SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્થાનાંગ-ભૂમિકા [૧] નામ - જેનું એક એવું નામ છે તે નામ એક - [૨] સ્થાપના એક - પુસ્તકાદિમાં સ્થાપેલ એક અંક. - [3] દ્રવ્ય એક - સચિત આદિ ત્રણ પ્રકારે છે. [૪] માતૃકાપદ એક - “ઉપનેઈવા, વિગમેઈ વા, ધુવેઈ વા” એ માતાની માક, સકલ શાના મૂલપણે અવસ્થિતમાંથી કોઈ એક વિવાિત પદ કે અ-કારાદિ અક્ષરાત્મક માતૃકામાંથી કંકારાદિ એક અક્ષર તે માતૃકાયદ. | [૫] સંગ્રહ એક - એક શબ્દના ઉચ્ચારણ વડે ઘણાંનો સંગ્રહ કરાય છે. - x - ઔદયિકાદિ ભાવમાંથી કોઈ એક. અહીં ભાવ એકનો અધિકાર છે. જેથી ગણના લક્ષણ સ્થાન વિષય આ એક છે. ગણના સંખ્યા, સંખ્યા તે ગુણ. ગુણ તે ભાવ. સ્થાન શબદનો નિક્ષેપ તો પ્રથમ કહેલ જ છે. તેમાં ગણના સ્થાનનો અહીં અધિકાર છે. તેથી એકલક્ષણ સ્થાન-સંપાભેદ અને એક સ્થાન વિશિષ્ટ જીવાદિ અર્ચના પ્રતિપાદનમાં સમર્થ તે પણ એક સ્થાન. - x - છે સ્થાન-૧ છે - X - X - X – o હવે સૂમાલાપક નિષ્પ નિક્ષેપનો અવસર છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે - શ્રત જે માયુમન ઇત્યાદિ સૂત્ર પદોનો નિક્ષેપનામાદિ ન્યાસ, તેનો અવસર છે, છતાં કહેતા નથી. કેમકે સૂગ હોવાથી તેનો સંભવ છે. સૂત્ર સૂવાનુગમમાં છે. તે અનુગમનો જ ભેદ છે, માટે પહેલા અનુગમ વર્ણવે છે. અનુગમ બે પ્રકારે - નિયુક્તિઅનુગમ, સૂણાનુગમ. તેમાં નિયુક્તિમાં નિક્ષેપ, ઉપોદ્ઘાત, સૂરસ્પર્શિક એ ત્રણ ભેદે નિયુક્તિ અનુગમ છે. તેમાં નિક્ષેપ નિયુક્તિ અનુગમ સ્થાન, અંગ, અધ્યયનાદિ એક શબ્દના નિક્ષેપ પ્રતિપાદનથી પ્રતિપાદિત થયો છે.. ઉપોદ્ઘાત નિયુક્તિ અનુગમ તો સે નિર્લે ઉના ઇત્યાદિ બે ગાયાથી જાણવો. સૂત્રસ્પર્શિક નિર્યુક્તિ અનુગમ સંહિતાદિ છ પ્રકારના વ્યાખ્યા લક્ષણરૂપ છે. હવે સૂકાનુગમ જ કહેવો જોઈએ. તેમાં થોડાં શબ્દવાળું, મહાન અથિિદ વિશિષ્ટ સૂગના લક્ષણસહિત અને ખલિતાદિ દોષ રહિત સૂત્ર ઉચ્ચાર કરવા યોગ્ય છે. તે આ પ્રમાણે • સૂત્ર-૧ - હે આયુષ્યમાન ! તે ભગવંતે આ પ્રમાણે કહેલું, મેં સાંભળેલ છે. • વિવેચન-૧ - આ સૂત્રની વ્યાખ્યા સંહિતાદિ ક્રમ વડે - ભાગકાર કહે છે - સૂત્ર, પદ, પદાર્થ, સંભવ, વિગ્રહ, વિચાર અને દૂષિત સિદ્ધિ, તે નયોના મત વિશેષથી દરેક સૂગનું વ્યાખ્યાન કરવું. તેમાં સૂત્ર એટલે સંહિતા, તે કહેવાયેલ છે. કેમકે સૂગાનુગમ સંહિતારૂપ છે. કહ્યું છે કે - સૂબાનુગમ પદચ્છેદસહિત સૂત્રને કહી કૃતાર્થ થાય છે. ખલિતાદિ ગુણસહિત ઉચ્ચારેલ સૂત્રમાં કેટલાંક અર્થો પ્રાજ્ઞ પુરુષને સમજાયેલ જ છે. તેથી સંહિતા વ્યાખ્યાનો ભેદ થાય છે અને ન જાણેલ અર્થને જાણવા માટે પદ આદિ વ્યાખ્યાભેદ પ્રવર્તે છે. તેમાં પદો - શ્રત કથા આયુષ્યના સૈન બનાવતા ઇવાટ્યાત આ રીતે પદોની વ્યવસ્થા કરી ત્યારે સૂગાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તેમાં આ વ્યવસ્થા છે. • જ્યાં જેટલા નિક્ષેપા જાણી શકાય ત્યાં તેટલા નિક્ષેપા નિરવશેષ નિક્ષિપ્ત કરવા. જ્યાં ન જાણી શકાય ત્યાં ચાર નિક્ષેપા સ્થાપવા. તેમાં નામથુત, સ્થાપનાશ્રુત જાણીતા છે. ઉપયોગરહિત ભણેલાનું સૂત્ર કે પાના, પુસ્તકમાં રહેલું તે દ્રવ્યશ્રત છે અને શ્રતમાં ઉપયોગવાળાનું તે ભાવકૃત છે. અહીં શ્રોબેન્દ્રિય દ્વારા થયેલ ઉપયોગલક્ષણરૂપ ભાવકૃત અધિકાર છે. 3 - એટલે જીવિતના દશ ભેદ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ઓઘ, ભવ, તભવ, ભોગ, સંયમ, યશ અને કીર્તિ. તેમાં [૧] નામ, [૨] સ્થાપના સુગમ છે. [3] દ્રવ્ય - જીવિત સચેતનાદિ ભેદવાળું દ્રવ્ય જીવનનો હેતુ હોવાથી જીવિત
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy