SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/-/૬૪૫ ૧૦૬ અશુભ, અમનોજ્ઞ, અમણામ, દુઃખરૂપ, અસુખરૂપ છે. હે ભયંતર! મારા આ કામભોગો, માસ અનિષ્ટ, અકd, પિય, શુભ, અમનોજ્ઞ, અમણામ દુઃખ,. અસુખ રોગ-આતંક આદિ તમે વહેંચી લો. કેમકે હું તેનાથી ઘણો દુઃખી છું, શોકમાં છું ચિંતામાં છુંપીડિત છું વેદનામાં છું, અતિસંતપ્ત છું. તેથી તમે બધાં મને આ અનિષ્ટ, એકાંત - ચાવતુ - અસુખરૂપ મારા કોઈ એક દુઃખ કે રોગાતંકથી મને મુક્ત કરાવો, તો તેવું કદી બનતું નથી. આ સંસારમાં કામભોગ તે દુ:ખીને રક્ષણ કે શરણરૂપ થતાં નથી. કોઈ પરષ પહેલાથી જ આ કામભોગોને છોડી દે છે અથવા કામભોગો તે પરણને પહેલા છોડી દે છે. તેથી કામભોગો અન્ય છે અને હું પણ અન્ય છે. તો પછી અમે આ ભિ કામભોગોમાં શા માટે મૂર્શિત થઈએ ? આ જાણીને અમે જ કામભોગોનો ત્યાગ કરીએ, તે મેધાવી જાણી લે કે આ કામભોગો બહિરંગ છે. તેનો રણ છોડી દે, જેમકે . મારી માતા, મારા પિતા, મારા ભાઈ-બહેન-પનીપુત્ર-પુત્રી, મારા દાસ-પૌત્ર-પુત્રવધુ-પિયા-સખા-સ્વજન-સંબંધી છે, આ મારા જ્ઞાતિજન છે અને હું પણ તેમનો છું તેિમ ન માનો. તે મેધાવી પહેલાથી જ પોતાને સારી રીતે જાણી છે. આ લોકમાં મને કોઈ દુઃખ, રોગ, આતંક ઉત્પન્ન થશે, જે અનિષ્ટ પાવત્ અસુખરૂપ હોય તો હું ભયતાર / જ્ઞાતિજનો, આ મારા કોઈ દુ:ખ, રોગ, આતંક તમે વહેંચી કે જે મને અનિષ્ટ યાવત અસુખરૂપ છે. હું તે દુઃખથી દુઃખી છું, શોકમાં શું ચાવતું સંતપ્ત છું. મને આ કોઈપણ દુ:ખ, રોગ, આતંકથી મુક્ત કરાવો, જે મને અનિષ્ટ યાવત્ અસુખરૂપ છે એવું કદી બનતું નથી. અથવા તે ભયંતર મારા જ્ઞાતિજનને જ કોઈ દુઃખ, રોગ, આતંક ઉત્પન્ન થઈ જાય જે મને અનિષ્ટ યાવત્ અસુખરૂપ છે, તો હું મારા તે ભયમાતા જ્ઞાતિજનોના કોઈ દુઃખ, રોગ, આતંકમાં ભાગ પડાવું કે જે અનિષ્ટ યાવત્ આસુખરૂપ છે, જેથી તેઓ દુઃખી યાવત સંતપ્ત ન થાય. હું તેમને અનિષ્ટ યાવત સુખરૂપ દુઃખ રોગાતંકથી મુક્ત કરાવું, પણ એવું ન થાય. કોઈનું દુ:ખ બીજે કોઈ ન લઈ શકે, એકનું કરેલું દુ:ખ બીજો ભોગવી ન શકે. પ્રત્યેક પાણી એક્લા જ જન્મે છે - મરે છે - વે છે - ઉત્પન્ન થાય છે પ્રત્યેક પાણી એકલા જ કપાય - સંઘ [જ્ઞાન] - મનન વિદ્વતા • વેદના પામે છે. આ લોકમાં કોઈ રવજનાદિ સંયોગ તેના ત્રણ કે શરણ થતા નથી. પરષ પહેલેથી જ્ઞાતિસંયોગ છોડી દે છે અથવા જ્ઞાતિસંયોગો તે પરાને છોડી દે છે. જ્ઞાતિસંયોગ ભિન્ન છે અને હું પણ ભિન્ન છું. તો પછી મારે આ ભિન્ન એવા જ્ઞાતિસંયોગોથી શા માટે મૂર્શિત થવું? એમ વિચારી અને જ્ઞાતિ-સંયોગોનો પરિત્યાગ કરીએ છીએ. તે મેધાવી કે બાહ્ય વસ્તુ છે, માટે તેઓનો રાગ છોડવો જોઈએ જેવાકે . મારા હાથ મારા પગ, માસ બાહુ - સાથળ • પેટ • માથુ, મારું શીલ, ૧૦૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર માસ આયુ-બળ-gણ, માસ વચ-છાયા-કાન-નાક-ગલ્સ-જીભ-સ્પર્શ. [ રીતે મારું-મારું કરે છે. આયુષ્ય વધતા આ બધું જીર્ણ થાય છે, જેમકે - આયુ, બળ, વચા, છાયા, શ્રોત્ર યાવત સ્પર્શ, સાંધા ઢીલા થઈ જાય છે, ગાત્રો પર કચલી પડે છે, કાળા વાળ ધોળા થાય છે, જે આહારથી ઉપસ્થિત આ શરીર છે, તે પણ કાળક્રમે છોડવું પડશે. એમ વિચારી તે ભિક્ષાચર્યા માટે સમુસ્થિત ભિક્ષુ જીવ અને અજીવ કે બસ અને સ્થાવર લોકને જાણે. • વિવેચન-૬૪પ : હવે જે કામભોગવી વિક્ત છે, માર્ગમાં સીદાતો નથી, પાવર પૌંડરીક ઉદ્ધરવાને સમર્થ છે, તેના વિશે હું કહું છું. આ વિષયને કહે છે - x • પૂર્વ આદિ માંની કોઈપણ દિશામાં કેટલાંક મનુષ્યો વસે છે જેવા કે - આદિશમાં ઉત્પન્ન, મગઘાદિ જનપદ જન્મેલા, તથા શક-યવન આદિ દેશમાં થયેલા અનાર્ય તથા ઇક્વાકુ, હરિવંશ કુલમાં ઉત્પન્ન ઉચ્ચગોત્રીય, નીચગોત્રમાં જન્મેલા, તથા સારા શરીરવાળા, ઠીંગણા આદિ, સુવણ-દુર્વણા, સુરપા-કૃપા. તેમાંના કેટલાંક કર્મથી પરવશ હોય છે. તે આયદિ મનુષ્યોને શાલિ આદિ ક્ષેત્રો, જમીનમાં કે ઉપર બાંધેલા થોડા કે વધુ ઘરો હોય છે, તેઓને થોડા કે વધુ જન-જાનપદ હોય છે. તે આયદિને તેવા પ્રકારના કુળોમાં આવીને, આવા પ્રકારના ઘરોમાં જઈને, તથા પ્રકારે કુળોમાં જન્મ પામી, વિષય-કપાયાદિ કે પરીષહ ઉપસર્ગથી હારીને દીક્ષા લઈને કેટલાંક તેવા સવશાળીઓ ભિક્ષાય માટે સારી રીતે ઉસ્થિત થાય છે. તેમાંના કેટલાક મહાસત્નીને સ્વજન, પરિજન ઉપકરણ, કામભોગરૂપ ધન-ધાન્ય-હિરણ્યાદિ વિધમાન હોય છે, તેનો પ્રકર્ષથી ત્યાગ કરી ભિક્ષાચર્યા કરે છે. કોઈ સ્વજન, વૈભવ ન હોય તેવા પણ જ્ઞાતિ-ઉપકરણાદિ છોડીને ભિક્ષાચર્યા કરે છે. પૂર્વોકત વિશેષણ વિશિષ્ટા, ભિક્ષાચર્યા માટે ઉધત પ્રdજ્યા ગ્રહણ કાળે જ જાણતા હોય છે કે - આ જગમાં જુદી જુદી વસ્તુ મને ભોગ માટે થશે, એમ આ દીક્ષા સ્વીકારતા કે સ્વીકારીને જાણતા હોય છે. જેમકે - શાલિહોત્રાદિ, વાસ્તુ-મકાન, હિરણ્ય, સવર્ણ, ગાય-ભેંસાદિ, ચોખા-ઘઉં આદિ કાંસાના પગાદિ, ઘણાં બધાં ધન-કનક-રત્તમણિ-મોતી આદિ, શંખશિલાદિ, વિકુમ અથવા વણદિ ગુણોયુક્ત શ્રી પ્રવાલ, પારાગાદિ રન, સારરૂપ વસ્તુ તથા શુદ્ધ દ્રવ્યજાત, આ બધું મને ઉપભોગને માટે થશે તથા વેણું આદિ શબ્દો, સ્ત્રીના રૂપો, કોઠપુટાદિ ગંધ, મધુરાદિ સ્ત્ર કે માંસાદિ રસ, મૃદુ આદિ સ્પર્શી, આ બધાં માસ કામભોગ છે, હું પણ તેના યોગક્ષેમ માટે થઈશ. તે મેધાવી પહેલાથી જ એવું વિચારે કે - આ સંસારમાં, આ જન્મમાં કે મનુષ્યભવમાં મને માથું દુ:ખવું, શૂળ વગેરે જીવલેણ આતંક આવે કે જે મને અનિષ્ટ, એકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, વિશેષ પીડાકારી કોઈ દુઃખ આવે અથવા મને થોડી કે વધુ દુ:ખદાયી બને, અત્યંત દુ:ખ દેનાર, લેશમાત્ર સુખનો પણ નાશ કરનાર બને અર્થાતું બીજું સુખ હોય તો પણ અશુભકર્મના ઉદયે તે ન ગમે. અહીં પુનરુક્તિ ઘણાં દુ:ખને જણાવે છે.
SR No.009035
Book TitleAgam 02 Sutrakritanga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy