SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ જ0-પ(૩) સ્થાનાંગ-ગ-૩/૧ અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદની શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. જેમાં અગિયાર અંગસૂત્રોમાં બીજું અંગસૂત્ર “સ્થાનાંગ” લેવાયેલ છે. “ઠાણાંગ" સૂત્રનું મૂળ પ્રાકૃત નામ તાન છે. જેનું સંસ્કૃત રૂપ ‘થાન” થાય છે. તેથી સ્થાનાં-સૂત્ર કહેવાય છે. અમે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫,૬,૭ માં] જેમાં આ પાંચમો ભાગ છે, તેમાં ઠાણાંગ સૂત્રના સ્થાન - ૧ થી 3નો સટીક અનુવાદ છે. ઠાણાંગ સૂઝમાં શ્રુતસ્કંધ-૧ જ છે. તેમાં ૧૦-સ્થાનો (અધ્યયનો છે. આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગની ઘણી વાતોને સંક્ષેપમાં સંખ્યાત્મક રીતે રજૂ કરી છે. - જે એક થી દશ અંકો પર્યન્ત એકથી દશ સ્થાનોમાં અનુક્રમે સમાવાયેલી છે. જે બોલસંગ્રહ સ્વરૂપે છે. અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્ર સંબંધે કોઈ નિર્યુક્તિ, ભાણ, ચર્ણિ જોવા મળેલ નથી. શ્રી અભયદેવસૂકૃિત વૃત્તિ (ટીકા હાલ ઉપલબ્ધ છે, જેનો આ અનુવાદમાં સમાવેશ કરાયેલો છે, “સમવાયાંગ” જે હવે પછીનું ચોથું ગણ છે, તેની અને આ આગમની રજૂઆત પદ્ધતિમાં ઘણું જ સામ્ય છે. અમે આખી “આગમશ્રેણિ” ચેલી છે. જે બધામાં ક્રમાંકન એક સમાન જ છે. જો કોઈને આ અનુવાદની મૂળ ટીકા જોવાનું જરૂરી લાગે તો મારી મમુત્તાનન જોઈ શકે માત્ર મૂળ જોવું હોય તો મારું મમુનિ-પૂને જોઈ શકાય. માત્ર મૂળ સૂત્રોના અનુવાદ માટે અમારા ગુજરાતી અને હિન્દી ભાષાનુવાદ છે જ. તે સિવાય શબ્દ અને નામોની અલગ-અલગ ડિક્ષનેરી તો જુદી. • ઇત્યાદિ - - અહીં મૂલ સૂત્ર સાથે ટીકાનો અનુવાદ લેતાં કયાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો ક્યાંક વ્યાકરણ કે ન્યાયપ્રયોગો છોડ્યા પણ છે. - X - X - [5/2] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે સ્થાનાંગ-સૂત્ર-ટીકાસહિત-અનુવાદ છે • ભૂમિકા : જિનનાથ શ્રી વીરને નમીને સ્થાનાંગ સૂત્રના કેટલાંક પદોનું, અન્ય શાસ્ત્રો જોઈને હું કંઈક વિવરણ કરીશ. અહીં શ્રમણ ભગવંત શ્રી મહાવીર વર્ધમાન સ્વામી, ઇક્વાકુ કુલ નંદન, પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાના પુત્ર કે જેણે મહાન રાજા માફક પરમ પરપાકાર વડે ગાદિ શગને દબાવ્યા છે, આજ્ઞા પાલનમાં સમર્થ એવા સેંકડો રાજા વડે જેના ચરણકમળ સેવાય છે, સકલ પદાર્થ સમૂહને સાક્ષાત્ કરવામાં દક્ષ એવા કેવલજ્ઞાન-દર્શનરૂપ શ્રેષ્ઠ ઉપયોગ વડે જેણે સર્વ વિષયગ્રામનો સ્વભાવ જાણેલો છે, જેનું સમસ્ત ત્રિભુવનમાં અતિશયવાળું પરમ સામાન્ય છે તથા સંપૂર્ણ ન્યાય પ્રવર્તક છે તેવા ભગવંતના પરમ ગંભીર, મહાઈ-ઉપદેશ વડે નિપુણ બુદ્ધયાદિ ગુણસમૂહરૂપ માણિક્યની રોહણ ધરણી સમાન, ભંડારીની માફક ગણધરો વડે પૂર્વકાળમાં ચાર તીર્થમાં શ્રેષ્ઠ શ્રમણસંઘના અને તેના શિષ્યોના ઉપકારને માટે નિરૂપિત, વિવિધ અર્થરૂપી રત્ન શ્રેષ્ઠ રત્નો જેમાં છે, વળી દેવતા અધિષ્ઠિત એવા, જ્ઞાન-ક્રિયા બલવાનું છતાં કોઈપણ પુરુષ વડે કોઈ કારણવશાત્ પ્રકાશિત અને એ જ કારણથી અનર્થના ભયથી વિચામાં ન આવેલ એવા મહાનિધાનરૂ૫ આ સ્થાનાંગ સૂગનો, જો કે તથાવિધ જ્ઞાનબળરહિત છતાં કેવળ ધૃષ્ટતા પ્રધાનતાથી સ્વ પર ઉપકારને માટે અર્થચનાના અભિલાષી વડે જે જેણે પોતાની યોગ્યતા વિચારી નથી પણ જુગારાદિ વ્યસનમાં જોડાયેલાની જેમ કુશલ એવા પ્રાચીન પુરુષોને અનુસરી, તેમજ સ્વમતિથી વિચારી, ગીતાર્થ પુરુષોને સારી રીતે પૂછીને આ અનુયોગ આરંભાય છે. આ અનુયોગની કલાદિ દ્વાર નિરુપણથી પ્રવૃત્તિ છે. તે આ રીતે [૧] ફળ-શારામાં મનુષ્યોની પ્રવૃત્તિ માટે અવશ્ય ફળને કહેવું, અન્યથા શાસ્ત્રનું કંઈ પ્રયોજન નથી એવી આશંકાથી શ્રોતાઓ તેમાં પ્રવૃત્તિ ન કરે. ફળ બે પ્રકારે - અનંતર, પરંપર, અનંતર ફળ - અર્થનો બોધ છે, તેના દ્વારા આચરણ વડે જે મોક્ષની પ્રાપ્તિ, તે પરંપર ફળ છે. [] યોગ • એટલે સંબંધ, તે ઉપાય-ઉપેયરૂપે લઈએ તો અનુયોગ તે ઉપાય અને અર્થબોધ તે ઉપેય છે. તે પ્રયોજન-કથનથી કહેવાયો છે. તેથી અવસર લક્ષણ સંબંધ કહેવો. - x - અનુયોગ દેવામાં કોણ લાયક છે ? તેમાં ભવ્ય, મોક્ષ-માર્ગનો અભિલાષી, ગુરુ ઉપદેશમાં સ્થિર, આઠ વર્ષના દીક્ષા-પર્યાયી સાધુને સૂગથી સ્થાનાંગ દેવું. આ અવસર છે અને યોગ્ય પણ છે. કહ્યું છે કે જેમનો પર્યાય-ત્રણ વર્ષનો છે, તેને આચાપક અધ્યયન, ચાર વર્ષનાને સૂયગડાંગ, પાંચ વર્ષનાને દસા, કલ્પ, વ્યવહાર અને આઠ વર્ષના સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રદાન યોગ્ય છે. અન્યથા આજ્ઞાભંગાદિ દોષ છે.
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy