SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪/૩૬૨ થી ૩૬૪ સ્થાન-૪-ઉદ્દેશો-૪ — * — X — * - * - ૧૧૫ ૦ ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશકમાં વિવિધ ભાવોને ચાર સ્થાન વડે કહ્યા. અહીં પણ તે જ રીતે કહેવાય છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું પહેલું સૂત્રન • સૂત્ર-૩૬૨ થી ૩૬૪ : [૩૬] ચાર પ્રસર્જકો કહ્યા છે -- અનુત્પન્ન ભોગોને મેળવવા સંચરે છે, -૨- પૂર્વોત્પન્ન ભોગોને રક્ષણ કરવા સંચરે છે, -૩- અનુત્પન્ન સુખોને પામવા સંચરે છે, અને -૪- પૂર્વોત્પન્ન સુખોના રક્ષણાર્થે સંચરે છે. - [૩૬૩] નૈરયિકોને ચાર ભેદે આહાર છે અંગારા જેવો, મુમુર જેવો, શીતલ અને હિમશીતલ... તિચિયોનિકને ચતુર્વિધ આહાર કહ્યો છે - કંકોપમ, બિલોપમ, પ્રાણમાંસોપમ, પુત્રમાંસોપમ... મનુષ્યોને ચતુર્વિધ આહાર કહ્યો છે - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ... દેવોને ચતુર્વિધાહાર કહ્યો છે - વર્ણવાન, ગંઘવાન્, રસવાનું, સ્પર્શવાનું. [૩૬૪] જાતિ આશીવિષો ચાર ભેદે કહ્યા છે - વીંછું જાતિય આશીવિષ, મંડુક જાતિય આશીવિશ્વ, ઉગ જાતિય આશીવિશ્વ, મનુષ્ય જાતિ આશીવિશ્વ. હે ભગવન્ ! વીંછી જાતિના આશીવિશ્વનો વિષય કેટલો કહ્યો છે ? વીંછી જાતિનો આશીવિશ્વ અર્ધભરત પ્રમાણ શરીરને વિશ્વમય કરી, શરીર વિદારવા સમર્થ છે, આ વિષના અર્થપણાની શક્તિમાત્ર છે, પણ નિશ્ચયથી તેમ કર્યું નથી - કરતા નથી - કરશે નહીં મંડુક જાતિના આશીવિષનો પ્રશ્ન. મંડુક જાતિય આશીવિષ ભરત ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે યાવત્ કરશે નહીં. ઉગ જાતિના આશીવિશ્વનો પ્રશ્નઃ ઉગ જાતિય આશીવિષ પોતાના વિષ વડે જંબુદ્વીપ પ્રમાણ શરીરને વિષમય કરવા સમર્થ છે. શેષ પૂર્વવત્ મનુષ્યજાતિના આશીવિશ્વનો પ્રન: મનુષ્ય જાતિનો આશીવિશ્વ સમયક્ષેત્ર પ્રમાણ શરીરને વિષમય કરવા અને શરીરને વિદારવા સમર્થ છે, પણ નિશ્ચયથી તેણે એમ કર્યુ નથી યાવત્ કરશે નહીં. • વિવેચન-૩૬૨ થી ૩૬૪ ઃ [૩૬૨] આ સૂત્રનો અનંતર સૂત્રનો સંબંધ આ છે - અનંતર સૂત્રમાં દેવ-દેવી કહ્યા. તેઓ ભોગ અને સુખવાળા હોય છે. માટે ભોગ-સુખોને આશ્રીને પ્રાર્પકના ભેદો કહે છે. આ સંબંધે આવેલ સૂત્રની આ વ્યાખ્યાન પ્રકર્ષથી ભોગાદિ અર્થે દેશાનુદેશ સંચરે છે અથવા આરંભ-પરિગ્રહથી વિસ્તારને પ્રાપ્ત થાય તે પ્રસર્જકો. પ્રાપ્ત નહીં થયેલ શબ્દાદિ ભોગોને કે તેના કારણભૂત ધન અને સ્ત્રી આદિને સંપાદન કરવા માટે અથવા અનુત્પન્ન ભોગોને સંચરે છે. કહ્યું છે કે - ધનલુબ્ધ પુરુષ રોહણગિરિ પ્રતિ દોડે છે, સમુદ્ર તો છે, ગુફાઓમાં ભટકે છે ૧૧૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અને ભાઈને પણ મારે છે. ઘણું રખડે છે, ભારને વહે છે, ક્ષુધા સહે છે, પાપ આયરે છે, લોભમાં આસક્ત અને ધૃષ્ટ થઈને કુલ-શીલ અને જાતિની મર્યાદાને પણ છોડે છે. વળી પૂર્વોત્પન્ન કે પાઠાંતરથી વર્તમાનમાં મળેલનું રક્ષણ કરવાને, ભોગ વડે પ્રાપ્ત કરવા યોગ્ય આનંદ વિશેષ માટે સંચરે છે. શેષ સુગમ છે. [૩૬૩] ભોગ-સૌખ્યાર્થે સંચરનારા કર્મ બાંધીને નાકપણે ઉત્પન્ન થાય છે માટે નાકોના આહારનું નિરૂપણ કરતાં કહે છે - સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - અલ્પકાળ દાહ હોવાથી અંગારાની ઉપમા જેવો, ઘણાં કાળ પર્યન્ત બળતરા થવાથી મુર્મુર જેવો, શીતવેદનાનો ઉત્પાદક હોવાથી શીતળ અને અતિ શીતવેદનાના ઉત્પાદક હોવાથી હિમશીતળ છે. ઉક્ત ચારે ક્રમશઃ એક-એકથી અધિક વેદનાવાળા છે. -- આહાર અધિકારથી તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી આહારનું નિરૂપણ કરવા માટે ત્રણ સૂત્ર સ્પષ્ટ છે— – વિશેષ એ કે - કંક પક્ષીની આહાર વડે ઉપમા જેમાં છે તે કંકોપમ. અર્થાત્ કંકપક્ષીને સ્વરૂપથી દુર્જર આહાર પણ સુખભક્ષ્ય અને સુખરૂપ પરિણામવાળો થાય છે. એ રીતે જે આહાર તિર્યંચોને સુભક્ષ, સુખપરિણામી હોય છે, તે કંકોપમ.. બિલમાં પ્રવેશતું દ્રવ્ય તે બિલ જ છે. તેની ઉપમા જેને છે તે બિલોમ. જેમ બિલમાં રસનો આસ્વાદ મળ્યા સિવાય જલ્દીથી કિંચિત્ પ્રવેશ થાય છે. એ રીતે જે આહાર, ગળારૂપ બિલમાં પ્રવેશે છે તે બિલોપમ.. ચાંડાલ, તેનું માંસ, અસ્પપણાએ નિંદનીય હોવાથી દુઃખપૂર્વક ખાવાયોગ્ય હોય, એ રીતે તેઓને દુઃખાધ આહાર તે પાણમાંસોપમ.. પુત્ર પર અતિ સ્નેહ હોવાથી તેનું માંસ અતિ દુઃખપૂર્વક ખાવા યોગ્ય હોય, એ રીતે જે દુઃખાધતર આહાર તે પુત્રમાંસોપમ. ક્રમથી આ આહાર શુભ, સમ, અશુભ, અશુભતર જાણવો. [૩૬૪] આહાર ભક્ષણીય છે, માટે ભક્ષણના અધિકારથી આશીવિષ સૂત્ર કહેલ છે. તે સુગમ છે. વિશેષ આ - આશ્ય અર્થાત્ દાઢાઓમાં વિશ્વ છે જેઓને તે આશીવિષ. તેઓ કર્મથી અને જાતિયી હોય છે. તેમાંથી કર્મથી તિર્યંચો અને મનુષ્યો કોઈપણ ગુણથી આશીવિષ થાય છે. સહસ્રાર પર્યન્તના દેવો શાપાદિ દ્વારા અન્યનો નાશ કરવાથી કર્મથી આશીવિશ્વો છે. જાતિથી આશીવિષો વીંછી આદિ છે. વિષનો કેટલો વિષય છે ? પ્રભુ - સમર્થ, અર્ધભરતનું પ્રમાણ સાધિક ૨૬૩ યોજન છે. તેટલા પ્રમાણવાળા શરીરને પોતાની સાધનભૂત દાઢાથી ઉત્પન્ન થયેલ વિષ વડે વિષમય કરી શકે છે અથવા પાઠાંતરથી ત્યાં વિષ વડે વ્યાપ્ત છે - તથા વિદારણ કરવા માટે સમર્થ હોય છે. અથવા વીંછીનું વિષ, એ જ અર્થનો ભાવ તે વિષાર્થતા. તેના વિષનો અથવા તેમાં નહીં જ એવા પ્રકારના શરીરની પ્રાપ્તિ દ્વારા વીંછીએ કરેલ નથી અર્થાત્ તેવી તેની શક્તિ હોય છે, છતાં કદાપિ કર્યુ નથી. - ૪ - કરતા નથી, કરશે નહીં. ત્રિકાળ નિર્દેશ ત્રૈકાલિકત્વ જણાવવા માટે છે. સમયક્ષેત્ર એટલે મનુષ્ય ક્ષેત્ર. - - વિશ્વનો પરિણામ વ્યાધિ છે, તેથી વ્યાધિ સૂત્ર–
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy