SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૬/૧/૭૬૬ થી ૭૭૩ [૩૨] આ રીતે પરપક્ષના દોષો બતાવી સ્વપક્ષ સ્થાપવાને કહે છે—જૈનશાસન માનનારા, સર્વજ્ઞોક્ત માર્ગાનુસારી જીવોની અવસ્થા વિશેષ કે તેનો પીડવાથી થતાં દુઃખો સારી રીતે વિચારતા, અન્નવિધિમાં શુદ્ધિ સ્વીકારતા ૪૨-દોષરહિત શુદ્ધ આહાર વડે આહાર કરનારા છે, પણ તમારી માફક માંસ પાત્રમાં પડેલ હોય, તો પણ દોષ ન લાગે તેમ માનનારા નથી. તથા માયા વડે ન જીવવું - ૪ - એવો અનુધર્મ તીર્થંકરે કહ્યો, આચર્યો - ૪ - અને બતાવ્યુ કે આ રીતે તેમની પછીના સાધુએ કે, જૈનશાસનમાં રહેનારાઓએ આચવો. પણ તમારા ભિક્ષુ જેવો નહીં. વળી તમે ઓદન આદિને પ્રાણીઓના અંગ સમાન ગણી માંસાદિ સાથે ૨૨૧ સરખાવો છો, તે લોકમાં અન્ય મતોનો જાણ્યા વિના બોલો છો. જેમકે - ગાયનું દૂધ અને લોહીમાં ભટ્ઠાભઢ્ય વ્યવસ્થા છે. વળી સમાન સ્ત્રીત્વ છતાં પત્ની અને બહેનમાં ગમ્યાગમ્યની વ્યવસ્થા છે. તેમ શુષ્કતર્ક દૃષ્ટિથી પ્રાણીનું અંગ હોવાથી માંસ ખવાય કેમકે ચોખા પણ એકેન્દ્રિયનું અંગ છે, છતાં ખવાય છે. આ સિદ્ધાંત અઐકાંતિક, અસિદ્ધ, વિરુદ્ધ દોષ દુષ્ટ હોવાથી સાંભળવા યોગ્ય નથી. - તે કહે છે– વસ્તુના નિરંશપણાથી “તે જ માંસ તે જ પ્રાણીનું અંગ’' આવી પ્રતિજ્ઞા એક દેશ હોવાથી અસિદ્ધ છે. જેમ નિત્ય શબ્દ નિત્યપણાથી છે, તેમ ભિન્ન પ્રાણિ-અંગ વ્યધિકરણપણાથી અસિદ્ધ જ છે - x - x - ૪ - ઇત્યાદિ - ૪ - x - [વૃત્તિથી જાણવું] આ પ્રમાણે બુદ્ધને માટે પણ તે ખાવા યોગ્ય છે, તે કથન અસત્ય છે. હવે તે ભિક્ષુકોના બીજા કથન પણ ખોટા છે, તેના દોષો આર્ક્ટક મુનિ બતાવે છે [૩૭૩] સ્નાતકો-બોધિસત્વી ભિક્ષુઓને જે ૨૦૦૦ની સંખ્યામાં નિત્ય જમાડે એવું જે પૂર્વે કહ્યું તેનો દોષ બતાવે છે - અસંયત થઈને લોહીવાળા હાથ કરેલ અનાર્ય માફક આ લોકમાં સાધુજનની નિંદા યોગ્ય પદવીને નિશ્ચયથી પામે છે, પરલોકે પણ અનાર્ય યોગ્ય ગતિમાં જાય છે. આ પ્રમાણે સાવધ અનુષ્ઠાનોને આદરનાર અપાત્રોને જે દાન દેવું તે કર્મબંધને માટે છે, તેમ કહ્યું. - વળી - • સૂત્ર-૭૭૪ થી ૭૭૯ : [ગુદ્ધ મતાનુયાયી] પુરુષ મોટા સ્થૂળ ઘેટાને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજનના ઉદ્દેશ્યથી વિચારીને તેને મીઠું અને તેલ સાથે પકાવે, પછી પીપળ આદિ મસાલાથી વધારે છે...ના, અજ્ઞાની, સમૃદ્ધ બૌદ્ધભિક્ષુ ઘણું માંસ ખાવા છતાં કહે છે કે અમે પાપકર્મથી લેપાતા નથી...જેઓ આ રીતે માંસનું સેવન કરે છે. તેઓ અજ્ઞાનપણાથી પાપને સેવે છે. જે કુશલ પુરુષ છે. તે આવું માંસ ખાવાની ઇચ્છા કરતા નથી, વચનથી પણ માંસભક્ષણને મિથ્યા કહે છે...સર્વે જીવોની દયાને માટે, સાવધદોષને તજનારા, સાવધ શંકી, જ્ઞાતપુત્રીય ઋષિગણ ઉદ્દિષ્ટ ભક્તનો ત્યાગ કરે છે...પાણી હત્યાની આસંકાથી સાવધ કાર્યની દુર્ગંછા કરનારા શ્રમણ સર્વે પ્રાણીઓને દંડ દેવાનું છોડીને આવો આહાર ખાતા નથી. અમારા દર્શનમાં સંયતોનો આ જ ધર્મ છે...આ નિર્ઝાન્ય ધર્મમાં સ્થિત જ્ઞાની અને શીલસંપન્ન મુનિ પૂર્વોક્ત સમાધિમાં સ્થિર રહીને માયારહિત બની સંયમ ૨૨૨ અનુષ્ઠાન કરતાં અત્યંત પ્રશંસા પામે છે. • વિવેચન-૭૭૪ થી ૭૭૯ : સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ભરેલ [૩૪] આર્દ્રક મુનિ તેમના મતના દોષો બતાવે છે - સ્થૂલ માંસ લોહીથી પુષ્ટ ઘેટાને શાક્ય ભિક્ષુ સંઘને જમાડવાને બહાને મારીને તથા ઉદ્દિષ્ટભક્ત માટે તે ઘેટાના ટુકડા કરી, તેના માંસને મીઠું અને તેલ વડે રાંધી, તેમાં પીપર આદિ મસાલો નાંખી સ્વાદિષ્ટ ખાવા યોગ્ય માંસને તૈયાર કરે છે. [૭૫] સંસ્કારેલા માંસનું શું કરે તે કહે છે - તે વીર્ય, લોહીથી ભરેલા માંસને ખાતા ઘણાં પાપકર્મથી અમે લેપાતા નથી - એવું ધૃષ્ટતાથી બોલે છે. જેમનો અનાર્ય જેવો સ્વભાવ છે તેઓ તથા અનાર્ય કર્મ કરવાથી અનાર્ય અને વિવેકરહિત એવા બાલ, તે માંસાદિ રસમાં આસક્ત રહે છે. [૩૬] તેમનું આ કૃત્ય મહા અનર્થને માટે થાય છે, તે બતાવે છે - તે રસ ગૌરવમાં વૃદ્ધ શાક્યના ઉપદેશવર્તી તેવા પ્રકારના ઘેટાનું ઘી અને મીઠાથી વધારેલ માંસ ખાય છે. તે અનાર્યો પાપને ન જાણનારા, અવિવેકી છે. કહ્યું છે કે - હિંસાનુ મૂલ, રોદ્રધ્યાનને પ્રાપ્ત કરાવનાર, બીભત્સ, લોહીથી વ્યાપ્ત, કૃમિગૃહ, દુર્ગંધી પરુ-વીર્ય-લોહીથી થયેલ નિતાંત મલિન માંસને સદા નિંધ કહ્યું છે, આત્મદ્રોહ કરી, રાક્ષસ જેવો બની, નસ્ક માટે તેને કોણ ખાય ? વળી કહ્યું છે - જે મને આ ભવમાં ખાય છે, તેનું માંસ હું પરલોકમાં ખાઉં છું. - x - જે માણસ બીજા પ્રાણીનું માંસ ખાય છે, તેને ક્ષણિક તૃપ્તિ થાય, પણ બીજો તો પ્રાણ ગુમાવે છે. આ રીતે માંસાહારથી થતાં દોષો માનીને શું કરવું? તે કહે છે - માંસાહારના દોષ, તેના કટુ ફલ અને ન ખાવાથી થતાં ગુણો જાણીને નિપુણ પુરુષો માંસાહારની અભિલાષા પણ ન કરે. વચનથી ૫ણ ન બોલે કે તેની અનુમોદના પણ ન કરે. તેનાથી નિવૃત્ત થનારની અનુપમ પ્રશંસા થાય છે અને પરલોકમાં પણ સ્વર્ગ-મોક્ષને પામે છે. દીર્ધાયુ, નિરોગીપણું પામે છે વગેરે. માત્ર માંસ જ નહીં, મુમુક્ષુઓ બીજું શું છોડવું તે કહે છે— [૭૩] સર્વે જીવો પ્રાણના અર્થી છે. અહીં ફક્ત પંચેન્દ્રિયોનું જ ગ્રહણ ન કરવું પણ સર્વ જીવોનું ગ્રહણ કરવું. દયા નિમિત્તે સાવધારંભના મહા દોષ જાણીને સાધુ તેને છોડે. આરંભ પોતાને લાગે તેવી શંકાથી મહામુનિઓ, ભગવંત મહાવીરના શિષ્યો સાધુને ઉદ્દેશીને બનેલ આહાર-પાન પણ તજે. [૩૮] વળી જીવોની પીડાની આશંકાથી સાવધ અનુષ્ઠાનનો ત્યાગ કરતા, બધાં પ્રાણીને દંડ દેવારૂપ ઉપતાપને તજીને સમ્યક્ ચાસ્ત્રિ પાળતા સાધુઓ તેવા દોષિત આહારને ન ખાય, એવો સંયતોનો ધર્મ અમારા સિદ્ધાંતમાં છે. અનુ એટલે તીર્થંકર આયરે પછી સાધુ તે રીતે આચરે અથવા થોડો પણ અતિચાર લાગતાં તેમનું હૃદય ડંખે [માટે જરા પણ દોષ ન લગાડે.] [૩૩૯] અમારા જૈન ધર્મ મુજબ - જેને બાહ્ય-અત્યંતર પરિગ્રહ નથી તે નિર્પ્રન્ગ છે. તેવો આ નિર્ણત્વ ધર્મ શ્રુત-ચારિત્રરૂપ કે ક્ષાંત્યાદિ રૂપ છે, જે સર્વજ્ઞોએ
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy