SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨|૩|-I૬૯૧ ૧૫ કર્મોદયથી વિવિધ યોનિઓમાં ચાવત્ કર્મનિદાનને લીધે વાયુ યોનિવાળા અકાયમાં આવીને અનેક પ્રકારનાં દેડકાદિ ત્રસ તથા હરિત, લવણ આદિ સ્થાવર જીવોમાં સચિવ, અચિત આદિ ભેટવાળા શરીરો ધારણ કરે છે. વાતયોનિક અપકાયમાં વાયુ વડે ઉપાદાન કારણથી અપુકાય જીવો સારી રીતે ઉત્પન્ન થાય છે. તથા વાયુ વડે સમ્યગૃહીત વાદળામાં રહે છે, વાય વડે જ્યોન્ય પાછળ ચાલનાર છે. ઉtવગત વાયુ હોય તો અyકાય ઉંચે જાય છે, આકાશમાં ગયેલ વાયુના વશી પાણી ત્યાં રહે છે. અધોગત વાયુમાં અકાય જિલ] નીચે જતુ હોય છે. તથા તિછ જતા વાયુથી અકાય પણ તિછું જાય છે અર્થાત વાતયોનિકપણાથી પાણી જ્યાં જ્યાં વાયુ પરિણમે ત્યાં ત્યાં તેના કાર્યભૂત એવું જળ પણ રહેલું હોય છે. હવે તેના ભેદોનો નામનિર્દેશ કરે છે– ઓસ-ઝાકળ, હિમ-ઠંડી ઋતુમાં વાયુથી આવતા હિમકણ, મહિકા એટલે ધુમ્મસ, કરા, ઘાસના અગ્રભાગે રહેલા જળકણ, શુદ્ધજળ. આ ઉદકના વિચારમાં કેટલાંક જીવો ત્યાં ઉપજે છે. પોતાના કમને વશ ત્યાં ઉપજેલા તે જીવો વિવિધ ત્રણ-સ્થાવરોના પોતાને આધારરૂપ શરીરોની ભીનાશનો આહાર કરે છે. તે જીવો તેના શરીરનો આહાર કરે છે. અનાહારક હોતા નથી. બાકી સુગમ છે, પૂર્વ માફક કહેલું જાણવું. - આ રીતે વાતયોનિક અપકાય બતાવીને હવે પાણીમાં ઉપજતાં પાણીના જીવોને બતાવે છે. જિનેશ્વરે કહ્યું છે કે આ જગતમાં ઉદકના અધિકારમાં કેટલાંક જીવો તેવા કમોંદયને વશ થઈ બસ-સ્થાવર શરીરના આધારરૂપ ઉદકયોનિમાં જન્મે છે. ત્યાં સ્થિર થાય છે - વાવ કર્મના કારણે ત્યાં ઉત્પન્ન થઈને બસસ્થાવર યોનિક ઉદકમાં બીજા ઉદકરૂપે ઉત્પન્ન થાય છે. તે ઉદક જીવો તે બસસ્થાવર યોનિક ઉદકની ભીનાશ ખાય છે. બીજા પણ પૃથ્વી આદિ શરીરને ખાય છે. તે પૃથ્વી આદિ શરીરને ખાઈને સ્વરૂપે પરિણમાવીને આત્મસાત કરે છે. બીજા પણ બસ સ્થાવર શરીરો રચે છે. તે ઉદકયોનિક ઉદકોના અનેકવિધ શરીરો છે - તેમ કહ્યું છે. આ પ્રમાણે ત્રણ સ્થાવર શરીર સ્થિત ઉદકયોનિવ વડે બતાવીને હવે બધાં પ્રકારના અકાયમાં ઉત્પન્ન કાયને કહે છે - x • આ લોકમાં ઉદક અધિકારમાં કેટલાંક જીવો સ્વકર્મના ઉદયથી ઉદકયોનિમાં ઉત્પન્ન થાય છે. તે ઉદક સ્થિત ઉદક જીવોના આધારભૂત શરીરોનો આહાર કરે છે. બાકી સુગમ છે. ચાવત પૂર્વે કહેવાયું છે. હવે ઉદકના આધારે થતાં પોરા વગેરે ત્રસ જીવોને કહે છે - x - કેટલાંક જીવો ઉદકમાં કે ઉદકયોનિના ઉદકમાં ત્રણ પ્રાણીપણે પોસ આદિપણે ઉપજે છે. તે ઉત્પન્ન થનારા કે ઉત્પન્ન થયેલા તે ઉદકયોનિક ઉદકની ભીનાશને ખાય છે. બાકી સુગમ છે. • x • હવે ‘તેઉકાય” કહે છે– • સૂત્ર-૬૯૨ - હવે આગળ કહે છે - આ જગતમાં કેટલાંક જીવ વિવિધયોનિક છે યાવતું પૂર્વ કર્મના કારણે તેમાં આવીને અનેકવિધ પ્રસસ્થાવર જીવોની સચિત્ત કે ચિત્ત શરીરોમાં નિકાય પે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધ પ્રસસ્થાવર જીવોની ૧૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ ભીનાશને ખાય છે. તે જીવો પૃવીશરીર આહારે છે. યાવત પરીણમાવે છે. તે બસસ્થાવર યોનિક અનિકાયના વિવિધ વાદિયુકત બીજ પણ શરીરો કા છે. બાકીના ત્રણ લાવા ઉદકના આલાવાવતું પણda. હવે આગળ કહે છે - આ જગતમાં કેટલાંક જીવો વિવિધયોનિક છે. યાવ4 પૂવકમના ઉદયથી તેમાં આવીને અનેકવિધ ત્રસ સ્થાવર જીવોના સચિત્ત કે અમિત શરીરમાં વાયુકાયરૂપે ઉત્પન્ન થાય છે. બાકીનું વર્ણન અનિકાયના ચાર આલાવા મુજબ જણાવું. • વિવેચન-૬૯૨ - હવે પછી કહે છે - આ સંસારમાં કેટલાંક જીવો તેવા પ્રકારના કર્મોદયથી વિભિન્ન યોનિવાળા પૂર્વજન્મના કર્મને લીધે, તે કર્મના પ્રભાવથી અનેકવિધ વસ સ્થાવર જીવોના સચિત્ત-અચિત્ત શરીરોમાં અગ્નિજીવરૂપે ઉપજે છે. જેમકે - પંચેન્દ્રિય તિર્યંચ હાથી કે પાડાના પરસ્પર યુદ્ધમાં દાંત કે સીંગડા અથડાતા અગ્નિ ઝરે છે, એ રીતે અચિત હાડકાંના સંઘર્ષથી અગ્નિ પ્રગટે છે. તે બેન્દ્રિયાદિના શરીરોમાં પણ યથા સંભવ યોજવું. સ્થાવરોમાં પણ વનસ્પતિ-ઉપલાદિમાં સચિત અયિત અગ્નિ જીવો ઉત્પન્ન થાય છે તે અગ્નિજીવો ત્યાં ઉપજીને ત્યાં વિભિg બસ સ્થાવર જીવોની ભીનાશ ખાય છે. બાકી સુગમ છે. બાકીના ત્રણે આલાવા પૂર્વવત્ જાણવા. - X - હવે વાયુકાય - X - અગ્નિકાયના આલાવા મુજબ જાણવું. હવે બધાં જીવોના આધારરૂપ પૃથ્વીકાયને કહે છે• સૂત્ર-૬૯૩ થી ૬૯૮ : ૬િ૯૩] હવે પછી એમ કહ્યું છે . આ જગતમાં કેટલાંક જીવો વિવિધયોનિક છે. યાવત કર્મના પ્રભાવથી ત્યાં આવીને અનેકવિધ કસ સ્થાવર જીવોના સચિવ કે અચિત્ત શરીરોમાં પૃથ્વી-શર્કરા-વાલુકા [આદિ રૂપે ઉત્પન્ન થાય છે.) તે નીચેની ગાથાથી જાણવું ૬િ૯૪] પૃથ્વી, શર્કરા, વાલુકા, પત્થર, શિલા, લવણ, લોઢું, કલઈ, પ્રભુ, સીસુ, યુ, સુવર્ણ અને વજ. • [૬૯૫] - હડતાલ, હિંગલોક, મનસિલ, સાયક, અંજન, પ્રવાલ, અભિપટલ, અભતાલુક અને બધાં બાદરકાય મણિઓ. • ૬િ૯૬) - ગોમેદ, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારમલ્લ, ભુજમોચક અને ઈન્દ્રનીલ એ બધાં રેનો - [૬૯] - ચંદન, ગેરક, હંસગર્ભ, પુલાક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈર્ય, જલકાંત, સુર્યકાંત. ૬િ૮] આ ઉક્ત ગાથાઓ યાવતું સૂર્યકાંત સુધી કહી, તેમાં તે જીવો આવે છે. તે જીવો ત્યાં અનેકવિધ ત્રણ સ્થાવર પાણીના સ્તનો આહાર કરે છે. તે જીવો પૃedીશરીર ખાઈને યાવન સ્વ-રૂપે પરીણમાવે છે. બીજી પણ તે બસ સ્થાવર યોનિકોના પ્રજી યાવતુ સુર્યકાંત શરીર વિવિધ વર્ષ આદિવાળા યાવતું કહ્યા છે. બાકી આલાલ ઉદક મુજબ છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy