SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/ગ-/૩૯૧ થી ૩૯૪ ૧૮૩ • વિવેચન-૩૧ થી ૩૯૪ : - હે પ્રાણીઓ ! તમે સમ્યક્ બોધ પામો. કુશીલ કે પાખંડી લોક તમારા માટે થવાના નથી અને ધર્મના દુર્લભત્વને સમજો. તેથી કહ્યું છે કે - મનુણવ, [ઉત્તમ એવા] જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, આયુ, બુદ્ધિ, ધર્મ-શ્રવણ યોગ, તેની શ્રદ્ધા અને સંયમ - આ બધું લોકમાં દુર્લભ છે. આ રીતે ધર્મ ન કરેલા જીવો માટે મનુષ્યવ અતિ દુર્લભ છે, એમ જાણી અને તેમાં જન્મ, જરા, મરણ, રોગ, શોકાદિ તથા નરકતિર્યંચ યોનિના ઘણા દુ:ખોનો ભય છે, તેમ તું જાણ. તથા સાસશ્નો વિવેક ભૂલીને અજ્ઞાનીઓ સંસાર પામ્યા છે. નિશ્ચયનયના મતે એકાંત દુ:ખરૂપ તાવવાળાની માફક આ સંસારી પ્રાણિગણ છે. કહ્યું છે કે - જન્મ દુઃખ છે, વૃદ્ધત્વ દુઃખ છે, રોગ અને મરણ પણ દુઃખ છે. અહો ! આ સંસાર જ દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ કલેશ પામે છે તથા તરસથી પીડાતાને પાણી અને ભૂખથી પીડાતાને ભાતથી વૃદ્ધિ થાય છે. આ જગતમાં જીવો સેંકડો દુ:ખોથી દુઃખી છે અને તાવથી બબડતા માફક કકળાટ કરે છે. આવા દુ:ખી લોકમાં પણ અનાર્યકર્મ કરનારો, સુખનો અર્થી, પ્રાણીનું મર્દન કરતો સ્વકર્મથી દુ:ખને જ પામે છે. અથવા મોક્ષનો અર્થી છતાં સંસારે ભમે છે. - કુશીલના કડવા વિપાકો બતાવ્યા. ધે તેઓના દર્શન-મતને કહે છે. મનુષ્યલોકમાં અથવા મોક્ષ-ગમન અધિકારમાં કેટલાંક અજ્ઞાનથી ઢંકાયેલા મતિવાળા મૂઢો, બીજાથી મોહિત થયેલા આવું પ્રતિપાદન કરે છે કે મોક્ષ આ પ્રમાણે મળે છે. કેવી રીતે મળે છે ? તે કહે છે— ખવાય તે આહાર, • ઓદન આદિ. તેના રસની પુષ્ટિ જેનાથી થાય તેને લવણ-મીઠું કહે છે. લવણથી ભોજનની સ પુષ્ટિ થાય છે. તેનું વર્જન થતુ લવણના ત્યાગથી મોક્ષ મળે છે. પાઠાંતરમાં આરસપંઘથર્વનો પાઠ છે. અર્થાત્ આહાર સાથે લવણપંચક તે આહારસપંચક છે. તેમાં સેંધવ, સંચળ, બિડ, ગેમ અને સામઢ છે, તે લવણથી જ બધાં રસોના સ્વાદ આવે છે, તે જ કહ્યું છે - લવણ વિનાના રસો, ચક્ષરહિત ઇન્દ્રિયસમૂહ, દયારહિત ધર્મ, સંતોષ રહિત સુખ નથી. તથા રસોમાં લવણ, સ્નિગ્ધતામાં તેલ, યજ્ઞમાં ઘી મુખ્ય છે. આ પ્રમાણે લવણના વર્જનથી જ રસપરિત્યાગ કર્યો કહેવાય. તેના ત્યારથી જ મોક્ષની પ્રાપ્તિ છે, તેમ કેટલાંક મૂઢો માને છે અથવા પાઠાંતરથી મહારમો પંરક્ષ યાને કહ્યું. અર્થાત્ લસણ, ડુંગળી, ઉંટડીનું દૂધ, ગાયનું માંસ અને મધ, એ પાંચના વર્જનથી મોક્ષ બતાવે છે. કેટલાક ભાગવતમતવાળા વારિભદ્રકાદિ સચિત્ત પાણીના પરિભોગથી મોક્ષ બતાવે છે. તે માટે તેઓ કહે છે કે - જેમ પાણી બાહ્ય મલને દૂર કરે છે. તેમ અંતરમલને પણ દૂર કરે છે. જેમ વાદિની શુદ્ધિ જળથી થાય છે, તેમ બાહ્ય શુદ્ધિ માફક અંતસ્ની શુદ્ધિ પણ જળ વડે માનેલી છે. તથા કેટલાક તાપસ, બ્રાહ્મણાદિ હવનથી મોક્ષ માને છે. જેઓ સ્વગિિદ ફળને ઇચ્છતા નથી તેઓ સમિધ અને ઘી ૧૮૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ આદિથી હોમ કરી અગ્નિને તૃપ્ત કરે છે, તે મોક્ષ માટે અગ્નિહોત્ર કરે છે. બીજા પોતાના અસ્પૃદય માટે હોમ કરે છે, તેઓ કહે છે કે - જેમ અગ્નિ સુવણિિદના મેલનો નાશ કરે છે, તેમ હોમ કરવાથી આત્માના અંદનો મેલ-પાપ પણ નાશ પામે છે. - ઉક્ત અસંબદ્ધ બોલનારાને ઉત્તર આપવા કહે છે - શીલ વગરનાને પ્રાત: સ્નાન આદિથી મોક્ષ મળતો નથી, આ શબ્દથી હાથ-પગ ધોવાથી પણ મોક્ષ મળતો નથી. તે જ કહે છે - પાણીના પરિભોગવી, તેના આશ્રિત જીવોનો નાશ થાય છે અને જીવોના ઉપમર્દનથી મોક્ષ પ્રાપ્ત ન થાય. વળી પાણી પણ એકાંતે બાહ્યમેલ દૂર કરવા સમર્થ નથી. કદાય થાય તો પણ અંતર મલને ધોતું નથી, ભાવશુદ્ધિથી જ તેની શુદ્ધિ થાય છે. જો ભાવરહિત પણ તેની શદ્ધિ માનો તો માછીમારો આદિની પણ જળના અભિષેકચી મુક્તિ થઈ જાય. તે જ રીતે પાંચ પ્રકારના લવણના અપસ્મિોગથી પણ મોક્ષ ન થાય. કેમકે લવણ ન ખાવાથી મોક્ષ થવાની વાત યુક્તિ યુક્ત નથી. લવણ રસ જ પુષ્ટિજનક છે, તેવું એકાંતે નથી. ક્ષીર-સાકર આદિમાં પણ તે રસ છે. વળી મોક્ષની પ્રાપ્તિ દ્રવ્યથી લવણ વર્જન વડે છે કે ભાવથી ? જે દ્રવ્યથી થાય તો લવણરહિત દેશમાં બધાંનો મોક્ષ થઈ જાય. પણ આવું જોયું કે જાણ્યું નથી. જો ભાવથી મોક્ષ છે, તો ભાવ જ પ્રધાન છે, તો લવણનું વર્જન શા માટે ? વળી મૂઢ બનીને કોઈ મધ, માંસ, લસણ આદિ ખાઈને મોક્ષાથી અન્યત્ર સંસારમાં વસે છે કેમકે તેઓ ઉક્ત અનુષ્ઠાન કરે છે, પણ સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષ માર્ગના અનુષ્ઠાનને ન આદરીને સંસારમાં વસે છે. - હવે વિશેષથી ત્યાગવાનું બતાવે છે - તથા જે કોઈ મઢ સચિત પાણીથી સિદ્ધિનું પ્રતિપાદન કરે છે, મધ્યાહે - સાંજે કે સવારે એમ ત્રિકાળ સંધ્યામાં પણ પાણીનો સ્પર્શ કરી નાનાદિક ક્રિયા જળ વડે કરતા પ્રાણીઓની વિશિષ્ટ ગતિ-પ્રાપ્તિ માને છે, તે પણ અસમ્યક છે. કેમકે જો જળના સ્પર્શ માત્રથી સિદ્ધિ થતી હોય તો જળને આશ્રીને રહેતા માછીમાર આદિ કુકર્મ કરનારા, નિર્દય-નિરનુકંપ ઘણાં પ્રાણીઓ મોક્ષામાં જાય છે. વળી તેઓ કહે છે કે - બાહ્ય મલ દૂર કરવાના સામર્થ્ય જલમાં સાક્ષાત્ દેખાય છે તે પણ વિચારવાથી યુક્ત દેખાતું નથી. કેમકે જેમ પાણી અનિષ્ટ મલને દૂર કરે છે તેમ ઇચ્છિત અંગે લગાવેલ કુંકુમ આદિ પણ દૂર કરે છે, તેથી તો [પાપને જેમ દૂર કરે તેમ પુણ્યને પણ દૂર કરશે, જે ઇષ્ટ ફળને વિન કરનારું સિદ્ધ થશે. વળી સાધુને - બ્રહ્મચારીને પાણીથી સ્નાન કરવું તે દોષને માટે જ થાય છે - કહ્યું છે કે - સ્નાન, મદ અને કામદેવને ઉત્તેજક છે, તે કામવિકારનું પહેલું અંગ છે, માટે કામનો ત્યાગ કરીને, ઇન્દ્રિય મનમાં રત પુરુષો સ્નાન કરતા નથી. પાણીથી શરીર ભીનું કરવાથી સ્નાત નથી કહેવાતો, પણ ખરો નાત તો તે જ છે, કે જેણે વ્રત લઈને તે પ્રમાણે પાડ્યા છે અને તે જ બાહ્ય તથા અંદરની શચિ છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy