SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫-૬૪૩ ૧૧૩ હોવાથી ક્ષાંત, ઇન્દ્રિય અને મનને દમવાથી દાંત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, તિલોભી હોવાથી મુક્ત, વિશિષ્ટ તપસરણી મહર્ષિ, જગની નિકાલ અવસ્થાને માને છે માટે મુનિ, કસ્વાના કામને કરે છે માટે કૃતિ, પુન્યવાનું કે પરમાર્થ પંડિત, વિધાયુક્ત છે માટે વિદ્વાન, નિસ્વધ આહાર ભિક્ષામાં લે, માટે ભિક્ષ, અંતરાંત આહારી હોવાથી રા, સંસાતે પાર પામવા રૂપ મોક્ષનો અર્થી, મૂલગુણ-ચરણ અને ઉત્તગુણ-કરણ તેનો પાર કિનારાને જાણ છે માટે ચરણ-કરણ પારવિદ્ર છે. ત - સમાપ્તિ માટે છે. પ્રથfષ • તીર્થકતા વાનગી આર્ય સુધમસ્વિામી જંબૂસ્વામીને ઉદ્દેશીને કહે છે - હું મારી બુદ્ધિથી કહેતો નથી. હવે સમસ્ત અધ્યયનના દટાંત અને તેનો બોધ કહે છે [નિ.૧૫૮ થી ૧૬૪] અહીં સો પાંખડીવાળા શેત કમળની ઉપમા આપી છે, તેનો જ ઉપચય-સર્વ અવયવ નિપત્તિ અને વિશિષ્ટ ઉપાયથી ચૂંટવાનું છે. તેનો બોધ એ છે કે - ચકવર્તી આદિ ભવ્યાત્માની જિનોપદેશની સિદ્ધિ થાય છે. કેમકે તેઓ જ પૂજ્ય છે. તેમનું પૂજ્યત્વ બતાવે છે દેવ આદિ ચારે ગતિમાં પ્રાણીઓમાં મનુષ્ય જ સર્વસંવરરૂપ ચારિત્ર લેવા સમર્થ છે, બીજા દેવાદિ નહીં. તે મનુષ્યોમાં માનનીય ચક્રવર્તી આદિ પણ હોય છે. તેમને પ્રતિબોધ કરતા નાના-સામાન્ય માણસો જદી બોધ પામે છે. તેથી અહીં પૌંડરીક સાથે ચક્રવર્તી આદિની તુલના કરી. કરી મનુષ્યની પ્રધાનતા દશવિવા કહે છે • ભારે કર્મી મનુષ્ય નરકગમન યોગ્ય આયુષ બાંધે તેમ હોય, તેવા પણ જિનોપદેશથી તે જ ભવે સર્વ કર્મક્ષયથી સિદ્ધિગામી થાય છે, આ દષ્ટાંત અને બોધને જણાવીને તે કમળના આધારરૂપ વાવડીનું તરવું મુશ્કેલ છે, તે બતાવે છે. પ્રચુર જળ તથા કાદવવાળી, તળીયું ન દેખાય તેવી, ઉંડો કાદવ અને વેલડીઓથી યુક્ત વાવડી જંઘા કે હાથ વડે અથવા નાવથી તસ્વી મુશ્કેલ છે. • x • તેમાં પાવર પૌંડરીક લેવા માટે ઉતરવું તે અવશ્ય જીવલેણ બને. તે કમળ તોડીને લાવવાનો કોઈ ઉપાય નથી, જેનાથી તે વાવડીમાંથી સુખેથી કમળ લાવી શકે. તેને ઓળંગવાનો ઉપાય કહે છે પ્રજ્ઞપ્તિ આદિ વિઘા કે દેવની સહાયથી અથવા આકાશગમન વિધાયી પાવર પૌંડરીકને લાવી શકે. જિનેશ્વરે તે માટે કહ્યું છે - x • શુદ્ધ પ્રયોગ વિધા જિનોક્ત ધર્મ જ છે, તે સિવાય કોઈ વિદ્યા નથી. તીર્થકર કયિત મા ભવ્યજીવરૂપ પૌંડરીક સિદ્ધિને પામે છે. શેષ પૂર્વવત * * * સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર # શ્રુતસ્કંધ-ર - અધ્યયન-૨ “ક્રિયાસ્થાન” છે - X - X - X - X - X - X -x - • ભૂમિકા : પહેલું અધ્યયન કહ્યું. હવે બીજે કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વતા અધ્યયનમાં વાવડી-કમળના દાંત વડે અન્યતીરિકોને સખ્યણુ મોક્ષ ઉપાસના અભાવે કમતે બાંધનાર બતાવ્યા. સાચા સાધુઓ સમ્યગુ દર્શનાદિ મોક્ષમાર્ગે પ્રવૃત્ત હોવાથી સદપદેશ દ્વારા પોતાને અને બીજને કર્મયી મુકાવનારા છે. તેમ અહીં પણ બાર કિયા સ્થાન વડે કર્મો બંધાય છે અને તે સ્થાન વડે મૂકાય છે. પૂર્વે કહેલ બંધ-મોક્ષનું અહીં પ્રતિપાદન કરાય છે. અનંતર સૂઝ સાથેનો સંબંધ આ છે • ચરણકરણના જાણ કમ ખપાવવા ઉધત ભિક્ષાએ કર્મબંધના કારણ એવા બાર કિયા સ્થાનોને સમ્યક રીતે તજવા. તેથી વિપરીત મોક્ષ સાધનોને આદરવા. આ સંબંધે આવેલાં આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપકમમાં અધિકાર આ છે. જેમકે આ અધ્યયન વડે કર્મનો બંધ અને મોક્ષ બતાવે છે. નામ નિફોપામાં કિયા-સ્થાન એ બે પદ છે. તેમાં ‘કિયા' પદનો નિક્ષેપો કરવા માટે નિયુકિતકાર પ્રસ્તાવના કરે છે– [નિ.૧૬૫ થી ૧૬૮-] જે કરાય તે ક્રિયા, તે કર્મબંધના કારણરૂપે આવશ્યક ગના પ્રતિક્રમણ અધ્યયનમાં ગરૂપે તૈf fiftaraft છે. અથવા આ અધ્યયનમાં ‘કિયા' કહી છે, માટે તેનું નામ ‘ક્રિયાસ્થાન' છે. તે કિયાસ્થાન સંસારીને હોય, સિદ્ધોને નહીં. ક્રિયાવંતો શેનાથી બંધાય કે શેનાથી મૂકાય છે, તે દ્વારા અધ્યયનનો અર્થ અધિકાર કરીને કહ્યો * બંધ અને મોક્ષમાર્ગ-નામ સ્થાપના સુગમ છે, દ્રવ્યાદિ કિયા કહે છે દ્રવ્ય-ન્દ્રવ્ય વિષયમાં જે ક્રિયા-જીવ કે જીવમાં કંપન કે ચલનરૂપ છે, તે દ્રવ્યકિયા. તે પ્રયોગ કે વિસસાથી થાય. તે પણ ઉપયોગપૂર્વિકા અથવા અનુયોગપૂર્વિકા - આંખનું ફરકવું વગેરે, તે બધી દ્રવ્યક્રિયા છે. ભાવદિયા આ પ્રમાણે • પ્રયોગ, ઉપાય, કરણીય, સમુદાન, ઈયપિય, સમ્યક્તવ, સમ્યગુ મિથ્યાત્વ અને મિથ્યાત્વ એ આઠ ક્રિયા છે. પ્રયોગ કિયા - મન, વચન, કાય લાણા પ્રણ પ્રકારે છે. તેમાં રૃાયમાન થતાં મનોદ્રવ્યો વડે જે આત્માનો ઉપયોગ, એ જ રીતે વયન-કાયા પણ કહેવા. તેમાં શબ્દ બોલતા વચન તથા કાયા બંનેનો ઉપયોગ થાય છે. •x• પણ જવા-આવવાની કિયા તો કાયાથી જ થાય છે. ઉપાય કિયા - જે ઉપાયથી ઘડો વગેરે કરે છે. જેમકે માટીને ખોદવી, મસળવી, ચક ઉપર મૂકવી, દંડ ફેરવવો ઇત્યાદિ ઉપાયો તે ઉપાય કિયા. કરણીય કિયા - જે કાર્ય જે પ્રકારે કરવું જોઈએ. તેને તે પ્રકારે કરે, જેમકે માટીના પિંડાદિથી જ ઘડો બને, રેતી કે કાંકરીથી ન બને છે. સમુદાત કિયા - જે કાર્ય પ્રયોગથી સમુદાયની અવસ્થામાં લેતા તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપે જે ક્રિયા વડે વ્યવસ્થા થાય તે સમુદાનકિયા. આ ક્રિયા શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧ - “પડરીક”નો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ [48].
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy