SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 3/૩/૧૯૫ ૨૦૧ દ્રવ્યથી તોમર આદિ અને ભાવથી ત્રણ-૧-માયા-કપટ એ જ શલ્ય તે માયાશલ્ય, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - જે અનિંધ, બ્રહ્મચર્યાદિ વડે સાધ્ય જે મોઢાફળ અને કુશળકમરૂપ કલાવૃક્ષનું વન, દેવઋદ્ધિ આદિ પ્રાર્થનાના પરિણામરૂપ તીણ તલવાર વડે છેદાય તે નિદાન, ૩-વિપરીત એવું દર્શન છે મિથ્યાદર્શન. ૧૧-નિર્ગુન્શોને જ લબ્ધિ વિશેષના ત્રણ કારણો કહે છે - વિપુલ છતાં પણ સંકોચેલી, અન્યથા સૂર્યબિંબની માફક ન જોઈ શકાય તેવી તેજોલેશ્યા - તપની શકિતથી ઉત્પન્ન થયેલ તેજસ્વીપણું, તૈજસ શરીરરૂપ મહાજવાલા સમાન છે, જેના વડે તે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા. આતાપના-શીત-તાપ આદિથી શરીરને સંતાપવું, તેનો જે ભાવ તે આતાપનતા-શીત-તાપાદિને સહન કરવા પડે... ક્રોધના નિગ્રહ વડે, ક્ષા - સહનશીલ, પણ અશક્તિ વડે નહીં એવી ક્ષાંતિ ક્ષમા વડે... અપાનવોન - પારણાના કાળથી અન્યત્ર - છ વગેરે તપોકર્મથી પ્રાપ્ત. ભગવતીજીમાં કહ્યું છે હે ગોશાલક ! જે નખ સહિત વાળેલ અડદના બાકુળાની મુદ્ધિ વડે અનો એક ચલ પ્રમાણ પાણી વડે નિરંતર છä-છનો તપ કરી ઉંચા હાથ રાખીને સૂર્યની સન્મુખ આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરે તો તેને છ માસને અંતે સંક્ષિપ્ત વિસ્તીર્ણ એવી તેજલેશ્યા પ્રાપ્ત થાય. ૧૨-ભિક્ષની પ્રતિમા એટલે સાધુના અભિગ્રહ વિશેષ તે બાર છે. તેમાં એક માસિકી આદિ માસ-માસની વૃદ્ધિ વાળી સાત છે, ત્રણ પ્રત્યેક સાત અહોરાત્રિના પ્રમાણવાળી છે, એક અહોરાગિકી, એકરાગિકી એમ બાર ભિક્ષુપતિમા છે. - - સંઘયણવાળો, ધૈર્યવાનું, મહાસત્વવાનું અને ભાવિતાત્મા, ગુરુની અનુજ્ઞા પામેલ મુનિ પ્રતિમાને સ્વીકારે છે. | ગચ્છમાં રહેતો હોય, ઉત્કૃષ્ટથી કિંચિત્ ન્યૂન દશ પૂર્વનું શ્રુતજ્ઞાન હોય અને જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુનું જ્ઞાન હોય. દેહ પ્રત્યે મમત્વરહિત, જિનકીની માફક ઉપસર્ગને સહન કરનાર, એષણાના અભિગ્રહવાળો, વળી તેને ભોજન અલેપકૃત હોય. તે ગચ્છમાંથી નીકળીને તે એક માસ પ્રમાણવાળી મહાપતિમાને સ્વીકારે છે, તેને એક દત્તી ભોજન અને એક દતી પાણીને કો ચાવતું એક માસપર્યન્ત જાણવું. પહેલી પડિમા પૂર્ણ કરીને ગચ્છમાં પાછા આવે, એ રીતે બે માસી, ત્રણ માસી સાવ સાત માસી સાતમી પડિમા જાણવી. વિશેષ એ કે એકૈક દdીની વૃદ્ધિ હોય છે. પછી આઠમી પડિમા વહન કરે, તેમાં પ્રથમના સાત સમિદિનમાં નિર્જળ એકાંતર ઉપવાસ કરે. આગમમાં કહ્યું છે : સાત સમિદિન વાળી પ્રથમ એટલે આઠમી ભિક્ષુપ્રતિમા પ્રતિપન્ન સાધુને નિર્જળા એકાંતર ઉપવાસ વડે ગામની બહાર રહેવું કશે. તે ઉંચુ મુખ રાખીને ચતો સૂનાર, પડખે સૂનાર તથા નિષધાવાનું કહેલ કાયાની ચેષ્ટા વિશેષ કરીને પ્રામાદિથી બહાર રહીને દિવ્યાદિ ઘોર ઉપસર્ગોને નિશુલપણે સહે. ૨૦૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બીજી એટલે નવમી પણ એક જ પ્રમાણે જાણવી એટલે પ્રામાદિ બહાર રહેવું. વિશેષ એ કે • ઉભડક આસને બેસે, લગંડ આસને કે દંડાની જેમ લાંબા થઈને સૂઈ રહે. [અને ઉપસર્ગ સહે.] બીજી એટલે દશમી પ્રતિમા પણ એ રીતે છે, વિશેષ એ કે તેમાં ગોદોહીક આસન હોય. અથવા વીરાસને રહેવું અથવા આમકુજની જેમ રહેવું તે. અગિયારમી પ્રતિમા એક અહોરમની છે, તેમાં નિર્જળ છભા કરાય છે. વિશેષ એ કે ગામ-નગર બહાર હાથ લાંબો કરીને રહેવાનું છે. બારમી પ્રતિમા પણ એક અહોરણની છે, તે અઠ્ઠમ તપ વડે થાય છે. સામાદિ બહાર કાયોત્સર્ગે રહી, શરીર કિંચિત નમાવીને અનિમેષ એ એક પુદ્ગલ પર નિશ્ચલ દૈષ્ટિ રાખે. બંને પગ સંકોચીને, લાંબા હાથ રાખીને કાયોત્સર્ગે રહેવું. બાકીનું દશાશ્રુતસ્કંધમાં કહા મુજબ જાણવું. - ૪ - ૧૩- એકરાગિકી બારમી પ્રતિમાને સમ્યક અનુપાલન નહીં કરવાથી ઉન્માદચિતવિષમ, કોઢ વગેરે રોગ, આતંકશૂળ, વિશુચિકાદિ જે કદી પ્રાણનો ઘાત કરે, તે રોગાતંક પામે, શ્રત ચારિક લક્ષણ રૂપ ધર્મથી ભ્રષ્ટ થાય અને સમ્યકત્વની હાનિ થાય. પ્રતિમાનું સારી રીતે પાલન ન કરવાથી જે ઉન્માદ, રોગ અને ધર્મબંશ તે અહિતાદિને માટે થાય છે. - x - ૧૪- આ તેરમાં સૂત્રથી વિપરીત સૂત્ર જાણવું. -- સાધુઓનાં ઉપર વર્ણવેલા અનુષ્ઠાનો કર્મભૂમિઓમાં જ થાય છે, તેથી કર્મભૂમિ નિરૂપણ કરે છે • સૂત્ર-૧૯૬ થી ૧૮ : [૧૯૬] જંબૂદ્વીપ નામક દ્વીપમાં ત્રણ કર્મભૂમિ કહી છે • ભરd, ઐરાવત, મહાવિદેહ. એ રીતે ધાતકીખંડહીપના પૂવરદ્ધિમાં વાવત પુષ્કરધરદ્ધીપાર્વના પશ્ચિમાદ્ધમાં ત્રણ કર્મભૂમિઓ કહેલી છે. [૧૯] ત્રણ પ્રકારે દર્શન કહેલ છે - સમ્યગ્રદર્શન, મિથ્યાદર્શન, મિશ્રદર્શન રુચિ ત્રણ ભેદે છે . સમ્યગુરુચિ, મિથ્યારુચિ, મિશ્રરુચિ...પ્રયોગ ત્રણ ભેદે છે - સભ્ય પ્રયોગ, મિયા પ્રયોગ, મિત્ર પ્રયોગ. [૧૯૮) વ્યવસાય ત્રણ પ્રકારે છે . ધાર્મિક વ્યવસાય, ધાર્મિક વ્યવસાય, ધાર્મિક-અધાર્મિક વ્યવસાય... અથવા ત્રણ પ્રકારે વ્યવસાય છે - પ્રત્યક્ષ, પ્રાત્યયિક, આનુગામિક... અથવા ત્રણ પ્રકારે વ્યવસાય છે - ઇહલૌકિક, પરલૌકિક, ઉભયલૌકિક... ઇફ્લૌકિક વ્યવસાય ત્રણ ભેદે છે - લૌકિક, વૈદિક, સામાયિક [સાંસંબંધી... લૌકિક વ્યવસાય ત્રણ ભેદે છે - અર્થ, ધર્મ, કામ - સંબંધી... વૈદિક વ્યવસાય ત્રણ ભેટે છે - સ્વેદ, યજુર્વેદ, શામવેદ સંબંધી... સામાયિક વ્યવસાય કણ ભેદે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ સંબંધી. અર્થ દ્રિવ્ય યોનિ [ઉપાય) ત્રણ ભેદે - સામ, દંડ, ભેદ સંબંધી. • વિવેચન-૧૯૬ થી ૧૯૮ :[૧૯૬] જંબૂવીપ ઇત્યાદિ પાંચ સૂત્રો સાક્ષાત્ અને અતિદેશથી કહ્યા છે. તે
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy