SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪/૧૬૮ થી ૩૬ ૧પ સર્વવર્ષી. ચોથો ભંગ સુજ્ઞાત છે. (૧૪) રાજા - જે વિવક્ષિત ક્ષેત્રમાં જ યોગક્ષેમ કરવા સમર્થ છે, તે દેશાધિપતિ પણ સવધિપતિ નહીં, તે પલ્લી પતિ આદિ. જે પલી આદિ વિભાગમાં સમર્થ થતો નથી, બીજે સર્વત્ર સમર્થ છે, તે સવધિપતિ પણ દેશાધિપતિ નહીં, ત્રીજો ઉભય અધિપતિ છે - વાસુદેવાદિ માફક, દેશ અધિપતિ અને સવધિપતિ. ચોથો રાજ્ય ભ્રષ્ટ જાણવો. ] - (૧૫) પુકલ આદિ. એક વૃષ્ટિ વડે ઉદક સ્નેહવર્તી કરે છે. અર્થાત્ ધાન્યાદિ ઉત્પન્ન કરવામાં સામર્થ્યવાળી કરે છે. જિહમેઘ ઘણાં વખત વરસવા વડે એક વર્ષ યાવત્ ભૂમિને ચીકાશવાળી કરે છે અથવા તેના જલના રૂપમાંથી રસવાળી કરતી નથી. આ વર્ણન પછી પુરષના અધિકારી મેઘાનુસારે પુરષો પુકલાd આદિ સમાન જાણવા. તેમાં એક જ વખતના ઉપદેશ કે દાન વડે દીર્ધકાળ પર્યત પ્રાણીને શુભ સ્વભાવ કે સમૃદ્ધિવાળો જે કરે છે તે આધમેઘ સમાન જાણવો. આ રીતે અલ્પતર અને અલ્પતમ કાલાપેક્ષાએ બીજા અને ત્રીજા મેઘ સમાન છે. અનેક વખત ઉપદેશાદિ વડે પ્રાણીને અાકાળ પર્યક્ત ઉપકારને કરતો કે ન કરતો જોયા મેઘ સમાન છે. (39o] - (૧૬) કડક - વસ્ત્રાભરણાદિનું સ્થાન, પ્રસિદ્ધ છે. ૧- ચાંડાલનો કરંડક, તે પ્રાયઃ ચામડાને સંસ્કારવાના ઉપકરણરૂપ વઘાદિ ચમશિના સ્થાન વડે અતિ અસાર છે. ૨- વેશ્યાકરંડક, લાખ વડે પૂરિત સોનાના આભરણાદિનું સ્થાન હોવાથી કિંચિત્ સારભૂત છતાં કહેવાનાર કરંડકની અપેક્ષાએ અસાર છે. 3- ગૃહપતિ - શ્રીમંતનો કડક, તે વિશિષ્ટ મણિ, સુવર્ણ આમરણાદિથી યુક્ત સારતર છે. ૪રાજકરંડક, અમૂલ્ય રતાદિનું ભાજત હોવાથી સારતમ છે. (૧૩) એ રીતે જે આચાર્ય સૂત્રાર્થધારી, વિશિષ્ટ કિયાથી હીન છે, તે પ્રથમ કરંડક સમાન, તે અત્યંત અસાર છે. બીજો દુ:ખપૂર્વક શ્રુતના અંશને ભણેલ છે પણ વાક આડંબરથી મુખ્ય લોકોને આકર્ષે છે, તે, કેમકે તે પરીક્ષામાં અસમર્થ હોવાથી અસાર છે. ત્રીજા - જે આચાર્ય સ્વ-પર સમયજ્ઞ અને ક્રિયાદિ ગુણયુકત છે તે સારતર હોવાથી છે. ચોથો - સુધમદિવ૮. B] - (૧૮) કોઈ શાલ નામક વૃક્ષની જાતિયુકતતાથી શાલ છે અને શાલના જ પર્યાયિો - બહુ છાયાપણું, સેવવાપણું આદિ ધર્મો જેને છે તે શાલપર્યાય, તે એક. કોઈ નામથી પૂર્વવતુ શાલ પણ એરંડના જ પયિો અછાયા, અસેવના યોગ્ય આદિ ધર્મો જેને છે તે એરંડ પર્યાય, તે બીજો. કોઈ એરંડ વૃક્ષ જાતિય હોવાથી એરંડ છે. પણ શાલપર્યાય હોય છે તે ત્રીજો. કોઈ એરંડ વૃક્ષ પૂર્વવતુ એરંડ ધમદિ ચુત હોય છે, તે ચોયો. (૧૯) આચાર્ય શાલની જેમ આચાર્ય પણ સુકુલીન અને સદ્ગકુલવાળા છે. તે જ શાલ કહેવાય છે. તથા શાલના ધર્મવાળો છે. જેમ શાલછાયા આદિ ધર્મ સહિત છે, તેમ જે આચાર્ય જ્ઞાન-ક્રિયાજનિત યશાદિ ગુણોયુકત હોય છે તે શાલ પર્યાય ૧૨૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ છે - આ એક. તથા એક આચાર્ય પૂર્વવત્ શાલ છે અને પૂર્વોકતથી વિપરીત હોવાથી એરંડ પર્યાયવાળા છે. આ બીજો ભંગ. ત્રીજી-ચોથો ભંગ પણ એ રીતે જાણવો. (૨૦) તથા પૂર્વવત્ જ શાલ અને શાલરૂપ જ પરિવાર છે જેનો તે શાલ પરિવાર, એ રીતે શેષ ગણ ભંગ જાણવા. (૨૧) આચાર્ય, શાલની જેમ ગુરુકુલ અને કૃતાદિથી ઉત્તમ હોવાથી શાલ છે અને શાલ સમાન મહાનુભાવ સાધુ પરિવારથી, શાલ પરિવાર છે તથા એરંડ તુલ્ય નિર્ગુણ સાધુપરિવારથી એરંડ પરિવાર છે. ત્રીજો મૃતાદિ વડે હીનત્વથી આચાર્ય એરંડા જેવો છે, અને ચોથો સુજ્ઞાત છે. [3૨ થી ૩૭૫] ચાર ગાયા છે, તે સુગમ છે. મંગુત - અસુંદર. [39૬] - (૨૨) અનુશ્રોત વડે જે ચાલે, અનુશ્રોતયારી - નદી આદિ પ્રવાહગામી. એ રીતે અન્ય ત્રણ ભેદ... (૨૩) એ રીતે સાધુ, જે અભિગ્રહ વિશેષથી ઉપાશ્રય સમીપે ક્રમ વડે કુળોમાં ભિક્ષા કરે તે અનુશ્રોતયારી મત્સ્ય વત્ અનુશ્રોતવારી છે. જે સાધ ઉત્ક્રમથી ઘરોને વિશે ભિક્ષા કરતો ઉપાશ્રયમાં આવે તે બીજો. જે ક્ષેત્રના તથી ભિક્ષા કરે તે ત્રીજો. મળે [ભિક્ષા કરે - ગવેષ] તે ચોયો. (૨૪) મીણનો ગોળાકાર પિંડ, એ રીતે અન્ય ગોળા પણ જાણવા. વિશેષ આ કે - લાખ, કાષ્ઠ, માટી પ્રસિદ્ધ છે... (૨૫) જેમ તે ગોળાઓ મૃદુ, કઠિન, કઠિનતર, કઠિનતમ કમ વડે હોય છે, જે પુરુષો પરિષહાદિમાં મૃદુ, દૃઢ, દેઢતર, દેઢતમ સત્યવાળા હોય છે તે મીણાદિ ગોળા સમાન છે. (૨૬) લોઢાના ગોળા આદિ પ્રસિદ્ધ છે... (૨૭) આ લોઢાના ગોળા આદિના ક્રમ વડે ગુરુ ગુરૂતર, ગુરતમ અને અત્યંત ગુરૂ વડે જે પુરુષો આરંભાદિ પ્રવૃત્તિથી ઉપાર્જિત કર્મ-ભારવાળા હોય છે તે લોઢાના ગોળા સમાન આદિ વ્યપદેશવાળા છે અથવા સ્નેહભારથી ભારે છે. (૨૮-૨૯) રૂપાદિ ગોળાઓમાં ક્રમશઃ અ ગુણ, ગુણાધિક, ગુણઅધિકતર, ગુણાધિકતમને વિશે પુરુષો સમૃદ્ધિ કે જ્ઞાનાદિ ગુણથી સમાનપણે યોજવા... (3) પાંદડા માફક પાતળાપણે જે તલવારાદિ છે તે પત્રો - ખગ જે છે તે અસિબ, જેના વડે લાકડું છેદાય તે કરમ ક્ષરપત્ર, કદંબચરિકાદિ શ... (૩૧) ખગના શીઘ છેદકપણાથી જે જદી સ્નેહપાશને છેદે તે અસિપત્ર સમાન, જેમ સનકુમાર * * * કરી ફરી ઉપદેશથી ભાવના અભ્યાસથી તેહતરને છેદે તે કરમ સમાન, તથાવિધ શ્રાવકવતુ. • x • જે મૃતધર્મનો માર્ગ સાંભળે તો પણ સર્વથા સ્નેહ છેદનમાં અસમર્થ છે, દેશવિરતિ માત્ર સ્વીકારે છે. તે ક્ષત્ર સમાન. મુર, ૫ કેશાદિને છેદે છે, તેમ જે સ્નેહનું છેદન માત્ર મનોરથ વડે કરે છે તે ચોરો - અવિરતિ સમ્યગુર્દષ્ટિ અથવા જે ગુરુ આદિને વિશે શીઘ, મંદ, મંદતર, મંદતમપણે સ્નેહ છેદે છે તે. (38) કાંધ આદિથી જે બનાવાય તે કટ - સાદડી, - X - ઘાસથી બનેલ તે સંબકટ, વાંસના કટકાથી બનેલ તે વિદલકટ, ચર્મથી બનેલ ચર્મકટ, કંબલ તે કંબલકટ... (33) આ સુંબકટાદિને વિશે અભ, બહુ, બહુતર, બહુતમ અવયવો વડે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy