SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨/-/૬૫૧ ૧૧૯ ૧ર૦ મરણના ભયથી કે મારા સ્વજનને હણશે, એમ માનીને જેમ કંસે દેવકીના પુત્રોના ભાવથી હસ્યા અથવા મારાપણાથી - x • જેમ પરશુરામે કાર્તવીર્યને માર્યો અથવા અન્ય સાપ, સિંહાદિ મને ભવિષ્યમાં મારશે એમ માનીને તેને મારી નાંખે અથવા કોઈ હરણ આદિ પશુ ઉપદ્રવકારી છે, તેમ જાણીને તેને લાકડીથી મારે, એ રીતે મને, માસને, બીજાને હાસ્યા-હણે છે કે હણશે એવી સંભાવનાથી બસ કે સ્થાવરને દંડેજીવ હત્યા સ્વયં કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે. આ હિંસાપત્યયિક બીજું ક્રિયાસ્થાન. • સૂત્ર-૬૫૨ - હવે ચોથા ક્રિયાસ્થાન અકસ્માત દંડ પ્રત્યયિક કહે છે. જેમકે કોઈ પણ નદીના તટ યાવતુ ઘોર દુર્ગમ જંગલમાં જઈને મૃગને મારવાની ઇચ્છાથી, મૃગને મારવાનો સંકલ્પ કરે, મૃગનું ધ્યાન કરે, મૃગના વધને માટે જઈને આ મૃગ છે - એમ વિચારીને મૃગના વદાને માટે બાણ ચડાવીને છોડે, તે મૃગને બદલે તે બાણ તીતર, બટેટ ચકલી, લાવક, કબૂતર, વાંદરો કે કપિલને વીંધી નાંખે, એ રીતે તે બીજાના બદલે કોઈ બીજાનો ઘાત કરે છે, તે અકસ્માત દંડ છે. જેમ કોઈ પણ શાલી, ઘઉં, કોદ્રવ, કાંગ, પરાગ કે રાળને શોધન કરતા, કોઈ વૃક્ષને છેદવા માટે શસ્ત્ર ચલાવે, તે હું શામક, તૃણ, કુમુદ આદિને કર્યું છું એવા આશયથી કાપે, પણ ભૂલથી શાલિ, ઘઉં, કોદરા, કાંગ, પણ કે રાહકને છેદી નાંખે. એ રીતે એકને છેદતા બીજે છેદાઈ જાય, તે અકસ્માત દંડ છે. તેનાથી તેને અકસ્માત દંડ પ્રત્યાયિક સાવધ ક્રિયા લાગે. તે ચોથો દંડ સમાદાન અકસ્માત દંડ પ્રત્યયિક કહેવાય છે. • વિવેચન-૬૫ર : હવે ચોથા દંડ સમાદાન અકસ્માત દંડ પ્રત્યયિકને કહે છે -x-x- જેમ કોઈ પુરુષ કચ્છથી લઈને વનદુર્ગ સુધીના સ્થાનમાં જઈને - મૃગ ઉપર જીવન ગુજારતો મૃગવૃતિક [પારધી, મનમાં મૃગનો સંકલ્પ ધારીને, મૃગોમાં અંત:કરણની વૃત્તિ હોવાથી મૃગપ્રણિધાન છે, તે મૃગોને ક્યાં જોઉં એમ વિચારી મૃગના વધને માટે કચ્છાદિમાં જાય છે, ત્યાં જઈને મૃગને જોઈને આ મૃગ છે એમ નક્કી કરી તેમાંના કોઈ મૃગને મારવા માટે બાણને ધનુષ પર ચડાવી મૃગને ઉદ્દેશીને ફેંકે. તેનો સંલા એવો છે કે હું મૃગને હણીશ, પણ તે બાણ વડે તિતર આદિ પક્ષી વિશેષ હણાઈ જાય, એ રીતે કોઈને માટે અપાયેલ દંડ બીજા કોઈનો ઘાત કરે, તે અકસ્માત દંડ કહેવાય છે. હવે વનસ્પતિને આશ્રીને અકસ્માત દંડ બતાવે છે - જેમ કોઈ ખેડૂત વગેરે શાલિ આદિ ધાન્યના ઘાસને છેદીને ધાન્ય શુદ્ધિ કરતો કોઈ ઘાસને છેદવા દાંતરડુ ચલાવે, તે શ્યામાદિ ઘાસને છેદીશ એમ વિચારી અકસ્માત શાલિ યાવતું રાલકને છેદી નાખે, એ રીતે જેનું રક્ષણ કરવું હતું તેનો અકસ્માત છેદ કરે. એ રીતે એકને બદલે બીજું છેદી નાંખે અથવા આ રીતે બીજાને પીડા કરે છે, તે દશવિ છે - એ રીતે તેમ કરનારને અકસ્માત દંડ નિમિતે પાપકર્મ બંધાય છે. આ ચોથો દંડ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર સમાદાન-અકસ્માત દંડ પ્રત્યયિક કહેવાય. • સૂગ-૬૫૩ : હવે પાંચમાં ક્રિયા સ્થાન દૈષ્ટિવિપયરિાદંડ પ્રત્યચિકને કહે છે. જેમકે કોઈ પુરષ પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ સાથે નિવાસ કરતો, તે મિત્રને મિત્ર સમજી મારી નાંખે, તે દષ્ટિ વિષયસિ દંડ કહેવાય. જેમ કોઈ પુરુષ ગામ, નગર, ખેડ, કબૂટ, મંડપ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંનિવેશ, નિગમ કે રાજધાનીનો ઘાત કરતી વખતે જે ચોર નથી તેને ચોર માનીને તે અચોરને મારી નાંખે તે દૃષ્ટિવિપયસિદંડ પ્રત્યચિક નામે પાંચમો દંડ સમાદાન કહેવાય છે. • વિવેચન-૬૫૩ - હવે પાંચમું દંડ સમાદાન દષ્ટિવિપર્યાદંડ પ્રચયિક કહેવાય છે. જેમકે - કોઈ પુરણ ચામાદિ (યોદ્ધો] માતા, પિતા આદિ સાથે રહેતો હોય, જ્ઞાતિના પાલન માટે તે મિત્રને દષ્ટિ વિપર્યાસ [ભૂલ થી અમિ માનીને હણે. તે દૃષ્ટિ વિષયસિતાથી મિત્રને જ મારે, તે દૃષ્ટિ વિપસ દંડ છે. બીજી રીતે કહે છે - જેમ કોઈ પુરુષ લડાઈમાં ગામ આદિ ઉપર હુમલો કરે ત્યારે બ્રાંત ચિત્તથી દષ્ટિ વિપર્યાય થકી જે ચોર નથી. તેને ચોર માનીને હણે. એ રીતે ભ્રાંત મનથી વિભ્રમથી આકુળ થઈ અચોરને જ હણે છે. તેથી આ દૃષ્ટિ વિપર્યાસ દંડ છે, આ દષ્ટિવિપયસ નિમિતે સાવધ કર્મ બંધાય છે. આ રીતે પાંચમું દંડ સમાદાન દષ્ટિવિપયસ પ્રત્યચિક કહ્યું. • સૂત્ર-૬૫૪ - હવે છઠું કિયાસ્થાન મૃષા પ્રત્યાયિક કહે છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિવગતિ માટે, ઘર કે પરિવારને માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે કે અસત્ય બોલનાર અન્યને અનુમોદે, તો તેને મૃષાપત્યચિક સાવધ ક્રિયા લાગે છે. છટકું ક્રિયાસ્થાન મૃષાપત્યયિક કહ્યું. • વિવેચન-૬૫૪ : હવે છઠું કિયાસ્થાન મૃષાવાદ પ્રચયિક કહે છે. પૂર્વેના પાંચ સ્થાનમાં કિયા સ્થાનપણું છતાં પ્રાયે પરને પીડારૂપ હોવાથી તેની “દંડ સમાદાન” એ સંજ્ઞા આપેલી. હવે પછીના સ્થાનમાં બહલતાએ બીજાની હત્યા નથી, તેથી તેની ક્રિયાસ્થાન એવી સંજ્ઞા કહી છે. જેમ કોઈ પુરષ પોતાના પક્ષના આગ્રહને નિમિત્તે અથવા પરિવાર નિમિતે વિધમાન અર્થને ગોપવવારૂપ અને ખોટી વાતને સ્થાપવારૂપ પોતે જ જવું બોલે. જેમકે - હું કે મારું કોઈ ચોર નથી, તે ચોર હોવા છતાં સાચી વાતને ઉડાવી દે છે, તથા બીજો કોઈ ચોર ન હોય તો પણ તેને ચોર કહે છે, આ રીતે બીજા પાસે પણ જૂઠું બોલાવે છે તથા બીજા જૂઠ બોલનારને અનુમોદે છે. એ રીતે ત્રણ યોગત્રણ કરણથી મૃષાવાદ કરતા તે નિમિતે સાવધ કર્મ બાંધે છે. આ છઠું મૃષાવાદ પ્રચયિક ક્રિયાસ્થાન કહ્યું.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy