SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૨૭ થી ૩૨૯ તે બહુમધ્યદેશભાગ જાણવો. અહીં અંજનક પર્વત મૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા કહ્યા. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણી ગાથામાં કહ્યું છે - ૮૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ભૂમિમાં, કિંચિત્ ન્યૂન ૧૦,૦૦૦ યોજન ભૂમિતલે છે. અંજનક પર્વતોનું મૂલ [કંદમાં] ૯૫૦૦ યોજન પહોળાઈ છે. ભૂમિતલે ૯૪૦૦ યોજન પહોળાઈ છે. આ મતાંતર છે. તેનું કારણ કેવલીગમ્ય. ગાયનું પૂંછડું આરંભે સ્થૂળ, અંતે પાતળું હોય તેવા ગોપુચ્છ સંસ્થાન અંજનક પર્વતો છે, તે સર્વે કૃષ્ણરત્ન વિશેષ તન્મય છે અથવા સર્વથા અંજનમય-પરમકૃષ્ણ છે. કહ્યું છે - ભમરો, ભેંસશ્રૃંગ, કાળો સુરમો, તેના જેવા કાળા, સુંદર અંજનક પર્વતો ગગનતલને સ્પર્શતા હોય તેમ શોભે છે. 99 તે આકાશ સ્ફટિકવત્ સ્વચ્છ, કોમળ તંતુથી બનેલા, કોમળવસ્ત્ર સમાન, ઘંટેલ વસ્ત્ર સમ શ્લણ, ઘસેલ પાષાણ પ્રતિમા જેવા ધૃષ્ટ અથવા પ્રમાર્જનિકા વડે શુદ્ધ કરાયેલા, તેથી જ રહિત, કઠણ મલના અભાવે કે ધોયેલ વસ્ત્ર સમ નિર્મળ, કાદવના અભાવે કે કલંકરહિત હોવાથી નિષ્પક, નિષ્કંટક કે નિષ્કવચ અર્થાત્ આવરણ રહિત શોભાવાળા અથવા અકલંક શોભાવાળા, દેવોને આનંદ કરનાર આદિ પ્રભાવાળા કે પોતાના જ સ્વરૂપથી દીપતા, કિરણો સહિત, ઉધોતસહિત - વસ્તુના પ્રકાશથી વર્તતા મનને પ્રસાદ કર્તા, નેત્ર વડે જોવાતા છતાં શ્રમને ન કરનાર, મનોહર, જોનારને રમણીય લાગે છે. તેમ ચાવત્ શબ્દથી જાણવું. ત્યાં અત્યંત રમણીય ભૂમિભાગ છે. તથા શાશ્વતા કે શાશ્વતી અરિહંત પ્રતિમાના સ્થાનો તે સિદ્ધાયતનો છે. કહ્યું છે - દરેક અંજનક પર્વતોના શિખરની ઉપર બેઠેલા સિંહ જેવા આકારે અને ઉંચા અરિહંતના આયતનો [જિનાલયો હોય છે. મુત્યુ - અગ્રદ્વારે આયતનના મંડપો તે મુખમંડપો - પટ્ટશાલો, પ્રેક્ષણક-તે માટેના ગૃહરૂપ મંડપો તે પ્રેક્ષાગૃહ મંડપો. વર - વજ્રરત્નમય, માટન - જોનાર મનુષ્યના બેઠભૂત. વિનયવૃષ્ય - ચંદસ્વારૂપ વસ્ત્રો, તેના મધ્યભાગે જ અવલંબન માટેના અંકુશો છે. જે દામમાં મોતીઓના પરિમાણ વડે કુંભ વિધમાન જેમાં છે તે કુંભિકારૂપ મોતીની માળા, કુંભ પ્રમાણ આ છે– બે અસતીથી એક પાલી, બે પસલીથી એક સેતિકા, ચાર સેતિકાથી કુડવ, ચાર કુડવે એક પ્રસ્થ, ચાર પ્રચ્ચે એક આઢક, ચાર આઢકે એક દ્રોણ. સાઠ આઢકનો એક જઘન્યકુંભ, એંશી આઢકે એક મધ્યમ કુંભ, ૧૦૦ આઢકે એક ઉત્કૃષ્ટ કુંભ, તે મોતીની માળાનું અર્ધ ઉંચપણાનું પ્રમાણ છે. પૂર્વોક્ત જે માળા અર્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળી અને અર્ધકુંભવાળા મુક્તા ફળ વાળી છે, તેવી માળા વડે સર્વ દિશાઓમાં વીંટાયેલી છે. ચૈત્ય અર્થાત્ સિદ્ધાયતનની નજીક રહેલ સ્તૂપો તે ચૈત્યસ્તૂપો અથવા ચિત્તને આહ્લાદક હોવાથી ચૈત્યસ્તૂપો. પદ્માસને બેઠેલી જિનપ્રતિમા. - ૪ - મહેન્દ્રા - સિદ્ધાંત ભાષા વડે અતિ મોટા એવા ધ્વજો અથવા શક્રાદિ મોટા ઇન્દ્રોની ધ્વજા જેવા તે મહેન્દ્ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ધ્વજો. પછી બધી શાશ્વતી પુષ્કરિણી સામાન્યથી નંદા કહેવાય છે. તેના ફરતું સપ્તચ્છદવન જાણવું. તે વાવોમાં નીકળવા-પ્રવેશવા ત્રણ દિશાઓમાં ત્રણ ત્રણ સોપાનની પંક્તિઓ છે. તે વાવોમાં રૂપામય હોવાથી દહીં જેવા શ્વેત મુખવાળા તે દધિમુખ પર્વતો જાણવા. વિમલ શંખદલ, નિર્મળ દહીં, ઘનદૂધ, મોતના હાર જેવા ઉજળા ગગનતલને સ્પર્શીને રહેલા મનોહર દધિમુખ પર્વતો છે. અંજનગિરિના મધ્ય ભાગે ઇશાનકોણમાં રતિને કરનારા હોવાથી રતિકર પર્વતો કહેવાય. તે પર્વતો પાસે ક્રમથી કૃષ્ણાદિ ઇન્દ્રાણીઓની રાજધાનીઓ છે. દક્ષિણ લોકાર્ડ્ઝનાયક હોવાથી શક, તેના અગ્નિ, નૈઋત કોણમાં રહેલ બે રતિકર પર્વતો પાસે શક્રેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે. ઉત્તર લોકાદ્ધનો સ્વામી ઈશાનેન્દ્ર હોવાથી વાયવ્ય અને ઇશાન કોણનો રહેલ પર્વતોની પાસે ઇશાનેન્દ્રની ઇન્દ્રાણીની રાજધાની છે. st એમજ નંદીશ્વર દ્વીપે અંજનક પર્વત ઉપર ચાર અને દધિમુખ પર્વતો ઉપર સોળ મળીને વીશ જિનાલયો છે. અહીં ચાતુર્માસિક પડવા, સંવત્સર, બીજા ઘણાં જિન જન્માદિ એ સમુદાય સહિત દેવો અષ્ટાહ્નિકા મહોત્સવો કરતા વિચરે છે, એવું જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે. બીજા પણ તેવા પ્રકારે સિદ્ધાયતનો હોય તો વિરોધ નથી. વિજયનગરી માફક રાજધાનીમાં પણ સિદ્ધાયતનો સંભવે છે. વળી પંચદશ સ્થાનો દ્વારમાં કહ્યું છે– સોળ દધિમુખ પર્વતો શ્વેત - X - છે, તેની બહાર બે બે વાવડીમાં બહારના બે કોણની નજીકમાં સુવર્ણકાંતિ સમ બે-બે રતિકર પર્વતો છે. અંજનકાદિ પર્વતોમાં વિવિધ મણિ વડે કાંતિવાળા શિખરો ઉપર બાવન જિનગૃહો છે. તે મણિરત્નમય, હજાર યોજનવાળા છે. તત્વ બહુશ્રુત જાણે. - - ઉક્ત સર્વે જિનકથિત સત્ય હોવાથી સત્ય છે. માટે હવે સત્ય સૂત્ર કહે છે– • સૂત્ર-૩૩૦ થી ૩૩૨ - [૩૩૦] સત્ય ચાર ભેદે છે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવરાવ્ય. [૩૩૧] આજીવિકોનું તપ ચાર ભેદે છે - ઉગ્રતપ, ઘોરતપ, રસત્યાગ તપ અને જિલેન્દ્રિય પ્રતિલીનતા, [૩૩૨] સંયમ ચાર ભેદે કહ્યો છે ત્યાગ ચાર ભેદે કહ્યો છે - મન, અકિંચનતા ચાર ભેદે કહી • વિવેચન-૩૩૦ થી ૩૩૨ - [૩૩૦] નામ, સ્થાપના સત્ય સુગમ છે. ઉપયોગરહિત વક્તાનું સત્ય તે દ્રવ્ય સત્ય. સ્વ-પર અનુપરોધથી ઉપયોગયુક્ત તે ભાવસત્ય. [૩૩૧] સત્ય - ચાસ્ત્રિ વિશેષ, ચાસ્ત્રિના વિશેષને યાવત્ ઉદ્દેશકના અંત પર્યન્ત કહે છે. આજીવિકા - ગોશાળાના શિષ્યો, અટ્ઠમ આદિ તે ઉગ્રતપ. અથવા ગુવાર - આ લોકાદિની આશંસારહિતનો શોભનતપ.. આત્મ નિરપેક્ષ તે ઘોરતપ.. મન, વચન, કાય, ઉપકરણ સંયમ. વચન, કાય અને ઉપકરણ ત્યાગ. મન, વચન, કાય ઉપકરણ અકિંચનતા.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy