SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૨૬૬ થી ૨૬૮ . કાયસરળતા, ભાષાસરળતા, ભાવસરળતા, કહ્યા છે . [શ્રુત અને વયથી કાચો છતાં અલ્પ મીઠા ફળ સમાન; ઇત્યાદિ. [૨૬૮] ચાર ભેટે સત્ય છે અવિસંવાદનાયોગ... ચાર ભેદે તૃષા છે - કાય વક્રતા, ભાષા તકતા, ભાવ વકતા વિસંવાદના યોગ... ચાર ભેદે પ્રણિધાન કહ્યું છે - મનપણિધાન, વચન પ્રતિધાન, કાયપણિધાન, ઉપકરણપત્રિધાન; એ રીતે નૈરયિક, પંચેન્દ્રિય યાવત્ વૈમાનિકને હોય છે... ચાર સુપ્રણિધાન કહ્યા. મન સુપ્રણિધાન યાવત્ ઉપકરણ સુપ્રણિધાન; એ પ્રમાણે સંયત મનુષ્યોને પણ હોય છે... ચાર ભેદે દુપ્પણિધાન કહ્યા - મન દુપ્રણિધાન યાવત્ ઉપકરણ દુપ્રણિધાન; એ રીતે પંચેન્દ્રિયોને યાવત્ વૈમાનિકોને હોય છે. 39 • વિવેચન-૨૬૬ થી ૨૬૮ઃ [૨૬૬] અગ્નિ - ત્રિકાળ વચન નિપાત છે - હતા, છે, થશે. તેથી અગ્નિ એટલે પ્રદેશોની કાયોની રાશિ. અપ્તિ શબ્દથી ક્વચિત્ પ્રદેશો કહેવાય છે. તેથી તેના જાય તે અસ્તિકાય, અચેતનત્વથી તે અજીવકાય છે. અસ્તિકાય મૂર્ત-અમૂર્ત હોય છે, અમૂર્ત પ્રતિપાદનાર્થે અસ્તિકાય સૂત્ર છે. રૂપ એટલે આકારવાળું-વર્ણવાળું, તે જેને છે તે રૂપી, તેના નિષેધથી અરૂપી. જીવાસ્તિકાય કહ્યું, તદ્વિશેષભૂત પુરુષના નિરૂપણાર્થે ફળ સૂત્ર [૨૬] ઞામ - અપક્વ છતાં થોડું મધુર [આદિ ચારે મૂલાઈ મુજબ છે.] પુરુષ તે -૧- મ - વય અને શ્રુતથી અવ્યક્ત, આમ મધુર ફલ સમાન કેમકે અલ્પ ઉપશમરૂપ માધુર્યનો ભાવ છે. -૨- વય અને શ્રુતથી અવ્યક્ત છતાં - x - શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત, -૩- વય-શ્રુતથી પરિણત - x - ઉપશમ આદિ માધુર્યનું અલ્પત્વ, -૪- વય-શ્રુતથી પરિણત અને શ્રેષ્ઠ ઉપશમાદિ ગુણયુક્ત - એ રીતે પક્વ મધુર કહ્યો, તે સત્યગુણના યોગથી હોય છે. તેથી સત્ય અને વિપરીત મૃષા તથા સત્યાસત્ય પ્રણિધાનને કહે છે— [૨૬૮] સૂત્રનો અર્થ કહેલો છે. વિશેષ એ - ખ઼ુ - અમાયીનો ભાવ કે કર્મ, કાયાની સરળતા તે કાય-ઋજુકતા... ભાવ એટલે મન, કાયઋજુકતા આદિ શરીર, વાણી, મનની યથાર્થ સ્વરૂપ જણાવવાની પ્રવૃત્તિ. તથા અનાભોગ આદિથી ગાય આદિને અશ્વ આદિ જે કહેવું અથવા કોઈના માટે કંઈક સ્વીકારીને જે ન કરે તે વિસંવાદન, તેનો વિપક્ષ તે અવિસંવાદના યોગ. કૃષ્ણ - અસત્ય, કાયાની વક્રતા. પ્રિિધ - પ્રણિધાન એટલે પ્રયોગ. તેમાં મનનું પ્રણિધાન - આર્ત્ત, રૌદ્ર ધર્માદિરૂપથી પ્રયોગ તે મનપણિધાન. એ રીતે વચન, કાયાનું પણ છે. કપાળ - લૌકિક અને લોકોત્તરરૂપ વસ્ત્ર, પાત્રાદિ સંયમ અને અસંયમના ઉપકારને માટે પ્રણિધાન તે ઉપકરણપ્રણિધાન, જેમ સામાન્યથી કહ્યું તેમ વૈરયિકોને પણ કહેવું. તથા ચોવીશ દંડકમાં પણ જે પંચેન્દ્રિયો છે, તેઓને વૈમાનિક પર્યા આ રીતે કહેવું. એકેન્દ્રિયાદિને મન વગેરેનો અસંભવ હોવાથી પ્રણિધાનનો પણ અસંભવ છે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ પ્રણિધાન-સુપ્રણિધાન અને દુષ્પ્રણિધાન બે ભેદે છે. સંયમના હેતુવાળું પ્રણિધાનમન વગેરે પ્રયોજન તે સુપ્રણિધાન. તે સંયત મનુષ્યોને જ હોય કેમકે સુપ્રણિધાન ચાસ્ત્રિ પરિણતિરૂપ હોય. દુપ્પણિધાન સૂત્ર સામાન્ય સૂત્રવત્ જાણવું. વિશેષ એ કે - તે અસંયમ મનોવ્યાપારાદિ છે - હવે પુરુષ સૂત્રો– • સૂત્ર-૨૬૯ : ચાર પ્રકારે પુરુષ કહ્યા - આપતિ ભદ્રક પણ સંવારે અભદ્રક, સંવાસ ભદ્રક પણ આપાતે અભદ્રક, પાતભદ્રક અને સંપાતભદ્રક, આપતિઅભદ્રક અને સંપાતઅભદ્રક... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપ જુએ બીજાના નહીં, ઇત્યાદિ ચાર ભેદ... ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતાના પાપને ઉદીરે, બીજાના નહીં આદિ યાર... પોતાના પાપ ઉપશમાટે બીજાના નહીં તેવા ચાર... 36 ચાર પ્રકારે પુરુષ કહ્યા - પોતે ઉભો થાય, બીજાને ન થવા દે આદિ ચાર આ રીતે વંદન, સત્કાર, સન્માન, પૂજા, વાચના, પ્રતિપુચ્છના, વ્યાકરણ આદિની સૌભંગી કહેવી. કોઈ સૂત્રધર હોય અર્થધર ન હોય, અર્થધર હોય સૂત્રધર ન હોય ઇત્યાદિ. • વિવેચન-૨૬૯ : સૂત્રો સુગમ છે. વિશેષ એ -૧- આપાત - પ્રથમ મિલાપ. તેમાં દર્શન-આલાપ આદિથી સુખકર હોવાથી ભદ્રકારી, સુંવાસ - લાંબા સહવાસે ભદ્રક નહીં, કેમકે હિંસક હોવાથી સંસારના કારણમાં જોડનાર છે. -૨- સંવાસભદ્રક - સાથે વસનારાઓને અતિ ઉપકારી પણ અનાલાપ અને કઠોર ભાષણથી પહેલા મિલનમાં ભદ્રક નહીં, -૩,૪- એ રીતે બીજા બે ભંગ. - - સ્વપ્ન - છોડાય તે વર્જ્ય, અવધમાં અકારનો લોપથી વજ્ર - હિંસા, જૂઠ આદિ વજ જેવા ભારે પાપથી. કોઈ પોતાના પાપકર્મને કલહ આદિમાં જુએ છે, કેમકે પશ્ચાત્તાપ સહિત હોય છે, પણ ઉદાસીન હોવાથી બીજાના પાપને ન જુએ. અહંકારી બીજાના પાપને જુએ, પોતાના નહીં. ચશાવસ્તુના બોધથી કોઈ ઉભયના પાપને જુએ, વિમૂઢતાથી કોઈ બંનેના પાપ ન જુએ... કોઈ પોતાના પાપને જોઈને કહે કે - મેં આ પાપ કર્યુ, કે શાંત થયેલમાં ફરી પ્રવૃત્ત થાય કે વજ્રરૂપ કર્મને ઉદીરે આદિ. એ રીતે -૩- ઉપશમાવે - પાપકર્મ દૂર કરે... -૪- પોતે ઉભો થાય, પણ બીજાને ન કરાવે તે સંવિજ્ઞપાક્ષિક કે લઘુપર્યાયી, ઉભા કરાવે તે ગુરુ. ઉભા થાય અને કરાવે તે ગીતાદિ, અનુભયવૃત્તિ - જિનકલ્પી, અવિનિત. એ રીતે વંદનાદિ સૂત્રોમાં પણ ચાર ભંગ. વિશેષ એ - દ્વાદશાવદિ વડે વંદન, વસ્ત્રાદિ દાનથી સત્કાર, સ્તુત્યાદિથી સન્માન, ઉચિત દ્રવ્યોથી પૂજા, વાવતિ ભણાવે છે પણ ભણે નહીં તે ઉપાધ્યાય, બીજો ભેદ-શિષ્ય, ત્રીજા ભેદે-વિદ્વાન, ચોથા ભેદે - જિનકી છે. એમ બધે જાણવું. - X - X -. • સૂત્ર-૨૭૦ થી ૨૭૨ : સુરેન્દ્ર અસુરરાજ યમરને ચાર લોકપાલો કહ્યા - સોમ, યમ, વરુણ,
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy