SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨/-/૬૬૭ બધાં શબ્દો શપુરંદર આદિ માફક પર્યાયવાચી છે. તેમાં કયંચિત્ ભેદ છે. તેઓ ભોગાસક્ત, પરલોકના ફળને ભૂલી ગયેલા છે, - યાવત્ - ચાર, પાંચ, છ, સાત દાયકા અલ્પકાળ કે દીર્ધકાળ ઇન્દ્રિયાનુકૂલ ભોગો ભોગવીને મધુ-માંસ-પરસ્ત્રીના સેવનરૂપ ભોગાસક્તપણાથી બીજાને પીડા આપીને વૈરાનુબંધ વધારે છે. તથા દીર્ધકાળની સ્થિતિવાળા ક્રૂકર્મો એકઠાં કરીને નરકાદિ યાતના સ્થાનોમાં જાય છે. ત્યાં ચીરાવું-ફડાવું-શાત્મલિના ધારવાળા પાંદડા નીચે બેસવાનું, ઉષ્ણ સીસાનો રસ પીવાનો ઇત્યાદિ. આ રીતે આઠ પ્રકારના કર્મો બદ્ધ-સૃષ્ટ-નિધત-નિકાચનારૂપે બાંધીને તે કર્મોના ભારથી અથવા તે ભારે કર્મોથી પ્રેરાઈને નસ્કના તલ સુધી પહોંચે છે - x - આ અર્થને બતાવવા સર્વલોક પ્રતીત દૃષ્ટાંત કહે છે - જેમ કોઈ લોઢાનો ગોળો કે પત્થરનો ગોળો પાણીમાં ફેંકતો પાણીના તલને ઉલ્લંઘીને ધરણીતલે બેસે છે. આ દૃષ્ટાંતનો બોધ આપે છે - જેમ આ ગોળો વૃત્તત્વને લીધે જલ્દી નીચે જાય છે, તેમ - ૪ - વજ્ર જેવા ભારે કર્મ અને તેના પ્રચૂર ભારથી તથા પૂર્વના એકઠાં કરેલા પ્રચૂર કર્મોચી, તથા પાપરૂપ પંની બહુલતાથી પ્રચુર વૈરાનુબંધ વડે દુષ્ટધ્યાન પ્રધાન, માયા વડે બીજાને ઠગનાર, વેશ-ભાષા બદલીને વૃત્તિ મેળવનાર, પસ્ડોહબુદ્ધિત, સાતિબહુલ-પોતાનું દ્રવ્ય અર્પીને બીજાનું દ્રવ્ય લુંટનાર, પોતાના ખરાબ કૃત્યોથી નિંદા કરાવતો અર્થાત્ બીજાને અપકારરૂપ કર્માનુષ્ઠાનથી તેમના-તેમના હાથ-પગ છેદવાથી અયશનો ભાગી થાય છે. આવો પુરુષ મૃત્ય કાળે મરીને સ્વાયુષ ક્ષય થતાં ત્નપ્રભાદિ પૃથ્વીમાં હજારો યોજન પરિમાણ ઉલ્લંઘીને નકના તળે જઈને વસે છે. હવે નકનું નિરુપણ કરે છે— ૧૪૫ • સૂત્ર-૬૬૮ - તે નકો અંદરથી ગોળ, બહારથી ચતુષ્કોણ છે, નીચે અસ્તરાની ધાર સમાન તીક્ષ્ણ, નિત્ય ઘોર અંધકાર, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર-જ્યોતિષ પ્રભાથી રહિત છે. તેનું ભૂમિતલ ભેદ-વર્લી-માંસ-લોહી-સીપટલના કીચડથી લિપ્ત છે. તે નક સડેલા માંસ, અશુચિ યુક્ત પરમ દુર્ગંધવાળી, કાળી, અગ્નિવર્ણ સમાન, કઠોર સ્પર્શયુક્ત અને દુસહ્ય છે. આ રીતે આ નસ્કો અશુભ અને અશુભ વેદનાવાળી છે ત્યાં રહેતા નૈરયિકને નિદ્રા સુખ નથી, ભાગી શકતા નથી, તેમને શ્રુતિ, રતિ, ધૃતિ કે મતિ પ્રાપ્ત થતી નથી. નાસ્કો ત્યાં કઠોર, વિપુલ, પ્રગાઢ, કટુક, કર્કશ, ચંડ, દુઃખદ, દુર્ગમ, તીત અને દુરહ વેદના અનુભવતા વિચરે છે. • વિવેચન-૬૬૮ : તે સીમંતક વગેરે નસ્કો બહુલતાએ મધ્યમાં ગોળાકાર, બહારથી ચોખંડા, નીચે અસ્તરા આકારે રહેલા છે. આ સંસ્થાન પુષ્પાવકીર્ણને આશ્રીને કહ્યા, કેમકે તે ઘણી સંખ્યામાં છે, આવલિકામાં રહેતા નક સ્થાનો ગોળ, ત્રિકોણ અને ચોખુણીયા છે. તે સ્થાનો નિત્ય ગાઢ અંધકારવાળા છે અથવા ધુમ્મસથી ભરેલા અંધારાવાળા સ્થાન છે. જેમ વરસાદી વાદળાથી વ્યાપ્ત આકાશ અંધારીયું હોય, કૃષ્ણ પક્ષની રાત્રિ હોય તેમ અહીં અંધકાર વ્યાપ્ત હોય છે. વળી ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની જ્યોતિનો અભાવ હોય છે. ફરી પણ અનિષ્ટ સ્થિતિ બતાવે છે - દુષ્કૃત કર્મકારી તે નસ્કો ઉત્પન્ન દુઃખથી 4/10 ૧૪૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આવા પ્રકારના થાય છે - જેમકે - મેદ, ચરબી, માંસ, લોહી, રસીના સમૂહથી લિપ્ત, સડેલા શરીરથી ગંધાતા લાગે તેવા બિભત્સ દેખાવ યુક્ત તળીયાવાળી, વિષ્ઠા-પેશાબ આદિ અશુચિથી ભરેલી, સર્વત્ર સડેલા-કોહવાયેલા ગંધાતા માંસ જેવા કાદવથી લિપ્ત, શિયાળના કોહવાયેલા કલેવરથી અસહ્ય દુર્ગંધયુક્ત તથા રૂપથી અગ્નિના કાળા ધુમાડાની આભાવાળી સ્પર્શથી વજ્રકંટક કરતા અધિક કઠિન સ્પર્શવાળી, ત્યાં નારકો ઘણું જ દુઃખ સહન કરે છે - કેમ ? - પાંચે ઇન્દ્રિયોના અશુભ વિષયોથી. ત્યાં અશુભકર્મ કરનારા જીવો ઉગ્ર દંડ અને વજ્ર જેવી પ્રચુર અને તીવ્ર અતીવ દુઃસહ શારીરિક વેદના ભોગવે છે. આ વેદનાથી અભિભૂત તે નાસ્કો નકમાં આંખ ફરકે એટલો કાળ પણ નિદ્રા લઈ શકતા નથી કે બેઠા હોય ઇત્યાદિ અવસ્થામાં પણ તેટલી નિદ્રા પામતા નથી. આવી વેદનાને કારણે - ઉત્કટ, વિપુલ આદિ - વેદનાથી ક્ષણવાર સુખ ન પામે. અહીં લોઢાના કે પાષાણના ગોળાનું દૃષ્ટાંત આપી જલ્દીથી જીવ નીચે નસ્કમાં જાય તે બતાવ્યું છે. હવે તે માટે બીજું દૃષ્ટાંત આપે છે– * સૂત્ર-૬૬૯ : જેમ કોઈ વૃક્ષ પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય, તેનું મૂળ છેદતાં આગળથી ભારે થઈ જે રીતે નીચે જાય અને વિષમ દુર્ગમાં પડે, તેમ તેવો પુરુષ ગર્ભથી ગર્ભ, જન્મથી જન્મ, મરણથી મરણ, નરકથી નરક તથા એક દુઃખથી બીજુ દુઃખ પામે છે. તે દક્ષિણગામી, નૈરયિક, કૃષ્ણપાક્ષિક, ભાવિમાં દુર્લભબોધિ થાય છે. આ [ધપક્ષ] સ્થાન અનાર્ય, અપૂર્ણ યાવત્ અસર્વદુઃખ પક્ષિણ માર્ગ છે, તે એકાંત મિથ્યા અને અસાધુ છે. એવા પ્રથમ અધર્મપક્ષ સ્થાનનો વિભાગ કહ્યો. • વિવેચન-૬૬૯ : જેમ કોઈ વૃક્ષ પર્વતના એક ભાગે હોય, તેનું મૂળ છેદાતાં જલ્દીથી તે નીચે પડે છે, તેમ આ પાપકર્મી પુરુષ તે કર્મરૂપી વાયુથી ઘસડાઈને જલ્દી નરકમાં જાય છે. ત્યાંથી નીકળીને પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં અવશ્ય જાય છે. ત્યાં કોઈ રક્ષણ થતું નથી. યાવત્ આગામી કાળે પણ તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. હવે ઉપસંહાર કરે છે - આ સ્થાન પાપાનુષ્ઠાનરૂપ હોવાથી અનાર્ય યાવત્ એકાંત મિથ્યારૂપ, ખરાબ છે. આ રીતે પહેલા અધર્મપક્ષ સ્થાનનો વિભાગ-સ્વરૂપ કહ્યું. - સૂત્ર-૬૦ : હવે બીજું ધપક્ષ સ્થાનને કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશાઓમાં કેટલાંક મનુષ્યો રહે છે. જેમકે - અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્માનુગ, ધર્મિષ્ઠ યાવત્ ધર્મ વડે જ પોતાનું જીવન વીતાવે છે તેઓ સુશીલ, સુવતી, સુપ્રત્યાનંદી, સુસાધુ, જાવજીવ સર્વથા પ્રાણાતિપાતથી વિરમેલા યાવત્ તેવા પ્રકારના સાવધ-અબોધિક-બીજાના પ્રાણને પરિતાપ કરનારા કર્મોથી યાવત્ જાવજીવ વિત રહે છે. તેવા અનગાર ભગવંતો ઇાિમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાન
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy