SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૫/-/so૮,૭૦૯ ૧૯૩ છે, કેમકે ભવ્યરાશિનું અનંતપણું કાળના અનંતપણા જેટલું જ છે, તેથી કાળ ચાલુ છે, તેમ ભવ્યની સંખ્યા પણ કાયમ છે. વળી અવશ્ય બધાં જ ભવ્યનું સિદ્ધિગમન ન વિચારવું. પણ ભવ્યો અનંત છે, તેઓ સામગ્રી અભાવે, - X - બધાં ભવ્ય મોક્ષ ન જાય, તેમ હંમેશાં તેઓ શાશ્વત અહીં જ રહેશે તેમ પણ નહીં (સામગ્રી મળે તેમતેમ મોક્ષે જશે.] ભવસ્થ કેવલી અને તીર્થકરોનો મોક્ષ થતો હોવાથી પ્રવાહ અપેક્ષાએ કોઈ અંશે શાશ્વત અને કથંચિત્ અશાશ્વત છે. બધાં પ્રાણીઓ વિ0િ કર્મના સદ્ભાવની વિવિધ ગતિ-જાતિ-શીર-ગોપાંગાદિમાં ભેદ પડવાથી તેમાં વિસર્દેશતા હોય, તેમ ઉપયોગ અસંગેય પ્રદેશવ, મૂર્તત્વાદિ ધર્મોથી કથંચિત સદેશ હોય. ઉલ્લસિત વીર્ય થકી કોઈ ગ્રંથિ ભેદે, કોઈ તેવા પરિણામ અભાવે ગ્રંથિ ન ભેદે. તેથી એકાંતે એકાંત પક્ષનો નિષેધ કર્યો. એ રીતે કોઈ એક પક્ષ માનવો તે અનાચાર છે. વળી આગમમાં અનંતાનંત ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ભવ્ય જીવોના અનંત ભાગે જ મોહો જશે એવું કહે છે. જો આ રીતે અનંતપણું હોય તો તેનો ક્ષય ક્યાંથી થાય? મુક્તિ અને સંસાર સંબંધી શબ્દ છે, મુક્તિ સંસારી જીવની જ થાય, તેમ મુક્તિ વિના સંસારી જીવન ન કહેવાય. તેથી ભવ્યનો ઉચ્છેદ થતાં સંસારનો જ અભાવ થાય. તેથી વ્યવહાર જ ન ચાલે - હવે ચાસ્ટિાચાર કહે છે— • સૂત્ર-૭૧૦,૩૧૧ - જે ક્ષદ્ર પ્રાણી છે અથવા મહાકાય છે, તેમની સાથે સમાન વૈર જ થાય અથવા ન થાય” • તેવું ન કહેવું...કેમકે આ બંને સ્થાનો એકાંત ગણતા વ્યવહાર ન ચાલે. તેથી બંને એકાંતવયન અનાચાર છે. • વિવેચન-૭૧૦,૩૧૧ - [૩૧] જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય કે અાકાય પંચેન્દ્રિય ક્ષદ્ધ પ્રાણી છે અથવા કોઈ મહાકાય હોય. તે કંથ આદિ અપકાય કે હાથી આદિ મહાકાયને હસતાં સરખું વૈર બંધાય કેમકે તુલ્ય પ્રદેશવથી બધાં જીવો સરખાં છે, તેવું એકાંત વચન ન બોલે. - x + તેઓમાં ઇન્દ્રિય, વિજ્ઞાન, કાયાદિની અસઈશતા હોવાથી ઓછું-વધુ વૈર બંધાય તેમ પણ ન કહે જો મણ વધ્ય અપેક્ષાએ જ કર્મબંધ છે, તો સાદેશ્ય કે અસાર્દશ્ય કહી શકાય, પણ કર્મબંધ માટે તો અધ્યવસાય પણ કારણરૂપ છે. તેથી તીવ્ર અધ્યવસાયથી અલકાય જીવને મારતા પણ મહાવૈર બંધાય અને ન છૂટકે મહાકાયને મારતા પણ અવૈર બંધાય. [9૧૧] ઉક્ત વાત સૂગથી કહે છે - ઉક્ત બંને સ્થાનમાં મહાકાય કે અલકાય જીવ મારતાં સદેશ કે વિસર્દેશ કર્મબંધ થાય, તેમ કહેવું યુક્તિથી ન ઘટે. તેથી કહે છે - વધ્યના સદૈશવ-અસદેશવ તે એક જ કર્મબંધનું કારણ નથી, પણ વધકના તીવ્રભાવ કે મંદભાવ, જ્ઞાનભાવ કે અજ્ઞાનભાવ, મહાવીર્ય કે અભવીર્ય પણ સંબંધ રાખે છે. આ રીતે વધ્ય-વઘકના વિશેષપણાથી કર્મબંધમાં ઓછા-વતાપણું છે. તેથી માત્ર વધ્યને આશ્રીને સર્દેશ કે અસદેશ પાપ વ્યવહાર ન થાય. જે કોઈ આ બે સ્થાનમાં વર્તી એકાંત વચન બોલે તો અનાચાર છે. 4/13] ૧૯૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર જે વાદી જીવના સામ્યપણાથી કર્મબંધનું સદૈશવ કહે છે, તે ખોટું છે. કેમકે જીવની વ્યાપતિમાં હિંસા કહેતા નથી. જીવ શાશ્વતો હોવાથી તેને મારવો શક્ય નથી. તેથી ઇન્દ્રિય વ્યાપતિ છે, તે માટે કહ્યું છે કે - પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ, આયુ - આ દશ પ્રાણ છે, તેને જીવથી જુદા કરવા, તે હિંસા છે. વળી ભાવને આશ્રીને હિંસા કહેવી યુકત છે. જેમ • x• સાપની બુદ્ધિો દોરડાને હણે તો ભાવદોષથી - હિંસા ન હોવા છતાં કર્મબંધ છે. પણ જો મલિન ભાવ ન હોય તો દોષ નથી. આગમમાં પણ કહ્યું છે કે - સાધુ ઉપયોગથી ચાલે ત્યારે જીવ હણવાની બુદ્ધિ ન હોવા છતાં કોઈ જીવ અજાણતા દબાઈ જાય, તો તેને દોષ નથી, ઉલટું તંદલીયો મસ્ય કંઈ ન કરવા છતાં ભાવદોષથી સાતમી નરકે જાય છે. આ પ્રમાણે વધ્ય-qધક ભાવની અપેક્ષાએ સદૈશવ થાય કે સર્દેશવ ના થાય, એવું ન માનવું તે અનાચાર છે. ફરી ચા»િને આશ્રીને આચાર-અનાચાર બતાવે છે— • સૂમ-૭૧૨, ૧૩ - આધાકર્મ દોષયુકત આહારાદિ જે ભોગવે છે તે સાધુ પરસ્પર કમથી લિપ્ત થાય છે કે લિપ્ત થતા નથી એવું એકાંત વચન ન કહે...કેમકે આ બંને એકાંત વચનથી વ્યવહાર ચાલતો નથી, આ બંને એકાંત મતનો આશ્રય લેવો તે અનાચાર છે, તેમ તું જાણ. • વિવેચન-૭૧૨,૭૧૩ : [૧૨] સાધુને આશ્રીને થયેલ વસ્ત્ર, ભોજન, વસતિ આદિ, તે આધાકમદિ, તેને જે ભોગવે, તે પરસ્પર, તે પોતાના કર્મચી લેપાયેલા છે અથવા લેપાયેલા નથી, તેવા એકાંત વચન ન બોલે. સારાંશ એ કે આધાકર્મી પણ શાસ્ત્ર મુજબ શુદ્ધ કરીને વાપરે તો કમથી લેપાતા નથી. માટે અવશ્ય કર્મબંધ થાય તેમ ન કહેવું. તથા શાસ્ત્રોક્ત વિધિ વિના આહાર લાલસાચી આધાકર્મી ખાય તો તે નિમિતે કર્મબંધ થાય છે. માટે તેને કર્મબંધ નથી, તેમ પણ ન બોલવું. જૈન આગમ જાણનારો એમ બોલે કે આધાકર્મના ઉપભોગથી કર્મબંધ થાય પણ ખરો અને ન પણ થાય. • * - ઇત્યાદિ - ૪ - સ્યાદ્વાદથી હવે તેનો ઉત્તર આપે છે [૧૩] આ બે સ્થાનોનો આશ્રય લઈ કોઈ કહે કે આધાકર્મીના ઉપભોગથી કર્મબંધ થશે જ કે નહીં જ થાય, તો વ્યવહાર ન ચાલે. જો આધાકમથી એકાંત કર્મબંધ થતો હોય તો આહારના અભાવે ક્યારેક અનર્થનો ઉદય થાય. જેમકે ભૂખથી પીડિત બરાબર ઇસમિતિ ન પાળે, ચાલતા પ્રાણીની હિંસા કરે, મૂછદિથી પડી જાય તો ત્રસાદિ જીવોનો વ્યાઘાત અને અકાળમરણ થશે, અવિરતિપણે ઉત્પન્ન થાય અને આર્તધ્યાનથી મરતા તિર્યંચ ગતિમાં જાય. • x - આત્મરક્ષણાદિ કાર્યો આધાકર્મી વાપરવા છતાં કર્મબંધ ન થાય. વળી આધાકમદિના નિષ્પાદનમાં છ જવનિકાયનો વધ થાય, તેના વઘરી કર્મબંધ થાય તે સ્પષ્ટ જ છે. માટે બંને સ્થાને એકાંત આશ્રિત વ્યવહાર ન કરવો. જો એકાંત પક્ષનો આશ્રય લે તો અનાયાર થાય, તે તું જાણ.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy