SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૨૯૪ થી ૩૦૦ અને મૃગમન, મૃગ અને સંકીણમન. આ જ ચાર ભેદે પુરુષો પણ જાણવા. ૫- હાથી ચાર ભેદે જાણવા - સંકીર્ણ અને ભદ્રમન, સંકીર્ણ અને મંદમન, સંકીર્ણ અને મૃગમન, સંકીર્ણ અને સંકીણમન. આ પ્રમાણે જ ચાર પુરુષો છે. [૨૬] ભદ્ર હાર્થીના લક્ષણો - મધની ગોળી સમાન પિંગલ આંખ, અનુક્રમે સુંદર લાંબુ પૂંછળુ, ઉન્નત મસ્તક, ધીર, સર્વાંગ સમાધિત હોય તે. [૨૭] મંદ હાથીના લક્ષણો - સંચળ, સ્થૂળ, વિષમ સ, સ્થૂળ મસ્તક, સ્થૂળ પૂંછ, સ્થૂળ નખ-દાંત-કેશવાળો, પિંગલ લોચનવાળો હોય તે ૫૧ [૨૮] મૃગ હાથીના લક્ષણો - કૃશ શરીર, કૃશ ગ્રીવા, કૃશ ત્વચા, કૃશ દાંત-નખ-વાળયુક્ત, ભીરુ, ત્રાસેલો, ખેદવાળો, બીજાને મારા દેનારો હોય તે. [૨૯] સંકીર્ણ હાર્થીના લક્ષણો - ઉકત ત્રણે હાથીના થોડા-થોડા લક્ષણ જેનામાં હોય, વિચિત્ર રૂપ અને શીલ વડે તે સંકીર્ણ છે. [૩૦૦] ભદ્ર હાથી શરદઋતુમાં, મંદ હાથી વસંતઋતુમાં, મૃગ હાથી હેમંત ઋતુમાં અને સંકીર્ણ હાથી સર્વ ઋતુમાં મદોન્મત્ત હોય છે. • વિવેચન-૨૯૪ થી ૩૦૦ : [૨૪] સૂત્રનો અર્થ કહેવાયેલ છે. વિશેષ આ - આર્યો નવ ભેદે છે - ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, ચરણ, દર્શન વડે આર્ય, ક્ષેત્રથી આર્ય, વળી પાપકર્મથી રહિત હોવાથી નિષ્પાપ. એ રીતે સત્તર સૂત્રો જાણવા. ક્ષાયિકાદિ જ્ઞાનાદિ યુક્ત, તે આર્યભાવ, ક્રોધાદિ, તે અનાર્યભાવ. દૃષ્ટાંત અને દાĪન્તિક અર્થ સહિત પુરુષજાત કહે છે [૨૫] સૂત્ર પાઠ સિદ્ધ છે - વિશેષ એ કે - ઋષભ એટલે બળદ. જાતિ એટલે ગુણવાન્ માતૃપક્ષ. કુળ એટલે ગુણવાન પિતૃપક્ષ. વન - ભારવહન આદિ સામર્થ્ય, રૂપ - શરીર સૌંદર્ય. પુરુષો સ્વયં વિચારી લેવા. ઉક્ત દૃષ્ટાંત સૂત્રો પુરુષના દાન્તિક સૂત્રો સહિત જાતિ વગેરે ચાર પદોને સ્થાપીને છ દ્વિક સંયોગી સ્થાનના ક્રમથી છ જ ચતુર્થંગીથી જાણવા. હાથીના સૂત્રમાં ભદ્ર આદિ હાથી વિશેષ, વનાદિ વિશેષિત અને કહેવાનાર લક્ષણવાળા છે. કહે છે - હાથી, ભદ્ર-મંદ-મૃગ ત્રણ ભેદે જાણવા. તે વનમાં ફરવાથી, આકાથી, પરાક્રમ ભેદથી જણાય છે. તેમાં ભદ્ર હાથી ધીરાદિ ગુણ વડે યુક્ત, મંદ હાથી ધૈર્ય અને વેગથી મંદ, મૃગ-મૃગ માફક પાતળા અને બીકણ, સંકીર્ણ - ભદ્રાદિ હાથીઓના ગુણથી મિશ્રિત છે. - ૪ - ૪ - તેમાં એક ભદ્ર અને ભદ્ર મનવાળો ઇત્યાદિ ક્રમે-૧૬ ભેદ થશે. મદ્ર - જાતિ, આકારથી પ્રશસ્ત તથા જેનું મન ભદ્ર છે અથવા ભદ્રના જેવું મન જેને છે તે મમન - ધીર... મંદ છે મન જેનું અથવા મંદની જેમ મન જેનું છે તે મંમન - અત્યંત ધીર નહીં. એ રીતે મૃગમન - ભીરુ, સંજળમન - ભદ્રાદિ વિચિત્ર લક્ષણયુક્ત - વિચિત્ર ચિત્ત. પુરુષો તો કહેવાતા ભદ્રાદિ લક્ષણ મુજબ પ્રશસ્ત-અપ્રશસ્ત સ્વરૂપવાળા જાણવા. તે લક્ષણો સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ [૨૬] મધની ગોળી જેવા પિંગલ નેત્ર જેને છે તે, પરંપરા એ સારી રીતે ઉત્પન્ન થયેલ તે અનુપૂર્વ સુજાત, સ્વજાતિ ઉચિત કાળક્રમે થયેલ બળ, રૂપાદિ ગુણયુક્ત, લાંબા પૂંછડાવાળા, અનુક્રમે સ્થૂળ-સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ લક્ષણથી જેનું પૂંછડું લાંબુ છે તે. અગ્રભાગે ઉન્નત, ધીર, સર્વે અંગોથી પ્રમાણોપેત અને લક્ષણયુક્ત સર્વાંગ સમાહિત ભદ્ર નામે હાથી છે. ૫૨ [૨૯૭] ન્નત - શિથિલ, સ્કૂલ અને ચીમળાયેલ ચર્મવાળો, સ્થૂલ મસ્તક, સ્થૂલ પૂંછડાના મૂળથી યુક્ત, સ્થૂળ નખ-દાંત-કેશવાળો, સિંહની માફક પિંગલ નેત્રવાળો મંત્ર નામક હાથી હોય છે. [૨૯૮] કૃશ શરીર, કૃશ ગ્રીવા, પાતળી ત્વચા, પાતળા નખ - દાંત - કેશવાળો, બીકણ, ભયથી સ્તબ્ધ કાન, ડરેલો, ચાલવામાં ઉદ્વેગવાળો, સ્વયં ત્રાસેલો અને બીજાને ત્રાસ આપનારો તે ત્રાસી, મુળ નામક હાથી છે. [૨૯૯,૩૦૦] બંને ગાથા સરળ છે. [મૂલાર્થ પ્રમાણે જાણવું ભદ્ર હાથી દાંત વડે હણે છે, મંદ હાથી હાથ વડે હણે છે, મૃગ હાથી શરીર અને હોઠથી હણે છે, સંકીર્ણ હાથી સર્વાંગથી હણે છે. - - હમણાં સંકીર્ણ મનવાળો હાથી કહ્યો. મનનું સ્વરૂપ બતાવી વચનને વિકથાથી કહે છે. - સૂત્ર-૩૦૧ - વિકથાઓ ચાર કહી છે - સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા. સ્ત્રીકથા ચાર ભેદે છે - સ્ત્રીઓની જાતિ કથા, સ્ત્રીઓની કુળ કથા, સ્ત્રીઓની રૂપકથા, સ્ત્રીઓની નેપથ્ય કથા... ભકત [ભોજન કથા ચાર ભેદે છે ભોજનની ૧- આવાપ કથા, ૨નિવર્ષિ કથા, ૩- આરંભ કથા, ૪- નિષ્ઠાન કથા... - દેશ કથા ચાર ભેદે છે - દેશવિધિ કથા, દેશવિકલ્પ કથા, દેશછંદક કથા, દેશનેપથ્ય કથા... રાજ કથા ચાર ભેદે છે - રાજાની -૧- અતિયાન કથા, -- નિર્માણ કથા, -૩- બાલવાહન કથા, -૪- કોશ કોઠાગાર કથા, ધર્મકથા ચાર ભેદે છે - આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની, નિર્વેદની. આક્ષેપણી કથા ચાર ભેદે આચાર, વ્યવહાર, પજ્ઞપ્તિ, દષ્ટિવાદ, વિક્ષેપણી કથા ચાર ભેદે - (૧) સ્વ સિદ્ધાંતના ગુણોનું અને પરસિદ્ધાંતના દોષોનું કથન, (ર) પર સિદ્ધાંત ખંડન અને સ્વ સિદ્ધાંત સ્થાપના, (૩) પર સિદ્ધાંતનો સમ્યવાદ કહીને, તેમાં રહેલ મિથ્યાવાદ કહેવો. (૪) પર સિદ્ધાંતનો મિથ્યાવાદ કહીને ત્યાં સમ્યવાદને સ્થાપવો. સંવેદની કથા ચાર ભેદે છે . આલોક સંવેદની, પરલોક સંવેદની, આત્મશરીર સંવેદની, પર શરીર સંવેદની... નિર્વેદની કથા ચાર ભેદે કહેલી છે - (૧) આ લોકમાં સંચિત દુષ્ટકર્મનું ફળ આ જન્મમાં મળે, (ર) આ લોકમાં સંચિત દુષ્કર્મનું ફળ પરલોકમાં મળે, (૩) પરજન્મમાં સંચિત દુષ્કર્મનું ફળ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy