SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૪/ર/૧૧૯ થી ૩૨૨ દ્વીપમાં પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધ અથવા પૂવૃદ્ધિ અને પશ્ચિમાધના ખંડના ફોકોમાં અન્યૂનાધિક જાણવું. • સૂત્ર-૨૩ થી ૩૨૬ : [૩૩] ભૂદ્વીપના ચાર હારો કહ્યા છે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. તે દરવાજ ચાર યોજન પહોળા અને પ્રવેશ માર્ગ ચાર યોજન છે. ત્યાં ચાર મહાદ્ધિક યાવત પલ્યોપમસ્થિતિક દેવ વસે છે - વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે છે. [૨૪] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લહિમવત વર્ષધર પર્વતની ચારે વિદિશામાં લવણસમદ્રમાં ૩૦૦-૩૦૦ એજન જતાં આ ચાર અંતરદ્વીપો છે • એકોરકતદ્વીપ, ભાષિકદ્વીપ, વૈષાણિકદ્વીપ અને લાંગુહિકદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે - એકોટા, આભાષિકા, વૈષામિકા અને લાંગુલિકા તે દ્વીપોથી ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૪૦૦-૪૦૦ યોજન જતાં ચાર અંતરહીયો છે - હચકર્ણદ્વીપ, ગજકર્ણદ્વીપ, ગોકર્ણદ્વીપ, શકુલકર્ણદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો વસે છે - હચકણી, ગજકણ, ગોકણ, શલ્કલીકaઈ. ઉકત દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૫oo-voo યોજના જતાં ચાર અંતદ્વીપો છે - આદમુિખદ્વીપ, મેંઢકમુખદ્વીપ, અયોમુખદ્વીપ અને ગોમુખદ્વીપ. ત્યાં ચાર પ્રકારના મનુષ્યો કહેવા. તે દ્વાપોથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૬૦૦-૬oo યોજન જતા ચાર અંતરદ્વીપો છે : અશમુખદ્વીપ, હસ્વિમુખદ્વીપ, સીહમુખદ્ધીપ, વ્યાઘમુખદ્વીપ. તે દ્વીપમાં પણ ચાર પ્રકારે મનુષ્યો કહેવા. તે દ્વીપોથી ચાર વિદિશામાં આગળ 900-900 યોજન જd ચાર અંતરદ્વીપણે છે. અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ, કfપાવરણદ્વીપ. ત્યાં મનુષ્યો કહેવા. તે દ્વીપોથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમુદ્રમાં ૮૦૦-૮૦૦ યોજન જતાં ચાર અંતરદ્વીપો છે : ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિધુનુખદ્વીપ, વિધુતદ્વીપ, તે દ્વીપમાં પણ મનુષ્યો કહેવા. ત્યાંથી આગળ ચાર વિદિશાઓમાં લવણસમદ્રમાં ૯oo-૯oo યોજન જતાં ચાર અંતરદ્વીપો છે - ઘનkતદ્વીપ, લષ્ટદેતદ્વીપ, ગૂઢદંતદ્વીપ, શુદ્ધદંતદ્વીપ. ત્યાં પણ મનુષ્યો વસે છે - ધનદેતા, લષ્ટદેતા, ગૂઢદંતા, શુદ્ધદંતા. જંબુદ્વીપના મેરની ઉત્તરે શિખરી વર્ષધરની ચારે વિદિશાઓમાં લવણસમુદ્રમાં 300-300 યોજન જતાં ચાર અંતરદ્વીપો છે . એકોકદ્વીપ આદિ ઉપર મુજબ જ શુદ્ધાંત પર્યન્ત કહેવું. રિ૫) જંબુદ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે દિશાઓમાં લવણસમુદ્રમાં ૯૫,ooo યોજન જતાં ત્યાં અતિ મોટા, ઉદક કુંભાકારે રહેલા ચાર મહાપાતાળ કળશો છે : વડવામુખ, કેતુક, ચૂપક, ઈશ્વર ત્યાં મહર્વિક ચાવતું પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે - કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન... જંબુદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી ચારે દિશામાં ૪૨,000 યોજન જતાં ચાર વેલંધરનાગરાજીય ચર આવાસ પર્વતો છે - ગોસ્વપ, ઉદકભાસ, શંખ, ઉદક્સીમ. ત્યાં મહહિક ચાવત પલ્યોપમ સ્થિતિક ચાર દેવો વસે છે . ગોસ્વપ, શિવક, શંખ, મન:શિલ. જંબુદ્વીપની બાલ વેદિકાંતથી ચાર વિદિશામાં લવણસમુદ્રમાં ૪૨,ooo યોજન જતાં ચાર અનુલંધર નાગરાજીય આવાસ પર્વતો છે - કકોંટક, વિધુતાભ, કૈલાસ, અરુણપભ. ત્યાં ચાર મહદ્ધિક દો યાવતુ પલ્યોપમ સ્થિતિક વસે છે - કર્કોટક, કર્દમ, કૈલાસ, અરુણપભ. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો પ્રકાશ્યા-પ્રકાશે છે અને પ્રકાશશે.. ચાર સૂર્યો તયા, તપે છે, તપશે... ચાર કૃતિકા યાવતુ ચાર ભરણી નામો છે. ચાર અનિ યાવતુ ચાર યમ નિક્ષત્રાધિપતિ છે.. ચાર અંગારક ચાવતુ ચાર ભાવકેતુ ગ્રિહો છે. લવણસમુદ્રના ચાર દ્વારો છે . વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત તે દ્વાર ચાર યોજન પહોળા, ચાર યોજન પ્રવેશી છે, ત્યાં ચાર મહર્વિક દેવો ચાવતું પલ્યોપમસ્થિતિક છે - વિજય આદિ. [૨૬] ધાતકીખંડસ્લીપ ચક્રવાલવિહેંભથી ચાર લાખ યોજન છે. જંબૂદ્વીપની બહાર ચાર ભરત, ચાર ઐરાવત ક્ષેત્રો છે, એવી રીતે જેમ શબ્દોદ્દેશક બીજ સ્થાનમાં કહ્યું, તેમજ અહીં બધું કહેવું. • વિવેચન-૩૨૩ થી ૩૨૬ : [૩૨] પૂર્વાદિ ચારે દિશાઓમાં ક્રમશઃ વિજયાદિ દ્વારો છે, દ્વારની બે તફની શાખનો જે અંતર-વિાકંભ ચાર યોજન છે. પ્રવેશબંને બાજુ ભીંતની એક-એક કોશ જાડાઈ અને ઊંચાઈ આઠ યોજન છે. • x - આ ચાર દ્વારોમાં દ્વારના નામવાળા, પલ્યોપમસ્થિતિક, દેવી સહિત પરિવારયુક્ત દેવોસહિત, મહદ્ધિક દેવો વસે છે. | [૩૨૪] મહા હિમવંત અપેક્ષાએ નાનો, તે ચુલ્લહિમવંત. પૂર્વ-પશ્ચિમના ભાગને વિશે દરેકની બે બે શાખા છે. ઇશાનાદિ વિદિશાઓમાં લવણસમુદ્રમાં 300-300 યોજન ઉલંધીને જે શાખારૂપ ભાગો વર્તે છે. આ શાખાવિભાગોમાં સમુદ્ર મધ્યના દ્વીપો અથવા પરસ્પર વિભાગ પ્રધાન દ્વીપો તે અંતરદ્વીપો. તેમાં ઇશાન કોણમાં એકોરૂક નામક દ્વીપ 300 યોજન લાંબો-પહોળો છે. એ રીતે આભાષિક, વૈષાણિક, લાંગૂલિક દ્વીપ ક્રમથી અગ્નિ-નૈઋત્ય-વાયવ્ય ખૂણામાં છે. સમુદાય અપેક્ષાએ ચાર છે, એક એક વિભાગમાં નહીં. તેથી ક્રમ વડે દ્વીપો યોજવા યોગ્ય છે. દ્વીપના નામથી પુરષોના નામો છે, તેઓ સર્વ અંગોપાંગથી સુંદર અને જોવામાં સ્વરૂપથી મનોહર છે, પણ એક ઉરુવાળા આદિ નથી. આ દ્વીપોથી જ ૪૦૦ યોજન ઉલ્લંઘીને પ્રત્યેક વિદિશાએ ૪oo યોજન લાંબાપહોળા ચાર દ્વીપો છે. તથા જે દ્વીપોનું જેટલું અંદર છે તેટલું તેનું લંબાઈ-પહોળાઈનું પ્રમાણ છે. યાવતુ ચારે વિદિશાઓના સાતમાં અંતરદ્વીપોનું ૯oo યોજના અંતર છે અને તેટલું જ લંબાઈ-પહોળાઈ પ્રમાણ છે. બધાં મળીને ૨૮ અંતરદ્વીપો છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy