SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/ર/૩૬૦ ૧૦૫ ધર્મીના ઉપચારથી તદ્દોષહરણ છે. - x • અથવા આહરણ દોષ જેમાં છે તે આહરણતદ્દોષ, બાકી પૂર્વવતુ. ભાવાર્થ - સાધ્યના વિકલપણાદિ દોષથી જે દુષ્ટ છે તે તદ્દોષ આહરણ. જેમ ઘટ માફક અમૂfપણાથી શબ્દ નિત્ય છે, અહીં સાધ્યસાધન વિકલતા નામક દષ્ટાંતદોષ છે. વળી અસખ્યાદિ વચનરૂપ છે, તે તદ્દોષ આહરણ જેમ હું સર્વથા અસત્યપરિહાર કરું છું - x • અથવા સાધ્યની સિદ્ધિ કરતો અન્ય દોષ લાવે તે તદ્દોષાહરણ. જેમ લૌકિક મુનિઓ પણ સત્ય ધર્મને ઇચ્છે છે - x • x - “સો યજ્ઞથી એક પુત્ર શ્રેષ્ઠ, સો ગ્રોથી એક સત્ય શ્રેષ્ઠ” એવા વચન બોલે. આવા વચનો શ્રોતાને પ્રાયઃ સંસારના કારણભૂત પુત્ર, યજ્ઞાદિમાં ધર્મની પ્રતીતિ બતાવે છે, તેથી આહરણ તદ્દોષતા છે. વળી જેમ કોઈ કહે કે ઘટવ આ જગતું કરાયેલ છે, તેનો કઈ ઈશ્વર છે, આ રીતે તે ઈશ્વરને કુંભાર તુલ્ય કહે છે. વાદીએ સ્વસંમત અર્થ સાધવા વસ્તુનો ઉપન્યાસ કરતા તેના ખંડન માટે પ્રતિવાદી દ્વારા જે વિરુદ્ધ અર્થનો ઉપનય કરાય કે પૂર્વપક્ષમાં ઉત્તરરૂપ ઉપનય કરે તે ઉપન્યાસોપનય, ઉત્તરરૂપ યુક્તિ માત્ર છતાં દટાંત ભેદ છે. કેમકે જ્ઞાતિનો હેતુ હોય છે. જેમકે આત્મા અમૂર્તપણાથી આકાશવત્ કત છે. એમ કહે ત્યારે બીજો કહે છે - આકાશની માફક અભોક્તા પણ થશે અને અભોકતૃત્વ તમને પણ ઈટ નથી. • X - X - X - [ઇત્યાદિ, ચર્ચા વૃતિથી જાણવી.] - X - X -. મવાર :- અપાય - અનર્થ, તે જે દષ્ટાંતમાં દ્રવ્યાદિને વિશે કહેવાય છે, તે આ - આ ન્યાદિ વિશેષોને વિશે વિવક્ષિત દ્રવ્યાદિ વિશેષોની જેમ અપાય છે અથવા હેયતા જેમાં કહેવાય તે અપાય નામક આહરણ છે. તે દ્રવ્યાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યથી કે દ્રવ્યમાં અપાય અથવા તેનું કારણ હોવાથી દ્રવ્ય જ અપાય તે દ્રવ્ય અપાય. - X - X - દ્રવ્ય અપાય છોક્વા યોગ્ય છે અથવા દ્રવ્યમાં અનર્થ વર્તે છે, દાંતકોઈ બે વણિકભાઈ દેશાંતર જઈ, ધન મેળવીને, ધનના લોભથી પરસ્પર મારવા તૈયાર થયા. ગામ પાસે આવતા વિચાર્યુ કે આ દ્રવ્ય અનર્થકારણ છે. ઘનને દ્રહમાં ફેંકય, તે કોઈ મત્સ્ય મળી ગયો, તે મત્સ્ય તે ભાઈઓની બહેનો ખરીદી લાવી, મસ્ય ચીરતા ધન મળ્યું, દ્રવ્ય લોભથી માતાને મારી નાંખી. તે અનર્થ જોઈને બંને ભાઈઓએ વૈરાગ્યથી દીક્ષા લીધી. તે અપાય પરિહાર. • x • ફોગથી, ક્ષેત્રમાં કે ક્ષેત્ર જ અપાય તે ક્ષેત્ર અપાય. શેષ પૂર્વવત્ • x • અપાયવાળું ક્ષેત્ર વર્જવું. જેમ જરાસંધ નામક પ્રતિવાસુદેવના સંભવિત અપાય જર્ચા છે તે મથુરાનગરી દશાહ-જાદવોએ છોડી હતી. • x• અપાય સહિત અનર્થવાળા કાળના ભાગમાં યત્ન કરે તે કાળ અપાય. બાર વર્ષમાં તૈપાયન દ્વારિકાને બાળશે - એવી નેમિનાથના વચન સાંભળી બાર વર્ષ લક્ષણ અપાય સહિત સમયને ત્યજવા માટે ઉતરાપથને વિશે ગયેલ દ્વૈપાયનની જેમ - X • અપાયસહિત કાળ હોય. ભાવ અપાય - મહાનાગની જેમ તજવો. દેટાંત-કોઈ તપસ્વી પારણે ક્ષુલ્લકમુનિ સાથે ભિક્ષા ભ્રમણાર્થે નીકળ્યા. કોઈ રીતે દેડકી મરી ગઈ, પુલકે પ્રેરણા કરી તો ૧૦૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પણ તપસ્વી મુનિએ તે ન સ્વીકાર્યું, ફરી સાંજે યાદ કરાવ્ય, ક્રોધ ચડ્યો, લકને મારવા દોડ્યા, થાંભલા સાથે અથડાઈ મૃત્યુ પામી જયોતિકમાં ઉપજીને ચ્યવીને જાતિસ્મરણવાળા દષ્ટિવિષ સર્પ થયા, સર્પ દંશથી મરેલા પગને જોઈને રાજાએ બધાં નાગોને મારવા આદેશ આપ્યો. - x • આ નામે વિચાર્યું કે મારી દૃષ્ટિથી આ મનુષ્ય ભસ્મ થઈ જશે. સર્ષે પૂછડું કાઢ્યું. કટકા-કટકા કરાયા. છતાં તે નામે પૂર્વકૃત ક્રોધનો ઉપાય જાણી ક્રોધ લક્ષણ ભાવ અપાયનો ત્યાગ કર્યો - * - * - નાગદd રાજપુત્ર થયો, દીક્ષા લીધી, તિર્યચપણાના અભ્યાસથી અતિભુખ્યો રહેવા લાગ્યો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખા-ખા કરતો -x-x- બીજા મુનિએ ઇર્ષાથી આહારમાં ફૂંકવા છતાં ઉપશાંત ભાવે કેવળજ્ઞાન પામ્યા. સુવા - ઉપાય - કાર્ય પ્રત્યે પુરુષના વ્યાપારાદિ સામગ્રીરૂપ. તે દ્રવ્યાદિ ઉપેયમાં છે, એ રીતે જે આહરણમાં કહેવાય તે ઉપાય આહરણ. જેમકે - આ સાધવા યોગ્ય દ્રવ્યાદિ વિશેપોને વિશે ઉપાય છે, વિવક્ષિત દ્રવ્યાદિ વિશેષ માફક અથવા દ્રવ્યની ઉપાદેયતા જેમાં કહેવાય છે તે આહરણ ઉપાય છે. તે પણ દ્રવ્યાદિથી ચાર ભેદે છે. તેમાં સુવર્ણ આદિ દ્રવ્યનો કે પ્રાસુક ઉદકનો અથવા દ્રવ્ય એ જ ઉપાય તે દ્રવ્ય ઉપાય. દ્રવ્યનું સાધન કે દ્રવ્યની ઉપાદેયતારૂપ સાધન પણ તેમજ છે - X •x એ રીતે ગોપાય - ક્ષેત્રમાં પરિકર્મ વડે ઉપાય. જેમ આ ક્ષેત્રનો ક્ષેત્રીકરણરૂપ ઉપાય હળ વગેરે છે અથવા તવાવિધ સાધુના વ્યાપાર વડે તથાવિધ અન્ય ક્ષેત્રની માફક પ્રવતવું તે. એ રીતે કાલોપાય - કાલ જ્ઞાનનો ઉપાય. જેમ કાલજ્ઞાનમાં ધાન્ય આદિની જેમ ઉપાય છે, અથવા ઘટિકાની છાયાદિ ઉપાયથી કાળને જાણ. એ રીતે ભાવોપાય - જે ભાવને જાણવામાં ઉપાય છે અથવા ઉપાયથી તું ભાવને જાણ, તે બૃહતકુમારિકા કથા-કથનથી જાણેલ છે ચોર આદિનો ભાવ જેણે એવા અભયકુમાર માફક, તેિ કથાનો સા] રાજગૃહીના સ્વામી શ્રેણિક રાજાને અભયકુમાર પુત્ર છે. રાજાને દેવકૃપાથી સર્વઋતુ સંબંધી ફલાદિથી સમૃદ્ધ બગીચો હતો. અકાળે ઉત્પન્ન આમફળ ખાવાના દોહદવાળી સ્ત્રીના પતિ ચાંડાલ ચોરે આમફળ ચોય, ચોરને જાણવા ઘણાં મનુષ્યો મધ્ય અભયકુમારે મોટી કુમારિકાની કથા કહી [કથા વૃત્તિથી જાણી લેવી, પ્રસિદ્ધ છે.] કથા કહીને અભયકુમારે પૂછ્યું કે આમાં દુકકારક કોણ ? - X - X• ચોરે કહ્યું ચોર દુકકારક છે, તેથી અભયકુમારે પણ આ ઉપાય વડે ભાવને ઓળખી, આ જ ચોર છે તેવો નિર્ણય કર્યો - x • x-. સ્થાપના કર્મ - સ્થાપવું તે સ્થાપના, તેનું કર્મ તે સ્થાપનાકર્મ. જે જ્ઞાત દ્વારા પરમતને દૂષિત કરીને સ્વમતની સ્થાપના કરાય છે તે સ્થાપના કર્મ. બીજા અંગસૂમમાં બીજા શ્રુતસ્કંધમાં પુંડરીક નામક પહેલું અધ્યયન છે, તેમાં કહેવું છે કે - કોઈ કાદવ અને પ્રચુર જલવાળી વાવ છે, તેના મધ્યભાગે મહાપુંડરીક કમળને લેવા માટે ચારે દિશાથી ચાર પુરષો કાદવવાળા માર્ગે પ્રવેશ્યા, પણ કમળ મેળવ્યા સિવાય કાદવમાં ખેંચી ગયા. અન્ય પુરશે કાંઠે રહીને કાદવને સ્પેશ્ય વિના અમોઘ વચનથી કમળને
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy