SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ર/ગ-Ja૯૭ થી ૦૯૯ ૨૩૫ કરે છે. તેનું શું કારણ છે? બધાં પ્રાણી સંસરણશીલ છે. સ્થાવર પ્રાણી ત્રસરૂપે ઉક્ત થાય છે, ઝસ પણ સ્થાવર ઉત્પન્ન થાય છે. જ્યારે સ્થાવરકાયિક ચ્યવીને કસકાયપણે ઉત્પન્ન થાય અને ત્રસકાયિક મરીને થાવસ્કાયમાં ઉન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને હતાં [ઝસકાયમાં ઉત્પન્ન થનાર હોવાથી તેમને હણે છે. [૬૮] જે પ્રમાણે પ્રત્યાખ્યાન રે તે સુપ્રત્યાખ્યાન થાય છે. આ રીતે પચ્ચકખાણ કરાવે સુપ્રત્યાખ્યાન કરાવે છે. આ રીતે તે બીજાને પચ્ચક્ખાણ કરાવતા વ પ્રતિજ્ઞા ઉલ્લંઘતા નથી. તેિ પ્રમાણે- કોઈ અભિયોગ વિના ગૃહપતિ ચોર ગ્રહણ-વિમોક્ષણ જાયે-ત્રસભૂત પ્રાણીઓની હિંસા કરવાનો ત્યાગ, કરે. આવા ભાષા પરાક્રમની વિધમાનતા થકી જેઓ ક્રોધ કે લોભ વશ ભીજાને ફખાણ કરાવે કિસ આગળ ભૂત શબ્દ ન જોડી તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે અને ન્યાયયુકત પણ નથી. હે ગૌતમ! તમને પણ આ રુચે છે ? [૬૯] ભગવંત ગૌતમે સ-diદ ઉદય પેઢાલપુમને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ઉદક! મને આ વાત ન ચી. જે શ્રમણ કે માહણ આમ કહે છે યાવત પરૂપે છે, તે શ્રમણ નિગ્રન્થ યથાર્થ બોલતા નથી, તેઓ અનુતાપિની ભાષા બોલે છે, તેઓ શ્રમણો અને શ્રમણોપાસકો પર મિથ્યા દોષારોપણ કરે છે. જે લોકો અન્ય જીવ, પ્રણ, , સત્વોના વિષયમાં સંયમ કરે - કરાવે છે, તેના પર પણ તેઓ વ્યર્થ દોષારોપણ કરે છે. તેનું શું કારણ? મસ્ત પ્રાણી પરિવર્તનશીલ છે. ત્રણ પાણી સ્થાવર ઉપજે છે, સ્થાવો પણ કસપણે ઉપજે છે. ત્રસકાયિક મરીને સ્થાવર કાયમ ઉપજે છે, સ્થાવકાયિક ચ્યવીને ત્રસકાયમાં ઉપજે છે. તેઓ ત્રસકાયમ ઉપજે ત્યારે પ્રત્યાખ્યાનકત માટે હનન યોગ્ય નથી. • વિવેચન-૩૯૭ થી : [૯] હે આયુષ્યમાનું ગૌતમ ! કુમારપુત્રો નામક નિર્ણન્યો આપનું પ્રવચન બોલે છે. તે આ પ્રમાણે - ગૃહસ્પતિ શ્રમણોપાસક નિયમ લેવાને માટે તત્પર થઈને આવ્યો. તેને પચ્ચખાણ કરાવ્યું. તે આ રીતે - સ્થૂલ પ્રાણી જેનાથી દંડાય તે દંડ - પ્રાણીને પીડવા, તેને તજીને પ્રાણાતિપાતની નિવૃત્તિ કરે છે. તેમાં પણ આ અપવાદ છે . પોતાની બુદ્ધિથી ન માગું, રાજાદિના અભિયોગથી જે જીવહિંસા થાય તેનાથી નિવૃત થતો નથી. તેમાં સ્કૂલ પ્રાણી વિશેષણથી તેમને અનુમતિ પ્રત્યય દોષ લાગે, એવી આશંકા થકી કહે છે - તેનો અર્થ આગળ બતાવીશું. [૩૮] જે અભિપ્રાયથી ઉદકને સમજાવ્યા તેને હવે જણાવે છે આ રીતે બસપાણી વિશેષણવણી અને ત્રણભૂત વિશેષણ રહિતપણે પ્રત્યાખ્યાન ગ્રહણ કરતાં શ્રાવકોને દુષપ્રત્યાખ્યાન થાય છે. પ્રત્યાખ્યાન ભંગ થવા સંભવ છે. આ રીતે પ્રત્યાખ્યાન કરાવતા સાધુને દુષ્ટ પ્રત્યાખ્યાન દાન [નો દોષ લાગે છે - કેમ ? તે કહે છે - આ રીતે તે શ્રાવકોને પ્રત્યાખ્યાન કરતા અને સાધુઓને કરાવતા પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. તે પ્રતિજ્ઞા ભંગનું કારણ કહે છે– ૨૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જેમને સંસાર વિધમાન છે તે સાંસારિક. પ્રાણી-સ્થાવર જંતુઓ, તે પૃથ્વીપાણી-તેઉ-વાય-વનસ્પતિ છે, તેઓ તવાવિધ કર્યોદયથી બેઇન્દ્રિયાદિ કસભાવે ઉપજે છે. તથા ત્રસ પણ સ્થાવર થાય છે. એ રીતે પરસ્પર ગમન હોવાથી અવશ્ય પ્રતિજ્ઞા ભંગ થાય છે. જેમ કોઈ નગરમાં રહેનારો મારે ન હણવો તેવી પ્રતિજ્ઞા કરે, આવી પ્રતિજ્ઞા કરનાર બહાર બગીચા આદિમાં રહેલ નગરજનને મારે, તો તેને પ્રતિજ્ઞા ભંગનો દોષ લાગે કે નહીં? તેમ અહીં પણ જેણે બસ વધ નિવૃત્તિ કરી છે, તે જો તે જ બસ પ્રાણીને સ્થાવરકાયમાં ગયેલો હોય અને મારે તો તેને પ્રતિજ્ઞા ભંગ કેમ ન થાય? અત્ થાય જ. આ પ્રમાણે બસસ્થાવર કાયમાં ઉત્પન્ન ત્રસ જીવોનું જે અસાધારણ ચિન્હ હોય તો તે ત્રસ જીવોને સ્થાવપણે ઉત્પન્ન થાય તો બચાવવા શક્ય છે, પણ તેવું ચિન્હ નથી, તે દર્શાવવા કહે છે - સ્થાવરકાયથી અનેક પ્રકારે સ્થાવરકાયના આયુષ્ય વડે, તેને યોગ્ય બીજા કર્મો વડે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. તથા ત્રસકાયમાંથી પણ તેવા કર્મ વડે સ્થાવકાસમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થયેલાને તેવા સભૂત લિંગના અભાવથી પ્રતિજ્ઞા લોપ થાય, તે આ સૂત્ર વડે દશવિ છે– તે ત્રસ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થતાં, જેમણે ત્રસકાયને ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને પણ આરંભમાં પ્રવર્તતા એ સ્થાવર જીવો હણવાં પડે, કારણ કે સ્થાવર હત્યાથી અનિવૃત છે. આમ વ્યવસ્થાથી નાગરિકના દટાંતથી ત્રણ જીવ જ સ્થાવરત્વ પામતાં તેની હત્યાથી પ્રતિજ્ઞાનો અવશ્ય ભંગ થયો. તેથી મારી યુક્તિ મુજબ પ્રત્યાખ્યાન કરતાં સુપ્રત્યાખ્યાત થાય છે. કરાવનાર પણ સુપ્રત્યાખ્યાપિત થાય છે. એ રીતે તે પ્રતિજ્ઞા ભંગ કરતો નથી, તે દશવિ છે તે ગૃહસ્પતિ આ રીતે પ્રત્યાખ્યાન કરે - વર્તમાનકાળે બસપણે ઉત્પન્ન તે પ્રાણી હિંસાને હું તજીશ એમ પ્રત્યાખ્યાન કરે. એ રીતે “બસ" સાથે પૂર્વ વિશેષણથી સ્થાવર પર્યાય પામેલાનો વધ થતાં પ્રતિજ્ઞાનો ભંગ નહીં થાય. તથા રાજાદિ અભિયોગ સિવાય આ પ્રત્યાખ્યાન કરે. વળી “ગૃહપતિ ચોર વિમોક્ષણ' ન્યાય આપે સારો કહ્યો. તેમાં પણ સભૂતત્વ એવું પૂત વિશેષણ લગાવવું. આમ સ્વીકારવાથી જેમ દૂધ વિગઈના પ્રત્યાખ્યાનીને દહીંભાણમાં પ્રતિજ્ઞા ભંગ ન થાય, તેમ ગભૂત જીવોને ન હણવાના પ્રતિજ્ઞાવંતને સ્થાવર હિંસાથી અતિચાર ન લાગે. આવી પ્રત્યાખ્યાન ભાષામાં ભૂત વિશેષણથી દોષ પરિહાર સામર્થ્ય છે. આ રીતે પૂર્વોકત નીતિથી દોષ પરિહારણ ઉપાયથી જે કોઈ ક્રોધ કે લોભથી શ્રાવકાદિને વિશેષ ભાંગા વિના જેમ તેમ વ્રત ઉચ્ચરાવે છે, તેને પ્રત્યાખ્યાન આપતાં મૃષાવાદ લાગે છે અને લેનારને પણ અવશ્ય વ્રતભંગ થાય છે. પણ અમારા ઉપદેશને સ્વીકારતા-મૂતવ વિશેષણ વિશિષ્ટ પક્ષ આપને ન્યાયયુક્ત લાગે છે કે નહીં? અર્થાત્ ભૂતત્વ વિશેષણથી જ બસોને સ્થાવરમાં ઉત્પન્ન થયા પછી હશે તો પ્રતિજ્ઞાઅતિયાર ન લાગે. હે આયુષ્યમાન ! તમને પણ રૂરી છે કે નહીં? [૩૯] ઉદકની વાત સાંભળી ગૌતમે સ-વાદ, સ-વાચ તે ઉદકને આમ કહ્યું
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy