં મુકેલ ધાન્ય સમાન. • વિવેચન-૩૮૨ : સૂત્ર સુગમ છે. પરંતુ -૧- નિહિ આદિ માત્રના અર્થીની દીક્ષા તે ઇહલોક પ્રતિબદ્ધ. -૨- જન્માંતરે કામાદિના અર્થીની દીક્ષા. પરલોક પ્રતિબદ્ધ. -૩- ઉભયના અર્થીની દીક્ષા તે ઉભયલોક પ્રતિબદ્ધ. -૪- વિશિષ્ટ સામાયિકવાળાની દીક્ષા તે અપ્રતિબદ્ધ... (૧) પુરત: - દીક્ષા લેવાથી ભાવિમાં શિષ્ય, આહાર આદિમાં જે પ્રતિબદ્ધ તે... (૨) માર્શત: - પાછળથી, સ્વજનાદિમાં પ્રતિબદ્ધ... (3) કોઈ બંનેમાં પ્રતિબદ્ધ... (૪) પ્રતિબદ્ધ - પૂર્વવત્. (૧) અવપાત - સદ્ગુરુની સેવા, તેથી જે પ્રવ્રજ્યા તે... (૨) આખ્યાત - ‘તું દીક્ષા લે' એમ કહેવાથી દીક્ષા લેનાર - આર્યરક્ષિતના ભાઈ ગુરક્ષિત માફ્ક... (૩) શ્રૃંગાર - સંકેતથી પ્રવ્રજ્યા - મેતાર્યાદિ માફક અથવા તું દીક્ષા લે ત્યારે હું લઈશ એવા સંકેતથી... (૪) વિહગગતિ - પક્ષી જેમ બીજે જાય છે તે ન્યાય વડે પરિવારાદિની વિયોગથી એકલા દેશાંતરગમનથી જે દીક્ષા તે. અથવા પક્ષીની જેમ અથવા પરાજય પામીને દીક્ષા લે તે. (૧) તુથાવત્ત - પીડા ઉત્પન્ન કરીને દેવાય તે પ્રવ્રજ્યા - જે રીતે સાગરચંદ્ર મુનિએ મુનિચંદ્ર રાજાના પુત્રને દીક્ષા આપી. પાઠાંતરથી શારીરી કે વિધાબલથી દેવાતી દીક્ષા તે... (૨) પુર્વાવત્ત - આર્ય રક્ષિતની જેમ બીજે સ્થળે લઈ જઈને અથવા પૂત - દૂષણને દૂર કરવા પવિત્ર કરીને અપાતી દીક્ષા... પાઠાંતરથી યુવાવક્રૃત્ત ગૌતમસ્વામીએ સમજાવીને ખેડૂતને આપી તેમ અથવા પ્રતિજ્ઞા કરાવીને દીક્ષા અપાય તે... (૩) મોયાવર્ત્ત - સાધુ વડે છોડાવીને જે દીક્ષા અપાય છે તે, તેલને માટે દાસત્વ પામેલ બહેનની જેમ... (૪) પરિવુયાવત્ત - ધૃતાદિ વડે પરિપૂર્ણ ભોજનને માટે જે દીક્ષા અપાય તે - આર્યસુહસ્તિએ ગરીબને આપેલ દીક્ષાની જેમ. (૧) નટ ખાદિતા - નટની જેમ સંવેગરહિત ધર્મકથા કરીને મેળવેલ ભોજનાદિનું ખાવું તે... અથવા નટવત્ સંવેગશૂન્ય ધર્મકથનરૂપ જેનો સ્વભાવ છે તે નટસ્વભાવા.. એ રીતે ભટ આદિમાં પણ જાણવું. - વિશેષ આ - તથાવિધ બલ બતાવીને મેળવેલ ભોજનાદિનું ખાવું જેને છે તે... ભટખાદિતા - ભાટ વૃત્તિરૂપ સ્વભાવવાળી, સિંહવત્ શૌર્યના અતિશય વડે અન્યની અવજ્ઞા વડે મેળવેલ કે ભક્ષણ વડે જેમ શરૂ કર્યુ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy